Archive for the ‘“લયસ્તરો”નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવ’ Category

શૈલેન રાવલની ગઝલ છે અલગ! (૧)

જાન્યુઆરી 24, 2017
વિવેકે ‘લયસ્તરો’ પર શૈલેન રાવલની ‘(આવશે)’ ગઝલ પોસ્ટ કરી છે. કવિશ્રીના તાજેતરમાં પ્રગટ થયેલા બીજા ગઝલસંગ્રહ ‘એ વાત છે અલગ’માં છે આ ગઝલરત્ન.
ગઝલના સાતે સાત શેર ખૂબ જ ગમ્યા. દરેક શેર વિશે થોડું લખું છું.

આવશે તો મન મૂકીને આવશે,
પંખીઓ થો
ડાં પૂછીને આવશે ?

નિર્દોષ પંખીઓને આમંત્રણની જરૂર નથી! એ મન મૂકીને આવે છે.
મારી પત્ની હસુ ઘર આગળના ઓટલે દિવસમાં બે ત્રણ વખત ચકલીઓ માટે ખાણું મૂકે છે. બાજુના ઘરના છાપરા પર બેસીને ચકલીઓ ચીં ચી કરતી હોય છે ને ભોજનની રાહ જોતી હોય છે!  હસુ ખાણું મૂકીને ઘરમાં આવે કે તરત જ ચલીઓ ફરર… કરતી ઊડીને ઓટલે આવીને  ખાવા મંડી જાય છે.
અમારી પૌત્રીઓ નવ વર્ષની માયા, અને ચાર વર્ષની લીના તથા સાત વર્ષનો પૌત્ર જય — એ બધાંને બારીમાંથી પંખીઓને ખાતાં જોવાનો ખૂબ આનંદ આવે છે – મન મૂકીને જુએ છે એમને!

શૈલેન રાવલની ‘(આવશે)’ ગઝલની લીંકઃ
http://layastaro.com/?cat=1096
                                (વધુ હવે પછી …)

નજરો મળી પણ … !

ડિસેમ્બર 1, 2016
વિવેકે ‘લયસ્તરો’ પર ગિરીશ પરમાર ‘રઢુકિયા’ની “ક્યાં જઈ…” ગઝલ પોસ્ટ કરી છે.
ગઝલ ગમી. આ શેર વધુ ગમ્યોઃ
કેટલા વર્ષો પછી નજરો મળી,
હોઠ મરક્યા, ના થયો સંવાદ પણ.
પણ એ પછી એ હોઠોનું મરકવું વર્ષો સુધી સ્મૃતિપટ પર જળવાઈ રહે.
પ્રેમપૂર્વક, સહજ રીતે હોઠ મરક્યા પછી શબ્દોની જરૂર ખરી?
મારા ગઝલગુરુ આદિલ મન્સૂરીનો આ શેર યાદ આવ્યોઃ
ઓછો છે સમય આંખને વાચા આપી
આદિલ આ મિલન કેફમાં ડોલી લઈએ
આદિલજીની ક્ષમાયાચના સાથે લખું છુંઃ “આંખ”ની જગાએ “હોઠ” મૂકી શકાય!
આ ગિરીશની બે પંક્તિઓઃ
વ્હાલું મોડેસ્ટો અમોને છે જ છે
 બાવળા કેરાળા વ્હાલાં છે જ પણ.
–ગિરીશ પરીખ (મોડેસ્ટન Modestan)
મોડેસ્ટો કેલિફોર્નિયા
અને બીજી બે પંક્તિઓઃ
મૂળ અમદાવાદના મુજ પૂર્વજો
ગિરીશને વ્હાલું એથી અમદાવાદ પણ!
ઉપરની ચાર પ્ંક્તિઓ ગિરીશ પરમાર ‘રઢુકિયા’ને અર્પણ કરું છું.
ગિરીશ પરમાર ‘રઢુકિયા’ની “ક્યાં જઈ….” ગઝલની લિંકઃ
http://layastaro.com/?p=14331

“જેનીએ મને ચુંબન કર્યું” (“ગ્લોબલ કવિતા” ગોષ્ઠીઃ ૧)

