Archive for the ‘આદિલ અમૃત મહોત્સવ’ Category

આદિલનું સમગ્ર સાહિત્ય

ઓક્ટોબર 31, 2015

પચાસ વર્ષે પણ આદિલ મન્સૂરી જેવા સાહિત્યકાર આપણને મળે કે ન મળે!

ઉપરનું વિધાન મારી યાદ મુજબ સુરેશ દલાલનું છે.
આદિલ મન્સૂરી મારા ગઝલ ગુરુ છે. એ મારા ગઝલ ગુરુ કેવી રીતે બન્યા એ વાત આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં મેં કરી છે. પુસ્તક વિશે માહિતિ મેળવવા ક્લીક કરોઃ
https://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/
આદિલનાં પ્રકશિત પુસ્તકો વિશે માહિતિ મળી શકે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ એમનાં બધાં જ પ્રકાશિત પુસ્તકો જોવા પણ મળી શકે.
આદિલનું ઘણું સાહિત્ય — મુખ્યત્વે ગઝલો — સામયિકો, વગેરેમાં પ્રગટ થઈ છે. એ વિશે પણ સંશોધન કરવાથી માહિતિ મળિ શકે. (કોલેજના ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે આ રીસર્ચ પ્રોજેક્ટ બની શકે.)
હવે રહ્યું આદિલનું અપ્રગટ સાહિત્ય.
આદિલ મન્સૂરીનાં પત્ની બિસ્મિલબહેન સાથે મારે ફોન પર કેટલીક વખત વાતો થઈ છે. એમના કહેવા મુજબ આદિલસાહેબનું અપ્રગટ  સાહિત્ય પણ ઘણું છે — એક ટ્રંક ભરેલું છે. જ્યારે જ્યારે આ વિશે મારે બિસ્મિલબહેન સાથે વાત થઈ ત્યારે મેં એમને આદિલનું બધું જ અપ્રગટ સાહિત્ય સાચવી રાખવાનો આગ્રહ કર્યો છે.   
આ પોસ્ટ દ્વારા બિસ્મિલબહેનને આ વિનંતી કરું છુંઃ
આદિલસાહેબનું સમગ્ર સાહિત્ય સાચવી રાખશો અને એ સચવાય એની વ્યવસ્થા કરશોઃ
–આદિલનાં પ્રકાશિત પુસ્તકો.
–આદિલનાં પ્રકાશિત અન્ય સાહિત્ય.
–આદિલનું અપ્રકાશિત સમગ્ર સાહિત્ય.
અને આ ઉપરાંતઃ
–આદિલ વિશેનું સમગ્ર સાહિત્ય.
આદિલ મન્સૂરીની વેબ સાઈટ બનાવી એ પર “આદિલ મન્સૂરીનું સમગ્ર સાહિત્ય” સાચવી શકાય. આદિલનાં પુસ્તકો વેબ સાઈટ પર વાંચવા માટે ફી રાખવી જોઈએ. વેબ સાઈટનો ખર્ચ બાદ કર્યા પછી એ રકમ મન્સૂરી કુટુંબ તથા આદિલનાં મુદ્રિત પુસ્તકોના પ્રકાશકો વચ્ચે યોગ્ય રીતે વહેંચાવી જોઈએ.
વેબ સાઈટના સર્જન તથા મેઈન્ટેનન્સ માટે સ્પોન્સોર મેળવવા પણ પ્રયત્ન થવો જોઈએ.

રણમાં વહેતી કરી દે નદી ગઝલ… ! (‘વિવેકના શેરોનો આનંદ’: 38)

નવેમ્બર 11, 2011

જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.

વિવેકની ગઝલોમાં આ શબ્દો વારંવાર આવે છેઃ ‘શબ્દ’, ‘શબ્દો’, ‘શબ્દોના શ્વાસ’, અને ખુદ ‘ગઝલ’ શબ્દ!

“પેરવી” શબ્દનો અહીં અર્થ લેવાનો છે “તૈયારી”.

રણમાં રણદ્વીપ (Oasis) હોય છે એ તો સાંભળ્યું છે પણ રણમાં નદી?

કવિઓ ગજબના હોય છે! (આ લખનાર પણ એમાં આવી જાય છે એ કેમ ભુલાય!? )

“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” કહેવત પરથી નવી કહેવત સ્ફૂરે છેઃ

“જ્યાં હોય જીવન-રણ ત્યાં ય પહોંચે ગઝલ-નદી!”

અને જીવન રણ જેવું ઘણી વખત બની જતું હોય છે! ગઝલ-નદીનાં નીર જીવતદાન પણ આપી શકે! અને જીવન લીલુંછમ હોય તો પણ ગઝલ-નદી આપને આનંદનાં નીર પીવડાવશે.

આદિલ તો ગઝલને ગઝલગંગા કહે છેઃ

ઊતરી આવે છે સીધી આભથી
આ ગઝલગંગા તો બારે માસ છે

અલબત્ત, ગઝલ વિવેકનો પ્રિય કાવ્યપ્રકાર છે.

નરસિંહરાવ દીવેટિયાની ક્ષમાયાચના સાથે લખું છું:

આ વાદ્યને ગઝલ-ગાન વિશેષ ભાવે !

ગઝલ મારો પણ પ્રિય કાવ્યપ્રકાર છે. ગઝલ મેં ભાગ્યે જ લખી છે, પણ ગઝલનો હું આશક છું, અને આપને પણ ગઝલ-સ્વાદ ચખાડવા માટે તો મેં આદિલના શેરોનો આનંદ પુસ્તક લખ્યું છે, અને હવે આ વિવેકના શેરોનો આનંદ પુસ્તક લખી રહ્યો છું. અને આપને જો ગઝલ ગમતી હશે તો મારાં પુસ્તકો આપના એ રસને ઓર વધારશે.

આ શેર વિવેકની જે ગઝલમાંથી લીધો છે એના બાકીના પણ બધા જ શેરો ખૂબ જ ગમ્યા. એમને અહીં આપ્યા વિના રહી શકતો નથી.

ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.

દિવાલ સાવ કોરી તો ચાલે ના એટલે
મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.

ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

(સર્જાતા જતા પુસ્તક વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન માંથી.)

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.

આદિલ અને એમનાં સર્જન વિશે પુસ્તકો

મે 10, 2011
— વ્યક્તિત્વના પડછંદા  અદિલ મનસૂરીઃ ગઝલને સમર્પિત વ્યક્તિત્વ એ પ્રો. સુમન અજમેરીએ લેખન-સંપાદન કરેલ ૫૮૮ પૃષ્ઠનો ગ્રંથ છે.
 
— જાણવા મળ્યું છે કે નિર્મિશ ઠાકર આદિલઃ નિર્મિશની નજરે નામનું પુસ્તક પ્રગટ કરવાના હતા. એ પુસ્તક વિશે મારી પાસે વધુ માહિતિ નથી. આપની પાસે માહિતિ હોય તો આ લખનારને girish116@yahoo.com ઇ-સરનામે મોકલવા વિનંતી કરું છું.
 
— અને ત્રીજું, આ લખનારનું આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન ગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થશે. આ પુસ્તક વિશે વધુ માહિતિ મેળવવા આ બ્લોગ (www.girishparikh.wordpress.com) ની મુલાકાત લેતા રહેશો.
 
આદિલ અને એમનાં સર્જન વિશે ઉપરનાં પુસ્તકો ઉપરાંત બીજાં પુસ્તકો આપની જાણમાં હોય તો મને અવશ્ય લખશો. આ બ્લોગ પર એની નોંધ લેવાશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

આદિલના ત્રણ વધુ શેરોનો આનંદ અને એમના વિશે રસમય વાંચન (Draft)

માર્ચ 19, 2011

(આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીને મે ૧૮, ૨૦૦૬ ના રોજ ૭૦ વર્ષ પૂરાં થયાં ત્યારે એ અરસામાં કેટલાંક શહેરોમાં એમના માનમાં કવિસંમેલનો યોજાયાં હતાં. આ પર્વને નામ આપ્યું હતું ‘સપ્તતિ’. ‘સપ્તતિ’ નામનું સુવેનિયર પણ પ્રગટ કરવામાં આવ્યું હતું.

મે ૧૮, ૨૦૧૧ના રોજ આદિલનો ૭૫મો જન્મદિવસ છે. આ લખનાર માને છે કે આદિલનો અમૃત મહોત્સવ એ અરસામાં કેટલાંક શહેરોમાં ઉજવાશે.

