Archive for the ‘ભજન, ગીત, કવિતા, મુક્તકાવ્ય (અછાંદસ), ગઝલ, વગેરે’ Category

સમરથનાં કર્મો! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 30, 2017
સમરથ
શું
છૂટે
કર્મોથી ?
નોંધઃ તુલસીદાસે ગાયું છેઃ “સમરથકો ના દોષ ગોસાંઈ”. પણ સમરથનાં કર્મોનું શું? કર્મનો સિદ્ધાંત શું એમને ન લાગુ પડે? પહેલાં “સમરથ ના છૂટે કર્મોથી!” એમ લખવાનો વિચાર આવ્યો, પણ પછી ઉપર મુજબ મુક્તક લખાયું જે તુલસીદાસની ક્ષમાયાચના સાથે રજૂ કરું છું.

જય માતા સરસ્વતી (Draft)

ફેબ્રુવારી 11, 2017
(મોડેસ્ટો, કેલિફોર્નિયાના એક મંદિરમાં શનિવાર, ફેબ્રુઆરી ૪, ૨૦૧૭ના રોજ સરસ્વતીપૂજા હતી. એ વખતે પંડિત રુદ્રાના વ્યાખ્યાન દરમિયાન લખાયેલું કાવ્ય.)
જય જય માતા સરસ્વતી
આપો બળ વિદ્યા સુમતિ
જય જય મા શારદાદેવી
ચરણાશ્રય દો મહાદેવી
આપ છો સહુનાં મહામાતા
બળ બુદ્ધિ વિદ્યા દાતા
આપ છો માયા, મહાકાલી
અહેતુ કૃપામયી મહાલક્ષ્મી

વ્યવસ્થાત્રિવેણી (ચતિર્શબ્દ મુક્તક)

ડિસેમ્બર 16, 2016
વ્યવસ્થાત્રિવેણી
જીવનવ્યવસ્થા
સમાજવ્યવસ્થા
રાજ્યવ્યવસ્થા.

નજરો મળી પણ … !

ડિસેમ્બર 1, 2016
વિવેકે ‘લયસ્તરો’ પર ગિરીશ પરમાર ‘રઢુકિયા’ની “ક્યાં જઈ…” ગઝલ પોસ્ટ કરી છે.
ગઝલ ગમી. આ શેર વધુ ગમ્યોઃ
કેટલા વર્ષો પછી નજરો મળી,
હોઠ મરક્યા, ના થયો સંવાદ પણ.
પણ એ પછી એ હોઠોનું મરકવું વર્ષો સુધી સ્મૃતિપટ પર જળવાઈ રહે.
પ્રેમપૂર્વક, સહજ રીતે હોઠ મરક્યા પછી શબ્દોની જરૂર ખરી?
મારા ગઝલગુરુ આદિલ મન્સૂરીનો આ શેર યાદ આવ્યોઃ
ઓછો છે સમય આંખને વાચા આપી
આદિલ આ મિલન કેફમાં ડોલી લઈએ
આદિલજીની ક્ષમાયાચના સાથે લખું છુંઃ “આંખ”ની જગાએ “હોઠ” મૂકી શકાય!
આ ગિરીશની બે પંક્તિઓઃ
વ્હાલું મોડેસ્ટો અમોને છે જ છે
 બાવળા કેરાળા વ્હાલાં છે જ પણ.
–ગિરીશ પરીખ (મોડેસ્ટન Modestan)
મોડેસ્ટો કેલિફોર્નિયા
અને બીજી બે પંક્તિઓઃ
મૂળ અમદાવાદના મુજ પૂર્વજો
ગિરીશને વ્હાલું એથી અમદાવાદ પણ!
ઉપરની ચાર પ્ંક્તિઓ ગિરીશ પરમાર ‘રઢુકિયા’ને અર્પણ કરું છું.
ગિરીશ પરમાર ‘રઢુકિયા’ની “ક્યાં જઈ….” ગઝલની લિંકઃ
http://layastaro.com/?p=14331

શ્રી રામકૃષ્ણ પરમહંસ અને ગિરીશ ઘોષ (બે ચતુર્શબ્દ પ્રસંગ-મુક્તકો)

નવેમ્બર 21, 2016

ગિરીશને
રામકૃષ્ણે
રૂપિયો
આપ્યો …

માથે
રૂપિયો,
ગિરીશ
નાચ્યો … !

સ્ત્રીનું ચુંબન (ચતુર્શબ્દ મુક્તક) WOMAN’S KISS (Four-worded Verse)

નવેમ્બર 21, 2016
સ્ત્રીનું
ચુંબન
કરે
શક્તિસંચાર … !
WOMAN’S KISS (Four-worded Verse)
Woman’s
Kiss
Does
Energize … !

ટ્રમ્પ જોઈને … ! (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 24, 2016
ટ્રમ્પ
જોઈને
હસવું … ?!
રડવુંં … ?!

રક્તરંગ … ?! (ચતુર્શબ્દ મુક્તક) 

સપ્ટેમ્બર 23, 2016
શ્યામ
શ્વેત
ત્વચા …
રક્તરંગ … ?!
BLOODCOLOR ?! (Four-worded Verse)
Black
White
Skin …
Bloodcolor .. ?!

પાગલ … ! જુઠ્ઠી … ! (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 19, 2016
એક
પાગલ !
એક
જુઠ્ઠી !
નોંધઃ “જુઠ્ઠી”ની જગાએ “લુચ્ચી” મૂકી શકાય !
કોના વિશે આ મુક્તક લખાયું છે એ કહેવાની જરૂર નથી !!
આ મુક્તક VISIONARY AND HIS MONUMENTAL WORK … અંગ્રેજી પુસ્તિકાના ગુજરાતી અનુવાદમાં લેવામાં નહીં આવે.
CRAZY … ! LIAR … ! (Four-Worded Verse)
One
Crazy !
One
Liar !
Note: The word “liar” can be replaced with “cunning”.
No need to tell about whom is this verse !!
This verse will not be included in the booklet VISIONARY AND HIS MONUMENTAL WORK … 

માર્ગ ભૂલેલી પાર્ટી ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓગસ્ટ 18, 2016
લિંકન
પાર્ટી
માર્ગ
ભૂલી !