Archive for the ‘“અનંત લક્ષ્મી”’ Category

ભાગ્ય શું છે ?

એપ્રિલ 6, 2016

ગુજરાતી કહેવત છેઃ ભાગ્ય વિના નર કોડી ન પાવે!

અલબત્ત, ઉપરની કહેવત “નારી”ને પણ લાગુ પડે છે.

“કોડી” ધનનું પ્રતીક છે.

આ ભાગ્ય શું છે? અને સ્વપ્રયત્નોની શી જરૂર?

“અનંત લક્ષ્મી” નવલકથામાં ઉપરના પ્રશ્નોની મુખ્યત્વે સ્ંવાદોમાં રસમય ચર્ચા, વગેરે થશે.

મારો પ્રતિભાવઃ (“અનંત લક્ષ્મી” નવલકથા સર્જનની કેફિયત: 6)

એપ્રિલ 6, 2016

મારો પ્રતિભાવઃ
પ્રજ્ઞાબહેનઃ
મા સરસ્વતીની કૃપાથી શબ્દોનો હું નાનકડો પૂજારી છું. “અનંત લક્ષ્મી” નવલકથા રસમય તથા રહસ્યમય બનાવવા પ્રયત્નો કરીશ.

“અનન્ય”ની વાર્તાની લીંકઃ

“અનંત લક્ષ્મી” નવલકથા સર્જનની કેફિયત: 5

એપ્રિલ 5, 2016

પ્રજ્ઞાજીએ નવલકથાનો પોસ્ટ કરેલો પ્લોટ વાંચીને લખ્યુંઃ
માનનીય ગિરીશભાઈ, સૌ પ્રથમ આપનો આભાર ,એક નાનકડી બેઠક આટલા મોટા પત્રકાર અને લેખકને નવલકથા લખવા પ્રેરીરી શકી,બીજો આભાર કે નવલકથા કેમ લેખવી એનું એક સુંદર ઉદારણ આપે બનાવેલા પ્લોટ દ્વારા સર્જકોને આપ્યું જે ખરેખર પ્રશંસનીય છે. આપ આપના અનુભવ થકી બેઠકના સર્જકોને માર્ગદર્શન આપી બેઠકના ગુરુ બન્યા છો.

“અનન્ય”ની વાર્તાની લીંકઃ

“અનંત લક્ષ્મી” નવલકથા સર્જનની કેફિયત: 4

એપ્રિલ 5, 2016

“અનન્ય”ની અનન્ય વાર્તા “સાચી શ્રદ્ધાંજલિ” વાંચીને આ પ્રતિભાવ પોસ્ટ કર્યોઃ
આ વાર્તાના થીમ પરથી તથા મારા પ્રત્તિભાવને આધારે નવલકથા લખી શકાય!

અને  પ્રજ્ઞાજીએ આ શબ્દો પોસ્ટ કર્યા:
ગિરીશભાઈ આપ પોતે વાર્તા લખી મોકલી શકો છો, મને આનંદ થશે.
“અનન્ય”ની વાર્તાની લીંકઃ
https://shabdonusarjan.wordpress.com/2016/02/24/%e0%aa%ac%e0%ab%87%e0%aa%a0%e0%aa%95-%e0%ab%a8%e0%ab%a6%e0%ab%a7%e0%ab%ac-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%ab%81-%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%b5%e0%aa%be-4/

સર્જતા જતા પ્લોટ વિશે … (“અનંત લક્ષ્મી” નવલકથા-સર્જનની કેફિયતઃ ૩)

એપ્રિલ 3, 2016

પ્લોટ કોઈ ક્રમમાં સર્જાતો જતો નથી. વિચારો આવે એમ ટપકાવતો જાઉં છું.

અને આ પ્લોટ રીવાઈઝ-રીરાઈટ થતો રહેશે.

નવલકથા-સર્જનનો આ મારો પહેલો અનુભવ હશે.

આ બ્લોગ (www.GirishParikh.wordspress.com)ના “અનંત લક્ષ્મી” કેટેગોરીમાં આ નવલકથા-સર્જનના રોમાંચક અનુભવો વિશે લખતો રહીશ.

૨૦૧૬માં પ્લોટ વિશેની નોંધો, વગેરે લખીશ. નવલકથા-લેખનના શ્રી ગણેશ ૨૦૧૭માં કરવાની ધારણા છે.

સ્ટોકમાર્કેટમય અનંત

એપ્રિલ 3, 2016

ાઅનંત એનો આત્મા અને હૃદય સ્ટોક માર્કેટમાં રેડે છે. એની સતત સાધના છે સ્ટોક માર્કેટની. સ્ટ્ક માર્કેટના સતત ચિતનને કારણે એ જોબ ગુમાવે છે!

ઘર કેવી રીતે ચલાવીશું એની પત્નીને સતત ચિંતા થયા કરે છે.