મે ૧૮, ૨૦૧૧ના રોજ પ્રગટ થનાર/થયેલઆદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન  પુસ્તક દ્વારા આ લખનારે આદિલને અંજલી આપી છે. (પુસ્તક મેળવવા પ્રકાશક ગુજરાત ફાઉન્ડેશનનો સંપર્ક કરોઃ __________.  (પ્રાઇસ વગેરે માહિતિ પણ આપવી જોઈએ.))

આદિલ ૭૨ વર્ષ જીવ્યા હતા એટલે ઉપર જણાવેલા પુસ્તકમાં ૭૨ શેરો લીધા છે; અલબત્ત, અક્ષર દેહે આદિલ  અમર છે.

‘સપ્તતિ’ સુવેનિયરમાંથી પસંદ કરેલા આદિલના નીચેના ત્રણ શેરો અને એમના વિશેનાં લખાણ સાથે હવે કુલ ૭૫ શેરો અને એમના વિશેનાં લખાણ થાય છે. આદિલ અમૃત મહોત્સવના સુવેનિયરમાં આ લેખ પ્રગટ કરવા મહોત્સવના આયોજકોને વિનંતી કરુ છું.)

[1] રાતભર જાગતી રહે રાધે
કોઈ ઘનશ્યામ ગઝલમાં આવે (‘સપ્તતિ’, પૃ. ૫૮)
 
કૃષ્ણની વાંસળી વાળા કવિ છે આદિલ (જુઓ ગઝલ “વાંસળી પડઘાય આખ્ખા ગામમાં”. આ ગઝલના પાંચે શેરો અને એમના વિશેનાં લખાણ આદિલના શેરોનો આનંદ પુસ્તકમાં છે.).
 
કૃષ્ણ (ઘનશ્યામ)ને આદિલ આ ગઝલમાં ફરીથી લાવ્યા છે.
 
કૃષ્ણ (ઘનશ્યામ) વિના રાધાને ઉંઘ શી રીતે આવે? કૃષ્ણ વિના ઉદાસ રાધાને કવિ ગઝલ સાંભળવાનું તો નથી કહેતા ને? અને કૃષ્ણમય બનેલી રાધાની ગઝલમાં પણ કૃષ્ણ જ આવે.
 
અને જો રાધા ગઝલ ગાય તો એ કૃષ્ણ-ગઝલ જ હોય!
 
ઘન (વાદળ) જેવા શ્યામ છે કૃષ્ણ અને એટલે તો એમને ઘનશ્યામ કહ્યા છે. પણ એ અમૃતથી ભરેલા વાદળ જેવા છે. ઘનશ્યામ ગઝલમાં આવે એટલે રાધાના હૃદયમાં અમૃત છલકાય.
 
અલબત્ત, રાધાના ઘનશ્યામ તો એક જ છેઃ કૃષ્ણ.
 
પણ કવિ આ શેરમાં ‘કોઈ’ ઘનશ્યામની વાત કરે છે. દરેક સ્ત્રીમાં રાધા વસે છે, અને એનો ઘનશ્યામ છે એનો પ્રિયતમ જે એનો કૃષ્ણ છે.
 
‘દર્શન દો ઘનશ્યામ નાથ મેરી અખિયાં પ્યાસી રે …’ ગીત યાદ આવ્યું. અલબત્ત, સૌના નાથ ‘ઘનશ્યામ’ માટે સ્ત્રીઓ અને પુરુષો, બધાંની આંખો પ્યાસી હોઈ શકે.   

      

(આદિલના શેરોનો આનંદઃ  આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકમાં ‘કૃષ્ણ પ્રેમ’ વિભાગમાં છ શેરો અને એમના વિશેનાં લખાણો વાંચવા વિનંતી કરું છું.)
 
 
[2] આદિલને એની હુંફ રહી આખી જીંદગી
ભીતર ગઝલનું રાતદિવસ તાપણું હતું
 
“બારી હતી, દિવાલ હતી, બારણું હતું” ગઝલનો આ શેર. (‘સપ્તતિ’, પૃ. ૫૫)
 
ગઝલ માટે કેટલો બધો પ્રેમ. ગઝલ આપે છે આદિલને હુંફ. અને આપણને પણ ઉત્કૃષ્ટ ગઝલો હુંફ આપી શકે.
 
‘તાપણું’ શબ્દ કેવો હુંફાળો છે.
 
