Archive for the ‘નાટકો’ Category

વિદેશમાં વસતા ગુજરાતી સાહિત્યકારોનું ગૌરવ

નવેમ્બર 13, 2015

વિદેશમાં વસતા કેટલાક ગુજરાતી સાહિત્યકારોને એક વસવસો છે કે દેશમાં એમનું યોગ્ય ગૌરવ થતું નથી!

આ ભેદભાવ દૂર કરવા દસ હજાર પાનાનો અમેરિકામાં વસતા ગુજરાતી સાહિત્યકારોનાં ગદ્ય-પુસ્તકોનો એક મહાગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. આ લખનાર અમેરિકામાં વસે છે અને આ મહાગ્રંથને જરૂર આવકારશે.

પણ પરદેશમાં વસતા ગુજરાતી સાહિત્યકારોને દેશ વિદેશમાં ગૌરવ અપાવવાના બે વિચારો રજૂ કરું છું. પહેલો વિચાર તરત જ અમલમાં મૂકી શય એમ છે અને એનું પરિણામ જરૂર દેશ વિદેશમાં ધ્યાન ખેંચશે — મીડિયાને રોમાંચક માલ મળશે અને એ પણ આ ઉમદા કાર્યમાં મદદ કરશે!

૧. અમેરિકામાં વસતા સર્જકોએ પ્રગટ કરેલાં પુસ્તકોમાંથી જેનું સૌથી વધુ વેચાણ થઈ શકે એમ હોય એવાં પાંચ પુસ્તકો પસંદ કરી દરેકની એક લાખ નકલો પાંચ વર્ષમાં વેચવી. (પસંદ કરેલું દરેક પુસ્તક છપાયેલું હોવું જોઈએ. દરેકની ઇ-બૂક તથા ભારતની આવૃત્તિ પણ થવી જોઈએ.)

૨. અમેરિકામાં વસતો ગુજરાતી સાહિત્યકાર ૨૦૨૧નું નોબેલ પ્રાઈઝ જીતી શકે એ માટે પૂરેપૂરા પ્રયત્નો કરવા.

ઉપરના બન્ને વિચારોને અમલમાં મૂકી મીડિયા દ્વારા સતત પ્રચાર કરવો જોઈએ.

ભાભી તો આવાં જ હોય !: ૬૦

જુલાઇ 11, 2011
 
અલકાઃ ભાભી તો આવાં જ હોય ! શોભાભાભી જેવાં!
શોભાઃ ને દિયર તો આવા જ હોય! રસેશભાઈ જેવા!
રણજીતઃ પણ પટેલ સાહેબ, તમને અભિનંદન આપવાનાં તો રહી જ ગયાં!
રસેશઃ શાનાં અભિનંદન રણજીત?
રણજીતઃ પટેલ સાહેબની વાર્તાને વાર્તા હરીફાઈમાં પ્રથમ ઈનામ મળે છે. શોભાભાભીની મહત્તાની મને તો ક્યાંથી ખબર હોય… પણ એ વાર્તા પટેલ સાહેબે પોતાના જીવનમાંથી જ આલેખી હોય એમ લાગ્યું. વાર્તાનું મુખ્ય પાત્ર શોભાભાભી પરથી સર્જાયું છે. કેમ ખરુંને પટેલ સાહેબ?
મહેશઃ સાહિત્યમાં તારી સમજ બહુ ઊંડી છે રણજીત, કવિ ખરોને. રસેશ, એકલા તને જ નહીં, શરૂઆતનાં વર્ષોમાં તો મને પણ થતું હતું કે આવી પત્ની? આની સાથે જિંદગી કેવી રીતે જશે? પણ વર્ષો બાદ મને એનું ગૌરવ સમજાયું ત્યારે હું એના ચરણે નમી પડેલો.
રસેશઃ વાર્તાનું શું નામ છે રણજીત?
રણજીતઃ વાર્તા તારા જેવા જ પાત્રના મુખમાંથી કહેવાઈ છે. નામ છેઃ ‘ભાભી કેવાં હોય?’
રસેશઃ સરસ. હું કહું ભાભી કેવાં હોય એ પ્રશ્નનો જવાબ?
પ્રવચઃકઃ અને શોભાભાભીના ચરણે પડીને રસેશ બોલે છેઃ
રસેશઃ ભાભી તો આવા જ હોય!
               (‘ભાભી તો આવાં જ હોય !’ નાટક સંપૂર્ણ.)
નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાભી તો આવાં જ હોય !: ૫૯

