Archive for the ‘આદિલના શેરોનો આનંદ’ Category

ગુજરાતીઓ સહુ આવો … “મહાગ્રંથ” વધાવો … !

ડિસેમ્બર 11, 2015
“મહાગ્રંથ”ના સંપાદન અને પ્રકાશનનું ભગીરથ કાર્ય કરવા બદલ ધન્યવાદ. પણ પુસ્તકના પ્રસાર, પ્રચાર તથા વેચાણનું કાર્ય મહાભગીરથ કાર્ય છે. મારું પુસ્તક “આદિલના શેરોનો આનંદ” ગુજરાતીઓના ઘેરે ઘેર પહોંચવું જોઈએ — આ કાર્ય કેવી રીતે કરવું એ કોઈ ગુજરાતી બતાવશે?
–ગિરીશ પરીખ
“મહાગ્રંથ”ની પ્રસ્તાવનાની Link:
https://gadyasarjan.wordpress.com/2015/12/09/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%82%e0%aa%a5-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a7%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%ab%83%e0%aa%ad/#comment-1141

નફાકારક પ્રવૃત્તિઃ “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકનો પ્રસાર પ્રચાર: ૧

નવેમ્બર 17, 2015
“પાંચ વર્ષમાં લાખ નકલો વેચી શકાય એવું ગુજરાતી પુસ્તક” પોસ્ટ જરૂર વાંચશો. લીંકઃ
https://wordpress.com/post/girishparikh.wordpress.com/8348
માનશો? નફાકારક પ્રવૃત્તિ બની શકે “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકનો પ્રસાર પ્રચાર!
આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર છે શ્રી વિજય શાહ તથા હરિકૃષ્ણ મજમુદાર (‘હરિપ્રેમી’)નું વિજય શાહે હસ્તાક્ષર (ઓટોગ્રાફ) કરેલું પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ”.
ઉપર આપેલી લીંકમાં આ લખનારનો “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકનો પરિચય-લેખ (એની લીંક આપી છે) ફરીથી (હા, ફરીથી) જરૂર વાંચશો. હૃદય અને આત્મા રેડીને એ લેખ લખાયો છે.
વિજય શાહ તથા હરિકૃષ્ણ મજમુદારે આ વિષય અર બીજું પુસ્તક પ્ણ લખ્યું છેઃ “નિવૃત્તિનું વિજ્ઞાન”.
બન્ને પુસ્તકોની માહિતિ આ લખનારના પુસ્તક “આદિલના શેરોનો આનંદ”માં આપી છે. આ રહી “આદિલના શેરોનો આનંદ” પુસ્તક વિશેની માહિતિની લીકઃ
https://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/ 
 
(વધુ હવે પછી …)

“શબ્દનું ગયા ભવનું લેણું … !”

નવેમ્બર 2, 2015

મનોજ ખંડેરિયા “શબ્દનું ગયા ભવનું લેણું ચૂકવવા જન્મ્યા હતા?

“શબ્દનું ગયા ભવનું લેણું ચૂકવવા કાવ્યસર્જન થઈ રહ્યું છે-એવી કવિશ્રદ્ધા વ્યકત કરતાં સંખ્યાબંધ શેર અને ગઝલો (“અટકળ”) સંગ્રહની વિશિષતા બને છે.”
– રમેશ ર. દવે.

“મનોજના શેરોનો આનંદઃ મનોજની ખોજ” એ પુતક જો હું લખું તો એમાં ઉપરનું અવતરણ જરૂર લઉં.

મારા આવતા જન્મ માટે મારે “મનોજના શેરોનો આનંદઃ મનોજની ખોજ” પુસ્તક સર્જવાનું લેણું  રાખવું નથી!

પણ મારી મૂંઝવણ છે મનોજના શેરોનો આનંદ માણવા પુસ્તક કોણ અને કેટલા ખરીદશે? મનોજના શેરોનો આનંદ હજારો ગુજરાતીઓ સુધી પુસ્તક મારફત કોણ પહોંચાડશે?

