આવોને દોસ્તો

આવોને દોસ્તો આવો અહીં
       સાથે કનૈયાને લાવો સહી…આવોને.
 
ગેડીદડે આજ રમીએ સહુ
       કાના સંગાથ આવે મજા બહુ…આવોને.
 
પડશે દડો જો કાલિંદીમાં
       કહો જશે કોણ લેવા એમાં…આવોને.
 
કાળી તે નાગનો એમાં છે કેર
       એને કાનુડો કરશે જ જેર…આવોને.
 
કાલિંદી કાંઠે દોડી જઈએ
       કાનુડા સાથે હોડી રમીએ…આવોને.
 
હોડી તરાવશું ને તરશું સહી
       કાલિંદી કેરાં પાણી મહીં…આવોને.
 
માટો ભર્યાં છે ગોરસ થકી
       કાનો લુંટાવશે આજે નકી…આવોને.
 
વ્રજમાં મચાવશું આજે સૌ ધૂમ
        દેખીને કાનજી પાડીશું બૂમ…આવોને.
 
પનીહારી પાસે માગીશું દાણ
       કાના ગોવાળની કરશું જ જાણ…આવોને.
 
છોને બબડાટ કરે ગોપીઓ બહુ
      તો યે ઘૂમીશું વ્રજમાં સહુ…આવોને.
 
કરીએ તોફાન આજ વ્રજમાં ઘણાં
       લૂંટી લઈએ દહીં ગોપી તણાં…આવોને.   
 
છીંકાને તોડશું ઊંચે ચડી
        મખણ ખા ખા કરીશું થોડું લડી…આવોને.
 
વહાલાં છે માંકડાં કાનુડાને
       ઉજાણી એમને થાશે આજે…આવોને.  
 
ભૂલતા ના સાથમાં કાનો લેવો
       નહીં તો પડશે માર સૌને કેવો !…આવોને.
 
આવોને કાનજી આવો અહીં
       બંસીના સૂર સંભળાવો સહી…આવોને.
 
ગિરીશ પુકારે છે આવોને શ્યામ
       ભક્તોને પીવરાવો ભક્તિના જામ…આવોને

(HG (હીઝ ગ્રેસ) શ્રી રામશ્રધ્ધા પ્રભુજીએ આ ગીતને મઠારવા માટે સૂચનો કર્યાં હતાં. એમનો આભાર, અને એમને હરે કૃષ્ણ.)  

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

Leave a comment