-ગિરીશ ઈન્વેસ્ટીંગ ટ્રેડીંગઃ (NUGT) મે ૧૩, ૨૦૧૬ – મે ૧૭, ૨૦૧૬

મે ૧૩, ૨૦૧૬ના રોજ NUGTનાં મે ૨૦, ૨૦૧૬ (એક્સપીરેશન ડેઈટ)નં ૧૦૦ (સ્ટ્રાઈક પ્રાઈસ)નાં ૭.૫૦ના ભાવે પુટ ઓપ્શનો  ખરીદ્યાં.
મે ૧૭ના રોજ ઉપરનાં પુટ ઓપ્શનો ૧.૯૦ના ભાવે વેચ્યાં! ખોટ દર ઓપ્શને (૫.૬૦). ૭૫%!
નોંધઃ હું ઓપ્શનો વેચું છું. (ઓપ્શનો લખું છું એમ પણ કહેવાય!) ઓપ્શનો ભાગ્યે જ ખરીદું છું. ઓપ્શનો ખરીદવા કરતાં વેચવામાં નફો મળવાની પૂરેપૂરી શક્યતા હોય છે.
આ ટ્રેડમાં મને મોટ્ટો નફો મળી શક્યો હોત પણ એના બદલે મોટ્ટી ખોટ ખાધી! અલબત્ત, નફો કરવામાં અને ખાસ કરીને આ પ્રકારના ટ્રેડમાં નસીબ પણ જોઈએ!
મારે પુટ ઓપ્શનો વેચવાં હતાં એના બદલે ભૂલથી મેં પુટ ઓપ્શનો ખરીદ્યાં હતાં! (મારા ઘણાં વર્ષોના બ્રોકરને મારી ભૂલ વિશે તરત જ જણાવ્યું હોત તો એ ટ્રેડ કદાચ રીવર્સ કરી દેત પણ NUGT નીચે આવશે એમ ધારીને મેં ટ્રેડ રહેવા દીધો!
જ્યારે હું ઓપ્શનો ખરીદું છું ત્યારે જો એ મારી ખરીદતી વખતની કિંમતથી પ્૦% નીચી કિંમતે ક્લોઝ થાય તો બીજા દિવસે માર્કેટ ઓપન થાય ત્યારે માર્કેટ પ્રાઈસે વેચી દઉં છું. (આને “સ્ટોપ લોસ” કહે છે જે વધુ લોસ થતો અટકાવે છે.)
પુટ ઓપ્શનો મોટ્ટી ખોટથી મે ૧૭ના દિવસે સવારે વેચ્યા પછી ફેડરલ રીઝર્વ બોર્ડે જાહેર કર્યું કે જૂનમાં ઇન્ટરેસ્ટ રેઈટ વધારવામાં આવશે. અને સોનાનું ઈટીએફ NUGT પડ્યું અને મે ૨૦ (એક્સપીરેશન ડેઈટ) વાળાં ૧૦૦ સ્ટ્રાઈક પ્રાઈસનાં પુટ ઓપ્શનો ક્લોઝ થયાં ૧૪.૫૦ + એક મહિનાની ટાઈમ વેલ્યુની પ્રાઈસે. જો મેં પુટ ઓપ્શનો રાખ્યાં હોત તો ક્લોઝીંગ વખતે દર ઓપ્શને ૭ થી વધો નફો થાત — મારું રોકાણ ડબલ થાત!
હા, નસીબ પણ જોઈએ!
પણ એક વાતથી મને શાંતિ હતી! મારું રોકાણ ખૂબ જ નાનું હતું અને ખોટ ખાવાનું દુખ તો હતું જ  પણ it didn’t hurt me much as my position was very small!
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: