Archive for the ‘આજનો પ્રતિભાવ’ Category

શ્રી ગણેશ કરીએ લવાજમ વાળી ગુજરાતી વેબ સાઈટના !

ઓક્ટોબર 23, 2015

નામ આપી શકાયઃ  www.GujaratiPratibhava.org કે www.GujaratiPratibhava.com .

મારી જાણ મુજબ લવાજમ વાળી આ પ્રથમ ગુજરાતી વેબ સાઈટ થશે.

ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટો દિન પ્રતિદિન વધી રહી છે. કેટલાક ગ્રાહકો જરૂર મળશે એમ માનું છું.

શરૂઆતમાં બે જણની ટીમ આ નવી વેબ સાઈટ સંભાળશેઃ પ્રતિભાવકાર ગિરીશ પરીખ તથા બાકીનું બધું કામ સંભાળનાર  મતૃભાષાનો પૂજારી.

આ વેબ સાઈટનો મુખ્ય હેતુ આર્થિક ફાયદાનો નથી.
લવાજમ ભરનારા ગ્રાહકો વેબ સાઈટના પોસ્ટ ધ્યાનથી વાંચશે. જે  સર્જકોની કૃતિઓ વિશે પ્રતિભાવો પોસ્ટ થયા હશે એમને પ્રેરણા મળશે અને કૃતિઓમાં જો તૃટીઓ હશે તો એ વિશે જાણવા મળશે. યોગ્ય લાગશે તો તૃટિઓ કેવી રીતે સુધારી શકાય એ વિશે પણ  માર્ગદર્શન આપવા પ્રયાસ થશે.

ગ્રાહકો પ્રતિભાવોના પ્રતિભાવો પણ આપી શકશે – એમાંથી શક્ય એટલા પોસ્ટ કરવામાં આવશે.

અત્યાર સુધીના ગિરીશ પરીખના પ્રતિભાવો, વગેરેનો સંગ્રહ કરી “ગિરીશ પરીખના સમગ્ર પ્રતિભાવો” નામે  પોસ્ટ  કરવામાં આવશે.
પ્રતિભાવકાર ગિરીશ પરીખ તૈયાર છે. કોણ તૈયાર છે એનો સાથીદાર થવા? gparikh05@gmail.com પર ઇ-મેઇલ કરો.

ગિરીશના ભાવ પ્રતિભાવ (નફાકારક પ્રવૃત્તિ !)

ઓક્ટોબર 21, 2015

પ્રેરણાદાયક પ્રતિભાવ સહુને ગમે!

ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટોનો વિસ્તાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. પોસ્ટ થતી રચનાઓમાં કેટલીક ઊંચી કક્ષાની પણ હોય છે. “આ લખનાર એમને “વેબમાં વેરાયેલાં મોતી”કહે છે! આવી રચનાઓનું “વેબ ડાઈજેસ્ટ” પ્રગટ કરવાનું આ લખનાર સૂચન કરે છે.

પણ અહીં વાત કરવી છે “ગિરીશના ભાવ પ્રતિભાવ” રજૂ કરતી વેબ સાઈટ શરૂ કરવાની.

પોઝીટીવ પ્રતિભાવ સહુને ગમે છે અને એ સ્વાભાવિક છે. પણ રચના સારી હોય પણ પ્રતિભાવકારને એમાં કોઈ ત્રુટિ દેખાય તો  એનો ઇશારો પણ કરવો જોઈએ.

માનશો? “ગિરીશના ભાવ પ્રતિભાવ” રજૂ કરતી વેબ સાઈટ નફાકારક બની શ!કે! આ અશક્ય લાગતી વાત કઈ રીતે શક્ય બને એ વિશે હવે પછીના પોસ્ટમાં …

આજનો પ્રતિભાવઃ પ્રતિભાવોના પ્રતિભાવ, વગેરે …

ઓગસ્ટ 19, 2011
જુલાઈ ૧૯, ૨૦૧૧ના દિવસથી શરૂ થયેલી ‘આજનો પ્રતિભાવ’ કોલમ-યાત્રા આજના લખાણથી હાલ પૂરી થાય છે. બત્રીસ દિવસોમાં બત્રીસ કોલમો પોસ્ટ કર્યાં છે — એને કોલમ-બત્રીસી કહીશું? (‘સિંહાસન બત્રીસી’ યાદ આવે છે!)કુલ પોસ્ટ કરેલાં ‘આજનો પ્રતિભાવ’નાં ૩૨ કોલોમોમાં ૨૯ wordpress.com ના બ્લોગો વિશે લખ્યું છે.

મારા વહાલા વાચકોઃ નોંધ લેશો કે હવે કેટલાક દિવસો સુધી રોજ નવી પોસ્ટ હું મૂકી શકીશ નહીં.

આમ કરવાનું અંગત કારણ જણાવું: હું અને મારી પત્ની હસુ હાલ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં અમારી નાની દીકરી, જમાઈ, તથા પૌત્રી માયા (જે ઓગસ્ટ ૧૨, ૨૦૧૧ના રોજ ચાર વર્ષની થઈ) તથા પૌત્ર જય (જે સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૧ના રોજ બે વર્ષનો થશે) ની સાથે રહીએ છીએ.

જૂન ૧૫, ૨૦૧૧ના રોજ અમારી પૌત્રી (મોટી દીકરીની દીકરી) મેગનના લગ્નમાં હાજરી આપવા અમે મોડેસ્ટોથી ગ્રીસ (ન્યૂ યોર્ક સ્ટેટના રોચેસ્ટર શહેરનું સબર્બ) આવ્યાં. લગ્ન ૧૮મી જૂને થયાં. અમે અહીં ત્રણેક અઠવાડિયાં રહેવાનું ગોઠવેલું. અમારી મોટી દીકરી તથા જમાઈના આગ્રહથી હજુ ગ્રીસમાં જ છીએ! આવતી કાલે અમે મોડેસ્ટો પાછાં જઈશું.

