Archive for the ‘નફાકારક પ્રવૃત્તિઃ પુસ્તક પ્રસાર પ્રચાર’ Category

રસમય પ્રેરક પુસ્તકોનો રોટેટીંગ રેક

નવેમ્બર 22, 2015

મોડેસ્ટો, કેલિફોર્મિયામાં રહેતો આ લખનાર ઘરથી નજીકના સીવીએસ ફાર્મસી અને સેવ માર્ટ (અમેરિકન ગ્રોસરી સ્ટોર)માં જાય છે.

બન્ને સ્ટોરોમાં “CHOICE BOOKS” (ભાવાર્થઃ મનપસંદ પુસ્તકો) નામ વાળો લાકડાનો રોટેટીંગ રેક છે. દરેક રેકમાં  વધુ વેચાય એવાં લગભગ ૫૦ અંગ્રેજી પુસ્તકો હોય છે. ચોઈસ બૂક્સના આવા રેક અમેરિકાના ઘણા સ્ટોરોમાં હોવા જોઈએ એમ માનું છું.
CHOICE BOOKSની વેબ સાઈટઃ
www.ChoiceBooks.org .
કંપની નોનપ્રોફીટ લાગે છે. એનું સૂત્ર છેઃ “Reading to enrich your life.” (ભાવાર્થઃ તમારા જીવનને સુખમય કરવા વાંચન).
CHOICE BOOKS ના રોટેટીંગ રેક ફેરવત્તાં અને કોઈ કોઈ પુસ્તકોનાં પાનાં ફેરવતાં મને આ વિચાર આવ્યોઃ
“રસમય પ્રેરક પુસ્તકો” નામના વધુ વેચાય એવાં ગુજરાતી પુસ્તકોના રેક અમેરિકા અને કેનેડાના સેંકડો ગ્રોસરી સ્ટોરો, વગેરેમાં મૂકી શકાય. પુસ્તકોના વેચાણમાંથી સ્ટોર-માલિકોને અમુક ભાગ મળે એટલે એ રેક મૂકવા દેશે.
શરૂઆતમાં ન્યૂ જર્સી જેવા શહેરમાં થોડા સ્ટોરોમાં રેક મૂકી ટેસ્ટ માર્કેટીંગ કરવું જોઈએ. થોડા મહિનાઓમાં કયાં અને કેટલાં પુસ્તકો વેચાય છે એ જાણવું જોઈએ. ન વેચાતાં કે ઓછાં વેચાતાં પુસ્તકોની જગાએ વેચાઈ શકે એવાં પુસ્તકો મૂકવાં જોઈએ.
ટેસ્ટ સ્ફળ થાય પછી અમેરિકા કેનેડાના અનેક સ્ટોરો, વગેરેમાં “રસમય પ્રેરક પુસ્તકોના રેક મૂકી શકાય.
આપને આ નફાકારક તથા ઉમદા કાર્યમાં રસ હોય તો પ્રતિભાવ અવશ્ય આપશો અને અથવા મને gparikh05@gmail.com સરનામે ઇ-મેઇલ કરશો.

બારણે બારણે પુસ્તક વેચાણ !: ૨

નવેમ્બર 21, 2015

ડોર ડોર ટુ ડોર પુસ્તક વેચવાનો મને તો અનુભવ નથી પણ આપને જો અનુભવ હોય તો પ્રતિભાવ જરૂર આપશો.

આ વિષયને લગતાં મારાં અવલોકનોઃ

શિકાગોમાં અમે રહેતા હતા ત્યારે સ્વાધ્યાય સંસ્થાના પ્રતિનીધિઓ ડોર બેલ વગાડીને અમારે ઘેર આવતા અને એમના થનારા કાર્યક્રમની માહિતિ આપતા.આ રીતે એ ગુજરાતીઓનાં નામ અને સરનામાં મેળવી એ સીધા જ ઘેર ઘેર જતા.

મારું બીજું અવલોકન છે જેને અંગ્રેજીમાં કોલ્ડ કોલ કહે છે એનું.
ડબલ્યુ ક્લેમન્ટ સ્ટોને શિકાગોમાં કંબાઈન્ડ ઈન્સ્યોરન્સ કંપની ૧૦૦ ડોલરથી શરૂ કરી હતી અને ૧૦૦ મિલિયન ડોલરથી વધુ કમાણી કરી હતી. એમણે એમના એજન્ટોને કોલ્ડ કોલ કરી ઇન્સ્યોરન્સ વેચવા ટ્રેઈન કર્યા હતા.
કોલ્ડ કોલ એટલે કોઈ લીડ (ખરીદવાનો રસ હોય એવા થઈ શકે એવા ગ્રાહક વિશે માહિતિ) વિના સીધા જ કોઈના ઘેર જઈ વેચાણ કરવા પ્રયત્ન કરવો.
મારા ઘેર એક એજન્ટ આવેલા.
હું માનું છું કે બેસ્ટસેલર બને એવાં ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો ડોર ટુ ડોર જરૂર વેચી શકાય અને કમાણી કરી શકાય. છે આપને રસ?

