Archive for the ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ Category

ઉષાબહેન ઉપાધ્યાયને લખેલો પત્ર (સપ્ટેમ્બર ૫, ૨૦૧૭)

સપ્ટેમ્બર 5, 2017
ઉષાબહેનઃ
નમસ્કાર.
‘ગુજરાત દર્પણ’ના મે ૨૦૧૭ના અંકના ‘સાહિત્ય દર્પણ’ વિભાગમાં આપના આ શબ્દો વાંચતાં રોમાંચ અનુભવ્યોઃ “૨૧મી સદી દુનિયાભરમાં જ્ન્મેલા શ્રેષ્ઠ સાહિત્યના અનુવાદની સદી બની રહેવાની છે.”
યુનિવર્સલ અપીલ ધરાવતાં ગુજરાતી પુસ્તકોના અંગ્રેજીમાં અવતારો પણ થશે. અંગ્રેજીમાં થયેલા અવતારોમાં ગાંધીજીની વિશ્વવિખ્યાત ‘આત્મકથા’ શિરમોર છે. હું દૃઢપણે માનું છું કે ગાંધીજીને બે નોબેલ પ્રાઈઝ મળવાં જોઈતાં હતાંઃ શાંતિનું તથા સાહિત્યનું.
ખેર, હવે ગુજરાતીમાં સર્જન કરતા જીવંત સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ જરૂર મળશે. અલબત્ત, એ તો જ શક્ય બને જો પુસ્તકોના અંગ્રેજીમાં ઉત્કૃષ્ટ અવતારો થાય.
www.GirishParikh.wordpress.com બ્લોગ પર આ વિશે આપ ઘણા પોસ્ટ જોશો.
લિ. ગિરીશ પરીખનાં પ્રણામ.

CHAIN IS A CHAIN by Harshavi Patel

મે 28, 2017
વિવેકે ‘લયસ્તરો’ વેબસાઈટ પર હર્ષવી પટેલની “સાંકળ તો સાંકળ છે” ગઝલ પોસ્ટ કરી છે.
મારો પ્રતિભાવઃ
જ્યારે મને કોઈ કૃતિ ખૂબ જ ગમે છે ત્યારે હું એને વિશ્વભાષા અંગ્રેજીમાં અવતાર આપવા પ્રયત્ન કરું છું.
CHAIN IS A CHAIN

Moves farther away and cheats, mrugajal is mrugajal,
To wet comes near from far, cloud is cloud,

It could be boring, but the road takes somewhere,
It could be of gold but chain is a chain,

Intense is the relationship of two eyes with tears,
And the kajal will spread, kajal is kajal,

How in e-mail can one find the edited words?
With the pleasant struggle of editing the paper is paper,

From behind did we see the real face of the world,
Let my luck be two steps ahead yes ahead.
હર્ષવી પટેલની “સાંકળ તો સાંકળ છે” ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=14842

LOGO THAT KEEPS SMILING … !

ફેબ્રુવારી 17, 2017
Visit the Blog www.everlastingsmilewisdom.wordpress.com and you will see the logo that keeps smiling … !
And the noble slogan of Vihasi’s exciting Blog:
“Be the reason for million smiles but never be a reason for a single grudge.”
Who is Vihasi Shah? Let us read her own words:

“A girl with vision and mission.Constant learner and human with utmost humanity who wants to spread smile on every one’s face and wants to see world as one and combined lovable artistic place to live.”

શ્રેષ્ઠ ઔષધ ગણાય છે હાસ્ય!
http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર ” ‘હસુગિ’ની હાસ્યરચનાઓ” કેટેગોરીના બધા પોસ્ટ વાંચશો. (‘હસુગિ’ ગિરીશ પરીખનું ઉપનામ (યાને તખલ્લુસ) છે.)

Keep reading this Blog … And keep smiling !