આદિલ માત્ર ગઝલ-સર્જન કરતા નહોતા — ગઝલ જીવતા હતા. ગઝલમય હતા આદિલ. આદિલ કોણ છે એનો જવાબ એમણે જ એક શેરમાં આપ્યો છે. આ રહ્યો એ શેરઃ
 
_____ (શેર આપો.)
 
(આ શેર વિશે આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકમાં વાંચવા વિનંતી કરું છું.)  
 
આદિલે આખી જિંદગી ગઝલ-સાધના કરી હતી. એના ફળ રૂપે અનેક ગઝલોનું એમણે સર્જન કર્યું. એમને તો ગઝલોની હુંફ મળી જ, આપણને પણ એમનાથી હુંફ મળી શકે — જો આપણે ગઝલમય થઈએ તો.
 
અને આદિલ જેવા મોટા ગજાના સર્જકને સર્જન દરમિયાન પગંબરીનો અનુભવ થાય.
 
જય શ્રી ગણેશ કરો શેરમય થવાના આદિલના શેરોનો આનંદ પુસ્તકથી અને પછી થાઓ ગઝલમય. અને હુંફ રહેશે જીવનભર. 
 
(હેમેન શાહનોના શેર ટાંકો.)
 
 
વ્યથિત હો હૃદય, કઇં જ સૂજે નહીં,તો
ગઝલ સાંભળી છે પ્રસંગે-પ્રસંગે 
                         –ડૉ. મહેશ રાવલ 
 
 
[3] સ્વપ્નમાં જ્યાં હોઠ સ્પર્શ્યા હોઠને
જીંદગીભરની તરસ ભૂલી ગયા
 
“સાથે જીવેલાં વરસ ભૂલી ગયા” ગઝલનો આ શેર.  (‘સપ્તતિ’, p. 46)
 
શ્રૃંગાર રસનો ઘૂંટ પાય છે આ શેર !
 
કવિ સ્વપ્નમાં હોઠ હોઠને સ્પર્શવાની વાત કરે છે. જિંદગી પણ સ્વપ્ન જ છે ને !     
 
શેરની પ્રથમ પંક્તિમાં માત્ર પાંચ જ શબ્દોમાં કવિએ ઓષ્ઠોના મધુર મિલનનું કેવું કમનીય ચિત્ર કંડાર્યું છે. જીંદગીભરની તરસ ભુલાવનાર એ હોઠોનો સ્પર્શ કેવો હશે ? એ ક્લ્પના કરવાનું પણ કેટલું રોમાંચક છે !
 
કવિ જિંદગીભરની તરસ છીપાવવાની વાત નથી કરતા પણ ભૂલવાની વાત કરે છે. જિંદગીભરની તરસ ભુલ્યા પછી ફરી યાદ આવે ત્યારે શું? એ ભૂલવા માટે ફરીથી એ જ જીવનસ્વપ્નમાં ઓષ્ઠોનો સ્પર્શ.
 
શેરનું ચિંતન કરશો તો પ્રશ્ન થશેઃ જિંદગીભરની પ્યાસ છીપાવવી કેવી રીતે?
  
એ પ્રશ્નનો જવાબ ભાવકે જ શોધવાનો છે!
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

 

 

‘શેરોનો આનંદ’ શ્રેણીઃ એક વિચાર

માર્ચ 8, 2011
પ્રભુની, મા સરસ્વતીની, તથા મા ગુર્જરીની કૃપા, તથા આદિલની દુઆઓથી મારું પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન  મે ૧૮, ૨૦૧૧ ને બુધવારના રોજ, આદિલના ૭૫મા જન્મદિને પ્રગટ થનાર છે ત્યારે મને ‘શેરોનો આનંદ’ નામની પુસ્તક શ્રેણી વિશે વિચારો આવે છે. અત્યારે આ માત્ર વિચાર જ છે.
 
‘શેરોનો આનંદ’ શ્રેણીનું દરેક પુસ્તક ૧૨૮ (કે વધુ) પૃષ્ઠનું થઈ શકે. અલબત્ત, આવી શ્રેણી જો પ્રકાશિત થાય તો એનું પ્રથમ પુસ્તક આદિલના શેરોનો આનંદ હશે. અને કોઈ પ્રકાશક ‘શેરોનો આનંદ’ શ્રેણીનું પ્રકાશન કરવા તૈયાર ન થાય તો પણ આદિલના શેરોનો આનંદ નું મારો એક મિત્ર પ્રકાશન કરશે. કદાચ એમને પણ ‘શેરોનો આનંદ’ શ્રેણીનું પ્રકાશન કરવામાં રસ પડે. આવી શ્રેણીમાં, અન્ય પુસ્તકો સાથે, આદિલના શેરોનો આનંદ પુસ્તકનું વેચાણ પણ વધુ થઈ શકે.
 