આ હરિનો લાલ (મારા સ્વ. પુજ્ય પિતાજી નામ હરિભાઈ જ. પરીખ છે) પુસ્તક લખવા તૈયાર છે  પણ કોણ એને હજારો ગુજરાતીઓ સુધી પહોંચાડશે? કામ મુશેલ છે પણ અશક્ય તો નથી જ!
ઉમેરું છું કે “આદિલના શેરોનો આનંદ” પુસ્તક સર્જતાં આ લખનારે જેટલો આનંદ અનુભવ્યો હતો એટલો જ આનંદ એ “મનોજના શેરોનો આનંદઃ મનોજની ખોજ” પુસ્તકના સર્જન દરમિયાન અનુભવશે.
“આદિલના શેરોનો આનંદ” પુસ્તકની લીંકઃ
https://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/

આદિલનું સમગ્ર સાહિત્ય

ઓક્ટોબર 31, 2015

પચાસ વર્ષે પણ આદિલ મન્સૂરી જેવા સાહિત્યકાર આપણને મળે કે ન મળે!

ઉપરનું વિધાન મારી યાદ મુજબ સુરેશ દલાલનું છે.
આદિલ મન્સૂરી મારા ગઝલ ગુરુ છે. એ મારા ગઝલ ગુરુ કેવી રીતે બન્યા એ વાત આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં મેં કરી છે. પુસ્તક વિશે માહિતિ મેળવવા ક્લીક કરોઃ
https://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/
આદિલનાં પ્રકશિત પુસ્તકો વિશે માહિતિ મળી શકે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ એમનાં બધાં જ પ્રકાશિત પુસ્તકો જોવા પણ મળી શકે.
આદિલનું ઘણું સાહિત્ય — મુખ્યત્વે ગઝલો — સામયિકો, વગેરેમાં પ્રગટ થઈ છે. એ વિશે પણ સંશોધન કરવાથી માહિતિ મળિ શકે. (કોલેજના ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે આ રીસર્ચ પ્રોજેક્ટ બની શકે.)
હવે રહ્યું આદિલનું અપ્રગટ સાહિત્ય.
આદિલ મન્સૂરીનાં પત્ની બિસ્મિલબહેન સાથે મારે ફોન પર કેટલીક વખત વાતો થઈ છે. એમના કહેવા મુજબ આદિલસાહેબનું અપ્રગટ  સાહિત્ય પણ ઘણું છે — એક ટ્રંક ભરેલું છે. જ્યારે જ્યારે આ વિશે મારે બિસ્મિલબહેન સાથે વાત થઈ ત્યારે મેં એમને આદિલનું બધું જ અપ્રગટ સાહિત્ય સાચવી રાખવાનો આગ્રહ કર્યો છે.   
આ પોસ્ટ દ્વારા બિસ્મિલબહેનને આ વિનંતી કરું છુંઃ
આદિલસાહેબનું સમગ્ર સાહિત્ય સાચવી રાખશો અને એ સચવાય એની વ્યવસ્થા કરશોઃ
–આદિલનાં પ્રકાશિત પુસ્તકો.
–આદિલનાં પ્રકાશિત અન્ય સાહિત્ય.
–આદિલનું અપ્રકાશિત સમગ્ર સાહિત્ય.
અને આ ઉપરાંતઃ
–આદિલ વિશેનું સમગ્ર સાહિત્ય.
આદિલ મન્સૂરીની વેબ સાઈટ બનાવી એ પર “આદિલ મન્સૂરીનું સમગ્ર સાહિત્ય” સાચવી શકાય. આદિલનાં પુસ્તકો વેબ સાઈટ પર વાંચવા માટે ફી રાખવી જોઈએ. વેબ સાઈટનો ખર્ચ બાદ કર્યા પછી એ રકમ મન્સૂરી કુટુંબ તથા આદિલનાં મુદ્રિત પુસ્તકોના પ્રકાશકો વચ્ચે યોગ્ય રીતે વહેંચાવી જોઈએ.
વેબ સાઈટના સર્જન તથા મેઈન્ટેનન્સ માટે સ્પોન્સોર મેળવવા પણ પ્રયત્ન થવો જોઈએ.

ગઝલના શેરોનો આનંદ પ્રસાર કરવાનું દર્દ !