ફેબ્રુવારી 15, 2017
Keep reading Vihasi Shah’s Blog … And keep smiling!
I received the mail of Vihasi Shah informing me that she had signed up to receive all new posts on the Blog www.GirishParikh.wordpress.com .
And I visited Vihasi’s Blog “Everlasting Smile”.
I was pleasantly surprised to read her poem “I love you the way…”
And I commented: “Wonderful poem!  I’m reminded of Rabindranath Tagore!”
Vihasi’s other posts and my comments:
HOBBY : WRITING/SOUL-SHAKING.
–Vihasi Shah
Indeed, True writing when every word comes from the heart or has touched the heart is soul-shaking! You are wise to call it a hobby but it CAN become a noble profession also.
And then:
WRITING : DOLLAR-TREEE-SKAKING!
–Girish Parikh
I need an EDITOR!
For now let me correct my mistake:
WRITING : DOLLAR-TREE-SHAKING!
–Girish Parikh
Response of Vihasi: I hope you will find good editor soon
This is also True:
WRITING : SOUL/SEARCHING.
–Girish Parikh
Commented on Wednesday, February 15, 2017:
Vihasi:
About some of your posts I would be writing on my Blog www.GirishParikh.wordpress.com .
From your few posts in English that I have read I see great potential in you!
Please keep writing.
What does your name mean?
–Girish Parikh
The Blog of Vihasi Shah:

શૈલેન રાવલની ગઝલ છે અલગ! (૧)

જાન્યુઆરી 24, 2017
વિવેકે ‘લયસ્તરો’ પર શૈલેન રાવલની ‘(આવશે)’ ગઝલ પોસ્ટ કરી છે. કવિશ્રીના તાજેતરમાં પ્રગટ થયેલા બીજા ગઝલસંગ્રહ ‘એ વાત છે અલગ’માં છે આ ગઝલરત્ન.
ગઝલના સાતે સાત શેર ખૂબ જ ગમ્યા. દરેક શેર વિશે થોડું લખું છું.

આવશે તો મન મૂકીને આવશે,
પંખીઓ થો
ડાં પૂછીને આવશે ?

નિર્દોષ પંખીઓને આમંત્રણની જરૂર નથી! એ મન મૂકીને આવે છે.
મારી પત્ની હસુ ઘર આગળના ઓટલે દિવસમાં બે ત્રણ વખત ચકલીઓ માટે ખાણું મૂકે છે. બાજુના ઘરના છાપરા પર બેસીને ચકલીઓ ચીં ચી કરતી હોય છે ને ભોજનની રાહ જોતી હોય છે!  હસુ ખાણું મૂકીને ઘરમાં આવે કે તરત જ ચલીઓ ફરર… કરતી ઊડીને ઓટલે આવીને  ખાવા મંડી જાય છે.
અમારી પૌત્રીઓ નવ વર્ષની માયા, અને ચાર વર્ષની લીના તથા સાત વર્ષનો પૌત્ર જય — એ બધાંને બારીમાંથી પંખીઓને ખાતાં જોવાનો ખૂબ આનંદ આવે છે – મન મૂકીને જુએ છે એમને!

શૈલેન રાવલની ‘(આવશે)’ ગઝલની લીંકઃ
http://layastaro.com/?cat=1096
                                (વધુ હવે પછી …)

“દોઢ લીટીની અમર કવિતા” વિશે અમર શબ્દો ! 

નવેમ્બર 28, 2016
વિવેક મનહર ટેલરે “ગુજરાત ગાર્ડિયન” દૈનિક પેપરના દર મંગળવારના સપ્લીમેન્ટમાં “વિશ્વ કવિતા” નામનું કોલમ શરૂ કર્યું છે. પ્રથમ કોલમ નવેમ્બર ૧૫, ૨૦૧૬ના સપ્લીમેન્ટમાં પ્રગટ થયું હતું.
નવેમ્બર ૨૯નું કોલમ હતું એઝરા પાઉન્ડની  અમર કવિતા “In a Station of the Metro” વિશે. “મેટ્રો સ્ટેશન પર” નામના એ કોલમમાં છે વિવેકના અમર શબ્દો!
વિવેકનાં “વિશ્વ કવિતા” વિશેનાં કોલમોના જો અંગ્રેજીમાં અનુવાદ થાય અને JOY OF THE WORLD’S GREAT POETRY કે એવા નામથી પ્રગટ થાય તો વિશ્વ સાહિત્યમાં એ જરૂર સ્થાન લઈ શકે!
વિવેકે ફ્રી વર્સ માટે “મુક્તકાવ્ય” શબ્દ વાપર્યો છે એ ગમ્યું. આ લખનારને ભદ્રંભદ્રીય શબ્દ “અછાંદસ” જરાય પસંદ નથી. અંગ્રેજીમાં કેવો સરળ શબ્દ છે “ફ્રીવર્સ”. આ લખનાર “અછાંદસ” શબ્દના બદલે “મુક્તકાવ્ય” શબ્દ વાપરવાનો આગ્રહ રાખે છે — “મુક્તકવ્ય” નામનું કાવ્ય પણ આ લખનારે લખ્યું છે.
વિવેકના કોલમની લીંકઃ
http://www.gujaratguardian.in/E-Paper/11-29-2016Suppliment/pdf/11-29-2016gujaratguardiansuppliment.pdf

સોમાભાઈ પટેલ કરાવે છે અમેરિકા દર્શનઃ પ્રવાસ-પુસ્તક અમેરિકા મારી નજરેનો પરિચય

મે 15, 2016
આપ અમેરિકામાં વસતા હો કે અન્ય દેશમાં, આપને આ પુસ્તક વાંચવું જરૂર ગમશે. મુખ્યત્વે આ છે પ્રવાસનું પુસ્તક, પણ એ વિવિધ રસમય સામગ્રીથી ભરપુર છે.
સોમાભાઈએ એમના મિત્ર ડૉ. મફતલાલ પટેલ સાથે અમેરિકાના કરેલા પ્રવાસનાં વર્ણનો વાંચતાં વાચક ત્યાં હાજર હોય એવો અનુભવ કરશે એમ હું માનું છું.

સોમાભાઈ લઈ જાય છે વાચકને મહાનગર ન્યૂયૉર્કમાં, ન્યૂજર્સીમાં, અવિસ્મરણીય અનુભૂતિ કરાવતા નાયગરાના સાંનિધ્યમાં, સ્વાતંત્ર્યપ્રેમીઓના ક્રાન્તિતીર્થ ફિલાડેલ્ફિયામાં, શિકાગોમાં, આટલાન્ટામાં, ચટાનુગામાં, લૉસ ઍન્જેલસમાં, સાનફ્રાન્સિસ્કોમાં, સાન ડિયાગોના સી-વર્લ્ડમાં, વિશવિખ્યાત જુગાર નગરી લાસ વેગાસમાં, રણપ્રદેશ એરિઝોના અને પાટનગર ફિનિક્સમાં, ગ્રાન્ડ કેન્યન સમીપ, અને ફ્લોરિડાનાં ટેમ્પા અને ઓરલેન્ડોમાં.