આટલા દિવસોમાં મોડેસ્ટોમાં અમારી ટપાલનો ઢગલો તો થયો જ હશે, અને બીજાં પણ ઘણાં કામો રહેશે એટલે કેટલાક દિવસો એમાં જશે.

આપે જે ન વાંચ્યા હોય એ પોસ્ટ કેટલાક દિવસો (અને એ પછી પણ) વાંચવાની વિનંતી કરું છું. અને પ્રતિભાવો જરૂર મોકલતા રહેશો.

આ કોલમ લખતી વખતે બધા પ્રતિભાવો ફરીથી વાંચ્યા અને વાંચતી વખતે ગદ ગદ થઈ જવાયું. પ્રતિભાવો આપનાર તથા અન્ય વાચકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.

પ્રતિભાવો પોસ્ટ કરનારા ભાવકોઃ

અતુલ જાની (આગંતુક), અરવિંદ અડાલજા, અશોક જાની ‘આનંદ’, ગિરીશ પરીખ, ગીત ગુર્જરી, ગોપાલ પારેખ, ચંદ્રવદન મિસ્ત્રી, તપન પટેલ, દિલીપ ગજ્જર, ધવલરાજગીરા, પરાર્થે સમર્પણ, pami66, પી. શહ, પંચમ શુક્લ, પ્રદીપ બ્રહ્મભટ્ટ, પ્રશાંત મામતોરા, ડૉ.મહેશરાવલ, મુહમદઅલી વફા, બીરેન કોઠારી, ભુપેન્દ્રસિંહ રાઓલ, મુર્તઝા પટેલ, રમેશ પટેલ (આકાશદીપ), વિશ્વદીપ બારડ, શિવાલય, સાગર રામોલિયા, સાક્ષર ઠક્કર, સુરેશ જાની,
સૂર્યા, સ્નેહા પટેલ, હીમાંશુ પટેલ.

અહીં થોડા પ્રતિભાવો વિશે લખું છું, પણ જેમના પ્રતિભાવો વિશે નથી લખ્યું એમણે પણ મારા હૃદયમાં સ્થાન લીધું જ છે.”તમે જે પણ પોસ્ટ પ્રગટ કરો તેમાં તમારૂં મન અને આનંદ હોવાં  જોઈએ..આ જ “મુખ્ય પાયો” છે બ્લોગનો !

ત્યારબાદ,
પ્રતિભાવો પર તમારો ‘કન્ટ્રોલ’ ના રહે..પણ અનેકને ગમે તો એની ખુશી અનુભવવી..કોઈને ના ગમે તો કારણો માટે ‘મનમાં વિચારણાઓ..ત્યાર બાદ, આગેકુચ કરતા રહેવું એ જ યોગ્યતા!”

–ડો. ચંદ્રવદન મી’સ્ત્રી (‘ચંદ્રપુકાર’)

“અમારા કુટુમ્બની લાડલી સ્વ. ડો.દક્ષાને અંજલી આપતી, આપની સજ્જનતા કાબિલે દાદ છે.
રામકૃષ્ણ મીશન અને સેવા એ બે પર્યાય વાચક શબ્દો જેવા છે.
અંતરની
યાત્રાનાં ત્રણ પાસાં
સાધના
સત્સંગ
સેવા
આ ત્રણેમાં સેવા સર્વોત્તમ.”
                    — સુરેશ જાની

“દક્ષાબેનને મારી ભાવભીંની શ્રદ્ધાજંલી.
માનવસેવાનું વૃત કર્યું.ફળ્યું,સૌને કર્યા ખુશ ને ખુદ સિધાવી ગયા સ્વર્ગભણી,
માનવ આવા અહીં ક્યાં મળે છે? નિસ્વાર્થભાવે કરે સેવા સિધાવે સ્વર્ગભણી.
આવી દેવી કદી વિદાય લેતી નથી! સદાયે સૌના હ્ર્દયમાં હંમેશ વસે છે,
અમારી શ્રદ્ધાજંલી સ્વિકારજો બેના, જેણે માર્ગ સ્વિકારાયો છે સ્વર્ગભણી.”
                       –વિશ્વદીપ બારડ
–‘અજન્મો’ હોરર સ્ટોરીનાં સર્જક સ્નેહાબહેને એમના પ્રતિભાવમાં જે સર્જન પ્રક્રિયામાંથી એ પસાર થયાં એના પર પ્રકાશ પાડ્યો છે. એમણે વાર્તાના સર્જનમાં હૃદય અને આત્મા રેડ્યાં છે. મહાન કૃતિઓનાં સર્જન સર્જકો કેવા સંજોગોમાં અને કેવી રીતે કરે છે એ વિશેની કથાઓ પણ રોમાંચક હોવાની!
–બીરેનભાઈ કોઠારીની અવિનાશ વ્યાસ વિશેની કૃતિ કોઈ પણ સર્જક માટે પ્રેરણાદાયક છે. અવિનાશભાઈની વ્યાવસાયિક સૂઝ અને એ અંગેની વૃત્તિ પર પણ બીરેનભાઈએ પ્રકાશ પાડ્યો છે.
‘સર્જનની કેફિયત’ વિશેઃ
“લખ્યા પછી લખાણ રાખી મૂકું છું, અને બીજા દિવસે એકે એક શબ્દ ચકાસીને તથા લખાણ મઠારીને પોસ્ટ કરું છું.
અને મારી જાતને હું પૂછું છું: “હું શા માટે આ કરી રહ્યો છું?”
I liked this introspection.
–પંચમ શુક્લ
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

આજનો પ્રતિભાવઃ સદાય પ્રવૃત્ત રહો — નિવૃત્તિમાં પણ !