પત્નીના સતત આગ્રહને લીધે અનંત બીજી જોબ મેળવવા પ્રયત્ન કરે છે પણ એને બીજી જોબ મળતી નથી. જો અનંત સ્ટોક માર્કેટ ન જ છોડવા માગતો હોય તો પત્ની એને સ્ટોક બ્રોકર થવા સમજાવે છે — એ રીતે આવક તો શરૂ થાય.

પણ અનંત સ્ટોક માર્કેટમાં ટ્રેડીંગ તથા ઇન્વેસ્ટીંગ જ કરવા માગે છે. …

“અનંત લક્ષ્મી” નવલકથામાં એક કનફ્લીક્ટ !

એપ્રિલ 3, 2016

નવલકથામાં કેટલીક કનફ્લીક્ટો તથા સસપેન્સ હશે. મુખ્ય સસપેન્સઃ અનંત સ્ટોક માર્કેટમાં ટ્રેડીંગ તથા ઇન્વેસ્ટીંગ કરવામાં સફળ થશે કે નહીં ?

અને એક કનફ્લીક્ટઃ
શરૂઆતમાં અનંત પૈસા ગુમાવ્યા જ કરે છે ! એની પત્નીને આ જરા પણ ગમતું નથી અને બન્ને વચ્ચે ઝઘડા થયા જ કરે છે! એક મોટો લોસ થતાં પત્ની ધીરજ ગુમાવે છે.
એને બે જ રસ્તા દેખાય છેઃ છૂટાછેડા કે આપઘાત … !
એકે રસ્તો એ પસંદ કરી શકતી નથી અને બાથ રૂમમાં જઈને ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે ને રડે છે.
એ રાતે ઊંઘમાં એના સસરા સ્વપ્નમાં આવે છે અને એને હિંમત આપે છે. સસરા કહે છે કે એમણે એમના ઈષ્ટ શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી છે કે અનંતને સદબુદ્ધિ આપે.

“અનંત લક્ષ્મી” (ટીન્ટેટીવ ટાઈટલ) નવલકથામાં કનફ્લીક્ટ !: ૧

એપ્રિલ 2, 2016

કનફ્લીક્ટ નવલકથાને રસમય બનાવે. નવલકથા વાંચવા હાથમાં લીધા પછી નીચે મૂકવાનું મન ન થાય!

આ નવલકથામાં પણ કનફ્લીક્ટો હશે જ. એક કનફ્લીક્ટ વિશે હવે પછીના પોસ્ટમાં …

મુખ્ય પાત્રનું નામ, સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગનો ધંધો (“અનંત લક્ષ્મી” નવલકથા-સર્જનની કેફિયતઃ ૪)

માર્ચ 10, 2016
“અનન્ય”ની વાર્તામાં નામ “આનંદ” છે, પણ નવલકથામાં હું “આનંદ”ના બદલે “અનંત” નામ રાખીશ. “અનંત” નામ શાથી રાખ્યું છે એ કથા વાંચ્યા પછી સમજાશે.
નવલકથા સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગ વિશેની છે, પણ સહુ કોઈને આ ધંધો અનૂકુળ ન આવે.
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail:gparikh05@gmail.com.)

“અનંત લક્ષ્મી” વર્કીંગ ટાઈટલ છે ! (“અનંત લક્ષ્મી” નવલકથા-સર્જનની કેફિયતઃ ૩)

માર્ચ 9, 2016
નવલકથાનું નામ અનંત લક્ષ્મી મને ગમે છે — પણ એ કથાનો અંત છતો કરી દે છે! અલબત્ત, કથાનો અંત સુખદ આવશે પણ છેવટ સુધી રહસ્ય રહેવું જોઈએ — અનંત સ્ટોક માર્કેટમાં ઈનવેસ્ટીંગ ટ્રેડીંગ કરવામાં સફળ થશે કે નહીં ? (સસપેન્સ)
 નવલકથાનું નામ પણ રહસ્યમય હોવું જોઈએ ! નામ જાણીને વાંચક કથા વાંચવા આકર્ષાવો જોઈએ — અને નવલકથા વાંચવાનું શરૂ કર્યા પછી એ વાંચ્યા જ કરવો જોઈએ — છેલ્લા પાના સુધી !
નોંધ લેશો કે નવલકથાનો પ્લોટ પણ ટીન્ટેટીવ છે. આ બ્લોગ www.GirishParikh.wordpress.com પર “અનંત લક્ષ્મી” કેટેગોરીમાં નવલકથાનો પ્લોટ સર્જાતો જાય છે.
મારા વહાલા વાંચકોઃ આપ સહુને આપના નિખાલસ પ્રતિભાવો મોકલવાનું આમંત્રણ આપું છું. આપ ઇ-મેઇલ પણ કરી શકો છોઃ gparikh05@gmail.com .
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail:gparikh05@gmail.com.)