પ્રવાસવર્ણનો ઉપરાંત સોમાભાઈએ અમેરિકામાં વસનાર અને ત્યાં જવા ઇચ્છનારાઓ માટે ઉપયોગી માહિતિની સુંદર રજૂઆત કરી છે. દાખલા તરીકેઃ અમેરિકાઃ કેટલીક ઉત્તમ, અનુકરણીય બાબતો; અમેરિકા સેટલ થવા જેવું ખરું?; અમેરિકામાં સેટલ થયા પછીની સમસ્યાઓ; પરત આવવા ઇચ્છતા ગુજરાતીઓ; અમેરિકામાં યૌવન, કુટુંબજીવન, લગ્નવિચ્છેદ અને વાર્ધક્ય; અમેરિકામાં ગુજરાતીઓનાં બાળકો અને ગુજરાતી ભાષા; અમેરિકામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ; અમેરિકા અને ભારતઃ તુલનાત્મક વિહંગદર્શન; વગેરે.
અને પરિશિષ્ટમાં છેઃ યાત્રાવિશેષ — ઇંગ્લૅન્ડમાં એક સપ્તાહ.
પુસ્તકમાંથી થોડી ઝલકઃ
-અમેરિકાની સિદ્ધિનું રહસ્ય શું છે? “આવી સિદ્ધિ મેળવવા પાછળ લોકોમાં રહેલાં સૂઝસમજ, કાર્યનિષ્ઠા, ખંત, સારા નાગરિક તરીકેનો પરસ્પરનો વ્યવહાર–આ બધાનો પરિચય આપણને વિવિધ પ્રસંગે થાય છે ત્યારે આ દેશની પ્રગતિનું રહસ્ય સમજાય છે.” (પૃષ્ઠ ૧૨).
-સોમાભાઈની ચિંતનકણિકાઓ વાચકને વિચાર કરતો કરે છેઃ દા.ત. “અમેરિકાની સમૃદ્ધિ અને પ્રગતી જોઈને અને તેનાથી અંજાઈને વિશ્વના દેશો અમેરિકાની જીવનરીતીને અનુસરવા લાગ્યા છે. આધુનિક વિશ્વનો માનવી પ્રગતિ અને સુખની શોધમાં ભટકતો છેક અહીં સુધી આવી પહોંચ્યો છે! પણ, આ માર્ગે આગળ વધતાં એને સુખ મળશે? ક્યાં જઈને અટકશે ‘આધુનિક’ માનવીની આ ‘પ્રગતિયાત્રા’? એને ક્યાં લઈ જશે? ઉન્નતિના શિખરે કે અવનતિના ગર્તામાં? (પૃષ્ઠ ૧૮૦).
-‘આઈ એમ હરેક્રિષ્ણા!’: વિમાનની એક ફ્લાઈટ વખતે શાકાહારી ભોજન મળે એમ જણાવવાનું રહી ગયેલું ત્યારે સહપ્રવાસી હરેક્રિષ્ણાની એક અમેરિકન યુવતી એના ભોજનમાંથી ફુડ આપે છે. (પૃષ્ઠ ૧૩૩-૧૩૪).
“એ મા છે !: કેલિફોર્નિયામાં વસતા મનુભાઈ પટેલ અમેરિકન યુવતી માર્થાને પરણ્યા હતા. મનુભાઈએ વતનમાથી માતા રાઈબહેનને અમેરિકા બોલાવ્યાં. એ માર્થાને ભારે આગ્રહો કરે. લેખકે એને પૂચ્છ્યું, “માર્થા, તું માજીના આ બધા ખોટા હઠાગ્રહોને કેમ ચલાવી છે?” માર્થાએ જવાબમાં માત્ર એક જ વાક્ય કહ્યું, “She is a mother!” (એ મા છે!)  (પૃષ્ઠ ૪૯-૫૦).