જુલાઇ 7, 2011
નોંધઃ થોડા દિવસો હું ટ્રાવેલીંગ કરવાનો છું, અને લખાણો પોસ્ટ નહીં કરી શકું; એટલે આજે વધુ લખાણો પોસ્ટ કરું છું.
————-
પ્રવચકઃ નવવધૂનો ઘૂંઘટપટ ખૂલે છે અને રસેશ અને શોભા એકદમ ચમકે છે! અને સરોજ સમજતી નથી કે આ બધુ શું થઈ રહ્યું છે!
રસેશઃ અલકા…
અલકાઃ મને માફ કર… રસેશ…
રસેશઃ ભાભી…
અલકાઃ શોભાભાભી, મારી મોટી ભૂલ થઈ ગઈ…!
રણજીતઃ તો આ તમને ઓળખે છે?
રસેશઃ એ વાત પર પડદો જ પાડીએ. પણ સરુ, તું કેમ કંઈ બોલતી નથી?
સરોજઃ ડેડી પણ કંઈ બોલતા નથી.
મહેશઃ આ ખેલનો હીરો તું છે રસેશ. પછી હું શું બોલું?
રસેશઃ પણ સરુ, તારો તો બોલવાનો વખત આવ્યો છે. રોજ તો મને ખોટો ખોટો ખીજવતી. આજે એ રીતે નહીં ખીજવે?
સરોજઃ તો બોલું?
રસેશઃ હા બોલ.
સરોજઃ તમે મને મારો નહીં તો બોલું.
રસેશઃ નહીં મારું, બસ.
સરોજઃ પ્રોમીસ?
રસેશઃ હા, પ્રોમીસ.
સરોજઃ કાકી માસી જેવાં… કાકી માસી જેવાં…!
રસેશઃ સરુ, તારી વાત મને સાચી લાગે છે. સરુ, મેં તને બહુ મારી છે … આવ. તને તેડીને તારા ગાલ પર ચૂમીઓ કરું.
(ચૂમીઓ કરવાનો અવાજ.)
સરોજઃ પણ ચોકલેટ!
રસેશઃ એ પણ મળશે.
મહેશઃ તો શોભા, તારા પિતાજી પર પત્ર લખું છું.
શોભાઃ એમાં કંઈ પૂછવાનું ખરું? રણજીતભાઈ, તમારું લગ્ન માણવાનો લહાવો તો અમને ન આપ્યો, પણ રસેશભાઈના લગ્નમાં તમારે બન્નેએ જરૂર આવવું પડશે. અને તમારા લગ્નની પાર્ટી આપવી જ પડશે.
રણજીતઃ ભાભીસાહેબ, તમે તો વચન માગી લેતાં હો એમ લાગો છે. પ્રોમીસ આપું છું — પાર્ટી આપીશું અને અમે બન્ને રસેશના લગ્નમાં પણ આવીશું. પણ અલકા, તું તો કંઈ બોલ.
              (વધુ હવે પછી …)
નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
..  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાભી તો આવાં જ હોય !: ૫૮

