Archive for the ‘૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો’ Category

મારા જીવનમાં પરિવર્તન લાવનાર કાવ્ય

ડિસેમ્બર 20, 2010
એ તો સૌને ગમે
 
(મારી આ પ્રથમ પ્રગટ થયેલી કૃતિ જેમના બળગીતની પ્રેરણાથી સર્જાઈ હતી એ પૂજ્ય શ્રી ‘સ્નેહરશ્મિ’ને સાદર અર્પણ).
 
મારા ઘરના આંગણિયે મોરલો રમે,
       એનાં પીંછાંમાં રંગ,
       એનાં સુંદર સૌ અંગ,
એ તો ઊડતો ને નાચતો સૌને ગમે.
 
મારા આંબાની ડાળમાં કોયલ રમે,
       એનાં કાળાં છે વાન,
       એનાં મીઠાં છે ગાન,
એ તો ઊડતી ને ટહુકતી સૌને ગમે.
 
મારા ઘરના આંગણિયે ગૌરી રમે,
       એ તો ભોળી છે ગાય,
       એની ધોળી છે કાય,
એ તો ફરતી ને ચરતી સૌને ગમે.
 
મારી પહેલી જ પ્રગટ થયેલી રચના હતી આ બાળ ગીત જે મારા સર્જક-જીવન માટે ટર્નીંગ પોઈન્ટ પૂરવાર થયું.  એ ‘બાલમિત્ર’ના મે ૧, ૧૯૫૦ના અંકમાં પ્રગટ થઈ હતી. એ પ્રગટ થતાં મને થયેલો આનંદ શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. એ વખતે મારી ઉંમર ૧૫ વર્ષની હતી.
 
એ પછી મેં ૧૫૦થી વધુ બાળ કાવ્યો લખ્યાં અને એમાંનાં મોટા ભાગનાં બાળ સામયિકોમાં પ્રગટ પણ થયાં. એમાંથી ૧૦૦ ઉપરાંત બાળકાવ્યો મેં www.girishparikh.wordpress.com બ્લોગ પર ત્રણ સંગ્રહોમાં પોસ્ટ કર્યાં છે. બાળ કાવ્યો વિશેની લેખમાળા પણ એ બોગ પર પોસ્ટ કરી છે. મારાં બાળકાવ્યોનાં બે પુસ્તકો પ્રગટ થયાં છેઃ ‘ફેરફૂદરડી’ (બિન્દુ (કનુ) ગજ્જર સાથે), અને સરકારી ઇનામ વિજેતા ‘ટમટમતા તારલા’.
 
હું લગભગ પાંચ વર્ષનો હતો ત્યારે કવિતા જેવું કાંઈક ગણગણ્યો હતો એમ મારા સ્વ.પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખે મને કહેલું. એમણે મને સાહિત્યમાં રસ લેતો કર્યો અને લેખનની પણ સતત પ્રેરણા આપી. મારાં બધાં જ સર્જનો એમણે જીવની જેમ સાચવી રાખ્યાં.  
 
બાળકાવ્યો ઉપરાંત અન્ય પ્રકારના સાહિત્યનું પણ મેં ગુજરાતી અને અંગ્રેજીમાં સર્જન કર્યું છે. ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક પ્રકાશન માટે તૈયાર છે. અંગ્રેજીમાં મારાં આઠ પુસ્તકો પ્રગટ થયાં છે.
 
પ્રભુની તથા મા સરસ્વતીની કૃપાથી શબ્દયાત્રા ચાલુ છે, અને છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહે એવી પ્રાર્થના કરું છું.
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

આજે ૧૦૮મું બાળગીત પોસ્ટ કર્યું છે.

જુલાઇ 19, 2010
પ્રભુ, મા સરસ્વતી, અને મા ગુર્જરીની કૃપાથી રવિવાર, એપ્રિલ ૪, ૨૦૧૦ના રોજ ‘ફેરફૂદરડી’ ગીતથી શરૂ થયેલી આ ‘ગિરીશ પરીખનાં ૧૦૮ શ્રેષ્ઠ બાળગીતો’ આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર પોસ્ટ કરવાની યાત્રા આજે પૂરી થાય છે.
 
વાચકો તથા પ્રતિભાવ આપનારા ભાવકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.  આ તથા મારાં અન્ય લખાણો વિશે પ્રતિભાવો મોકલવાનું ચાલુ રાખવા વિનંતી કરું છું.
 
પ્રભુ, મા સરસ્વતી, અને મા ગુર્જરીની કૃપાથી હવે કરવાનાં કેટલાંક કાર્યોઃ
 
– – પોસ્ટ કરવા માટે ૧૦૮ ગીતો પસંદ કરતી વખતે યોગ્ય ન લાગ્યાં એવાં ઘણાં ગીતો રદ કર્યાં છે, છતાં જે સારાં લાગ્યાં એવાં પસંદ ન કરેલાં ગીતો સાચવી રાખ્યાં છે. વધુ ચકાસણી કરતાં કદાચ પસંદ ન થયેલાં ગીતોમાંથી કોઈ ગીત કે ગીતો ૧૦૮ ગીતોમાં સ્થાન લે, અને એમના માટે જગા કરવા અત્યારનાં ૧૦૮ ગીતોમાંથી એક યા વધુ ગીતો દૂર કરવામાં આવે, પણ એમને અલગ ગીતમાળામાં પોસ્ટ કરેલાં રાખી શકાય.
 
– – પસંદ કરેલાં ૧૦૮ ગીતોને મઠારવાનું કાર્ય. આ અગત્યનું કાર્ય કવિઓના સહકારથી થઈ શકે. (સાહિત્ય સાધકો એક બીજાને મદદ કરી શકે.)
 
– – જોડણી, વગેરે સુધારવાનું કાર્ય. આ કાર્ય પ્રોફેશનલ પ્રૂફરીડરને સોપી શકાય.
 
– – ૧૦૮ ગીતો હાલ ત્રણ સંગ્રહો (‘ફેરફૂદરડી’, ‘ટમટમતા તારલા’ અને ‘વાર્તા રે વાર્તા)’ માં છે. ‘વાર્તા રે વાર્તા’ સંગ્રહમાં હાલ છે એ ગીતો રહેશે; પણ ‘ફેરફૂદરડી’, અને  ‘ટમટમતા તારલા’ માં કયાં કયાં ગીતો લેવાં એની પુનર્વિચારણા કરવાની છે.
 
– – પુસ્તકો પ્રગટ થયા પહેલાં ૧૦૮ ગીતો તથા પુસ્તકોનાં અન્ય લખાણોના reviews ગીતો તથા લખાણોમાં સુધારા વધારા, વગેરે કરવામાં ખૂબ મદદરૂ રૂપ થઈ શકે. આ કાર્ય સર્જકો એક બીજાનાં સર્જનો માટે કરી શકે.
 
– – દરેક સંગ્રહનાં ગીતો યોગ્ય ક્રમમાં ગોઠવવાનું કાર્ય.
 
– – માતાઓ અને પિતાઓ તથા બાલમંદિરોનાં શિક્ષિકા અને શિક્ષકો બાળકો આગળ આ બ્લોગ (www.girishparikh.wordpress.com) દ્વારા આ ગીતો રજૂ કરે તો સરસ. બાળકોને એ કેવાં ગમે છે એ માહિતિ ગીતોને મઠારવામાં ખૂબ ઉપયોગી થાય. આપ જો ગીતો બાળકો આગળ રજૂ કરો તો બાળકોના રીસ્પોન્સ વિશે મને girish116@yahoo.mail સરનામે જરૂર લખશો.
 
– – યોગ્ય પ્રકાશક શોધવાનું કાર્ય. આ અંગે આપનાં સૂચનો મોકલવા વિનંતી કરું છું.
 