-પુસ્તકમાં રમુજી પ્રસંગો પણ છેઃ દા.ત.: “બુલેવર્ડનું ટૂંકું નામ BLVD (બીએલવીડી) લખેલું પાટિયું મેં ઘણા રસ્તાઓ પર અગાઉ જોયેલું. પણ મારા માટે આ તદ્દન અજાણ્યો શબ્દ હતો. તેથી હું તે ‘બીલવેડ’ વાંચતો! ‘બીલવેડ’નો અર્થ થાય ‘પ્રેયસી’ કે ‘પ્રેમિકા.’ ” (પૃષ્ઠ ૩૦). લેખકને પછીથી જાણવા મળે છે કે અમેરિકામાં ‘બુલેવર્ડ’ રસ્તા માટે વપરાતો એક શબ્દ છે.
લેખકે શિકાગોની યાત્રા વખતે એના એક અગત્યના યાત્રાધામ અને કલાધામ, ડાઉનટાઉનમાં આવેલા આર્ટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ શિકાગોની મુલાકાત લીધી લાગતી નથી! એ યાત્રાધામ એટલા માટે છે કે સ્વામી વિવેકાનંદે સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૩ના રોજ એના ફુલરટન હોલમાં “Sisters and borthers of America” (અમેરિકાનાં બહેનો અને ભાઈઓ) શબ્દોથી શરૂ કરીને અમર સ્ંબોધન કર્યું હતું. એ પ્રવચનસ્થળ સાઉથ હાઈડ પાર્કમાં નથી.
“નાયગરાઃ એક અવિસ્મરણીય અનુભૂતિ” પ્રકરણ વાંચતાં લાગ્યું કે એ હાઈસ્કૂલના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવી શકે.
સોમાભાઈ અને ડૉ. મફતલાલ પટેલના અમેરિકાના અદભુત પ્રવાસોનો જશ એમને પ્રેમપૂર્વક મદદ કરનાર સ્વજનો, અને મિત્રોને પણ મળે છે. લેખક હૃદયપૂર્વક નોંધે છેઃ “આ પ્રવાસોની ચિરંજીવ સ્મૃતિઓ જેટલી એના સ્થળદર્શનમાં છે, એથીય વિશેષ આ સર્વ સ્વજનોની સ્નેહવર્ષાના અનુભવમાં છે.” (પૃષ્ઠ ૭).
જાણીતી કહેવત છેઃ જીવ્યા કરતાં જોયું ભલું. આ પુસ્તક બે વખત વાંચ્યા પછી કહેવાનું મન થાય છેઃ જીવ્યા કરતાં જાણ્યું ભલુ! પુસ્તકમાં દર્શાવેલાં સ્થળો આપે જોયાં હોય તો પણ એ વિશે આ પુસ્તક દ્વારા જાણવાથી આનંદનો અનુભવ થશે.
અમેરિકા મારી નજરે
સોફ્ટ કવર. ૨૬૨ પૃષ્ઠ.
મુખ્ય વિક્રેતાઃ
ધરતી વિકાસ મંડળ, અમદાવાદ
ફોનઃ (૦૭૯) ૨૭૪૭૯૮૦૪
(ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહેતા ગુજરાતી તથા અંગ્રેજીમાં લખતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે.)
Girish Parikh
Author & Journalist
2813 Cancun Drive
Modesto  CA  95355-7946 (USA)
E-mail: gparikh05@gmail.com
Phone: (209) 303 6938 (mobile)
Blog: www.GirishParikh.wordpress.com