નવેમ્બર 20, 2016
શ્રી ગણેશ કર્યા છે વિવેક મનહર ટેલરે “ગ્લોબલ કવિતા” કોલમના “ગુજરાત ગાર્ડિયન” દૈનિક પેપરના મંગળવારના “સપ્લીમેન્ટ”માં. પ્રથમ કોલમ “જેનીએ મને ચુંબન કર્યું” નવેમ્બર ૧૫, ૨૦૧૬ના સપ્લીમેન્ટમાં પ્રગટ થયું છે. કોલમ “લયસ્તરો” પર પણ પોસ્ટ કરવામાં આવ્યું છે. (બધી લીંક છેલ્લે આપી છે.)
“લયસ્તરો” પર પોસ્ટ કરેલી આ લખનારની કોમેન્ટમાંથીઃ
“વિવેકભાઈઃ હૃદયપૂર્વક… શબ્દપૂર્વક… અભિનંદન…”
“ગ્લોબલ કવિતા” કોલમ એટલે અન્ય ભાષાની કવિતાઓના ગુજરાતી અવતાર તથા એમના આસ્વાદ….
વિવેકે જેમ્સ લે હન્ટની કવિતાનો ગુજરાતી અવતાર પ્રથમ કોલમમાં રજૂ કર્યો છે. “લયસ્તરો”ના પોસ્ટમાં મૂળ અંગ્રેજી કવિતા પણ આપી છે.
વિવેકનો આસ્વાદ અદભુત છે. અસ્વાદમાંથી એક રત્નઃ
“જીવન હારી જતું હોય છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને.”
કોલમ વાંચતાં પૂજ્ય નાનુભાઈ નાયકે એમના “કંકાવટી” વાર્તામાસિકમાં વર્ષો પહેલાં પ્રગટ કરેલી સત્યઘટના પરથી સર્જાયેલી મારી “સોનલ” નામની નવલિકા યાદ આવી.
કબૂલ કરું છું કે કેટલીક રીતે જેમ્સ લે હન્ટની કવિતા મને પણ લાગુ પડે છે!
અલબત્ત, સ્ત્રી એ શક્તિ છે અને સ્ત્રીનું સ્નેહભર્યું ચુંબન એટલે પુરુષ માટે શક્તિસંચાર!
વિવેકનાં ગ્લોબલ કવિતાઓ વિશેનાં કોલમોનો જો અંગ્રેજીમાં અનુવાદ થાય તો એ વિશ્વસાહિત્યમાં જરૂર સ્થાન લઈ શકે.
લીંક:
http://layastaro.com/?p=14307&
www.GujaratGuardian.in/

મનોજની “મિત્રતા” (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 12, 2016
વિવેકે “લયસ્તરો” વેબસાઈટ પર મનોજ ખંડેરિયાની “મૃગજળની મિત્રતા” ગઝલ પોસ્ટ કરી છે. એ પરથી સ્ફૂરેલું મુક્તકઃ
મનોજની “મિત્રતા” (ચતુર્શબ્દ મુક્તક)
મનોજની
“મિત્રતા”
કરવાની
ગઝલ !
નોંધઃગઝલ સમજવી અઘરી ન લાગી. “મૃગજળની મિત્રતા” ગઝલની લીંકઃ

શબ્દની કિંમત કેટલી ?

જૂન 18, 2016

વિવેકે ‘લયસ્તરો’ પર હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલ પોસ્ટ કરી છે.

એનો નીચેનો શેર ખૂબ જ ગમ્યોઃ

શ્વાસ પુષ્કળ કિંમતી,
પણ હવા આપી મફત.

ઉપરનો શેર વાંચતાં નીચેની પંક્તિઓ સ્ફૂરીઃ

શબ્દ પુષ્કળ કિંમતી,
પણ દીધો આપી મફત !

કાવ્યનાં પ્રતિકાવ્ય લખાય છે તો ઉપરનો જો શેર હોય તો એને ‘પ્રતિશેર’ કહીશું?

હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલની લીંકઃ

સતત – હર્ષ બ્રહ્મભટ્ટ

નાનકડી પ્યાલીમાં સાગર !

