મીઠ્ઠો ઠપકો !

વિવેકે તાજેતરમાં પોસ્ટ કરેલી મનોજ ખંડેરિયાની ગઝલના બે શેરો વિશે મેં અગાઉ લખ્યું છે. (ગઝલની તથા બન્ને શેરો વિશેના પોસ્ટની લીંક છેલ્લે આપી છે.)
હવે આ શેર વિશે લખું છુંઃ
ઠોઠને ઠપકો નજાકતથી દીધો,
તેં ગઝલ આપીને ઠમઠોર્યો મને.
આ શેર વાંચતાં આદિલનો એક શેર યાદ આવ્યોઃ
ગઝલનો ‘ગ’ ફકત ઘૂંટ્યો છે ‘આદિલ’,
હજુ બાકી કવન-બારાખડી છે.
બન્ને શાયરોની આ નમ્રતા છે.
‘નજાકત’ શબ્દનો ‘નજાકત’ભર્યો ઉપયોગ આ શેરમાં આ મોટા ગજાના કવિએ કર્યો છે.
અને ‘ઠમઠોર્યો’ શ્બ્દનો ઉપયોગ પણ દાદ માગી લે છે.
 આપણો મહાકોશ “ભગવદ્ગોમંડલ” ઠમઠોરવું શબ્દના આ અર્થ પણ આપે છેઃ “ઢંઢોળવું; નિદ્રિત અવસ્થા વાળાને જાગ્રુત કરવા જરા હલાવવું.” (લીંકઃ http://bhagavadgomandalonline.com/detail.php?srch=3809&term=ઠમઠોરવું  .)
ખરેખર શબ્દો જ કવિના “કંકુ ને ચોખા” છે. અને એ કંકુ ને ચોખા દ્વારા એ ગઝલની પૂજા કરે છે. એમના જ શબ્દો છેઃ
તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણ વાયુ છે!…
ગઝલની લીંક:
http://layastaro.com/?p=13207
 
બન્ને શેરો વિશેના પોસ્ટની લીંક:
https://wordpress.com/post/12559172/8289/
https://wordpress.com/post/12559172/8292/

Leave a comment