લેખક બનવું છે ?

મે 12, 2016
“ગુજરાતી સાહિત્ય મંચ” પર મહેન્દ્ર ઠાકરે પ્રેરક લેખ પોસ્ટ કર્યો છે — લેખક બનવાની જેમને પૅશન છે એ બધાએ આ લેખ વાંચવો જ જોઈએ. લીંકઃ
https://shabdonusarjan.wordpress.com/2016/05/12/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af-%e0%aa%ae%e0%aa%82%e0%aa%9a-%e2%80%8b%e0%aa%ae%e0%aa%b9%e0%ab%87/#comments
મારો પ્રતિભાવઃ
મારે “પ્રોફેશનલ” લેખક બનવું છે. શું કરવું?

અમેરિકામાં વસતા વૃદ્ધોની વ્યથાને વાચા આપતું પુસ્તકઃ “આહ અમેરિકા ! વાહ અમેરિકા !”

એપ્રિલ 26, 2016
દરેક ગુજરાતીએ, અને ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતીઓએ, સોમાભાઈ પટેલનુ પુસ્તક આહ અમેરિકા ! વાહ અમેરિકા ! અવશ્ય વાંચવું જોઈએ.
અમેરિકાની મુલાકાત દરમિયાન સોમાભાઈને એમના મિત્રો અને સંબંધીઓની મદદથી અનેક વૃદ્ધોનાં મોટે ભાગે દુખમય જીવન વિશે જાણવા મળ્યું, એમની સાથે મુલાકતો પણ થઈ — એ પ્રસંગોનું એમણે આબેહૂબ આલેખન કર્યું છે.
પુસ્તકમાંથી થોડી ઝલકઃ
–છોકરાંને ખાતર પતિ સાથે અમેરિકા આવનાર મીનાક્ષીબહેન “આંસુ સાથે તૂટક શબ્દોમાં બોલે છેઃ “છોકરાં પોતાની સાથે ન રહ્યાં એનું દુખ નથી, પણ પોતાનાં જ ન રહ્યાં એનું દુખ કોને કહેવું?”
–પૌત્રને શિસ્ત શીખવવા દાદા એને મેથીપાક ચખાડે છે અને પૌત્ર પોલીસને ફોન કરીને બોલાવે  છે! અમેરિકાની રીતરસમથી અજાણ દાદા માંડ મુશ્કેલીમાંથી છૂટે છે.
પૌત્રને એનાં માતા પિતા થોડા મહિના દાદા સાથે ભારત મોકલે છે. ભારતના એર પોર્ટ પર ઊતરતાં છોકરો અનાડીવેડા કરે છે. દાદા લપડાક મારે છે, અને નજીકમાં પોલીસને જોઈ છોકરો ફરિયાદ કરે છે. પોલીસ હકીકત જાણતાં કહે છેઃ “અલ્યા, આ તારો દાદો છે! એ તને નહીં મારે તો કોણ મારશે? જો એમના કહ્યા પ્રમાણે નહીં કરે તો હજુયે મારશે!”
બે દેશમાં કેટલો  ફેર!
–ભારતની ભૂમિ વિશેઃ “અહીં ભલે અમેરિકા જેવી સમૃદ્ધિ અને સુખ સગવડો નથી, પરંતુ આ ભૂમિમાં અને અહીંના લોકોમાં એવું કંઈક છે, જે હૃદયને આનંદથી ભરી દે છે.”
–એક જ દિવસે બે પુત્રોના મૃત્યુનું કારમું દુખ સહન કરતાં શિકાગોના સિનિયર સિટીઝન્સ હોમમાં રહેતાં ઇન્દુબાની ક્થની હૃદયદ્રાવક છે.
–“દેશી એકલતા સારી કે વિદેશી એકલતા ?” પ્રકરણના શીર્ષકમાં સસપેન્સ છે! સસપેન્સનું નિરાકારણ થાય છે પૃષ્ઠ ૪૯ પર પણ એ વિશે નહીં લખું જેથી આપને વાંચવની ઇંતેજારી રહે!
–“દિવ્યેશ ઈલીગલી અમેરિકા પહોંચ્યો…” પણ પછી શું? જાનના જોખમે અને મબલખ નાણાં ખર્ચીને અમેરિકા ઈલીગલી અમેરિકા જનારની શું દશા થાય છે એ જાણવા આપે આ પ્રકરણ વાંચવું રહ્યું.
–“ગોધનકાકા” પ્રકરણમાં “વૃદ્ધો માટે વિદેશની સોનાની ભૂમિ કરતાં વતનની ધૂળ વધારે સારી” વાક્ય વાંચતાં આદિલ મન્સૂરીનો અમર શેર યાદ આવ્યોઃ
વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.  
–અમેરિકામાં રહેતા કોઈ કોઈ વૃદ્ધો સુખી હોય છે. “સક્રિય રહેતાં ભારતીય મા બાપ અમેરિકામાં પણ સુખી છે” એ પ્રકરણમાં એ વાતની રસમય સંવાદ દ્વારા રજૂઆત થઈ છે. રહસ્ય છેઃ “જીવનમાં રસ હોવો જોઈએ અને તે માટે કશુંક કરવાની તમન્ના હોવી જોઈએ.”
–અમેરિકામાં વસતાં ભારતીય મૂળનાં યુવક યુવતીઓની દશા કેવી હોય છે એ “ત્રિશકું જેવી દશા છે અમારી” પ્રકરણમાં છતું થાય છે. એમાંનાં મોટા ભાગનાં ભૌતિક સુખ ભોગવે છે પણ એ નથી રહેતાં ભારતનાં કે નથી થઈ શકતાં અમેરિકન સમાજનાં!
—-“શિકાગોના વૃદ્ધાશ્રમમાં રહેતા શાંતિદાદાની વાત” પ્રકરણમાં સોમાભાઈ લખે છેઃ “વતન છોડીને પરદેશ ગયા પછી દીકરાને ત્યાંથી પણ પરાયાં થઈ ત્યાના વૃદ્ધાશ્રામોના આશ્રયે પાછલી વય પસાર કરી રહેલાં કંઈ કેટલાંય મા-બાપની કરુણ કથાઓ કોઈનેય જાણ ન થાય એમ એમના જીવનના અંત સાથે વિલીન થઈ જતી હોય છે.”
સોમાભાઈએ આહ અમેરિકા ! વાહ અમેરિકા ! પુસ્તકનું સર્જન કરીને મહાન સમાજ સેવા કરી છે.
આહ અમેરિકા ! વાહ અમેરિકા !
સોફ્ટ કવર. ૧૭૫ પૃષ્ઠ.
મુખ્ય વિક્રેતાઃ
ધરતી વિકાસ મંડળ, અમવાદ
ફોનઃ (૦૭૯) ૨૭૪૭૯૮૦૪
(ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા ગુજરાતી તથા અંગ્રેજીમાં લખતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે.)
Girish Parikh
Author & Journalist
2813 Cancun Drive
Modesto  California  95355
USA
Phone: (209) 303 6938 (mobile)