– – બાળકોનાં કેટલાંક અંગ્રેજી પુસ્તકોની જેમ પુસ્તકોના પાને પાને રંગીન ચિત્રો અને કોઈ કોઈ પાને ફોટા મૂકવાની ઇચ્છા છે. આ કાર્ય કરવા માટે ખર્ચ વધશે. પ્રકાશક આ ખર્ચ કરવા તૈયાર ન હોય તો દરેક પુસ્તક માટે એક કે બે સ્પોન્સોર શોધવા પડશે. દરેક પુસ્તકનાં ચિત્રોના સ્પોન્સોરનાં નામ પુસ્તકમાં આપવામાં આવશે. શક્ય હશે તો એમના ફોટા પણ મૂકવામાં આવશે.
 
– – પુસ્તકોના આમુખ, પ્રસ્તાવના, વગેરે વિશે હાલ લખતો નથી. પણ એટલું લખું છું કે પ્રસ્તાવના, વગેરે તૈયાર કરવામાં ‘ગિરીશ પરીખનાં ૧૦૮ શ્રેષ્ઠ બાળગીતો’ ના આ પોસ્ટ સાથેના મણકાઓ ખૂબ ઉપયોગમાં આવશે.
 
– – પુસ્તકોના પ્રોડક્ષન, વગેરે વિશે પણ લખતો નથી. આ કાર્ય પ્રકાશકનું છે. યોગ્ય પ્રકાશક મળતાં એમને suggestions આપીશ.
 
– – પુસ્તકોનો વિશ્વભરમાં (ગુજરાતીઓ વિશ્વના ખૂણે ખૂણે વસે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય) પ્રસાર અને પ્રચાર કરવા અંગે પણ કેટલાક innovative ideas પ્રકાશકને આપીશ.
 
– – અલબત્ત, પુસ્તકો વિશ્વભરનાં ગુજરાતી બાળકો માટે છે, પણ અન્ય સહુ કોઈને એમના રોકાણ અને મહેનતના પ્રમાણમાં પુસ્તકો દ્વારા લાભ થાય એ પણ ધ્યેય છે.
 
– – Girish Parikh
Modesto  Califonia  July 18, 2010 Sunday
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 
     

વીંટીના રૂપિયાની વાત, વગેરે… (૫)

જુલાઇ 10, 2010
પણ માતૃભાષામાં લખવાનું તો વર્ષોથી છૂટી ગયેલું.
 
શિકાગોમાં રહેતો હતો ત્યારે મારા ઘરની નજીક રહેતા મારા મિત્ર શ્રી ઈશ્વરભાઈ પટેલના કુટુંબમાં બનેલી એમના પુત્રના છુટાછેડાની કરૂણ ઘટના પરથી નવલકથા લખવા ઈશ્વરભાઈના આમંત્રણથી શ્રી રજનીકુમાર પંડ્યા કેટલાંક વર્ષો પહેલાં અમેરિકા આવેલા. એમના કેટલાક સાહિત્યનું સેવન કરતાં કરતાં ગુજરાતીમાં લખવાની ફરીથી પ્રેરણા મળી.
 
આ સાહિત્યનો જીવ, બીજી એકાદ બે લાઈનો સાથે સાથે માતૃભાષામાં લખવાની એની મૂળ લાઈન પર પાછો આવી ગયો.
 
અંગ્રેજી તથા ગુજરાતીમાં પ્રગટ થયેલાં મારાં કુલ ૧૦ પુસ્તકોનો વિચાર કરું છું ત્યારે આ વીંટીના રૂપિયાની વાત યાદ આવ્યા કરે છે. એ રૂપિયાની મદદથી પ્રગટ થયેલ બાળગીતોના પુસ્તક ‘ટમટમતા તારલા’એ મને અનહદ આનંદ આપેલો.
 
Let me add that I would be eternally grateful to my elder brother late Natavarlal Parikh who insisted that I should get B.E. Civil (Engineering) degree and financed my education. I am also eternally grateful to late Shakuntala bhabhi. Because of my B.E. Civil degree I got permanent Visa in the U.S. in late 1960s.
 
