રાણીંગ જેઠવાઃ ૨૩

હરિગરઃસા’બ, આંઈ તો અમારે ઈ રિવાજ જ છે. મજૂરાંને — અમ ઉભડિયાંને — મજૂરી ન મળે તી રાતના મો’લમાં પડીને ભારી બાંધી આવવી, ડૂંડાંની. ખેડુ ભાળી જાય તો કૈયે કે પોંક માટે લીધાં છે. તી કાંઈ ભૂખ્યા રે’વાય છે સાયબ?
હું: ચોરી કરો, એમને?
હરિગરઃ સા’બ, સૌ કરે છે,… આ બધાય. જેટલા આપણી ટુકડીમાં હતા ને ઈ બધાય આમ કરે છે. નકર ખાય શું? મજૂરીના પૈસા તો સાયબ, ખોટું નો લગાડતા, આવે તંઈ ખરા. ન્યાં સુધી કાંઈ હવા ઉપર રે’વાય છે?
લવોઃ તી સાયબ, બીજા બે ચાર અમ જેવા છાનામાના સમજાવા આઈવા, હોં. બરાબર મોકો હતો. ને ઘરમાં દાણાનું નામ નઈં, — આ રાણીંગબાપુના ઘરમાં, હોં. ને કાઠિયાણી ને છોકરાં ભૂખે ટળવળે; ને પીલુંડાં પાડે, હોં, બોર બોર જેવડાં. ને અમથી જોવાય નઈં. અમે સૌ સમજાવીઈં, હોં. (હાંફે છે.)
હરિગરઃ બહુ જ સમજાવ્યો. કીધું, ભઈ હાલ્યને તારેય ફેરો મારવો હોય તો!
લવોઃ શું કીયે?
હરિગરઃ નો ભુલાય એવું કીધું રાણીંગે. કીયે…
[રાણીંગનો અવાજ]
                     (વધુ હવે પછી …)
નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી રેડિયો નાટિકા ‘રાણીંગ જેઠવા’ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘રાણીંગ જેઠવા’ ” કે ”We would like to perform ’Raning Jethava’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

 

Leave a comment