શ્રી ગણેશ થશે બે નવી કેટેગોરીના આવતી કાલે

ડિસેમ્બર 31, 2015

શ્રી ગણેશ થશે બે નવી કેટેગોરીના આવતી કાલે આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પર.

૧.  નોબેલ પ્રાઈઝ
“ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે?” મૂળ ગુજરાતીમાં સર્જાતું પુસ્તક.
અને એનો અંગ્રેજીમાં અવતારઃ “How Can a Writer in Gujarati Win the Nobel Prize? (Tentative Title).
આ વિષયના પોસ્ટ અવાર નવાર કરતો રહીશ. અત્યાર સુધીમાં “પ્રકીર્ણ” વિભાગમાં આ વિષય પર કરેલા બધા પોસ્ટ આ નવી કેટેગોરીમાં મૂવ કરીશ.
૨.  “લયસ્તરો”નો આનંદ
આજ સુધીમાં આ લખનારે “લયસ્તરો” પર અનેક પ્રતિભાવો પોસ્ટ કર્યા છે.
એમાંના ઘણાખરા “ગિરીશના ભાવ પ્રતિભાવ” વિભાગમાં પોસ્ટ કર્યા છે.
“લયસ્તરો” વિશેના અત્યાર સુધી પોસ્ટ કરેલા બધા જ પ્રતિભાવો તથા નવા પ્રતિભાવો ધીમે ધીમે આ નવી કેટેગોરીમાં પોસ્ટ કરતો રહીશ.
અલબત્ત, “ગિરીશના ભાવ પ્રતિભાવ” વિભાગમાં પોસ્ટ કરેલા આ વિષયના બધા પોસ્ટ ધીમે ધીમે આ નવી કેટેગોરીમાં મૂવ કરતો રહીશ.
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)