Archive for the ‘વાર્તા રે વાર્તા’ Category

પ્રગટ થનાર બે બાલગીતોના રસમય સંગ્રહો ! (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 23, 2015

“ગીતોમાં
વાર્તા”
“ટમટમતા
તારલા”

“ગીતોમાં વાર્તા” રસમય બાલકથાગીતોનો સંગ્રહ

નવેમ્બર 20, 2015

આ લખનારના રસમય બાલકથાગીતોના સંગ્રહ “ગીતોમાં વાર્તા”નું વીઝન એના મનમાં આકાર લઈ રહ્યું છે. સ્ંગ્રહ સોમવાર, નવેમ્બર ૧૪, ૨૦૧૬ના દિવસે પ્રગટ થાય એવી લખનારની ઇચ્છા છે. નવેમ્બર ૧૪ જવાહર જન્મદિન છે — બાલદિન તરીકે એ દિવસ ઊજવાય છે.

આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પર “વાર્તા રે વાર્તા” વિભાગમાં સંગ્રહનાં મોટા ભાગનાં કથાગીતો આપ  વાંચી શકો છો.

અને બળકોને જો આપ ગાઈ શકતા હો તો ગાઈને અને ન ગાઈ શકતા હો તો પઠન  કરીને કથાગીતો સંભળાવશો. બાળકો ગુજરાતી ન સમજતાં હો તો ગુજરાતીમાં વાંચતા વાંચતાં એનો અંગ્રેજીમાં સાર કહેશો.

આપના અનુભવ અને બાળકોના રીસ્પોન્સ વિશે પ્રતિભાવો જરૂર આપશો.

અને “ગીતોમાં વાર્તા” સંગ્રહ કેવો બને તો બાળકોને અને આપને ગમે એ જણાવવા આપને વિનંતી કરું છું.

ગાવો ગવરાવો … ! (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 13, 2015
“ગીતોમાં
વાર્તા”
ગાવો
ગવરાવો … !
નોંધઃ “ગીતોમાં વાર્તા” આ લખનારનું પ્રગટ થનાર રસમય બાલકથાગીતોનું સહુ માટેનું પુસ્તક છે.

ત્રણ પુસ્તકોમાં કુલ ૧૦૮ બાલગીતો પ્રગટ કરવાની ઇચ્છા !

ઓક્ટોબર 29, 2015

મારી જન્મતારીખ છે નવેમ્બર ૧૪. એ છે જવાહર જન્મદિન જે બાલદિન તરીકે ઊજવાય છે.

ઇચ્છા છે સોમવાર, નવેમ્બર ૧૪, ૨૦૧૬ના રોજ નીચેનાં ત્રણ પુસ્તકોમાં કુલ ૧૦૮ બાલગીતો પ્રગટ કરવાનીઃ

ગીતોમાં વાર્તા. રસ-લહાણી કરતાં કથાગીતો. સ્વ. રતિલાલ સાં. નાયકને અર્પણ.

ટમટમતા તારલા. ઇનામી પુસ્તકની નવી આવૃત્તિ.

ફેરફૂદરડી. નવી આવૃત્તિ. સ્વ. કનુ ગજ્જર (બિન્દુ)ને અર્પણ.

“ગીતોમાં વાર્તા” ગાઉં … ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 18, 2015

ગાઉં
હું
“ગીતોમાં
વાર્તા”

નોંધઃ આ લખનાર એના પ્રગટ થનાર પુસ્તક “ગીતોમાં વાર્તા”માં આ ચતુર્શબ્દ મુક્તક લેવા વિચારે છે.
“ગાઉં હું” ની જગાએ “ગાઓ સહુ” મૂકી શકાય.

સહુને શું ગમે? (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 19, 2015

સૌ
કોઈને
ગમે
વાર્તા … !

કોણ છે વાર્તા વિમુખ ? (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 19, 2015

કોને

ગમે
વાર્તા ?

બાલ કથાગીત (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 23, 2015

બાલ-
ગીતમાં
બાલ-
વારતા …

બે ભાઈ

જૂન 28, 2010
બે હતા ભાઈ
સગા બે ભાઈ
બહાદુર બે ભાઈ
આ રીતે બે ભાઈ હતા
બેની સરખી જોડ હતી
બે સિંહોની જોડ હતી.
 
મોટા ભાઈ બન્યા વકીલ
નાના ભાઈ પણ બન્યા વકીલ
બન્ને ભાઈઓ બન્યા વકીલ.
 
નાનાને જવું વિલાયત
પાસપોર્ટ મંગાવ્યો તર્ત
સફર કરવા થયો તૈયાર.
 
મોટા ભાઈ બોલી ઊઠ્યાઃ
“હું મોટો ને તું છે નાનો”
એમ કહીને મોટા ભાઈ
ઉપડી ગયા વિલાયત માંય.
 
પાછળથી નાના ભાઈ ગયા
ડીગ્રી લઈને પાછા ફર્યા.
 
મોટા ભાઈ મુંબઈમાં ઠર્યા
નાના ભાઈ અમદાવાદ રહ્યા.
 
બની સહાયક ગાંધીજીના

નાના ભાઈ તો ઝૂઝ્યા જંગ

ખેડા-લડતે રાખ્યો રંગ
બારડોલીમાં વીજયી બની
‘સરદાર’ની ઉપમા મળી.
 
જાણો છો ભાઈઓનાં નામ ?
મોટા હતા વિઠ્ઠ્લભાઈ
નાના હતા વલ્લભભાઈ
વલ્લભ-વિઠ્ઠ્લ જોડી હતી
બે ભાઈઓની જોડી હતી.
 
(આ રીતે મહાપુરુષોના જીવનની વાતો કથાગીતોમાં ગૂંથી શકાય. એ બાળકો (અને મોટેરાઓને પણ) આનંદ સાથે પ્રેરણા આપી શકે.) 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

 

વાર્તા રે વાર્તાઃ ૨

જૂન 22, 2010
વાર્તા રે વાર્તા
ભાભા કહો વાર્તા
વાત કહો રોજ
પડે બહુ મોજ
 
વાર્તા રે વાર્તા
એવી કહો વાર્તા
ભૂલી જઈએ ભાન
થઈએ એક તાન
 
વાર્તા રે વાર્તા
શબ્દોની યાત્રા
સાચું સદા બોલો
જુઠ્ઠું ના બોલો
 
વાર્તા રે વાર્તા
ભાભો એવું બોલતા
સંપી રહો સહુ
થાશો સુખી બહુ
 
વાર્તા રે વાર્તા
ભાભાની વાર્તા
એવો આપે સાર
રહે યાદગાર
 
વાર્તા રે વાર્તા
સાંભળો સહુ વાર્તા
ભોળો ભાભો ભાખે
સ્વાદ સહુ ચાખે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.