ઓગસ્ટ 18, 2011
લાંબુ, આરોગ્યમય જીવન જીવવું છે? જો આપનો જવાબ “હા” હોય તો રહસ્ય બતાવું: સદાય
પ્રવૃત્ત રહો.આજે મુલાકાત લઈએ શ્રી વિજય શાહના બ્લોગ ‘નિવૃત્તિની
પ્રવૃત્તિ’ ની. એ બ્લોગ રજૂ કરે છે ‘નિવૃત્તિને લગતા લેખો અને ઇ મેલ
સંકલન’.

વિજય શાહે “નિવૃત્તિની પ્રવૃત્તિ” નામનું પુસ્તક પણ પ્રગટ કર્યું
છે. આ લખનારે એ પુસ્તક બે વખત ધ્યાનપૂર્વક અને રસપૂર્વક વાંચીને એનું અવલોકન www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યું છે. (લીંક
આ પોસ્ટમાં છેલ્લે આપી છે).  હું માનું છું કે એ વાંચ્યા પછી આપ પુસ્તક ખરીદ્યા
વિના નહીં રહી શકો! આંગળી ચીંધ્યાનું પુણ્ય તો મને મળશે જ, પણ પુસ્તક જો આપ ખરીદો
તો મને girish116@yahoo.com સરનામે જરૂર જણાવશો. આપને
પુસ્તક કેવું લાગ્યું એ જણાવશો તો વધુ આનંદ થશે.

વિજયભાઈએ સબરસગુજરાતી.કોમ
વેબ સાઈટ પર પોસ્ટ થયેલા લેખ ‘ઘડપણ સડવા માટે નથી’ની લીંક આપી છે. આપ વૃધ્ધ હો કે ન
હો પણ આ લેખ જરૂર વાંચજો.

આરોગ્યમય જીવન કેવી રીતે જીવશો? કોઈ ખર્ચ વિનાની ઉત્તમ કસરત છે ચાલવું. ઉપર
જણાવેલા લેખની આ પંક્તિઓ સદાય યાદ રાખો અને એનું સૂચન અમલમાં મૂકોઃ
ચલના જીવનકા નામ
ચલતા રહો સુબહ શામ
મારા સ્વ. પૂજય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખ શિક્ષક હતા. એમને વાંચનનો રસ હતો.
રોજ  સાંજે ચાલવા પણ જતા. નિવૃત્ત થયા પછી એમણે વાંચન ઉપરાંત લેખનપ્ર્વૃત્તિ પણ શરૂ
કરી. મેં એમને લેખો લખવામાં અને એમને વિવિધ સામયિકોમાં પ્રગટ કરવામાં મદદ કરેલી.
ત્રણ પુસ્તિકાઓ લખવામાં અને પ્રગટ કરવામાં પણ મદદ કરેલી.
મનગમતી પ્રવૃત્તિઓ કરવાથી તથા ફરવાની નિયમિત કસરતને લીધે એમણે જીવનમાં લગભગ
છેક સુધી લાંબુ આરોગ્યમય આયુષ્ય ભોગવ્યું.અલબત્ત, ઘડપણ સડવા માટે
નથી… અને રડવા માટે પણ નથી!

નિવૃત્ત જીવનમાં પ્રવૃત્તિમય રહેવાથી લાંબુ
આયુષ્ય ભોગવી શકાય. મનગમતી પ્રવૃત્તિઓ જીવનને રસમય પણ બનાવે.

‘પહેલું સુખ
તે જાતે નર્યા …’ વગેરે સુખોની યાદીમાં આ ઉમેરું છું: ‘નિવૃત્તિમાં પ્રવૃત્ત
રહ્યા …’ અને સુખ શાંતિથી લાંબુ જીવ્યા.

Links:
‘નિવૃત્તિની પ્રવૃત્તિ’ બ્લોગઃ
દરેકે વાંચન, ચિંતન, અને આચરણ કરવા જેવું રસમય પુસ્તકઃ “નિવૃત્તિની
પ્રવૃત્તિ’:

નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના   ww.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોનો એક બ્લોગ, એ બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું. આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું. હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ. આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

Like this:

આજનો પ્રતિભાવઃ જનાબ અદમ ટંકારવીને સલામ

ઓગસ્ટ 17, 2011

આજે શ્રી વિજય શાહના ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ બ્લોગની ફરીથી મુલાકાત લઈએ.

www.forsv.com વેબ સાઈટના ‘સંમેલન’ વિભાગની હું રોજ મુલાકાત લઉં છું અને એમાંથી પણ મને ‘આજનો પ્રતિભાવ’ કોલમ લાખવા માટે બ્લોગ મળ્યા છે.

‘સંમેલન’ વિભાગમાં આજે મારા પ્રિય શાયરોમાંના એક જનાબ અદમ ટંકારવીની રંગીન તસ્વીરો જોઈ અને હેડલાઈન વાંચીઃ “ડો. અદમ ટંકારવીને એનાયત થયેલ આઈ.એન.ટી.નો પ્રતિષ્ઠિત કલાપી એવોર્ડ”. વધુ વાંચવા ક્લીક કર્યું અને ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ની મુલાકાત થઈ.

અદમભાઈને હજારો વંદન તથા મબલખ અભિનંદન.

અદમભાઈનાં પ્રથમ દર્શન મને થયાં હતાં કેટલાંક વર્ષો પહેલાં શિકાગોના સબર્બ શામબર્ગમાં અશરફ ડબાવાલા ઘરમાં. અશરફે નાનકડો કાર્યક્ર્મ ગોઠવ્યો અને થોડાક ભાવકોને નિમંત્ર્યા હતા. મને ફોનથી પૂછ્યું કે મેં તરત જ આવવાની હા પાડી.

