“સપનાનું વિશ્વ સાકાર થશે ?” નવલકથા

મે ૧૦, ૨૦૧૬ મંગળવાર
આજે સવારે “સપનાનું વિશ્વ સાકાર થશે ?” નવલકથાનો વિચાર આવ્યો.
નવલકથા પરથી “લગાન” જેવી ફિલ્મ પણ બની શકે!
ટીન્ટેટીવ પ્લોટઃ
એક યુવાન સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીનો મહાન ભક્ત છે.
એના હાથમાં નાનુભાઈ નાયકનું મારા સપનાનું વિશ્વ પુસ્તક આવે છે. સ્પાઈન પર સ્વામી વિવેકાનંદનો ફોટો તથા કવર પર ગાંધીજીની તસ્વીર જોઈ એ પુસ્તક વાંચવા માંડે છે અને એમાં એને એટલો બધો રસ પડે છે કે એ હાથમાંથી નીચે મૂકી શકતો નથી!
મોડી રાત સુધી એ પુસ્તક વાંચે છે — પુસ્તક હૃદયસરસું રહે છે અને એને ઊંઘ આવી જાય છે. ઊંઘમાં એને સ્વપ્ન આવે છેઃ સ્વામી વિવેકાનંદ એને પુસ્તકમાં દર્શાવેલું સપનું સાકાર કરવાનો પ્રયત્ન કરવાનો આદેશ આપે છે.
પણ સ્વામીજીનું આ વાક્ય યુવકને યાદ આવે છેઃ All politics is trash, the only truth is God!” (બધું રાજકારણ કચરો છે, સત્ય માત્ર ભગવાન છે!). અને યુવક આનાકાની કરે છે અને કહે છે, “સ્વામીજી, સપનું સાકાર કરવામાં રાજકરણ છે, અને મને રાજકારણમાં રસ નથી!”
સ્વામીજી કહે છે, “રાજકારણમાં સત્ય લાવ. કોઈક વાર વ્હાઈટ લાય બોલવું પડે તો માફ!”
ત્યાંજ યુવક ગાંધીજીને જુએ છે. ગાંધીજી જમણો હાથ ઊંચો કરીને યુવકને અશીર્વાદ આપે છે.
યુવક જાગી જાય છે. પુસ્તક હજુ છાતી પર જ છે. એને એ માથે અડાડે છે, અને સ્વામી વિવેકાનંદ તથા ગાંધીજીનું સ્મરણ કરીને વાંચવા માડે છે.
પુસ્તક વાંચી લીધા પછી એક રાતે એના સ્વપ્નમાં જયપ્રકાશ નારાયણ આવે છે અને એમના પણ યુવકને આશીર્વાદ મળે છે.
–પૂજ્ય નાનુભાઈ નાયકની યુવક મુલાકાત લે છે અને આશીર્વાદ તથા માર્ગદર્શન   મેળવે છે.
–અનેક સંઘર્ષો કરીને યુવક સપનાનું વિશ્વ સાકાર કરે છે.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: