Archive for the ‘ટમટમતા તારલા’ Category

પાગલ … ! જુઠ્ઠી … ! (ચતુર્શબ્દ મુક્તક)

સપ્ટેમ્બર 19, 2016
એક
પાગલ !
એક
જુઠ્ઠી !
નોંધઃ “જુઠ્ઠી”ની જગાએ “લુચ્ચી” મૂકી શકાય !
કોના વિશે આ મુક્તક લખાયું છે એ કહેવાની જરૂર નથી !!
આ મુક્તક VISIONARY AND HIS MONUMENTAL WORK … અંગ્રેજી પુસ્તિકાના ગુજરાતી અનુવાદમાં લેવામાં નહીં આવે.
CRAZY … ! LIAR … ! (Four-Worded Verse)
One
Crazy !
One
Liar !
Note: The word “liar” can be replaced with “cunning”.
No need to tell about whom is this verse !!
This verse will not be included in the booklet VISIONARY AND HIS MONUMENTAL WORK … 

“રામલાલા”ની રસમય કથા: 3

નવેમ્બર 26, 2015
રામલાલા તમારી પાસે આવે અને તમારી સાથે રમવા માંડે તો તમને કેવી મઝા આવે? બાળક છે એટલે રામલાલા કોઈ કોઈ વખત તોફાન કરે પણ હું જાણું છું કે રામલાલા સાથે રમવું તમને ગમશે.
દિવસો પસાર થવા લાગ્યા અને શ્રી રામકૃષ્ણને પણ રામલાલાનું ગજબનું આકર્ષણ થયું. એમને પણ પોતાની આંખોથી રામનું બાળરૂપ દેખાવા માડ્યું. રામલાલા  જ્યાં સુધી શ્રી રામકૃષ્ણ  પાસે હોય ત્યાં સુધી આનંદમાં રહેતા પણ જ્યારે એ દૂર જતા ત્યારે તરત જ રામલાલા એમની પાછળ આવતા. પહેલાં તો શ્રી રામકૃષ્ણને લાગ્યું કે એ એમની કલ્પના હશે પણ એમ વારંવાર થવા લાગ્યું.
(વધુ હવે પછી …)

“રામલાલા”ની રસમય કથા: ૨

નવેમ્બર 25, 2015
આજીવન રામભક્ત જટાધારી ભિક્ષા માગીને જમવાનું લાવતા અને રામલાલાને ધરાવતા, અને  નજરે જોતા કે  રામલાલા પ્રસાદ આરોગતા. મોંએ ચડાવેલા બાળકની જેમ રામલાલા કોઈ કોઈ વખત કોઈ વસ્તુ લેવાની હઠ પણ કરતા.
દક્ષિશ્વેરમાં થોડા દિવસો રહ્યા પછી જટાધારી શ્રી રામકૃષ્ણ પાસે આવ્યા અને કહ્યુંઃ રામલાલાએ મને કહ્યું છે કે એ મારી સેવાથી રાજી થયા છે, અને એ અહીં દક્ષિણેશ્વેરમાં રહેવા માગે છે.
જટાધારીએ પછી રામલાલાની મૂર્તિ શ્રી રામકૃષ્ણને આપી અને દક્ષિણેશ્વરથી વિદાય લીધી.
(વધુ હવે પછી …)

“રામલાલા”ની રસમય કથા

નવેમ્બર 24, 2015
“રામલાલા”ની રસમય કથા
“રામલાલા જય રામલાલા” (બાળ રામનું ગીત) ની લીંકઃ
https://girishparikh.wordpress.com/2010/04/27/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%B0%E0%AA%BE/
The Story of Ramalala ની લીંકઃ
https://girishparikh.wordpress.com/2010/04/27/the-story-of-ramalala/
રામલાલાની રસમય કથા
રામલાલા કહેવાતા બાળ રામની આ રસમય કથા છે. આ બનેલી વાત છે.
એક વખત કોલકતા પાસેના દક્ષિણેશ્વરના મંદિરમાં એક મહાન સંત રહેતા હતા. એમનું નામ હતું શ્રી રામકૃષ્ણ પરમહંસ. એમના જીવનનો આ એક રોમાંચક પ્રસંગ છે.
દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણે કરેલી ઘણાં વર્ષોની આધ્યાત્મિક સાધનાઓ દરમિયાન એક વખત જટાધારી નામના સાધુ આવ્યા. એ શ્રી રામના મહાન ભક્ત હતા. એમના ઈષ્ટદેવ હતા બાળ રામ. એ બાળ રામની ધાતુની મૂર્તિની પૂજા કરતા અને એને રામલાલા કહેતા.
સાધુ શ્રી રામમાં એટલા બધા ભક્તિમય હતા કે એમને મૂર્તિમાં સાક્ષાત શ્રી રામનાં દર્શન થતાં.
સાધુ શ્રી રામને જમાડતા, એમની સાથે રમતા, અને રાતે એમને સૂવડાવતા. પણ જટાધારી નામના એ સાધુએ બાળ રામનાં એમને વારંવાર થતાં દૈવી દર્શનો વિશે કોઈને કહ્યું નહોતું.
પણ શ્રી રામકૃષ્ણે જાણી લીધું કે જટાધારી કોઈ સાધારણ સાધુ નથી. એ રામલાલાની મૂર્તિમાં ખરેખર શ્રી રામને જોતા હતા. શ્રી રામકૃષ્ણે જટાધારીને દક્ષિણેશ્વરમાં વધુ દિવસો રહેવા વિનંતી કરી.
(વધુ હવે પછી …)

પ્રગટ થનાર બે બાલગીતોના રસમય સંગ્રહો ! (ચતુર્શબ્દ મુક્તક)

નવેમ્બર 23, 2015

“ગીતોમાં
વાર્તા”
“ટમટમતા
તારલા”

ત્રણ પુસ્તકોમાં કુલ ૧૦૮ બાલગીતો પ્રગટ કરવાની ઇચ્છા !

ઓક્ટોબર 29, 2015

મારી જન્મતારીખ છે નવેમ્બર ૧૪. એ છે જવાહર જન્મદિન જે બાલદિન તરીકે ઊજવાય છે.

ઇચ્છા છે સોમવાર, નવેમ્બર ૧૪, ૨૦૧૬ના રોજ નીચેનાં ત્રણ પુસ્તકોમાં કુલ ૧૦૮ બાલગીતો પ્રગટ કરવાનીઃ

ગીતોમાં વાર્તા. રસ-લહાણી કરતાં કથાગીતો. સ્વ. રતિલાલ સાં. નાયકને અર્પણ.

ટમટમતા તારલા. ઇનામી પુસ્તકની નવી આવૃત્તિ.

ફેરફૂદરડી. નવી આવૃત્તિ. સ્વ. કનુ ગજ્જર (બિન્દુ)ને અર્પણ.

“ટમટમતા તારલા” (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 23, 2015

“ટમટમતા
તારલા”
સહુને
વહાલા !

નોંધઃ “ટમટમતા તારલા” આ લખનારનો બાળગીત સંગ્રહ છે.

ટમટમતા તારલા (મુક્તક)

માર્ચ 6, 2013

ટમટમતા તારલા આભમાં છે
“ટમટમતા તારલા” હાથમાં છે
પુસ્તકનાં બાલગીતો સાથમાં છે
બહેન છે, ભાઈ માની કાખમાં છે.

નોંધઃ “ટમટમતા તારલા” આ લખનારનો ઇનામી બાલગીત સંગ્રહ છે. પુસ્તકના કવર પરના ચિત્ર પરથી આ કાવ્ય સ્ફૂર્યું છે.

મંજુલ ગીતો ગાઉં…!

જૂન 29, 2010
(૧૯૫૧-૧૯૫૩માં હું ગુજરાત કોલેજ (અમદાવાદ) માં ફર્સ્ટ ઇયર અને ઇન્ટર સાયન્સમાં ભણેલો. ગુજરાતના મહાન વિવેચક સ્વ. અનંતરાય રાવળ સંપાદીત ગુજરાત કોલેજના વાર્ષિકમાં આ ગીત પ્રગટ થયેલું.
સ્વ. અનંતરાય રાવળને આ ગીત સાદર અર્પણ કરું છું.)    
 
મંજુલ ગીતો ગાઉં, મજાનાં મંજુલ ગીતો ગાઉં,
બુલબુલ થઈને ગાઉં, મજાનાં મંજુલ ગીતો ગાઉં.
 
