ક્લિષ્ટ કાવ્યનો નમૂનો

તીર્થેશજીએ.layastaro.com વેબ સાઈટ પર સિતાંશુ યશશ્ચંદ્રનું “દીકરાને” કાવ્ય પોસ્ટ કર્યુ છે. મારો પ્રતિભાવઃ
“કાવ્ય સમજાયું નહીં! તીર્થેશજીના શબ્દોએ ખાસ મદદ ન કરી! ગાંધીજી કહેતા કે ગીત કોશિયાને પણ સમજાય એવું સરળ હોવું જોઈએ. આવાં ક્લિષ્ટ કાવ્યો વાંચનાર અને સમજનાર વર્ગ કેટલો?”
અલબત્ત, આપણા સાહિત્યમાં ક્લિષ્ટ કાવ્યો ઘણાં છે. અને હજુ લખાયે જાય છે. એ બધાંમાંથી પસંદ કરેલાં શ્રેષ્ઠ કાવ્યોનાં રહસ્ય ખોલતાં વિગતવાર રસદર્શન મારા જેવા ભાવકોને આનંદ આપી શકે. એ કાવ્યોના અઘરા કે અજાણ્યા શબ્દોના યોગ્ય અર્થ આપણા મહાકોશ ભગવદ્ગોમન્ડલ (www.bhagavadgomandal.com) માંથી આપી શકાય. હકીકતમાં layastaro.com પર પોસ્ટ થયેલાં કેટલાક કાવ્યોના પ્રતિભાવોમાં મેં ભગવદ્ગોમંડલમાંથી શબ્દાર્થ આપ્યા છે જેનાથી કાવ્ય સમજાય છે.
સિતાંશુ યશશ્ચંદ્રના “દીકરાને” કાવ્યની લીંકઃ
http://layastaro.com/?p=10504

Leave a comment