બારણે બારણે પુસ્તક વેચાણ !: ૧ Selling books door to door !

નવેમ્બર 21, 2015
તાજેતરમાં મારા એક અમેરિકન મિત્ર મારા ઘેર આવેલા. એમની સાથે મારા અંગ્રેજીમાં લખયેલા સ્વામી વિવેકાનંદ વિશેના પુસ્તક THE DAY OF GLOOM AND GLORY! (Available from www.CreateSpace.com/3802409)ના વેચાણ વિશે વાત થઈ.
મેં કહ્યું કે હરે કૃષ્ણ (ઈસ્કોન) સંસ્થાના ભક્તો બારણે બારણે (ડોર ટુ ડોર) જઈને પુસ્તકો વેચે છે!
ઈસ્કોન વિશ્વભરમાં લાખ્ખોની સંખ્યામાં પુસ્તકો વેચે છે!
“તમે ડોર ટુ ડોર પુસ્તક વેચ્યું છે?” મારા મિત્રે પ્રશ્ન કર્યો.
“ડોર ટુ ડોર તો મેં પુસ્તકો વેચ્યાં નથી પણ THE DAY OF GLOOM AND GLORY! છપાયું એ પછી ૧૦૦થી વધુ નકલો મેં વેચેલી. એ પહેલાં મેં એની પીડીએફ આવૃત્તિની પણ ત્રીસેક નકલો વેચેલી.” મેં જણાવ્યું.
“હવે કેમ વેચતા નથી?”
“હવે કેમ વેચતા નથી?” મિત્રનો બીજો પ્રશ્ન.
“હાલ હું વેચતો  નથી પણ જે વેચે એને વેચાણ થાય એ મુજબ પૈસા આપવા તૈયાર છું,” મેં જણાવ્યું.
ંમારા જાતઅનુભવને આધારે ઉમેરું છું કે THE DAY OF GLOOM AND GLORY! બેસ્ટસેલર બની શકે એમ છે.
THE DAY OF GLOOM AND GLORY!નું ડોર ટુ ડોર વેચાણ પણ થઈ શકે.
(વધુ હવે પછી …)

પાંચ વર્ષમાં દરેકની લાખ નકલો વેચાય એવાં ૧૦ પુસ્તકો

નવેમ્બર 19, 2015

આ પુસ્તક પ્રસાર પ્રચારનું કાર્ય અમેરિકામાંથી થવું જોઈએ.

અમેરિકામાં ગુજરાતી સાહિત્ય સર્જનનાં મુખ્ય ધામો છેઃ ન્યૂ જર્સી, હ્યુસ્ટન, અને ઉત્તર કેલિફોર્નિયાનો બે એરીઆ.

ઉપરનાં દરેક સાહિત્ય-ધામમાંથી ત્રણ પુસ્તક પ્રસાર પ્રચાર કરનાર તૈયાર કરવા જોઈશે. આ નવ પુસ્તક પ્રચારકો પ્રસારકોનો થશે નવ રત્ન દરબાર.

પાંચ વર્ષમાં દરેકની દસ લાખ નકલો વેચાય એવાં પુસ્તકો કયાં? આ વિશે ભવિષ્યના પોસ્ટમાં લખીશ.

 

નફાકારક પ્રવૃત્તિઃ ગુજરાતી પુસ્તક પ્રસાર પ્રચાર

નવેમ્બર 18, 2015

અમેરિકામાં અને અમેરિકા દ્વારા ગુજરાતી પુસ્તક પ્રસાર પ્રચારની પ્રવૃત્તિ નફાકારક બની શકે એ અશક્ય લાગે છે? આ લખનાર ક્રેઝી છે એમ માનો છો? આ ધૂન છોડીને બીજો કોઈ ધંધો કરવાની સલાહ આપો છો?

આ જીવ સાહિત્યનો છે અને સાહિત્ય સર્જન મારા લોહીમાં છે. પણ એ સાહિત્ય જો વિશાળ વાચકવર્ગ સુધી ન પહોંચી શકે તો એ સર્જનનું પ્રયોજન શું? આ પ્રશ્ન મને મૂંઝવે છે.

અલબત્ત, દરેક સર્જનનો વાચકવર્ગ વિશાળ ન હોય, પણ “નિવૃત્તિની પ્રવૃત્તિ” જેવું પુસ્તક એની વિવિધ આવૃત્તિઓમાં (મુદ્રિત અમેરિકા-કેનેડાની આવૃત્તિ, મુદ્રિત ભારતની આવૃત્તિ, ઇ-બૂક, અંગ્રેજી ઉપરાંત અન્ય ભાષાઓમાં આવૃત્તિઓ, ઓડિયો બૂક્સ, વગેરે) વિશ્વભરમાં લાખ્ખોની સંખ્યામાં વેચાઈ શકે.

તાતી જરૂર છે મુખ્યત્વે વિવિધ માધ્યમો દ્વારા અસરકારક પ્રસાર પ્રચારની.

