Archive for the ‘ફેરફૂદરડી’ Category

ત્રણ પુસ્તકોમાં કુલ ૧૦૮ બાલગીતો પ્રગટ કરવાની ઇચ્છા !

ઓક્ટોબર 29, 2015

મારી જન્મતારીખ છે નવેમ્બર ૧૪. એ છે જવાહર જન્મદિન જે બાલદિન તરીકે ઊજવાય છે.

ઇચ્છા છે સોમવાર, નવેમ્બર ૧૪, ૨૦૧૬ના રોજ નીચેનાં ત્રણ પુસ્તકોમાં કુલ ૧૦૮ બાલગીતો પ્રગટ કરવાનીઃ

ગીતોમાં વાર્તા. રસ-લહાણી કરતાં કથાગીતો. સ્વ. રતિલાલ સાં. નાયકને અર્પણ.

ટમટમતા તારલા. ઇનામી પુસ્તકની નવી આવૃત્તિ.

ફેરફૂદરડી. નવી આવૃત્તિ. સ્વ. કનુ ગજ્જર (બિન્દુ)ને અર્પણ.

“ફેરફુદરડી” (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 23, 2015

“ફેરફુદરડી”
ફરો
ને
ગાઓ.

નોંધઃ “ફેરફુદરડી” આ લખનારનો બાળગીતસંગ્રહ છે.

જો હું …. હોત તો !

જુલાઇ 19, 2010
આભ મહીં ઊગનારો જો હું
હોત તારલો નાનો,
આછાં શીતળ તેજ દેત હું
રહેત નહીં અણચમક્યો.
 
અન્ય તારલા ભેગો હું તો
ચમકત હીરા જેવો,
આભ અટારીને ચમકાવી
કરત મધુરાં સ્મિતો.
 
આભે ઝબકારા કરતી હું
હોત ચમકતી વીજળી,
અમાસની અંધારી રજની
કરત ઘડીક અજવાળી.
 
વાદળ સાથે ઝટ સરી જઈને
જાત ઘડીકમાં નાસી,
પાછળ થાતા ગર્જનના હું
હાથ ન આવત કો’દિ.
 
સાત રંગથી સોહાતું હું
હોત મેઘધનુષ જો,
સહુના હૈયા ચમકાવત હું
ભાત ભાતના રંગો.
 
આભ – અતારી ને અવનીને
જોડત સીડી બનીને,
ઊંચે ચડાવત સહુ બાળકને
તારલિયા વીંણવાને.
 
આભ મહીં ઘૂમનારું જો હું
હોત વાદળું કાળું,
કરી ધમાધમ આભ મહીં હું
ગર્જત થઈને ઘેલું.
 
ધરણીનાં પડ ધોવા કાજે
વરસાવત પાણીડાં,
અન્ન પાકતાં પેટ ભરીને
જમત ભૂખ્યાં ભાંડુડાં.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.    

સવાર

જુલાઇ 17, 2010
પેલા તારા તો આભે લપાઇ જતા
સૂરજ ઊગે જહીં,
તારા ચમકે નહીં,
દોડે તારા કહીં,
ઝટ કાઢીને દોટ ક્યાંક નાસી જતા…પેલા.
બોલે કૂકડા કૂક… કૂક…
ઊગે તારિકા શુક્ર
વાતો કરે એ મૂક,
ત્યાં પૂરવમાં સૂરજદેવ ઊગી જતા…પેલા.
ઘંટી ગાન સુણાય,
પંખી ગીત ગવાય,
ઝાડે ઝાકળ સુહાય,
સૂરજ તેજે ઝાકળબિંદુ ઊડી જતાં…પેલા.
સૂરજ ઊંચે ચડે,
તારા ફીક્કા પડે,
અંદર અંદર લડે,
આખર પ્રભાતદ્વાર ખૂલી જતાં…પેલા.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.    

ઊડે પતંગ !