અદમભાઈને એમની ડાયરીમાંથી ગઝલોનું પઠન કરતા સાંભળ્યા, આ લખું છું ત્યારે નજર સામે દેખાય છે સામે બેઠેલા અદમભાઈ સહજ રીતે ગઝલોનો પઠન કરતા. અને મારા તથા અન્ય ભાવકોના ચહેરા પર આનંદ છવાયો છે.

આવા કાર્યકમોમાં સામાન્ય રીતે સ્થાનિક કવિઓને પણ કાવ્યપઠન કરવાની તક મળે છે. મેં બે કાવ્યનું પઠન કરેલું: એક હતું લાંબુ મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) ‘ગામડાનું બજાર’ જે ધીરજપૂર્વક અદમજીએ અને ભાવકોએ સાંભળ્યું, અને બીજું હતું એક રમુજી હઝલ જેવું કાવ્ય. (‘ગામડાનું બજાર” મુક્તકાવ્ય ‘લયસ્તરો’ પર પોસ્ટ થયેલું છે.)

એ પછી અશરફભાઈ તથા મધુબહેને સ્થાપેલા શિકાગો આર્ટ સર્કલના કેટલાક કાર્યક્રમોમાં અદમભાઈનાં ગઝલ પઠન સાંભળવાનો લહાવો મળ્યો.

અદમભાઈ લોકપ્રિય શાયર છે. મુશાયરા અને કવિ સંમેલનોમાં એમનું ગઝલ પઠન રંગ રાખે છે. એમની ‘ગુજલીશ’ (ગુજરાતી અને થોડાક ઈંગલીશ અંગ્રેજી શબ્દો વાળી મીશ્ર ભાષા!) ગઝલો આધુનિક જીવનનું રમુજી દર્શન કરાવે છે ને વિચાર કરવા પણ પ્રેરે છે.

અદમભાઈ મહાન સર્જક તો છે જ, એ સૌજન્યશીલ પણ છે.  ગુજરાત ફાઉન્ડેશન દ્વારા મારા પ્રગટ થનાર પુસ્તક આદિલના શેરોનો આનંદ માટે ‘આવકાર’ એમણે લખ્યો એ મારું મોટું સદભાગ્ય છે. અદમભાઈના આદિલ વિશેના થોડા શેર આદિલના શેરોનો આનંદ પુસ્તકમાં લીધા છે.

ગુજરાતી સાહિત્ય સંગમ’ના પોસ્ટમાંથીઃ

“ઓછી જરુરિયાતો,ઓછી પરોજણમાં માનાનારા ઓલિયા ફકીર,પૂરા તાત્વિક અને ચિંતનના જીવ. સુફીવાદની વિચાર સરણી ધરાવનાર. સાદી સરળ અને સહજ સફાઈદાર અભિવ્યક્તિમાં માનનારા આ ગઝલકારની ગઝલોનું ઊંડાણ અને સંકુલ અર્થ જગત અચરજ પમાડે તેવું છે.”

“મારી ગઝલોમાં ઈશ્કેમિજાઝી-લૌકિક પ્રેમની અભિવ્યક્તિ ઘણીવાર થઈ છે. … વર્ષો વીતતાં ઈશ્કેમિજાઝી પરથી ઈશ્કે હકીકી ગઝલ પર ધ્યાન કેનિ્દ્રત થયું. હવે લૌકિક સ્તરેથી હટીને પરમ તત્વ તરફની ગતિ અનુભવાય છે. પ્રેમની સર્વોચ્ચ કક્ષા!”

“તમારે માટે સૌથી મૂલ્યવાન શું?
પરમતત્ત્વ સાથે સંવાદ રચાય અને માલિક રાજી થાય એવું જીવન જીવાય એ મારે માટે સૌથી અગત્યનું છે. દુનિયામાં રહીએ પણ દુનિયાના નહીં-અલિપ્ત રહીને કર્મ કરતાં રહેવાનું.”

Links:
http://gujaratisahityasangam.wordpress.com/2011/08/16/dr-adam-tankaaravi/

અદમભાઈને કલાપી એવોર્ડ એનાયત થવા વિશે આ બ્લોગ પર પણ છેઃ
http://bazmewafa.wordpress.com/

નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના   ww.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોનો એક બ્લોગ, એ બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું. આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું. હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ. આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

આજનો પ્રતિભાવ — સર્જનની કેફિયત

ઓગસ્ટ 16, 2011

મારા પ્રતિભાવો પોઝીટીવ છે.

સર્જન કરવાની શક્તિ એ મા સરસ્વતીની બક્ષિસ છે, પણ એ વિકસાવવા સતત સાધના જરૂરી છે.

જુલાઈ ૧૯, ૨૦૧૧ના રોજ આ બ્લોગ (www.girishparikh.wordpress.com) બ્લોગ પર શરૂ કરેલું ‘આજનો પ્રતિભાવ’ કોલમ હાલ તો ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી છે. ઓગસ્ટ ૧૯ના કોલમમાં ‘આજનો પ્રતિભાવ’ને મળેલા ભાવકોના પ્રતિભાવોમાંથી કેટલાક વિશે લખીશ.

આજનું ‘આજનો પ્રતિભાવ’ કોલમ ૨૯મું છે. બધાં કોલમો wordpress.comના બ્લોગો વિશે છે. (બાકીનાં ત્રણ કોલમો પણ wordpress.com ના બ્લોગો વિશે લખીશ.)