મે 10, 2015

વિવેકે પોસ્ટ કરેલો સુનીલ શાહનો આ શેર મારા દર્દને તાજું કરી ગયો!
જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !
શું છે મારું દર્દ? “આદિલના શેરોનો આનંદ” પુસ્તક લખીને આપણા અમર ગઝલકાર આદિલ મન્સૂરીના શેરોને અમેરિકા-કેનેડામાં વસતા ગુજરાતીઓના ઘેર ઘેર પહોંચાડવા હતા. પણ મારું એ સ્વપ્ન હજુ સાકાર થયું નથી! મદદ કરનારને આર્થિક લાભ થશે અને આત્મસંતોષ પણ થશે. કોણ બીડું ઝડપે છે?
અમેરિકા અને કેનેડામાં વસતા અન્ય સર્જકો  એમનાં ગુજરાતી પુસ્તકઓનું કેવી રીતે અને કેટલું વેચાણ કરે છે એ જાણવા આતુર છું.

સુનીલ શાહની ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=12675

ગઝલનો સંગ (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 13, 2015

ગઝલનો
સંગ
લાવે
રંગ !

ડૉ.. મહેશ રાવલના શેરોનો આનંદ !

જાન્યુઆરી 20, 2015
ડૉ. મહેશ રાવલની ગઝલ ( http://layastaro.com/?p=12504 )વાંચી આ લખ્યુંઃ
હજુય ઇચ્છા છે “ડૉ. મહેશ રાવલના શેરોનો આનંદ” પુસ્તકનું સર્જન કરી પ્રગટ કરવાની, પણ ૫૦% કમીશન આપતાં પણ “આદિલના શેરોનો આનંદ” પુસ્તક વેચનાર કોઈ અમેરિકામાં મળતો નથી! કોઈ સાહિત્યરસિક અને વ્યાપારી સૂઝ ધરાવનાર (ગુજરાતીઓને આ સૂઝ હોય છે જ!) મળે તો સ્પેર ટાઈમમાં પુસ્તક વેચી કમાઈ શકે અને સાહિત્યનું વિતરણ કરવાનો આત્મસંતોષ પણ પામી શકે. છે કોઈ આવો વીરલો આપના ધ્યાનમાં? મને girish116@yahoo.com સરનામે જરૂર લખો.
ઉમેરું છું કે “વિવેકના શેરોનો આનંદ” પુસ્તક પણ લગભગ તૈયાર છે, પણ ઉપર જણાવેલા કારણને લીધે એનું મુદ્રણ મુલત્વી રાખ્યું છે.
મેં મહેશભાઈના કેટલાક શેરોનો આનંદ www.girishparikh.wordpress.com બ્લોગ પર કરાવ્યો છે એ વાંચશો.
–ગિરીશ પરીખ