(લેખક હાલ ‘ટમટમતા તારલા’ની નવી આવૃત્તિ તૈયાર કરી રહ્યા છે. (E-mail: girish116@yahoo.com).
                                            (વીંટીના રૂપિયાની વાત, વગેરે…’ લેખમાળા સંપૂર્ણ.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

વીંટીના રૂપિયાની વાત, વગેરે… (૪)

જુલાઇ 9, 2010
પણ એક વાતની એમના (મારા સસરાજીના) મનમાં શાંતિ હતી., ‘જમાઈ એન્જિનિયર છે એટલે દીકરીની ચિંતા નથી’, એમ વિચારી એમણે મન મનાવ્યું હશે. અને આશા રાખી હશે કે ધીરે ધીરે જમાઈ લાઈન પર આવી જશે !
 
આ વીંટીની વાતને વર્ષો વીત્યાં પણ હજુ સુધી હું લેખનની લાઈન પર જ છું !
 
હા, કોઈ કોઈ વાર મારી સાહિત્યની ગાડી પાટા પરથી ઊતરી જાયછે ખરી, પણ વળી પાછી પાટા પર ચડાવી દઉં છું !
 
‘ટમટમતા તારલા’ પ્રગટ કર્યા પછી એન્જિનિયરીંગ ક્ષેત્રમાં જ ધ્યાન આપવાનો નિર્ણય કર્યો ને લખવાનું લગભગ બંધ થઈ ગયું. ભારતમાં સાતેક વર્ષ સીવીલ એન્જિનિયર તરીકે નોકરી કરી.
 
એ પછી ૧૯૬૭માં અમેરિકા આવ્યા પછી કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ ક્ષેત્રમાં અભ્યાસ કરી એમાં કારકીર્દી ઘડી. એ વર્ષો દરમિયાન મારો સાહિત્યનો જીવ જીવતો જ હતો. કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ, સોફ્ટવેર મેઈન્ટેનન્સ, સોફ્ટવેર ડીઝાઈન, વગેરેના અનુભવ અને અભ્યાસને આધારે અંગ્રેજીમાં આઠ પુસ્તકો તથા સોથી વધુ લેખો દશેક વર્ષોમાં પ્રગટ કર્યાં. રીચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાંથી પ્રેરણા મળતાં ત્રણ કલાકની ફીચર ફિલ્મ ‘વિવેકાનંદ’ માટે અંગ્રેજીમાં પટકથા પણ લખી જેને અંગ્રેજી તથા હિંદીમાં આંતરરાષ્ટ્રીય ધોરણે બનાવવા માટે નિર્દેશક/નિર્માતાની શોધમાં છું.
                                                                         (વધુ હવે પછી…)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

              

વીંટીના રૂપિયાની વાત, વગેરે… (૩)

જુલાઇ 8, 2010
પણ એ વખતે તો એ (‘ટમટમતા તારલા’ પુસ્તક) હસ્તપ્રત રૂપે  જ હતું. જાતે જ એને છપાવવાનો મને વિચાર આવ્યો, પણ નોકરીની શરૂઆત હતી એટલે પૂરતા પૈસા પાસે હતા નહીં. વળી પરણીને ઘર પણ શરૂ કરેલું.
 
ત્યાં મને સસરાજીએ વીંટી માટે આપેલા રૂપિયા યાદ આવ્યા, ને મેં મનમાં નિર્ણય કરી લીધો કે એ રૂપિયાની નોટો ‘ટમટમતા તારલા’નાં કેટલાંક છપાયેલાં પાનાઓમાં ફેરવાઈ જશે ! પુસ્તક પ્રગટ કરવા માટે વીંટીના રૂપિયામાં થોડા મહિનાઓના મારા પગારમાંથી પણ રૂપિયા ઉમેરવા પડશે એમ છપાવવાનો અંદાજ મેળવતાં જાણ્યું.
 
ધર્મપત્ની હસુને આ વાત કરી. વાત એને ગમી તો નથી એમ લાગ્યું, પણ મારો આગ્રહ જોઈને એણે નમતું જોખ્યું.
 
હસુએ આનાકાની કરી હોત તો હું જરૂર કહેતઃ ‘આ રૂપિયા મારા સસરાએ મને આપ્યા છે. એનું મારે જે કરવું હોય એ કરીશ !’
 