‘શેરોનો આનંદ’ શ્રેણીનાં અન્ય પુસ્તકો માટે આદિલના શેરોનો આનંદ પુસ્તક મોડેલ બની શકે.
 
જો મારા પ્રકાશક ‘શેરોનો આનંદ’ શ્રેણીનું પ્રકાશન ન કરે, અને માત્ર આદિલના શેરોનો આનંદ પુસ્તકનું પ્રકાશન કરે, અને જો કોઈ બીજો પ્રકાશક શ્રેણી કરે તો એ પ્રકાશકે મારા પ્રકાશક પાસેથી શ્રેણીનું પ્રથમ પુસ્તક આદિલના શેરોનો આનંદ ખરીદવું પડશે. 
 
આદિલ ઉપરાંત ‘શેરોનો આનંદ’ શ્રેણીમાં કયા શાયરો વિશે પુસ્તકો થઈ શકે? સજેશન્સ (not in any sequence) આપું છું:
 
–અદમ ટંકારવીના શેરોનો આનંદ
–ડો. મહેશ રાવલના શેરોનો આનંદ
–મનોજ ખંડેરિયાના શેરોનો આનંદ
–ચિનુ મોદીના શેરોનો આનંદ
–મરીઝના શેરોનો આનંદ
–શયદાના શેરોનો આનંદ  
–અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના
   શેરોનો આનંદ
–અમૃત ઘાયલના શેરોનો આનંદ
–વિવેક મનહર ટેલરના શેરોનો આનંદ
 
ડો. મહેશ રાવલ, ચિનુ મોદી, મનોજ ખંડેરિયા, વિવેક મનહર ટેલર, વગેરેના કેટલાક શેરો વિશે આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર આ લખનારે લખ્યું પણ છે.
 
આદિલના શેરોનો આનંદ પુસ્તકનું વેચાણ સારું થાય તો હું માનું છું કે પ્રકાશક ‘શેરોનો આનંદ’ શ્રેણીનું પ્રકાશન કરવા તૈયાર થાય. આ વર્ષ (૨૦૧૧) માં જો શ્રેણી તૈયાર કરવાનો નિર્ણય લેવાય તો એનાં બાકીનાં પુસ્તકોનું (આદિલના શેરોનો આનંદનું પ્રકાશન મે ૧૮, ૨૦૧૧ના રોજ થશે) ૨૦૧૨માં પ્રકાશન થઈ શકે.
 
જો સ્પોન્સોર અને પ્રકાશક મળે તો ‘શેરોનો આનંદ’ શ્રેણીના અંગ્રેજી તથા અન્ય ભાષાઓમાં અનુવાદો પણ પ્રકાશિત થઈ શકે. આદિલના શેરોનો આનંદ પુસ્તકના અંગ્રેજી અવતારને હું નામ આપું Joy of Adil.
 
અંગ્રેજીમાં ‘શેરોનો આનંદ’ શ્રેણી પ્રકાશિત થતાં ગુજરાતી ન જાણતી આપણી નવી પેઢીઓને આપણા ઉમદા સાહિત્યની ઝાંખી થશે, અને એમને ગુજરાતી શીખવાની ઇચ્છા પણ પણ થઈ શકે. અંગ્રેજી અનુવાદો વિશ્વ સાહિત્યમાં પણ સ્થાન લઈ શકે. 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

  

સજેશનઃ અંગ્રેજીમાં આદિલની ગઝલોનું પુસ્તક, વગેરે

ફેબ્રુવારી 24, 2011
મે ૧, ૨૦૧૧થી મે ૧૭, ૨૦૧૨ સુધી આદિલ અમૃત મહોત્સવ’ ઉજવવાનું સજેશન આ લખનારે  અગાઉ કર્યું છે.
 
આદિલના ‘સમગ્ર ગઝલો’ પુસ્તકનું યોગ્ય સંપાદક પાસે સંપાદન કરાવીને એનું પ્રકાશન કરવાનું સજેશન પણ કર્યું છે.
 