ભવિષ્યના પોસ્ટમાં મારું વીઝન રજૂ કરીશ. આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) ની રોજ મુલાકાત લેતા રહેશો.

 

નફાકારક પ્રવૃત્તિઃ “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકનો પ્રસાર પ્રચાર: ૧

નવેમ્બર 17, 2015
“પાંચ વર્ષમાં લાખ નકલો વેચી શકાય એવું ગુજરાતી પુસ્તક” પોસ્ટ જરૂર વાંચશો. લીંકઃ
https://wordpress.com/post/girishparikh.wordpress.com/8348
માનશો? નફાકારક પ્રવૃત્તિ બની શકે “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકનો પ્રસાર પ્રચાર!
આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર છે શ્રી વિજય શાહ તથા હરિકૃષ્ણ મજમુદાર (‘હરિપ્રેમી’)નું વિજય શાહે હસ્તાક્ષર (ઓટોગ્રાફ) કરેલું પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ”.
ઉપર આપેલી લીંકમાં આ લખનારનો “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકનો પરિચય-લેખ (એની લીંક આપી છે) ફરીથી (હા, ફરીથી) જરૂર વાંચશો. હૃદય અને આત્મા રેડીને એ લેખ લખાયો છે.
વિજય શાહ તથા હરિકૃષ્ણ મજમુદારે આ વિષય અર બીજું પુસ્તક પ્ણ લખ્યું છેઃ “નિવૃત્તિનું વિજ્ઞાન”.
બન્ને પુસ્તકોની માહિતિ આ લખનારના પુસ્તક “આદિલના શેરોનો આનંદ”માં આપી છે. આ રહી “આદિલના શેરોનો આનંદ” પુસ્તક વિશેની માહિતિની લીકઃ
https://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/ 
 
(વધુ હવે પછી …)

ગુજરાતી બેસ્ટ સેલર્સ લીસ્ટ

ઓક્ટોબર 28, 2015

ગુજરાતી ભાષાનાં ઓક્ટોબર ૨૦૧૫માં સૌથી વધુ વેચાયેલાં પુસ્તકો કયાં? આવી યાદી દર મહિને થાય છે ખરી? થતી હોય તો મને એ વિશે આ બ્લોગ (www.GirishParikh.wordpress.com)
બ્લોગ પર પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.

અંગ્રેજી બેસ્ટ સેલર્સ પુસ્તકોની યાદી કેટલાંક અખબારો પ્રગટ કરે છે. આ રીતે ગુજરાતી ભાષાનાં બેસ્ટ સેલર્સ પુસ્તકોની યાદી નિયમિત પણે પ્રગટ થવી જોઈએ. આ કામ ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા કરી શકે.

ગુજરાતી પ્રાપ્ય પ્રકાશિત પુસ્તકો

ઓક્ટોબર 27, 2015

અંગ્રેજીમાં Books in Print નામનું એક પુસ્તક પ્રકાશિત થાય છે જેની નવી આવૃત્તિઓ થતી રહે છે. આ પુસ્તક અમરિકાની મોટી લાઇબ્રેરીઓમાં જોવા મળે છે.

ગુજરાતી પ્રાપ્ય પ્રકાશિત પુસ્તકોનું પુસ્તક પ્રગટ થયું છે? જો ન થયું હોય તો Books in Print ના મોડેલ પરથી ગુજરાતી પ્રાપ્ય પુસ્તકોનું પુસ્તક પ્રગટ કરી શકાય. પુસ્તકનું વેચાણ મોટી લાઈબ્રેરીઓને કરી શકાય.

“નફાકારક પુસ્તક પ્રસાર પ્રચાર” યોજના પ્રેક્ટીકલ છે !

ઓક્ટોબર 27, 2015

એક સાક્ષરના મત મુજબ “નફાકારક પુસ્તક પ્રસાર પ્રચાર” યોજના પ્રેક્ટીકલ છે !

યોજનાને કઈ રીતે અમલમાં મૂકી શકાય?

માતૃભાષા માટે અત્યંત પ્રેમ ધરવતા તથા વ્યાપારી કુનેહ વાળા (ગુજરાતીઓનો આ જન્મજાત ગુણ છે!) અમેરિકા અને કેનેડામાં વસતા નવ ગુજરાતીઓનું નેટવર્ક બનાવીએ. આ ટીમને હું નામ આપું છું “પુસ્તક પ્રસાર પ્રચાર નવ રત્ન દરબાર.”

મહાલક્ષ્મીમાતાજીની, માસરસ્વતીની તથા માતૃભાષાની કૃપાથી આ લખનાર  “પુસ્તક પ્રસાર પ્રચાર નવ રત્ન દરબાર”નો સેવક બનશે.

પુસ્તક પ્રસાર પ્રચારની પ્રવૃત્તિ નફાકારક તો બનશે જ, એ આત્મસંતોષ પણ આપશે.

(વધુ હવે પછી …)

લખાણ … વેચાણ ! (ચતુર્શબ્દ મુક્તક)

ઓક્ટોબર 19, 2015

લખાણ
સહેલું !
વેચાણ
અઘરું !!!