‘પણ મારા બાપુજીએ એ રૂપિયા વીંટી કરાવવા આપ્યા છે,’ એવી દલીલ થઈ હોત તો, મેં સામેની દલીલ પણ તૈયાર રાખેલીઃ ‘વીંટી કરતાં ચોપડીની કિંમત મારે મન વધારે છે !
શ્રીમતીજી માની ગયાં, ને ચોપડી પ્રેસમાં ગઈ.
 
સસરાજીના જાણવામાં આ વીંટીના રૂપિયાની વાત આવી ત્યારે એ વિચારમાં પડી ગયાઃ ‘આ કઈ જાતના જમાઈ મળ્યા છે !’ ને સસરા હતા વહેપારી માણસ. એમને સ્વાભાવિક રીતે વિચાર આવ્યો હશે કે જમાઈ વીંટી બનાવરાવવાને બદલે ચોપડી ઘડાવે છે !
                                                                            (વધુ હવે પછી…)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

 

                                                                                                                                

વીંટીના રૂપિયાની વાત, વગેરે… (૨)

જુલાઇ 7, 2010
હું એન્જિનિયરીંગ કૉલેજમાં ગયો તો ખરો પણ લખવાનું છોડી શક્યો નહીં. કૉલેજના છેલ્લા વર્ષ દરમિયાન મેં સામયિકોમાં પ્રગટ થયેલાં મારાં બાળગીતોમાંથી ચૂંટીને એક સંગ્રહ કરવાનું નક્કી કર્યું. ૧૯૫૯માં બી.ઈ. સીવીલ થયા પછી મેં અમદાવાદમાં અમારા ઘરની નજીક રહેતા વિખ્યાત કવિ બાલમુકુંદ દવેની મદદથી સંગ્રહ તૈયાર કર્યો, ને પુસ્તકની હસ્તપ્રતને એ વખતના મુંબઈ રાજ્યની હરીફાઈમાં મોકલી. એને બીજું ઇનામ મળ્યું, પણ શરત એ હતી કે પુસ્તક પ્રગટ થયા પછી જ એ ઇનામની રકમ રૂ. ૨૫૦ મને મળે.
 
બી.ઈ. સીવીલની ડીગ્રી મેળવ્યા પછી મારાં લગ્ન થયાં. લગ્ન વખતે સસરાજી (અમદાવાદથી ૨૦ માઈલ દૂર બાવળાના સ્વ. પૂજ્ય આત્મારામ સાંકળચંદ પટેલ – – ભગતજી)ની મને સોનાની વીંટી આપવાની ઇચ્છા હતી, પણ વીંટી બનાવરાવવાનો એમને સમય મળેલો નહીં. વીંટી બનાવરાવવા માટે એમણે મને રોકડા રૂપિયા આપ્યા.
 
મારે પેલો ઇનામ-વિજેતા બાળગીતોનો સંગ્રહ તો પ્રગટ કરવો જ હતો. હસ્તપ્રત લઈને અમદાવાદના કેટલાક પ્રકાશકોના દરવાજા મેં ખખડાવવા માંડયા. ઇનામી પુસ્તક હોવા છતાં એ કવિતાની ચોપડીને કોઈ હાથ લગાવવા તૈયાર નહોતું ! વળી એ મારું પ્રથમ જ પુસ્તક હતું. ખરી રીતે તો એ બીજું હતું — મારું પહેલું પુસ્તક મારા બાળગોઠિયા સ્વ. શ્રી બિન્દુ (કનુ) ગજ્જરે પ્રગટ કરેલું. એ હતું એનાં અને મારાં બાળગીતોનો સંગ્રહ ‘ફેરફૂદરડી’. પણ એ પ્રાઈવેટ પબ્લીકેશન હતું, અને એનું થોડું પ્રાઈવેટ સરક્યુલેશન થયેલું. એટલે મારું જાહેરમાં પ્રગટ થનાર પહેલું પુસ્તક હતું: ‘ટમટમતા તારલા’. 
                                                                                  (વધુ હવે પછી…)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