હવે સજેશન કરું છું આદિલની સમગ્ર ગઝલોમાંથી યુનિવર્સલ અપીલ ધરાવતી ગઝલોનાં અંગ્રેજીમાં રૂપાંતર કરાવી પુસ્તક રૂપે પ્રગટ કરવાનું. ઉપર જણાવેલા આદિલના ‘સમગ્ર ગઝલો’ તથા પસંદ કરેલી ગઝલોના અંગ્રેજીમાં રૂપાંતરનું પુસ્તક એમ બન્નેનાં પ્રકાશન ‘આદિલ અમૃત મહોત્સવ’ દરમિયાન થઈ શકે.
 
અને મે ૧૮, ૨૦૧૧, આદિલના ૭૫મા જ્ન્મદિને પ્રગટ થનાર આ લખનારના પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકનો  અંગ્રેજીમાં અનુવાદ Joy of Adil નામે ‘આદિલ અમૃત મહોત્સવ’ દરમિયાન કરી શકાય.
 
આપણી નવી પેઢીઓમાંથી ઘણાં ગુજરાતી જાણતાં નથી. એમને આદિલની ગઝલો અને શેરોનાં અંગ્રેજી પુસ્તકો આપણા મહાન કવિનો પરિચય કરાવશે. કેટલાકને કદાચ ગુજરાતી શીખવાની પણ ઇચ્છા થશે.
 
અંગ્રેજી પુસ્તકોનો વિશ્વભરમાં યોગ્ય પ્રસાર અને પ્રચાર થાય તો આદિલની ગઝલો અને એમના શેરો વિશેની રચનાઓ વિશ્વસાહિત્યમા સ્થાન પણ મેળવે. 
 
ઉપર જણાવેલાં ત્રણે પુસ્તકો માટે જોઈએ સ્પોન્સોર, જેમના ફોટા અને એમના વિશે ટૂંકાણમાં માહિતિ પુસ્તકોમાં આપવી જોઈએ. છે કોઈ તૈયાર?
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ચાલો ઊજવીએ ‘આદિલ અમૃત મહોત્સવ’ !

ફેબ્રુવારી 19, 2011

આ બ્લોગ www.girishparikh.wordpress.com ના આ ‘આદિલ અમૃત મહોત્સવ’ વિભાગમાં પોસ્ટ કરેલાં નીચેનાં લખાણ વાંચવા વિનંતી કરું છું: 

–‘આદિલ અમૃત મહોત્સવ’નાં વર્ષોઃ ૨૦૧૧-૨૦૧૨

આદિલની ૭૫મી જન્મ જયંતી કેવી રીતે ઊજવવી ?
 
‘આદિલ અમૃત મહોત્સવ’ ની વિશ્વભરમાં વ્વવસ્થિત રીતે ઊજવણી કરવા માટે આદિલ અમૃત મહોત્સવ સમિતિની રચના થવી જોઈએ. આ સમિતિ બધા કાર્યક્રમોનું coordination કરી શકે તથા આયોજકોને આયોજન કરવામાં મદદ કરી શકે.
 
મે ૧૮, ૨૦૧૧ ના દિવસે છે આદિલનો ૭૫મો જન્મ દિવસ. એ પછી મે ૧૭, ૨૦૧૨ સુધીમાં આદિલના માનમાં ઠેર ઠેર ૭૫ કવિ સંમેલનો યોજી શકાય. આદિલની ગઝલો ગાનારા ગઝલગાયકોને પણ આ કવિ સંમેલનોમાં નિમંત્રી શકાય.
 
પ્રભુ, મા સરસ્વતી, મા ગુર્જરીની કૃપા તથા આદિલની દુઆઓથી ‘આદિલ અમૃત મહોત્સવ’ જ્વલંત સફળતા મેળવશે એમ મારો આત્મા કહે છે.
 
તો ચાલો ઊજવીએ ‘આદિલ અમૃત મહોત્સવ’ !
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

    

આદિલ અમૃત મહોત્સવઃ ‘સવાસ્વર્ણિમ આદિલ !’ … સદાય ‘વાયબ્રંટ આદિલ’ !”

ફેબ્રુવારી 18, 2011
જય શ્રી ગણેશ કરું છું આજે  www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આદિલ અમૃત મહોત્સવ’ વિભાગના. મે ૧૮, ૨૦૧૧ના રોજ છે આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીનો ૭૫મો જન્મદિવસ. 
‘સ્વર્ણિમ ગુજરાત !’ અને ‘વાયબ્રંટ ગુજરાત !”; આ શબ્દો ગુજરાત અને ભારત તથા વિશ્વના અન્ય દેશોમાં વસતા કરોડો ગુજરાતીઓના કાનોમાં ગુંજ્યા કરે છે.
 