હવે ‘આજનો પ્રતિભાવ’ કોલમના સર્જનની કેફિયતઃ

આ કોલમ તથા મારાં અન્ય લખાણોના સર્જનનો આનંદ શબ્દોમાં વર્ણવિ શકું એમ નથી. આ સ્રર્જન કેવી રીતે થાય છે એ વિશે ટૂંકાણમાં લખવા પ્રયત્ન કરું:

બ્લોગની પસંદગીઃ મને ઘણા બ્લોગો ગમે છે અને કયા બ્લોગ પર લખવું એ નક્કી કરવું મુશ્કેલ હોય છે. મોટે ભાગે બીઓટીડી (બ્લોગ ઓફ ધી ડે — www.botd.wordpress.com)ના ૯૦ થી ૧૦૦ જેટલા બ્લોગો પર વારંવાર નજર ફેરવ્યા પછી કેટલાક બ્લોગોની મુલાકાત લઉં છું.   એમાંથી એક બ્લોગ પર એ દિવસે આંખ ઠરે છે અને પસંદ થાય છે.

બ્લોગનું અવલોકનઃ  પસંદ કરેલા બ્લોગથી હું પહેલાં પરિચિત હોઉં તો પણ એનું ફરીથી અવલોકન કરું છું. ‘મારા વિશે’ અને એના વિશેના પ્રતિભાવોનો અભ્યાસ કરું છું, અને એમાંથી યોગ્ય લાગે એ અવતરણો પસંદ કરું છું. મોટે ભાગે એ અવતણો ‘આજનો પ્રતિભાવ’માં સ્થાન પામે છે.

બ્લોગનો પરિચયઃ દરેક બ્લોગનો ટૂંકાણમાં પરિચય આપું છું. બ્લોગના સૂત્ર વિશે પણ લખું છું.

પસંદ કરેલ પોસ્ટઃ બ્લોગ પરથી એકાદ બે પોસ્ટ પસંદ કરી એ વિશે પણ થોડું લખું છું. આ લખાણ મોટે ભાગે બ્લોગના એપેટાઈઝર જેવું હોયા છે!

લેખન પ્રક્રિયાઃ ઉપરની માહિતિ એકત્ર કરતી વખતે નોંધો કરું છું. નોંધોમાં મારાં રેફ્લેક્ષન્સ વગેરે પણ ઉમેરતો જાઉં છું.

એ પછી ‘આજનો પ્રતિભાવ’ કોલમ લખવાની શરૂઆત થાય છે. નોંધો ઘણી વખત ડીટેઈલમાં હોય છે અને એમાંથી પસંદ કરેલા મુદ્દાઓ પર લખું છું.

ત્રણસો ચારસો શબ્દોનો ‘આજનો પ્રતિભાવ’ના સર્જનમાં ચારથી સાત કલાક લાગે છે.

લખ્યા પછી લખાણ રાખી મૂકું છું, અને બીજા દિવસે એકે એક શબ્દ ચકાસીને તથા લખાણ મઠારીને પોસ્ટ કરું છું.

અને મારી જાતને હું પૂછું છું: “હું શા માટે આ કરી રહ્યો છું?”

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

 

આજનો પ્રતિભાવઃ ‘આકાશદીપ’નાં અજવાળાં

ઓગસ્ટ 15, 2011
“નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું ,
મારામાં રમતું તે
તારામાં રમતું, અવિનાશી અજવાળું.”
                                   —રમેશભાઈ પટેલ
શ્રી રમેશભાઈ પટેલના બ્લોગ ‘આકાશદીપ’નું સૂત્ર છેઃ ‘સ્વરચિત અને ગમતીલી ગદ્ય
અને પદ્ય રચનાઓ’. ‘ગમતીલી’ શબ્દ ગમી ગયો, યાને ‘ગમતીલો’ થઈ ગયો! રમેશભાઈની સ્વરચિત
રચનાઓ પણ ગમતીલી છે.
‘મારો પરિચય’ના પ્રતિભાવોમાંથીઃ
ફેલાવતો અજવાશને આકાશદીપ સદા
સંહારતો અંધારને આકાશદીપ સદા
રહે
ગુજરાતી કાવ્યે સંસ્ક્રુતી શોભાવતો અને
સદભાવને વિસ્તારતો આકાશદીપ
સદા
                       –દિલિપ ગજ્જર

નિવૃત્ત એક્ઝીક્યુટીવ એન્જીનીયર અને શબ્દોના સાથી ‘‘આકાશદીપ ’’ ને બ્લોગ બદલ
અભિનંદન. બ્લોગના માધ્યમથી સાહિત્યની મૈત્રી ગાઢ બને અને પરદેશમાં રહીને માતૃભાષા
અને માતૃભૂમિ સાથે સતત અને જીવંત સંપર્ક બની રહે એ જ શુભેચ્છા.
                      –Puthakkar
ઘણા બધા બ્લોગ્સ પર તમારી ઘણી બધી કવિતાઓ વાંચી છે. તમારી કવિતાઓમા તાઝગી અને
નવિનતા છે. વિષય વિવિધતા છે.

તમારો કવિતા લખવાનો આ પ્રેમ ચાલુ રાખી ને વરસો સુધી ગુજરાતી પ્રજાને આનંદ આપતા
રહેશો એવી આશા સાથે,
                     –પી. કે. દાવડા
આપની ગુજરાતી સાહિત્યની લગન અજોડ છે. બહુજન સુખાય એવી આપની આ પ્રવૃતિને મારા
શત શત પ્રણામ.