ઘૂંટણિયે ઘૂમનારા નાના બાળક પાસે જાઉં,
નાનકડા બાળકના કાને મંજુલ ગીતો ગાઉં — મજાનાં…
 
આમ્રઘટામાં સંતાતી કો’ કોયલ પાસે જાઉં,
એને પણ ઇર્ષ્યા ઉપજાવે એવાં ગીતો ગાઉં – – મજાનાં…
 
કલકલ કરતા મસ્ત ઝરણની પાસે દોડી જાઉં,
કલકલ ગીતમાં સંગીત રેડી મીઠાં ગીતો ગાઉં – – મજાનાં…  
 
સંસારે ભરદરિયે ઝૂઝતા નાવિક પાસે જાઉં,
દુઃખડાં એનાં હળવાં કરવા મંજુલ ગીતો ગાઉં — મજાનાં…
 
વિયોગથી ઝૂરતા કો’ દુઃખી માનવ પાસે જાઉં,
કદી ન ગાયાં એવાં મીઠાં ગીત રસાળાં ગાઉં — મજાનાં…
 
મંજુલ ગીતો ગાઉં, મજાનાં મંજુલ ગીતો ગાઉં,
બુલબુલ થઈને ગાઉં, મજાનાં મંજુલ ગીતો ગાઉં.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 

ગામનો વડલો

જૂન 24, 2010
(રક્ત ટપકતી સો સો ઝોળી … એ ઢાળ)
 
વડલાની ઘનઘોર ઘટાઓ આશ્રય શીતળ આપે,
સૂરજનાં કિરણોને રોકી છાયા એ પ્રસરાવે;
             થાક્યાં પાક્યાં અપંગને,
             આશ્રય આપી સંતોષે.
 
એની ઘોર ઘટાઓ નીચે રંક રાય સૌ સરખાં,
એની સઘળી ડાળી ઉપર પંખી વાસ કરંતાં;
             એ તો સંતોષે સહુને,
             બાળ કે યુવાન વૃધ્ધોને.
 
વર્ષોથી જનસેવા કરતો દેહ જીર્ણ કરીને,
જનસેવામાં જરી ન ડગતો ભૂલી સ્વાર્થનીતિને;
            કહેતો સર્વ જનોને એ,
            બનજો ઉપયોગી સૌએ.
 
નિત્ય સાંજનાં રમતાં બાળક એની છાયા નીચે,
વડલો એ નિર્દોષ રમતને મીટ માંડીને જુએ;
            કહેતો નિત્ય રમો આવું,
            મુજને ગમે સર્વ જોવું.
 
શરદ ઋતુની રાતલડીએ ચંદ્ર-સુધા ઝરમરતી,
વડલાના પાને પાને એ હસતી રમતી ઝમતી;
            મીઠી વાતલડી ઉર કહેતી;
            વડલાના પાને રમતી.
 
હેમંતે કોમળ થઈ જાતો સૂરજ કેરો તાપ,
ઝાડ સોંસરો વાયુ વાય કરે કાંઈ વિલાપ;
            રાત્રે હિમ પડે સઘળે,
            ઝાકળબિંદુડાં ડોલે.
 
શિશિર ઋતુમાં વસ્ત્ર વિખેરી વડલો ઊભો રહેતો,
‘નવવસ્ત્રો હું ધરીશ વસંતે’ એમ સહુને કહેતો;
            વડના થડથી રસ ઝરતો,
            તો પણ વડલો તો હસતો ! 
 
વસંતમાં નવપર્ણ ધરીને અડગ ઊભો એ રહેતો,
એની નીચે ખેડૂબાળો કેરો રાસ રમાતો;
            જોઈ હરખાતો વડલો,
            સહુના પિતા સમો ઊભો.
 
ગ્રીષ્મ ઋતુમાં સૂરજદાદા બપોરમાં બહુ ધખતા,
વડલાદાદા છાયાથી લોકોનું રક્ષણ કરતા;
            થાતી કસોટી બન્ન્નેની,
            થશે જીત રવિ કે છાયાની.
 
વર્ષામાં વાદળ ઘેરાંતાં ચપલા ચમકી જાતી,
વાયુનાં તોફાન કરીને વાદળ જાતાં વરસી;
            ખેડુની છાતી ફૂલતી,
            હર્ષથી આંખો એ હસતી.
 
લોકો સઘળાં પલળી જઈને આખર જાતાં વડલે,
આશ્રિત બનીને વડલા કેરાં જોતાં સર્વ ક્ષિતિજે;
            વડલો આનંદે હસતો,
            સૌના પિતા સમો દીસતો.
 
પર્ણ ઉપરનાં જલબિંદુઓ ટપ…ટપ… નીચે પડતાં,
માનવજનનાં દુઃખો દેખી વડનાં નયનો રડતાં;
            મળે જો આંસુ ભેગાં સહુ,
            ભરાયે સાગર મોટા બહુ !
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.