મે ૧૮, ૨૦૧૧ ને બુધવારથી આ શબ્દો સર્વ ગુજરાતીઓના કાનમાં ગુંજ્યા કરો: ‘સવાસ્વર્ણિમ આદિલ !’ તથા સદાય ‘વાયબ્રંટ આદિલ !’  
 
મહાગુજરાતની સ્થાપના થઈ હતી મે ૧, ૧૯૬૦ના દિવસે. મે ૧, ૨૦૧૦ ના દિવસે ગુજરાતને ૫૦ વર્ષ પૂરાં થયાં અને શ્રી ગણેશ થયા એક વર્ષ માટે સુવર્ણ જયંતીની ઉજવણીના. અને સુવર્ણ પરથી ‘સ્વર્ણિમ’ શબ્દ જન્મ્યો.
 
અને પ્રગતિના પંથે જોશ અને જોમથી કુચ કરતું ગુજરાત કહેવાયું ‘વાઈબ્રન્ટ ગુજરાત’.
 
વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને આ લખનાર નમ્ર વિનંતી કરે છે કે આપણે મે ૧, ૨૦૧૧ ને રવિવારે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીનું એક વર્ષ પૂરું થાય પછી પણ ઉત્સવ ચાલુ રાખીએ. આપણે મે ૧ ૨૦૧૧થી મે ૧૭, ૨૦૧૨ સુધી આદિલ અમૃત મહોત્સવ ઉજવીએ.
 
મે ૧૮ ૨૦૧૧ ને બુધવારે આદિલની ૭૫મી જન્મજયંતી છે. સો ના આંકડાને આપણે શતાબ્દી કહીએ છીએ. અને જો પચાસના આંકડાને ‘સ્વર્ણિમ’ વિષેશણ આપીએ તો પંચોતેરના આંકડાને ‘સવાસ્વર્ણિમ’ (૫૦ + ૧૦૦/૪ = ૭૫) કહી શકીએ! આ રીતે આદિલ બને છે ‘સવાસ્વર્ણિમ’.
 
અને આદિલની ગઝલો ગવાતી સાંભળશો કે એમના શેરો કે ગઝલોનું પઠન  કરશો તો ડોલી ઊઠશો, અને બોલી ઊઠશોઃ ‘વાઈબ્રન્ટ આદિલ!’
 
માન્યામાં નથી આવતું? તો જય શ્રી ગણેશ કરો આ લખનારના આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકથી. મે ૧૮, ૨૦૧૧ના રોજ પ્રગટ થનાર આ પુસ્તક વિશે વધુ માહિતિ મેળવવા સબ્જેક્ટ લાઈનમાં ‘આદિલના શેરોનો આનંદ’ કે ‘Adilna Sherono Ananda’ લખીને આ સરનામે ઇ-મેઇલ કરોઃ girish116@yahoo.com .
ગુજરાત ‘વાંચે આદિલ’
ગુજરાતીઓ ‘વાંચે આદિલ’
સહુએ વાંચો આદિલ
સહુ વંચાવો આદિલ
 
–ગિરીશ પરીખ
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

    

કે એમના શેરો કે ગઝલોનું પઠન કરશો

‘આદિલ અમૃત મહોત્સવ’નાં વર્ષોઃ ૨૦૧૧-૨૦૧૨

જાન્યુઆરી 2, 2011
મે ૧૮, ૨૦૧૧ ને બુધવારઃ આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીની ૭૫મી જન્મ જયંતી.
 
અમર ગઝલ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ ના શાયર, અને અન્ય સાહિત્ય અને કલાકૃતિઓના સર્જક આપણને મળ્યા એ માટે દરેક ગુજરાતી ગૌરવ લઈ શકે. આપણા સદભાગ્યથી ગુર્જરી ગઝલને સોળ શણગારથી સજાવનાર કવિ મળ્યા!
 
આદિલની ૭૫મી જન્મ જયંતી — આદિલ અમૃત મહોત્સવ — કેવી રીતે ઊજવીશું?
 