જુલાઇ 7, 2011
નોંધઃ થોડા દિવસો હું ટ્રાવેલીંગ કરવાનો છે, અને લખાણો પોસ્ટ નહીં કરી શકું; એટલે આજે વધુ લખાણો પોસ્ટ કરું
છું.
—-
શોભાઃ ને સાથે કોણ છે? નવવધૂ લાગે છે. રણજીતભાઈ એને હાથ પકડીને લઈ આવે છે. પણ જાણે ખેંચી લાવતા હોય એમ લાગે છે! ઘૂંઘટપટમાં ચાંદ જેવું મુખડું છુપાયું હશે.
રસેશઃ એ અલકા હશે? ચાલ તો એવી લાગે છે! ખેર, અલકા ક્યાંથી હોય? બીજું જ કોઈ હશે.
શોભાઃ (મજાકમાં, હસતાં હસતાં) તમને તો હજુ પણ બધે અલકા જ દેખાશે! દુર્ગામાં પણ અલકા!
રસેશઃ હરગીઝ નહીં! હવે તો હું અલકાને ભૂલી જ જઈશ. રૂપાળી છોકરીઓ આવી હોઈ શકે એમ હું નહોતો માનતો.
શોભાઃ પણ એમાં અપવાદ જરૂર હોય રસેશભાઈ. લ્યો, આ તો એકદમ નજીક આવી ગયાં.
રસેશઃ (થોડી વાર પછી) રણજીત, પ્રભુતામાં પગલાં પણ પાડી દીધાં! મને જણાવ્યું પણ નહીં! એની વે, શાદી
મુબારક!
રણજીતઃ પ્રભુતામાં પગલાં નહીં!
રસેશઃ (અધીરાઈથી) તો શું? હું સમજ્યો નહીં રણજીત! કવિરાજને સમજવાનું મારું ગજુ નથી.
રણજીતઃ સમજાવું છું. પ્રભુતામાં પગલાં નહીં પણ છલંગો મારી!
આ બધુ ઝડપથી બની ગયું.
તે દિવસે આપણે બાગમાં મળેલા ત્યારથી એને ચાહતો હતો. ગાંધર્વ લગ્ન કરીને સીધા
અહિં જ આવીએ છીએ. અહીં આવતી જ નહોતી. શરમાતી લાગે છે! મહામહેનતે અહીં ખેંચી
લાવ્યો!
રસેશઃ રણ્જીત, ભાભીનું મુખ તો બતાવ!
રણજીતઃ રસેશ, પહેલાં એ કહેઃ ભાભી કેવાં હોય?
રસેશઃ ભાભી તો શોભાભાભી જેવાં જ હોય! સરુ… જો તો, ભાભી કેવાં હળવે રહી ઘૂઘટ ખોલે છે.
(વધુ હવે પછી …)
નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
..  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

This entry was posted  on July 7, 2011 at 4:10 am and is filed under નાટકો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site. Edit this entry.

Be the first to like this post.

Leave a Reply Cancel reply

Enter your comment here…

ભાભી તો આવાં જ હોય !: ૫૭

જુલાઇ 7, 2011
પ્રવચકઃ ને ઘણા દિવસો પછી આજનો દિવસ આનંદમાં વીત્યો. પ્રોફેસર સાહેબનું નાનકડું ઘર  કિલ્લોલવા લાગ્યું. બીજા દિવસે સવારે રસેશ ચમકીને જાગી ઊઠ્યો.
રસેશઃ ભાભી.. ભાભી…
શોભાઃ શું છે રસેશભાઈ?
રસેશઃ સ્વપ્નું.. કેવું વિચિત્ર!
શોભાઃ મને કહેશો?
રસેશઃ જાણે અલકાએ લવ મેરેજ કરી નાખ્યાં!
શોભાઃ (મજાકમાં, હસતાં હસતાં) ઓ.. હો… તમારી સાથે?
રસેશઃ તમને હસવું આવે છે. કોઈ બીજાની સાથે એ પરણી ગઈ! પણ ફૂલોથી ઢંકાયેલો વરનો ચહેરો ન દેખાયો!
શોભાઃ હવે બ્રશ તો કરો રસેશભાઈ. ચા ને નાસ્તો તૈયાર છે.
[થોડી વાર પછી …]
રસેશઃ અરે ભાભી, બારીમાં જોઉં છું તો સામેથી કોઈ આવતું દેખાય છે. સવારના પહોરમાં કોણ આવે છે આપણા ઘેર? હજુ દૂર છે, પણ ચાલ ઉપરથી કહી શકું છું કે એ તો મારો દોસ્ત રણજીત જ લાગે છે.
(વધુ હવે પછી …)
નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
..  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