સુમન અજમેરીને સલામ …

એપ્રિલ 30, 2014
મોડેસ્ટો  કેલિફોર્નિયા  એપ્રિલ ૨૯, ૨૦૧૪ રાત્રે  ૮ઃ૩૦ પછી …  એપ્રિલ ૩૦, ૨૦૧૪ સવારથી …
આજે સવારે લેપ ટોપ કોમ્પ્યુટર ચાલુ કરી યાહુમેઇલ જોયું અને ઇનબોક્સમાં નજરે પડ્યો બીજે મીસ્ત્રીએ ફોર્વર્ડ કરેલો નવીનભાઈ બેંકરનો લેખ “સ્વ. સુમન અજમેરીને શ્રદ્ધાંજલિ,” અને મન ખિન્ન થઈ ગયું.
આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ ચાર પુસ્તકો, અને જેના પર  “Adil, Suman Ajmeri” લખ્યું છે એવું એક મનીલા ફોલ્ડર છે. પુસ્તકો છેઃ
સુમન અજમેરીએ મારા પર મોકલેલાં ચાર પુસ્તકો છેઃ ૧. આદિલ મન્સૂરી: ગઝલને સમર્પિત જીવન — વ્યક્તિત્વના પડછંદા (૫૮૮ પૃષ્ઠ) (લેખન-સંપાદનઃ પ્રો. સુમન અજમેરી); ૨. સુમન અજમેરીઃ વ્યક્તિત્વ અને કૃતિત્વ ખંડ-૨ (૫૬૮ પૃષ્ઠ) (સંપાદકોઃ ડૉ. જગદીશ દવે અને ડૉ. જી.ડી. શર્મા);  ૩. માણસનું ચિત્ર અંકારતાં કાવ્યો (૨૨૪ પૃષ્ઠ) (સંપાદકઃ પ્રો. સુમન અજમેરી); અને ૪. ચાલો રમીએ ગઝલના શેરોની અંતાક્ષરી (૮૮ પૃષ્ઠ) (સંકલન, સંયોજન અને સંપાદનઃ સુમન અજમેરી).
સુમન અજમેરીનો પરિચય મને થયો હતો વિજય શાહના ફોન દ્વારા. એ વખતે હું આદિલના શેરોનો આનંદ નામનું પુસ્તક લખતો હતો. એ જાણતાં વિજયભાઈને મને કહ્યૂ કે હ્યુસ્ટનમાં રહેતા સુમન અજમેરીએ આદિલ વિશે ૪૦૦ પાનાંની હસ્તપ્રત તૈયાર કરી છે. મેં સુમનભાઈનો ફોનથી સંપર્ક કર્યો, અને અમારો પરિચય વધતો ગયો.
સુમનભાઈએ મારા પુસ્તક આદિલના શેરોનો આનંદની પ્રતમાંથી ૧૦ શેરો અને એના વિશેનાં લખાણોની એમના આદિલ વિશેના પુસ્તકમાં લેવા માટે માગણી કરી. મેં એ મોકલી આપ્યાં જે એમણે એમના પુસ્તકનાં પૃષ્ઠ પુસ્તકનાં પૃષ્ઠ ૨૧૩-૨૨૧ પર “રંગછાંટણાંઃ આદિલની ગઝલના શેરોનો આનંદ માણીએ” શીર્ષક આપી છાપ્યાં છે.
મેં મારા પુસ્તક આદિલના શેરોનો આનંદ માટે આદિલનો પરિચય આપતું લખાણ મોકલવાની આદિલભાઈને વિનંતી કરી. એમણે ખુશીથી લખાણ મોકલી આપ્યું જેને અમણે ‘પ્રવેશક’ કહ્યું. લખાણ મેં “આદિલ વિશે” શિર્ષક આપી મારા પુસ્તકમાં લીધુ. એ લખાણ આદિલભાઈએ પણ એમના આદિલ વિશેના પુસ્તકમાં પૃષ્ઠ ૨૭૧-૨૭૨ પર છાપ્યું.
સુમનભાઈએ મારા આદિલના શેરોનો આનંદ પુસ્તક છપાવવા માટે પણ માર્ગદર્શન આપ્યું. પણ ભારતમાં પુસ્તક છપાવવાનું મને ઉચિત ન લાગ્યું! હકીકતમાં એક જાણીતા લેખક-પત્રકારે એમના ખર્ચે ભારતમાં પુસ્તક છપાવવાનું સ્વીકાર્યું હતું, પણ એ કામ એ ન કરી શક્યા!
ત્રણ વર્ષોના લેખન અને પ્રકાશક શોધવાના પ્રયાસ પછી આદિલના શેરોનો આનંદ પુસ્તક વિજય શાહની મદદથી www.CreateSpace.com (Amazon.com ની કંપની)  દ્વારા છપાયુ. (પુસ્તક
www.CreateSpace.com/3823518 પરથી મળે છે.)
હ્યુસ્ટન પ્રો. સુમન અજમેરીની સાહિત્ય કર્મભૂમિ છે. હ્યુસ્ટન સાહિત્ય સરિતાના સંચલકો અને સર્જકોને હું વિનંતી કરું છું કે સુમનભાઈના પ્રગટ અને અપ્રગટ સમગ્ર સાહિત્યનું સંપાદન કરાવી એને જાળવી રાખે એમનાં પુસ્તકોનું વેચાણ પણ કરે. વેચાણમાંથી યોગ્ય રકમ એમના કુટુંબને આપવી જોઈએ. સાહિત્યકારને માટે એના સાહિત્યના પ્રસારથી વધુ આનંદ શું હોઈ શકે? સુમનભાઈના આત્માને આ રીતે જરૂર સંતોષ થશે એમ માનું છું.
આ કાર્ય માટે મારા પુસ્તક આદિલના શેરોનો આનંદના વેચાણમાંથી દર પુસ્તકે ૫ ડોલર હ્યુસ્ટન સાહિત્ય સરિતાને મોકલી આપીશ. પુસ્તક ખરીદનારે મને  girish116@yahoo.com સરનામે “For Memorial of Suman Ajmeri” સબ્જેક્ટ લાઈન સાથે ઇ-મેઇલ કરવાનું રહેશે.  (પુસ્તક
www.CreateSpace.com/3823518 પરથી મળે છે.)
આદિલના શેરોનો આનંદ વિશે વધુ માહિતિ માટે ક્લીક કરોઃ
http://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/
–ગિરીશ પરીખ
ફોનઃ (209) 303 6938 (cell)

Give gifts to yourself and to your loved ones!

ઓક્ટોબર 31, 2013

As you know 150th birth anniversary of Swami Vivekananda is being celebrated in the US and other countries including India.

Please read at least one book in 2013, and let it be about  Swami Vivekananda:THE DAY OF GLOOM AND GLORY!   It is a new book by Girish Parikh. It was nine years in the making.

The book is primarily based on September 11 address of Swami Vivekananda, beginning with the words “Sisters and brothers of America,” which he presented on the opening day of the World Parliament of Religions held in Chicago in 1893. The book is packed with many other exciting topics.

You would love reading the little book THE DAY OF GLOOM AND GLORY!

It is an ideal gift also. Please introduce our great spiritual hero Swami Vivekananda to our new generations.   The printed book THE DAY OF GLOOM AND GLORY! is available from the Amazon.com company  www.CreateSpace.com/3802409

It is available as e-book with the title  SEPTEMBER 11: THE DATE OF GLOOM AND GLORY! from: http://www.amazon.com/Day-Gloom-Glory-inspired-Prosperity/dp/1470102064/ref=sr_1_1?s=books&ie=UTF8&qid=1383177241&sr=1-1&keywords=sepTEMBER+11%3A+THE+DAY+OF+GLOOM+AND+GLORY%21

Please read the description of the book by clicking on the above link.

———————-

અને ગિરીશ પરીખનું  નીચેનું ગુજરાતી પુસ્તક પણ જરૂર વાંચશો તથા વંચાવશો. (If you do not know Gujarati, you can give it as a gift to your Gujarati friend. He/she will be thankful to you for ever!):

આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન. ( Joy of the couplets of Adil: 72 shers of Adil Mansuri and exciting readings about them.

The book is available from:www.CreateSpace.com/3823518

“આદિલના શેરોનો આનંદ વિશે ગુજરાતીમાં વાંચોઃ https://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/

Read about ADILNA SHRONO ANANDA In English: https://girishparikh.wordpress.com/2013/01/16/joy-of-the-couplets-from-the-ghazals-of-adil/

ગિરીશ પરીખનો ગુજરાતી બ્લોગઃ www.GirishParikh.wordpress.com

“આદિલના શેરોનો આનંદ” પુસ્તક ૫૦% ડીસ્કાઉન્ટથી !

માર્ચ 1, 2013

આનંદદાયક “આદિલના શેરોનો આનંદ”:
https://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/

આપ અમેરિકામાં વસતા હો અને આપનાં એક કે એકથી વધુ પુસ્તકો પ્રગટ થયાં હોય તો આપ “આદિલના શેરોનો આનંદ” પુસ્તક ૫૦% ડીસ્કાઉન્ટથી ખરીદી શકો છો. “આદિલના શેરોનો આનંદ” પુસ્તક વાંચ્યા પછી આપે આપનો પ્રતિભાવ gparikh05@gmail.com સરનામે મોકલવા વિનંતી છે. આપનાં પ્રગટ થયેલ પુસ્તકોની માહિતિ સાથે ઇ-મેઇલ કરો અને આપને ૫૦% ડીસ્કાઉન્ટ મેળવવા માટેનો ડીસ્કાઉન્ટ કોડ (discount code) મોકલી આપવામાં આવશે.

આપે પુસ્તક પ્રગટ ન કર્યું હોય તો પણ આપ “આદિલના શેરોનો આનંદ” પુસ્તકની ૧૦ કે એથી વધુ કોપીઓ ખરીદો તો ૫૦% ડીસ્કાઉન્ટ મેળવી શકો છો. ડીસ્કાઉન્ટ કોડ મેળવવા આપ કેટલી કોપીઓ ખરીદવા માગો છો એ માહિતિ સાથે ઇ-મેઇલ કરો.