                     –પી.કે.દાવડા
રમેશભાઈનાં બે કાવ્યો, ‘બચપણ’ તથા ‘માનું હૈયું’ વિશેષ ગમ્યાં.
બચપણ
ભાવ  ભરેલું , ફૂલ  સજેલું ,બચપણ કેવું  શાણું
ખીલે  હસતું, રૂઠે
રમતું , કુદરતનું  એ  ગાણું
હરખ  સજેલું,  માનું  દલડું,  માણે  મીઠું
ભાણું
‘દીપ’  કહે છે, ઝીલી ઝીલવો,સાચા સુખનું  ટાણું
નહીં મળશે, જગમાં
બીજું,  આવું  નગદ  નાણું
બાળક એટલે માનું દલડું (દિલ). માએ પ્રેમાળ હૈયે અને હાથે બનાવેલું ખાણું
માણવાની બાળકને ઓર મઝા આવે છે.
ઉપરનું કાવ્ય વાંચતાં આપને બચપણ અને મા જરૂર યાદ આવી ગયાં હશે.
રમેશભાઈના ‘માનું હૈયું’ કાવ્યમાં માનો પ્રેમ છલકે છે. માના પ્રેમથી નીતરતી
કેટલીક પંક્તિઓઃ
હેત ભર્યું છે માનું હૈયું
નીત હરખતું જોઈને છૈયુ
દીકરી આવી માને
મળવા
પૂછતી હોંશે શું છે ખાવું?
યાદ આવે મા નાસ્તા થેલી
તું ભરી દેતી
કોલેજ કાળે
વાંચતા પોઢી જાતા અમે
વ્હાલથી શીરે ચાદર ઓઢાડે
યાદ આવે મા બચપણ
હવે
આજ ગૃહસ્થી આવી માથે
ભાગતી દોડતી જીંદગી વચ્ચે
આજ શોધું એ ચા ને
થાળી
માવતર સમ ના બીજા ખજાના
જીંદગી ના સાચા જ વિસામા

આજનો પ્રતિભાવઃ ‘ગીત ગુંજન’નો આનંદ માણો

ઓગસ્ટ 14, 2011
શ્રી દિલીપભાઈ ગજ્જરનો બ્લોગ ‘ગીત
ગુંજન’ એટલે માતૃભાષા ગુજરાતીનાં તથા રાષ્ટ્રભાષા હિંદીનાં ગીતોની મહેફિલ. દિલીપભાઈ
કવિ તો છે જ, અને ઉત્તમ ગાયક પણ છે. કેટલીક સ્વ-રચીત રચનાઓ પણ એમણે ગાઈ છે. શબ્દ,
સૂર અને સંગીતના ત્રીવેણી સંગમ સમો છે આ બ્લોગ.

સંગીતને ભાષાનાં કોઈ બંધન
નથી. Music is without language borders!

એમના બ્લોગ પર એમણે ગાયેલી સપના
વિજાપુરાની ગઝલ ‘ચાહુ તને હમેશા’ વિશે લખું. ગઝલના શબ્દ અને ઓડીઓની લીંક આ પોસ્ટમાં
આપી છે. ગઝલ સાંભળ્યા પછી મેં આ પ્રતિભાવ એમના બ્લોગ પર પોસ્ટ કરેલોઃ

I
studied the book ‘Khuli Ankana Sapana’ of Sapanabahen twice before writing its
review which is posted on http://www.girishparikh.wordpress.com in
‘Girishna bhava pratibhava’ department. I enjoyed the ghazals and other peoms in
the book while working on the review. Now the beauty of Sapana’s words is
wonderfully revealed when great singer Dilipbhai sings them with music in his
melodious voice.
Suggestion: Please create a CD of Sapana’s ghazals from the
book with the same tittle ‘Khuli Ankana Sapana’. Yes, I would like to get the
first autographed (by both sapanabahen & Dilipbhai) copy of the CD for
review!

દિલીપભાઈએ ગાયેલી ‘સપના’ની બીજી ગઝલ ‘મંદ મઘમઘતો પવન તારાં જ
સ્મરણો લાવશે’ પણ મધુર છે. મારો પ્રતિભાવઃ

સદાય સ્મરણોમાં રહેવા સર્જાયેલી
ગઝલોમાંની એક, અને એના સંગીતમાં મઢેલા આકર્ષક સ્વર.

‘નઝમની પરી પર નઝમ હું
લખું છું’, દિલીપભાઈની રચના અને ગાયકી પણ ચિત્તાકર્ષક છે. મારો
પ્રતિભાવઃ

અદભુત!
http://www.girshparikh.wordpress.com પર આજે શું
પોસ્ટ કરવું એ વિચારતો હતો ત્યાં જ દિલીપભાઈની ઇ-મેઇલ મળી જેમાં આ ગીત અને ગાયનની
લીંક આપી હતી. એક અગત્યનું કામ કરી રહ્યો હતો એ બાજુએ રાખી તરત જ ગીત વાંચ્યું અને
ગાયન માણ્યું. પ્રભુ, મા સરસ્વતી, મા ગુર્જરીની કૃપાથી એના વિશે જ આજે લખીશ અને http://www.girshparikh.wordpress.com પર પોસ્ટ
કરીશ.

Links:
http://geetgunjan.wordpress.com/

‘ચાહુ તને હમેશા – સપના વિજાપુરા (શબ્દો તથા Audio):
http://geetgunjan.wordpress.com/2010/12/08/%e0%aa%9a%e0%aa%be%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%a4%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b9%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6%e0%aa%be-%e0%aa%b8%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9c%e0%aa%be/

‘મંદ
મઘમઘતો પવન તારાં જ સ્મરણો લાવશે’ (‘સપના’ની ગઝલ અને Audio):
http://geetgunjan.wordpress.com/2010/10/21/%e0%aa%ae%e0%aa%82%e0%aa%a6-%e0%aa%ae%e0%aa%98%e0%aa%ae%e0%aa%98%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%aa%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%9c-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%b0/#comments