   

વીંટીના રૂપિયાની વાત, વગેરે… (૧)

જુલાઇ 6, 2010
મારાં ૨૫ વર્ષની ઉંમરે લગ્ન થયાં એ અરસામાં બનેલો એક પ્રસંગ, વગેરે રજૂ કરું છું:
 
આ જીવ સાહિત્યનો જીવ છે. સાહિત્ય લેખન અને વાચનનો મને બાળપણમાંથી જ શોખ છે. સાતેક વર્ષની ઉંમરે એક જોડકણું સૂઝ્યું ત્યારે મારા શિક્ષક પિતા સ્વ. પૂજ્ય શ્રી હરિભાઈ જ. પરીખ હરખાઈ ઊઠેલા. હાઈસ્કૂલનાં વર્ષો દરમિયાન એમની પ્રેરણાથી બાલકાવ્યો લખાયાં ને સામયિકોમાં પ્રગટ થયાં. પછી તો કૉલેજનાં વર્ષોમાં વાર્તાઓ, નાટકો, કાવ્યો, લેખો, નિબંધો, વગેરે લખાયાં ને એમાંનાં મોટા ભાગનાં વિવિધ સામયિકોમાં પ્રગટ થયાં. લગભગ બધી વાર્તાઓ ને અન્ય કોઈ કોઈ કૃતિઓ માટે પુરસ્કાર મળતો, પણ મોટે ભાગે આંગળિઓના વેઢે ગણાય એટલા રૂપિયાનો જ. એટલે જ પિતાજીને ચિંતા થતીઃ દીકરો ગુજરાતી સાહિત્યકાર થશે તો કદાચ ભૂખે મરશે !
 
મારા સ્વ. મોટા ભાઈ શ્રી નટવરલાલ પરીખ સીવીલ એન્જિનિયર થયેલા. મારા પિતાજીએ મને સાહિત્ય લેખન-વાચનની પ્રેરણા તો આપ્યા જ કરી, પણ એન્જિનિયરીંગ કૉલેજમાં હું જાઉં એવો આગ્રહ રાખ્યો.
 
પણ મારો સાહિત્યનો જીવ માનતો નહોતો. મારા કૉલેજના ખર્ચની જવાબદારી મોટા ભાઈએ માથે લીધી, પણ એમણે મને ચેતવ્યોઃ “પહેલાં એન્જિનિયર થઈ જા, પછી તારે જે કરવું હોય એ કરજે !” લખવામાંથી કંઈ ન મળે તો, એન્જિનિયર થશે તો સારી નોકરી તો મળી જશે, એવી એમની ગણતરી હતી.
 
                                                                                    (વધુ હવે પછી…)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

 

શેં ભુલાય એ બાળગીત-યાત્રાનાં વર્ષો !

જુલાઇ 3, 2010
મે ૧,૧૯૫૦ના ‘બાલમિત્ર’ માસિકમાં મારા બાળગીત ‘સૌને ગમે’નું પ્રથમ પ્રકાશન થયું અને મારી બાળગીત-યાત્રાના શ્રી ગણેશ થયા. એ યાત્રા દસથી વધુ વર્ષો સુધી ચાલી. મારા અંદાજ મુજબ ૨૦૦થી વધુ બાળગીતો લખાયાં અને એમાંનાં મોટા ભાગનાં ‘બાલમિત્ર’, ‘બાળક’, ‘ગાંડીવ’, ‘કનૈયો’, ‘રમકડું’, વગેરે સામયિકોમાં પ્રગટ થયાં.
 
બાળગીતોના બે સંગ્રહો પણ પ્રગટ થયાઃ ‘ફેરફૂદરડી’ (બિન્દુ (કનુ) ગજ્જર સાથે), અને ‘ટમટમતા તારલા’ (ભૂતપૂર્વ મુંબઈ સરકારના દ્વિતીય ઇનામ વિજેતા).
 