જુલાઇ 14, 2010
    આકાશે ઊડે પતંગ !
    એ તો ઊંચે ચડે રે.
ઊંચે ઊંચે ઊડતો દોડી જત રે,
દેખીને થાય સહુ દંગ…એ તો.
    દોર છૂટે ત્યાં દોડી જતો રે,
આવે લહરીઓ મંદ…એ તો.
    આભે ચાંદા શે ચમકતો રે,
જમાવે આભમાં જંગ…એ તો.
    આકાશે ઊડે પતંગ !
    એ તો ઊંચે ચડે રે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

જોડકણાં: એક હતા શેઠ, અને બચુભાઈને ચડ્યું ઘેન !

જુલાઇ 13, 2010
એક હતા શેઠ
  
એક હતા શેઠ
મોટું એમનું પેટ
લખતા મોટો ચોપડો
હિસાબ રાખે રોકડો
માથે પહેરે પાઘડી
ઊંઘે એ તો બે ઘડી
મૂછો રાખે મોટી
હાથમાં શોભે સોટી
ખભે રાખે ખેસ
એવો પહેરે વેશ
એવા મોટા શેઠ
કરતા ખૂબ વેઠ
 
બચુભાઈને ચડ્યું ઘેન !
 
બચુભાઈની બીલ્લી
ફરવા ગઈ દીલ્લી
દીલ્લીના બજારમાં
પહોંચી ગઈ સવારમાં
બજારમાંથી લીધી પેન
બચુભાઈને ચડ્યું ઘેન !
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

લેખકપણું !

જુલાઇ 12, 2010
(પચાસના દાયકાની શરૂઆતમાં મેં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનાં થોડાંક ગદ્યકાવ્યોના અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યા હતા એમાંનું એક ગદ્યકાવ્ય. આ ગુજરાતી ગદ્યકાવ્ય ગુરુદેવને જ અર્પણ કરું છું.)
 
તું કહે છે કે પિતાજી થોકબંધ પુસ્તકો લખે છે, પણ તે શું લખે છે એ
હું સમજી શકતો નથી.
સાંજે બધો વખત તને વાંચી સંભળાવે છે, પણ તે જે કહેવા માગે છે એ
શું તું સમજી શકે છે ?
મા, તું અમને કેટલી સુંદર વાતો કહી શકે છે !
મને નવાઈ લાગે છે કે પિતાજી એમ કેમ લખી શકતા નથી ?
તેમની પોતાની મા પાસેથી રાક્ષસો અને પરીઓ અને
કુંવરીઓની વાતો તેમણે કદી સાંભળી નથી ?
[કે] એ બધું તે ભૂલી ગયા છે ?
ઘણીવાર તે નહાવા માટે મોડા પડે છે ત્યારે તારે જઈને સો વાર
તેમને બોલાવવા પડે છે.
તું રાહ જુએ છે અને તેમના માટે તેમની થાળીમાં ઉનું મૂકી રાખે છે,
પણ તે લખ્યે જ જાય છે અને ભૂલી જાય છે.
પિતાજી રોજ રોજ ચોપડીઓ લખવાની રમતો રમે છે.
હું કોઈકવાર પિતાજીના ઓરડામાં રમવા જાઉં તો તું આવીને મને
બોલાવી લ્યે છે અને કહે છે, “કેવો તોફાની છોકરો !”
હું સહેજ પણ અવાજ કરું તો તું કહે છે, “જોતો નથી કે
પિતાજી એમના કામ પર છે.”
હમ્મેશાં લખ લખ કરવામાં શી મઝા આવતી હશે ?
જ્યારે હું પિતાજીની કલમ કે સીસાપેન લઉં છું અને તેમના
પુસ્તક પર એ જેમ લખે છે એમ લખું છું — ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, … – – ત્યારે તું શા માટે મારા પર ગુસ્સે થાય છે, મા ?
પિતાજી લખે છે ત્યારે તું અક્ષરે કે’તી નથી !
જ્યારે મારા પિતાજી કાગળના આવા ઢગલા બગાડે છે ત્યારે
મા, તને કંઈ લાગતું દેખાતું નથી.
પણ જો હું માત્ર એક કાગળ હોડી બનાવવા લઉં તો તું
કહે છે, “છોકરા, તું કેટલો બધો હેરાન કરે છે !”
પિતાજીના કાગળના થોકડે થોકડાનો, બન્ને બાજુથી, આખે
આખા, કાળાં કાળાં ચીન્હોથી બગાડ કરવા વિશે તું શું
ધારે છે ?
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The translation in Gujarati: Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

આંબાવાડિયે

જુલાઇ 11, 2010
ઘટદાર આંબા ને લચકેલૂમ કેરીઓ, 
આવો ભાઈ આવો, ઓ દોસ્ત સહુ આવો !
કે થાક ખાશું રામા રખવાળની ઝૂંપડીએ,
મધુરા પવનની જ્યાં
                        આવે છે લહેરીઓ.
 
આવો ભાઈ આવો, ઓ દોસ્ત સહુ આવો !
કે ગાશું મનગમતાં ગીત આંબાને છાંયડે.
 
આઘે આંબાડાળે કોઈ
                        કિલ્લોલે કોકિલા,
આવો ભાઈ આવો, ઓ દોસ્ત સહુ આવો !
કે સાંભળીશું કોયલનાં ગીતો સૂરીલાં,
બળતા બપ્પોરે
                       ગાન ગાતી મઝેનાં.
આવો ભાઈ આવો, ઓ દોસ્ત સહુ આવો !
કે ભેળાં મળીને સૌ ખીજવશું કોકિલા.
 
મ્હોરમાંથી મરવા થાય
                       પછી લીલી કેરીઓ,
આવો ભાઈ આવો, ઓ દોસ્ત સહુ આવો !
કે સાખ પડી નીચે, હવે આંબાને વેડશું,
પાકીને થાશે સહુ
                        પીળચટી કેરીઓ.
આવો ભાઈ આવો, ઓ દોસ્ત સહુ આવો !
                        ને કેરીઓ સહુ ખાઓ,
આ મધસમી કેરીઓ તો
                        અમરતની ઝારીઓ.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

તારા આવો !

જુલાઇ 9, 2010

તારા આવો તારા આવો
અમ સંગાથે રમવા આવો

તારા રમતા રમતા આવો
તારા હસતા હસતા આવો
તારા ઝગમગ ઝગતા આવો
તારા મધુર મલકતા આવો

આવો આવો તારા આવો
આભ અટારીથી ઝટ આવો

ચંદાનાં ગીત ગાતા આવો
વર્ષામાં ઝરમરતા આવો
ચપલા ચાદરથી સરી આવો
મેઘધનુ પર થઈને આવો

તારા ગાઓ તારા ગાઓ
અમ સંગાથે ગીતો ગાઓ

પૂર્ણિમાનો ચંદ્ર ડરાવે
અમાસ કાં તમને ભરમાવે
અમ શીતલ દીપકની પાસે
તારલિયાઓ કાં ના આવે ?

આકાશેથી દોડી આવો
ગીત સુહાનાં ગાવા આવો

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

તારલિયા

જુલાઇ 8, 2010
ચમકંતા કેવા તારલિયા
રાત્રે રઝળતા દીસે તારલિયા
ધોળા ધોળા દૂધ જેવા તારલિયા
મુજને દેખીને હસે તારલિયા
મૂંગી મૂંગી વાતો કહે તારલિયા
નભમાં નાનાશા ઘૂમે તારલિયા
હૈયું હરખે છે દેખી તારલિયા
ગણતાં હું થાકી જાઉં તારલિયા
દિવસે સંતાઈ જાય તારલિયા
સૂરજથી ડરે છે મુજ તારલિયા 