‘નઝમની
પરી પર નઝમ હું લખું છું’ શબ્દો અને Audio:
http://geetgunjan.wordpress.com/2010/09/11/%e0%aa%a8%e0%aa%9d%e0%aa%ae%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%a8%e0%aa%9d%e0%aa%ae-%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%b2%e0%aa%96%e0%ab%81%e0%aa%82-%e0%aa%9b/#comments

‘ગઝલ
સુંદરી પર ગઝલ હું લખું છું’
https://girishparikh.wordpress.com/2010/09/11/%e0%aa%97%e0%aa%9d%e0%aa%b2-%e0%aa%b8%e0%ab%81%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%97%e0%aa%9d%e0%aa%b2-%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%b2%e0%aa%96%e0%ab%81%e0%aa%82/

આજનો પ્રતિભાવઃ ગુજરાતી ‘ડગલો’

ઓગસ્ટ 13, 2011
અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો
ગુજરાતી …
ગુજરાતી ફિલ્મોના ગીત-સંગીતના પર્યાય જેવા અવિનાશ વ્યાસના ‘મેંદી રંગ લાગ્યો’
ફિલ્મના ગીતના ઉપરના શબ્દોમાંના ‘ડગલો’ શબ્દ પરથી એ નામના ગુજરાતી બ્લોગ નો જન્મ
થયો. આજનો પ્રતિભાવ ‘ડગલો’ બ્લોગ વિશે છે.
(પહેલાં એક બીજી વાત જણાવું જેમાં આપને રસ પડશેઃ મારા મિત્ર અને મારા પુસ્તક
આદિલના શેરોનો આનંદ નું જે પ્રકાશન કરવાના છે એ ન્યૂ જર્સીમાં રહેતા
જાણીતા પત્રકાર અને લેખક શ્રી કૌશિક અમીન દર શનિવારે ઈસ્ટર્ન ટાઈમ પ્રમાણે બપોરના
બારથી બે www.radiodil.com પર સુંદર રેડીઓ પ્રોગ્રામ આપે છે. પ્રોગ્રામ
ઈન્ટરનેટ પર સાંભળી શકાય છે. પ્રોગ્રામનું નામ પણ અવિનાશભાઈના ગીતની પંક્તિઓ પરથી
છેઃ ‘છેલ છબીલો ગુજરાતી’.)
કૌશિકભાઈની વાત નીકળી છે તો તાજેતરમાં (ઓગસ્ટ ૫, ૬, ૭) ન્યૂ જર્સીમાં સફળતાથી
ઊજવાયેલ અમેરિકાના પ્રથમ ગુજરાતી ‘નાટ્ય મહોત્સવ’ વિશે લખું. ‘નાટ્ય મહોત્સવ’નું
એનાઉન્સમેન્ટ ‘ડગલો’ પર પોસ્ટ થયેલું છે. કૌશિકભાઈ આ કાર્યક્રમના કાર્યકરોમાં મોખરે
હતા.
‘નાટ્ય મહોત્સવ’ વખતે અમેરિકામાં ગુજરાતી નાટકો વિશે એક યાદગાર પુસ્તિકા પ્રગટ
થવાની છે એમ જાણવા મળેલું. એ મેળવવા હું પ્રયત્ન કરું છું અને મળશે ત્યારે એ વિશે આ
બ્લોગ (www.girishparikh.wordpress.com) પર લખવા પ્રયત્ન કરીશ.
‘ડગલો’નો લોગો છે કલમ અને કલમમાંથી ટપકતા સાહીના બિન્દુનો. શબ્દોથી ભરેલુ એ
બિન્દુ વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકુ પડે! યાદ આવે છે આદિલનો શેરઃ
વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું
પડે
એક બિન્દુમાં સમેટાતી
ગઝલ
ઉપરના શેર વિશે આદિલના શેરોનો આનંદ
પુસ્તકમાં લખ્યું છે.
અલબત્ત, ‘બિન્દુ’માં ગઝલ ઉપરાંત અન્ય
સાહિત્યપ્રકારોની કૃતિઓ હોય જ.
અંગ્રેજી લીપીમાં લખેલો DAGLO શબ્દ અહીં એક્રોનિયમ
છે. એક્રોનિયમ એટલે એનો દરેક અક્ષર એક શબ્દનો પહેલો અક્ષર હોય. DAGLO  એટલે Desi
Americans of Gujarati Language Origin.
‘ડગલો’ એટલે “ગુજરાતી સાહિત્ય, સંગીત દ્વારા ભાષાને
જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન”.
“ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને
જાળવણીના એક નાનકડા પ્રયાસ રૂપે આ  આ૫ સૌની સમક્ષ નમ્ર ભાવે આ ગ્રુપની શરૂઆત  કરી
છે.” (‘અમારા વિષે’માંથી).
‘ડગલો’ ગૃપ બે અરિયા (કેલિફોર્નિયામાં સાન
ફ્રાન્સિસ્કો અને એની આજુબાજુનો વિસ્તાર બે એરિયા કહેવાય છે) માં સુંદર કાર્ય કરી
રહ્યું છે.
‘ડગલો’ ગૃપના કાર્યકરોને અમે શબ્દપૂર્વક, હૃદયપૂર્વક
અભિનંદન પાઠવીએ છીએ.
વહાલા વાચકોઃ આપ વિશ્વમાં ગમે ત્યાં વસતા હો, ‘ડગલો’
બ્લોગની મુલાકાત અવશ્ય લેતા રહેજો.

નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના   ww.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોનો એક બ્લોગ, એ બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું. આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું. હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ. આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

Like this:

Link:

આજનો પ્રતિભાવઃ અમૂલ્ય ખજાનો — ‘કુમારકોશ’

ઓગસ્ટ 12, 2011

ઓગસ્ટ ૧૧, ૨૦૧૧ ને ગુરુવારના રોજ
આવતી કાલે પોસ્ટ કરવાના ‘આજનો પ્રતિભાવ’ માટે ‘કુમારકોશ’ બ્લોગ વિશે લખવાનો નિર્ણય
કર્યો. બીઓટીડી (બ્લોગ ઓફ ધી ડે — www.botd.wordpress.com) ત્રણ વખત જોઈ
ગયો, પણ આપણો અમૂલ્ય ખજાનો ‘કુમારકોશ’ બ્લોગ શોધ્યો ન જડ્યો! બ્લોગ અને વેબ વાચકો,
જાગો!
હજુ થોડા દિવસો પહેલાં જ ‘કુમારકોશ’ બ્લોગ, બીઓટીડીના ૯૦ થી ૧૦૦ જેટલા
બ્લોગોની યાદીમાં લગભગ છેલ્લે દેખા દેતો હતો. પહેલાં તો મને લાગેલું કે કુમારો
માટેના શબ્દોનો એ કોશ હશે! કુતૂહલથી એ બ્લોગની મુલાકાત લીધી અને હું આનંદવિભોર થઈ
ગયો! વાહ! આ તો છે આપણો અમૂલ્ય ખજાનોઃ ‘કુમાર’ માસિકના અંકો અને એમના વિશેનો
રત્નભંડાર!

એ વખતે મેં મનમાં વિચાર્યું હતું કે ‘આજનો પ્રતિભાવ’નું એક
કોલમ ‘કુમારકોશ’ વિશે લખીશ. આપ એ કોલમ વાંચી રહ્યા છો — આપને મારાં અંતરનાં
અભિનંદન.

‘કુમારકોશ’ના સર્જક/સંપાદક છે શ્રી રમેશભાઈ બાપાલાલ શાહ. ગુજરાત તથા ગુજરાતીઓ
એમના સદાય ઋણી રેહેશે.
નીચે આપેલી લીંક પરના લેખો જરૂર વાંચશો. બીરેન કોઠારીની ‘કુમારકથા’ આપને
‘કુમાર’ માસિકની મહત્તાનાં દર્શન કરાવશે.આ પ્રતિભાવ લખતાં કેટલાંક
સંસ્મરણો તાજાં થાય છે, અને નજર સામે દૃષ્યો દેખાય છે!
મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખ શિક્ષક હતા અને ‘કુમાર’ માસિકના
જબરા ચાહક હતા. એ કહેતા કે ‘કુમાર’ના બધા જ અંકોનો અભ્યાસ કરવામાં આવે તો આનંદ સાથે
અનેક વિષયો વિશે જાણવાનું મળે.પિતાજી એક વખત મને ‘કુમાર’ માસિકના સ્થાપક
તથા આદ્યતંત્રી કલાગુરુ રવિશંકર રાવળના અમદાવાદના સ્ટુડિયોમાં પણ લઈ ગયા હતા. અમને
કલાગુરુનાં થયાં હતાં અને અમે અનેક કલાકૃતિઓ જોઈ હતી.
સ્વ. બચુભાઈ રાવતે આત્મા રેડીને ‘કુમાર’નું જતન કર્યું તથા વિકસાવ્યું. મારાં
એ સદભાગ્ય છે કે અમદાવાદની કોલેજોમાં પચાસના દસકામાં ભણતો હતો ત્યારે મને કુમાર
કાર્યાલયમાં બચુભાઈના સત્સંગનો લાભ મળેલો. બુધવારે રાતે મળતી કવિસભા (જેને અમે
બુધસભા કે બુધવારિયું કહેતા)માં મિત્રો સાથે કેટલીક વાર ગયેલો. આ લખું છું ત્યારે
નજર સામે બચુભાઈ દરેક શબ્દને પ્રેમપૂર્વક અને ચીવટથી બોલીને કાવ્યપઠન કરતા દેખાય
છે!
બચુભાઈ સાહિત્ય, કલા અને સંગીતનાં રત્નોના પારખુ હતા. ‘કુમાર’માં પોતાની કૃતિ
પ્રગટ થાય એ કોઈ પણ સર્જક માટે યાદગાર પ્રસંગ બનતો.
હાલ શ્રી ધીરુભાઈ પરીખ ‘કુમાર’ના તંત્રી છે. એમના તંત્રીપદ નીચે અપ્રિલ
૨૦૧૧માં ‘કુમાર’નો ૧૦૦૦મો અંક પ્રગટ થયો હતો.
‘કુમાર’ના હજુ હજારો અંકો પ્રગટ થાઓ તથા ગુજરાત અને અન્ય સ્થળોએ વસતા સર્વ
ગુજરાતીઓને એ તથા પહેલાંના અંકો સાહિત્ય, કલા, અને સંગીતનો સ્વર્ગીય અનુભવ કરાવે
એવી પ્રભુ, મા સરસ્વતી તથા મા ગુર્જરીને પ્રાર્થના.Links:
http://rameshbshah.wordpress.com/‘કુમારકોશ’ના
સંપાદક/સર્જક શ્રી રમેશભાઈ બાપાલાલ શાહના અમૂલ્ય શબ્દોઃ
http://en.wikipedia.org/wiki/User:Ramesh_bapalal_shah

રમેશભાઈની
‘કુમારકોશ’ની યાત્રાઃ
https://plus.google.com/115151355551132127357/posts/KCWzZ69MKj5#115151355551132127357/posts/KCWzZ69MKj5

ગુણવત્તા અને મૂલ્યોથી સભર માસિકની ‘કુમારકથા’:
http://www.divyabhaskar.co.in/article/MAG-gurjarratna-biren-kothari-kumar-magazine-2193512.html

નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના   ww.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોનો એક બ્લોગ, એ બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું. આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું. હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ. આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

Like this: