મારા જીવનમાં પરિવર્તન લાવનાર કાવ્ય

એ તો સૌને ગમે
 
(મારી આ પ્રથમ પ્રગટ થયેલી કૃતિ જેમના બળગીતની પ્રેરણાથી સર્જાઈ હતી એ પૂજ્ય શ્રી ‘સ્નેહરશ્મિ’ને સાદર અર્પણ).
 
મારા ઘરના આંગણિયે મોરલો રમે,
       એનાં પીંછાંમાં રંગ,
       એનાં સુંદર સૌ અંગ,
એ તો ઊડતો ને નાચતો સૌને ગમે.
 
મારા આંબાની ડાળમાં કોયલ રમે,
       એનાં કાળાં છે વાન,
       એનાં મીઠાં છે ગાન,
એ તો ઊડતી ને ટહુકતી સૌને ગમે.
 
મારા ઘરના આંગણિયે ગૌરી રમે,
       એ તો ભોળી છે ગાય,
       એની ધોળી છે કાય,
એ તો ફરતી ને ચરતી સૌને ગમે.
 
મારી પહેલી જ પ્રગટ થયેલી રચના હતી આ બાળ ગીત જે મારા સર્જક-જીવન માટે ટર્નીંગ પોઈન્ટ પૂરવાર થયું.  એ ‘બાલમિત્ર’ના મે ૧, ૧૯૫૦ના અંકમાં પ્રગટ થઈ હતી. એ પ્રગટ થતાં મને થયેલો આનંદ શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. એ વખતે મારી ઉંમર ૧૫ વર્ષની હતી.
 
એ પછી મેં ૧૫૦થી વધુ બાળ કાવ્યો લખ્યાં અને એમાંનાં મોટા ભાગનાં બાળ સામયિકોમાં પ્રગટ પણ થયાં. એમાંથી ૧૦૦ ઉપરાંત બાળકાવ્યો મેં www.girishparikh.wordpress.com બ્લોગ પર ત્રણ સંગ્રહોમાં પોસ્ટ કર્યાં છે. બાળ કાવ્યો વિશેની લેખમાળા પણ એ બોગ પર પોસ્ટ કરી છે. મારાં બાળકાવ્યોનાં બે પુસ્તકો પ્રગટ થયાં છેઃ ‘ફેરફૂદરડી’ (બિન્દુ (કનુ) ગજ્જર સાથે), અને સરકારી ઇનામ વિજેતા ‘ટમટમતા તારલા’.
 
હું લગભગ પાંચ વર્ષનો હતો ત્યારે કવિતા જેવું કાંઈક ગણગણ્યો હતો એમ મારા સ્વ.પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખે મને કહેલું. એમણે મને સાહિત્યમાં રસ લેતો કર્યો અને લેખનની પણ સતત પ્રેરણા આપી. મારાં બધાં જ સર્જનો એમણે જીવની જેમ સાચવી રાખ્યાં.  
 
બાળકાવ્યો ઉપરાંત અન્ય પ્રકારના સાહિત્યનું પણ મેં ગુજરાતી અને અંગ્રેજીમાં સર્જન કર્યું છે. ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક પ્રકાશન માટે તૈયાર છે. અંગ્રેજીમાં મારાં આઠ પુસ્તકો પ્રગટ થયાં છે.
 
પ્રભુની તથા મા સરસ્વતીની કૃપાથી શબ્દયાત્રા ચાલુ છે, અને છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહે એવી પ્રાર્થના કરું છું.
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

3 Responses to “મારા જીવનમાં પરિવર્તન લાવનાર કાવ્ય”

  1. પરાર્થે સમર્પણ Says:

    આદરણીય શ્રી ગીરીશભાઈ,

    ” એ તો સૌને ગમે” આપણ પ્રથમ બાળગીત ને હર્ષની હેલીએ

    વધામણા . આપ બાલ વયથી લેખન પ્રવૃત્તિ કરો છો એ બદલ

    ખુબ ખુબ ધન્યવાદ. માં સરસ્વતીની કૃપા વરસતી રહે અને

    આપના લેખો, કાવ્યો ગુજરતી જગતને મળતા રહે.

    વંદન…..નમસ્કાર…ધન્યવાદ… અભિનંદન.

  2. la'kant Says:

    Tame 75 NA THAYA KAHEVAAO ! Abhinandan!! ” RAS JEEVANMA JALVAAI RAHE, NE, JIVANTTAA KAAYAM RAHE EVEEJ ABHYARTHANAA!!!

    આવન-જાવન નો ખેલ આભાસ,બધું સમજતા સત્જ્ઞાની રે !
    બરફના પહાડમાં એ દરિયો ઘૂઘવતો જોતા સત્જ્ઞાની રે !
    આખ્યું બંધ તોય, દૂરનું જોતા ,ક્ષણનું મોતી પરોવતા,-
    શ્વાસોની ધજા ફરકાવતા, સ્મિત-લ્હાણ કરતા સત્જ્ઞાની રે !

    બહાર વરસાદ ને તોફાન, ઉછળતા ગાંડા દરિયાને જોતા,-
    શાંત, સ્થિર, છેક જ ધીર ગંભીર ભીતર રે’તા સત્જ્ઞાની રે !
    કાયામાં વેદના વલવલે,ને,મનમાં વ્યથાના મચે ઘમસાણ,-
    તોય ‘આપો” ન ખોય, વર્તે સ્વભાવમાં,મરકતા સત્જ્ઞાની રે !

    એ તો બેઠા, માત્ર જોયા કરે ને, સુખ આવે મળ્યા કરે !
    ‘કઇં કરવાથી જ સુખ મળે’ એવું ક્યાં કહેતા સત્જ્ઞાની રે?
    પ્રતીક્ષા કરે એના મહેરબાનની,નિગેહબાનની,ભગવાનની!
    ના કશી કોઈ ચિંતા,ઉતાવળ કોઈ જાતની,એ સત્જ્ઞાની રે !

    ભીતરના સત,પોત ને ભાવ-અણસારા થાતા,તે સત્જ્ઞાની રે !
    હોય ‘જીન’ જેને હાજરાહજૂર,:’હુકૂમ મેરે આકા’ તે સત્જ્ઞાની રે !
    ***
    [ રેફ : “ બડે ભગત ” = “આરપી” =કમલની એક કૃતિ, ]

  3. girishparikh Says:

    પ્રિય ‘પરાર્થે સમર્પણ’ તથા la’kant:
    નમસ્તે.
    આપનો ખૂબ ખૂબ આભાર.

    આપે આ બ્લોગ પર વાંચ્યું હશે કે મે ૧૮, ૨૦૧૧ના રોજ, આદિલ મન્સૂરીના ૭૫મા જન્મદિવસે મારું પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પ્રગટ થશે.

    હકીકતમાં મને નવેમ્બર ૧૪, ૨૦૧૦ના રોજ ૭૬ વર્ષ પૂરાં થયાં. I share birth date with Jawaharlal Nehru. ભગવાનની કૃપાથી હજુ તંદુરસ્તી સારી છે, અને એનો જશ મારી સંભાળ લેતી મારી પત્ની હસુને પણ મળે છે.

    નવેમ્બર ૧૪ બાળદિન તરીકે ઉજવાય છે. નવેમ્બર ૧૪, ૨૦૧૧ ના દિવસે મારાં નીચેનાં સચિત્ર બાલપુસ્તકો યોગ્ય પ્રકાશક દ્વારા પ્રગટ કરવાની ઇચ્છા છે. પુસ્તકોનાં લખાણ તૈયાર છેઃ

    ફેરફૂદરડી (બાલકાવ્યો) (નવી આવૃત્તિ).
    ટમટમતા તારલા (બાલકાવ્યો) (નવી આવૃત્તિ).
    વાર્તા રે વાર્તા (બાલકથાગીતો).
    દાદીમાએ માંડી વાત (બાલવાર્તાઓ).
    હસતાં ફૂલ (બાલવાર્તાઓ).

    –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

Leave a comment