પ્રગટ-અપ્રગટ એ બાળગીતોને ૧૦૮ શ્રેષ્ઠ ગીતો પસંદ કરવા માટે કેટલાંક અઠવાડિયાંઓથી તપાસી રહ્યો છું ત્યારે મારા એ કિશોર અને યુવાવસ્થાનાં વર્ષો યાદ આવે છે. બાળગીત-યાત્રાનાં એ વર્ષો હતાં. ૧૦૮ શ્રેષ્ઠ બાળગીતો પસંદ કરવાનું કાર્ય પણ મને બાળગીત-યાત્રા જ લાગે છે.
 
પ્રભુ વસે છે બાળકોમાં. હું માનું છું કે જેમ ૧૯૫૦ના દસકામાં ગીતો પ્રગટ થતાં હતાં ત્યારે જે આનંદથી બાળકો ગીતો વાંચતાં હતાં એમ આ ૧૦૮ ગીતોના ત્રણ સંગ્રહો પ્રગટ થશે ત્યારે વાંચશે. (આ ૧૦૮ ગીતોમાં થોડાંક ગીતો ૨૦૦૯ અને ૨૦૧૦માં પ્રગટ થયેલાં છે; થોડાંક પહેલાં પ્રકશિત નહીં થયેલાં પણ છે).
 
આશા રાખું છું કે આ બ્લોગ પરથી બાળકો ગીતો વાંચે અને એમને કેવાં લાગ્યાં એ કોમેન્ટ કરીને જણાવે. માતાઓ અને પિતાઓને આ બ્લોગ પરનાં ગીતો બાળકોને બતાવવાની વિનંતી કરું છું.
 
મોટેરાઓને પણ ગીતો ગમશે એમ માનું છું.
 
બાળગીત-યાત્રાનાં એ વર્ષો અને આ દિવસો મને સદાય યાદ રહેશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

    

મારા બળગીત સંગ્રહ ‘ટમટમતા તારલા’ની કથા

જૂન 30, 2010
વર્ષો પહેલાં મેં મારા બાળગીતોના સંગ્રહ ‘ટમટમતા તારલા’ ની હસ્તપ્રત મુંબઈની વોરા એન્ડ કંપની પબ્લિશર્સના માલિક શ્રી મનહરલાલ વોરાને એનું પ્રકાશન થાય એ ઈચ્છાથી આપેલી. સંગ્રહની હસ્તપ્રતને એ વખતની મુંબઈ સરકારનું ઈનામ મળેલું પણ ઈનામની રકમ પુસ્તકનું પ્રકાશન થાય પછી મળે.
 
મનહરલાલને પુસ્તકનું નામ ‘ટમટમતા તારલા’ ખૂબ જ ગમેલું.
 
મનહરલાલે મને એક સરસ સલાહ આપીઃ જો કોઈ ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રકાશક કે સંપાદક ‘ટમટમતા તારલા’માંથી કોઈ ગીત લેવા માગતા હોય તો તમે એ અંગે કોઈ નિર્ણય ન લેશો — એ ડીલ કરવાનું કામ મને સોંપજો.  
 
મનહરલાલે મને જણાવ્યું કે એ વખતે એમની પાસે પ્રહલાદ પારેખનાં બાળગીતોના સંગ્રહની હસ્તપ્રત પણ આવેલી. એમણે કહ્યું, “કવિતાનાં પુસ્તકો બહુ વેચાતાં નથી, પણ જો બાળગીત સંગ્રહોની સીરીઝ કરું તો વેચાય. તમારું પુસ્તક એ  સીરીઝમાં લઉં.” પ્રહલાદ પારેખ જેવા જાણીતા કવિના પુસ્તકવાળી સીરીઝમાં મારા જેવા નવા સર્જકનું પુસ્તક પ્રગટ થવાની શક્યતા છે એ જાણી મને આનંદ થયો.
 
મારી યાદ મુજબ બાલમુકુંદ દવેનો ઇનામી બાળગીતોનો સંગ્રહ ‘સોનચંપો’ વોરાએ જ પ્રકાશિત કર્યો હતો. ‘સોનચંપો’એ મને મારા બાળગીતોનો સંગ્રહ તૈયાર કરવાની પ્રેરણા આપેલી, અને બાલમુદભાઈએ એ તૈયાર કરવામાં મદદ કરેલી.
 