ભાભી તો આવાં જ હોય !: ૫૬

જુલાઇ 6, 2011
રસેશઃ ભાભી, મેં તમને બહુ અન્યાય કર્યો છે. ભાભી, મને માફ કરો.
શોભાઃ વહાલા રસેશભાઈ, તમે દુઃખ ન લાગાડશો.
રસેશઃ મેં તમને સમજવામાં કેટલી મોટી ભૂલ કરી!
શોભાઃ ભૂલ માનવી નહીં કરે તો કોણ કરશે? એમ તો મેં પણ ભૂલ કરેલી. તમારી સાથે દુર્ગાને મૂકી દીધેલી.
રસેશઃ દુર્ગા… કેટલી બધી યાદ આવ્યા કરે છે. પણ હજુ સરોજ નથી આવી સ્કૂલથી?
શોભાઃ એને મારો છોને, એટલે તમારી પાસે જ નથી આવતી.
રસેશઃ ના ના, હવે તો એના નાજુક હાથની ટપલીઓ મારે ખાવી પડશે. ભાભી, મારા ભાઈ કેટલા મહાન છે. તમારી ભવ્યતાને એ કેવા પીછાણી ગયા છે. ભાભી, મહાન તો તમે પણ છો.
(વધુ હવે પછી …)
નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
.  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

ભાભી તો આવાં જ હોય !: ૫૫

જુલાઇ 5, 2011

શોભાઃ આ તાજનો બંધાવનાર સાચા પ્રેમ ખાતર જિંદગીભર વિધુર રહી શકે તો શું સ્ત્રી વિધવા ન રહી શકે?
અલકાઃ  છોડી દે મારા ખભા. નહીં છોડે? તો લે!
[અલકા શોભાને લાફો મારે છે. લાફો મારવાનો અવજ.]
પ્રવચકઃ અલકા શોભાને લાફો મારીને નાસી જવા જાય છે.
રસેશઃ ઊભી રહે અલકા, મારે તને કંઈક કહેવું છે, ઊભી રહે.
અલકાઃ શું કહેવું છે તારે?
રસેશઃ મારાં આ ભાભીને તેં લાફો માર્યો!
[રસેશ અલકાને લાફા મારવા માંડે છે.]
અલકાઃ મને માર નહીં રસેશ.
રસેશઃ તારું પેલું વચન ક્યાં ગયું?
અલકાઃ પરણ્યાં હોત તો ગમે તેમ કરીને છૂટાછેડા લેત!
રસેશઃ છૂટાછેડા! નીકળી જા અહીંથી. ગેટ આઉટ!
પ્રવચકઃ અને અલકા ચાલી જાય છે.
(વધુ હવે પછી …)

નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
.  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

ભાભી તો આવાં જ હોય !: ૫૪

જુલાઇ 4, 2011
શોભાઃ મેં તને કહ્યુંને અલકા, આજે તો તને  નહીં  જ જવા દઉં! તારા પ્રત્યેના પ્રેમ માટે રસેશભાઈ જિંદગીનું સમર્પણ કરવા તૈયાર
છે. એમના માટે તને કંઈ જ લાગણી નથી? અલકા, તું કેવી સ્ત્રી છે!
અલકાઃ હા, હું સ્ત્રી છું ને સ્ત્રીસ્વાતંત્ર્યમાં માનું છું.
શોભાઃ સ્ત્રીસ્વાતંત્ર્ય!
અલકાઃ મારા ખભા છોડી દે.
શોભાઃ તને કહ્યુંને મેં: નહીં જવા દઉં. રસેશભાઈના દર્દની દવા તું છે!
અલકાઃ તો ડોક્ટરને બોલાવ.
શોભાઃ તારા થનારા જીવનસાથીની તને જરા પણ ફિકર નથી?
અલકાઃ જીવનસાથી! ન કરે નારાયણ ને એને કંઈ થાય તો મારે તો જીવનભરનું વૈધવ્ય!
(વધુ હવે પછી …)
નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
.  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