જૂન 6, 2016
તીર્થેશે “લયસ્તરો” પર અનિલ ચાવડાની “અધીરો છે ઈશ્વર” ગઝલ પોસ્ટ કરી છે.

અનિલ ચાવડા પણ મારા પ્રિય ગઝલકાર છે. એમની ગઝલનો પ્રથમ શેર ખૂબ જ ગમ્યોઃ

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?

રીચર્ડ એટનબરોની “ગાંધી” ફિલ્મે મને એ સ્ટેન્ડર્ડની “વિવેકાનંદ” ફિલ્મની પટકથા લખવાની પ્રેરણા આપી — અને મા શારદા તથા મિત્ર સ્વ, કનુ ગજ્જરની પ્રેરણાથી ૨૦૦ પાનાની અંગ્રેજીમાં પટકથા લખી પણ ખરી. હવે સ્ટીવન સ્પીલબર્ગ જેવા ફિલ્મસર્જકની રાહ જોઈ રહ્યો છું.

પટકથા લખવાનું કાર્ય નાનકડી પ્યાલીમાં સાગર સમાવવા જેવું લાગતું હતું પણ ઈશ્વરની અસીમ કૃપાથી એ શક્ય બન્યું. અને ઈશ્વરની અસીમ કૃપાથી World class, epic, dramatic, period feature film VIVEKANANDA અંગ્રેજી તથા હિંદીમાં જરૂર બનશે.

અનિલ ચાવડાની “અધીરો છે ઈશ્વર” ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=13806

આવ ગઝલ, તારું સ્વાગત છેઃ ગઝલ વિશે ગઝલો અને શેરો

જૂન 5, 2016
મારે જો ગઝલ વિશે ગઝલો અને શેરોના સંગ્રહનું સંપાદન કરવાનું હોય તો પુસ્તકનું નામ રાખું આવ ગઝલ, તારું સ્વાગત છે, અને અર્પણ કરું યામિની વ્યાસને!
મગર ઉસ દિન કહાં કે બંદેકે સર પર ટોપી!
યામિની વ્યાસની ગઝલની લીંકઃ

“આવ ગઝલ, તારું સ્વાગત છે …”

જૂન 4, 2016

વિવેકે “લયસ્તરો” પર પોસ્ટ કરેલી યામિની વ્યાસની ગઝલનો નીચેનો છેલ્લો શેર વાંચ્યોઃ
આવ ગઝલ, તારું સ્વાગત છે,
કોઈ તને મળવાનું ટાળે ?

અને બે સંગ્રહોનો વિચાર આવ્યોઃ ગઝલ વિશે ગઝલો તથા ગઝલ વિશે શેરો.

ગઝલ વિશે  શેરો.માં યામિની વ્યાસનો ઉપરનો શેર મોખરાનું સ્થાન લઈ શકે.

યામિની વ્યાસની ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=13782

નંદવાયું હૈયું … !

એપ્રિલ 11, 2016
તીર્થેશે “લયસ્તરો” પર ઉમાશંકર જોશીનું “ક્લાસિક” ગીત “માનવીના હૈયાને” પોસ્ટ કર્યું છેઃ
મારો પ્રતિભાવઃ

નંદવાયું હૈયું 
એને કોણ કહો જોડશે ?

ઉમાશંકર જોશીના “ક્લાસિક” ગીત “માનવીના હૈયાને” ની લીંકઃ

http://layastaro.com/?p=13633

શબ્દાતીત ગઝલને વિશ્વસ્તરોમાં કોણ મૂકશે?

એપ્રિલ 7, 2016

વિવેકે http://www.LayaStaro.com વેબસાઈટ પર એપ્રિલ ૭, ૨૦૧૬ના રોજ મેહુલ પટેલ ‘ઈશ’ની “શબ્દાતીત” ગઝલ પોસ્ટ કરી છે. એ વેબસાઈટ પર આ લખનારે પોસ્ટ કર્યુંઃ

આ તૃપ્તિદાયક ગઝલને અંગ્રેજીમાં અવતાર અહીં પોસ્ટ કરીને કોણ આપશે?