મારા વહાલા વાંચકોઃ ‘આદિલ અમૃત મહોત્સવ’ કેવી રીતે ઊજવવો એ વિશે આપના વિચારો મને girish116@yahoo.com સરનામે ઇ-મેઇલથી જરૂર મોકલશો. આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર આપના વિચારો પોસ્ટ કરવા પ્રયત્ન કરીશ.
 
અગાઉના પોસ્ટમાં મેં સજેશન કરેલું કે આદિલના માનમાં મે ૧૯૧૧માં શ્રી ગણેશ કરીને વિશ્વમાં ૭૫ કવિસંમેલનો યોજી શકાય. આ વિશે થોડા વિચારો રજૂ કરું છું:
 
આદિલને મા ગુર્જરી અને માતૃભાષા ગુજરાતી પોતાના પ્રાણથી પણ વધુ વહાલાં હતાં. એ કહેતા કે મારી પાસેથી જો ગુજરાતી ભાષા લઈ લેવામાં આવે તો મારા પ્રાણ ચાલ્યા જાય.
 
અને આદિલને પોતાનું જન્મસ્થાન ‘નદીની રેતમાં રમતું નગર’ અમદાવાદ પણ અત્યંત પ્યારું હતું.
 
ગુજરાત રાજ્યના જન્મદિવસ, મે ૧, ૨૦૧૧ ને રવિવારના રોજ આદિલના માનમાં અમદાવાદમાં પ્રથમ કવિ સંમેલન યોજી ‘આદિલ અમૃત મહોત્સવ’ના શ્રી ગણેશ કરી શકાય. અને મે ૧૮, ૨૦૧૧ ને બુધવારના રોજ  આદિલના અમદાવાદના ઘરમાં પણ કવિસંમેલન યોજી શકાય.
 
(આ લેખમાળાની લીંક બને તેટલી વધુ વ્યક્તિઓ અને સંસ્થાઓને મોકલી આપવા મારા વહાલા વાંચકોને વિનંતી કરું છું.)
                                                          (વધુ હવે પછી …)
સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 
    

આદિલની ૭૫મી જન્મ જયંતી કેવી રીતે ઊજવવી ?

ડિસેમ્બર 2, 2010
મે ૧૮, ૨૦૧૧ નો દિવસ આવી રહ્યો છે. એ છે આપણા લાડીલા, ‘નદીની રેતમાં રમતું નગર’ અને અન્ય ગઝલો  અને સાહિત્ય અને કલાના સર્જક, જનાબ આદિલ મન્સૂરીનો ૭૫મો જન્મ દિવસ.
 
મે ૧૮, ૨૦૧૧ થી મે ૧૮, ૨૦૧૨ સુધી ‘સ્વર્ણિમ ગઝલ’ વર્ષ ઊજવવાનું આ લખનાર નમ્ર સૂચન (sujjestion) કરે છે.
 
‘સ્વર્ણિમ ગઝલ’ ની ઊજવણીના શ્રી ગણેશ  મે ૧, ૨૦૧૧, જ્યારે ‘સ્વર્ણિમ ગુજરાત’ની ઊજવણીનું વર્ષ પૂરું થાય ત્યારથી જ કરી શકાય.
 
ગુજરાતમાં, ભારતનાં અન્ય રાજ્યોમાં, અને દરિયા પારના દેશોમાં ‘સ્વર્ણિમ ગઝલ’ વર્ષ દરમિયાન ૭૫ કવિ સંમેલનોનું આયોજન કરી શકાય. આદિલ ઉપરાંત અનેક ગઝલકારોને લાખ્ખો ગુજરાતીઓ સમક્ષ રજૂ કરી શકાય.
 
યોગ્ય પ્રકાશક મળતાં મારા ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકનું મે ૧૮, ૨૦૧૧ના રોજ આદિલના લાડીલા  ‘નદીની રેતમાં રમતું નગર’ અમદાવાદમાં પ્રકાશન થઈ શકે.
 
ખૂલી આંખનાં સપનાં લાગે છે આ બધાં? પ્રભુની કૃપા, તથા મા સરસ્વતી અને મા ગુર્જરીના આશીર્વાદથી સપનાં સાકાર થઈ શકે છે.  આપને પ્રાર્થના કરવા વિનંતી કરું છું.
 
‘સ્વર્ણિમ ગઝલ’ વર્ષની ઊજવણી કેવી રીતે થઈ શકે એ અંગે આપના વિચારો આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર કોમેન્ટ કરીને કે મને  girish116@yahoo.com  સરનામે મોકલશો. 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.