ભાભી તો આવાં જ હોય !: ૫૩

જુલાઇ 3, 2011
અલકાઃ હા… હું અલકા!
શોભાઃ અલકા!?
અલકાઃ હા… અલકા.. અલકા.. અલકા.. ક્યાં છે રસેશ? (પથારીમાં રસેશને જોઈને) રસેશ, તારો આ કાગળ. માંદો પડ્યો એટલે કાગળ પણ આટલો બધો મોડો લખવાનો?
માંદગીમાં તેં દિમાગ ખોઈ નાખ્યો છે રસેશ!
રસેશઃ ઉલ્કા..
અલકાઃ ઉલ્કા નહીં અલકા.. બીજું કાંઈ કહેવું છે રસેશ?
રસેશઃ ના. મેં તો તને ઘણું બધું કહી નાખ્યું છે. આજે તો તું જ કંઈક કહેવા આવી લાગે છે.
અલકાઃ તો બસ.. હું અહીંથી જાઉં છું.. મારે તારી જરૂર..
રસેશઃ નથી?
શોભાઃ અલકા, જવા ઊભી થાય છે?
અલકાઃ તો શું અહીં પડી રહું?
શોભાઃ અલકા, આજે તો તને નહીં જ જવા દઉં. રસેશભાઈની આવી માંદગીમાં પણ તું આવું વર્તન કરી શકે છે?
અલકાઃ માંદગી? ઢોંગ હશે એ બધો તો!
શોભાઃ અલકા! તું શું બોલે છે એનું તને ભાન છે?
અલકાઃ બારણું ન વાખ શોભા. મારે હજુ એક અગત્યનું કામ છે.
(વધુ હવે પછી …)
નાટક ભજવવું છે? www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતું નાટક ’ભાભી તો આવાં જ હોય !’ ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘ભાભી તો આવાં જ હોય !’ કે ”We would like to perform ’Bhabhi to Avaaj Hoya !’ લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો  લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ભાભી તો આવાં જ હોય !: ૫૨

જુલાઇ 2, 2011
શોભાઃ રસેશભાઈ, બહુ બોલ્યા.. હજુ તમારી તબિયત ક્યાં પૂરેપૂરી ક્યાં સારી થઈ ગઈ છે. જુઓ, હાંફવા માંડ્યા.
મહેશઃ શોભા, થર્મોમીટર લાવ તો, તાવ માપીએ. (થોડી વારે) હજુ તાવ તો એઅટલો જ છે… જો, કોલેજની રીસેસ પૂરી થવા આવી. મારે પાછા કોલેજમાં જવાનો
સમય થયો. (ધીમેથી શોભાને) રસેશને આનંદમાં રાખજે. ગમગીનીમાં તો એની માંદગી વધુ  લંબાશે. મારી જરૂર પડે તો કોલેજમાં ફોન કરજે. નંબર તો છે ને?
શોભાઃ હા.
પ્રવચકઃ પ્રોફેસર મહેશ જાય છે. થોડી વારે બારણે ટકોરા પડે છે. (ટકોરાનો અવાજ).
શોભાઃ (મોટેથી) કોણ?
[જવાબમાં બારણાની બહારથી ફરી ટકોરા…]
પ્રવચકઃ શોભા જઈને બારણું ખોલે છે. આગંતુકને જોઈને શોભા ચમકે છે! ક્ષણભર બન્નેની આંખો ટકરાય છે. થોડી વારે શોભા સ્વસ્થ થઈ જાય છે.
શોભાઃ (વિસ્મયથી) તમે?