મનહરલાલ બાળગીતોના સંગ્રહોની સીરીઝ કરી શક્યા નહીં — કદાચ એમને વધુ બાળગીતોના સંગ્રહોની હસ્તપ્રતો મળી નહીં હોય. ‘ટમટમતા તારલા’ મેં જાતે છપાવીને વોરાને સોલ એજંસી આપી.

અમેરિકા આવ્યા પછી એક વખત ભારતની મુલાકાત લીધેલી ત્યારે અમદાવાદમાં ‘ધરતી’ માસિકના કાર્યાલયમાં એક મીટીંગમાં શ્રી રતિલાલ સાં. નાયક મળેલા. એમણે જણાવ્યું કે એમને ‘ટમટમતા તારલા’ પુસ્તક ગમેલું.

પછીથી શ્રી રતિલાલ સાં. નાયકના ઘેર ગયો ત્યારે એમણે મારા હાથમાં રંગીન ચિત્રોવાળું બાળગીતોનું પુસ્તક મૂક્યું જેનું સંપાદન એમણે કર્યું હતું. એમણે કહ્યું કે એમના પુસ્તકમાં ‘ટમટમતા તારલા’માંથી ગીત લેવાની ઇચ્છા હતી. “ગીત કેમ ના લીધું?” મેં એમને પૂછ્યું. “તમારી પરવાનગી વિના ગીત કેમ લેવાય? તમારું સરનામું મારી પાસે નહોતું,” એમણે કહ્યું.

‘ટમટમતા તારલા’ મેં કેવી રીતે છપાવેલી એની રોમાંચક કથા મેં ‘વીંટીના રૂપિયાની વાત’ નામની મારી સ્મરણકથામાં લખી છે. એ કથા વાંચવા તૈયાર રહેજો !

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

How the first edition of ‘Ferfudardi’ came about

જૂન 29, 2010
Collections of children’s poems. My  three collections of children’s poems are taking shape on my blog: www.girishparikh.wordpress.com. 1. Ferfudardi, 2. Tamatamata Tarla, and 3. Varta re Varta. I want to include total of my 108 best children’s poems in these three collections. I don’t have a count of my published and unpublished children’s poems but my guess is it must be over 200. I would scrutinize each of my poem and select the best ones for the collections.
 
My first published Gujarati book was ‘Ferfudardi’ with my childhood buddy Bindu (Kanu) Gajjar who published the booklet. As I remember it was a surprise for me! (He kept it a surprise).
 
My first published Gujarati book: Ferfudardi
  
While I am writing this on my laptop computer, the booklet is on my desk.On the cover is a picture of three boys and three girls holding hands and circling and doing ferfudardi on a green meadow outside a village. At the bottom is the name of the publisher: ‘Ulka Prakshan’. On the back cover is the advertisement of Navayug Book Depot. Both inside covers also have advertisements. The book has 48 pages which includes two pages of advertisements at the end. It seems the advertisements must have covered the cost of the production of the book.
 
As I remember the high school teacher late Jethalal Parikh (who was my teacher also) took notice of the book. He is from our village Kerala in Gujarat. He complimented me for the book.
 
I don’t know how the book sold. It might have been distributed free to some nurseries.
 
I wouldn’t say I was totally satisfied with the book, but I am grateful to my dear friend late Kanu Gajjar to compile his and my children’s poems and get the book published. Indeed, I cannot express in words my joy that I experienced when the book was published.
 
To my knowledge ‘Ferfudardi’ was the only book of Kanu that was published.
 
On my copy of the book, I have written the date: 3-10-57. (10 is for October).
 
In the new incarnation of ‘Ferfudardi’, I would like to print the full size picture of the cover of its first edition. In the new book I would include my few poems from the first edition, and one poem of Kanu which is about Ferfudardi. I would of course dedicate the book to Kanu.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.