અમેરિકામાં વસતા વૃદ્ધોની વ્યથાને વાચા આપતું પુસ્તકઃ “આહ અમેરિકા ! વાહ અમેરિકા !”

દરેક ગુજરાતીએ, અને ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતીઓએ, સોમાભાઈ પટેલનુ પુસ્તક આહ અમેરિકા ! વાહ અમેરિકા ! અવશ્ય વાંચવું જોઈએ.
અમેરિકાની મુલાકાત દરમિયાન સોમાભાઈને એમના મિત્રો અને સંબંધીઓની મદદથી અનેક વૃદ્ધોનાં મોટે ભાગે દુખમય જીવન વિશે જાણવા મળ્યું, એમની સાથે મુલાકતો પણ થઈ — એ પ્રસંગોનું એમણે આબેહૂબ આલેખન કર્યું છે.
પુસ્તકમાંથી થોડી ઝલકઃ
–છોકરાંને ખાતર પતિ સાથે અમેરિકા આવનાર મીનાક્ષીબહેન “આંસુ સાથે તૂટક શબ્દોમાં બોલે છેઃ “છોકરાં પોતાની સાથે ન રહ્યાં એનું દુખ નથી, પણ પોતાનાં જ ન રહ્યાં એનું દુખ કોને કહેવું?”
–પૌત્રને શિસ્ત શીખવવા દાદા એને મેથીપાક ચખાડે છે અને પૌત્ર પોલીસને ફોન કરીને બોલાવે  છે! અમેરિકાની રીતરસમથી અજાણ દાદા માંડ મુશ્કેલીમાંથી છૂટે છે.
પૌત્રને એનાં માતા પિતા થોડા મહિના દાદા સાથે ભારત મોકલે છે. ભારતના એર પોર્ટ પર ઊતરતાં છોકરો અનાડીવેડા કરે છે. દાદા લપડાક મારે છે, અને નજીકમાં પોલીસને જોઈ છોકરો ફરિયાદ કરે છે. પોલીસ હકીકત જાણતાં કહે છેઃ “અલ્યા, આ તારો દાદો છે! એ તને નહીં મારે તો કોણ મારશે? જો એમના કહ્યા પ્રમાણે નહીં કરે તો હજુયે મારશે!”
બે દેશમાં કેટલો  ફેર!
–ભારતની ભૂમિ વિશેઃ “અહીં ભલે અમેરિકા જેવી સમૃદ્ધિ અને સુખ સગવડો નથી, પરંતુ આ ભૂમિમાં અને અહીંના લોકોમાં એવું કંઈક છે, જે હૃદયને આનંદથી ભરી દે છે.”
–એક જ દિવસે બે પુત્રોના મૃત્યુનું કારમું દુખ સહન કરતાં શિકાગોના સિનિયર સિટીઝન્સ હોમમાં રહેતાં ઇન્દુબાની ક્થની હૃદયદ્રાવક છે.
–“દેશી એકલતા સારી કે વિદેશી એકલતા ?” પ્રકરણના શીર્ષકમાં સસપેન્સ છે! સસપેન્સનું નિરાકારણ થાય છે પૃષ્ઠ ૪૯ પર પણ એ વિશે નહીં લખું જેથી આપને વાંચવની ઇંતેજારી રહે!
–“દિવ્યેશ ઈલીગલી અમેરિકા પહોંચ્યો…” પણ પછી શું? જાનના જોખમે અને મબલખ નાણાં ખર્ચીને અમેરિકા ઈલીગલી અમેરિકા જનારની શું દશા થાય છે એ જાણવા આપે આ પ્રકરણ વાંચવું રહ્યું.
–“ગોધનકાકા” પ્રકરણમાં “વૃદ્ધો માટે વિદેશની સોનાની ભૂમિ કરતાં વતનની ધૂળ વધારે સારી” વાક્ય વાંચતાં આદિલ મન્સૂરીનો અમર શેર યાદ આવ્યોઃ
વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.  
–અમેરિકામાં રહેતા કોઈ કોઈ વૃદ્ધો સુખી હોય છે. “સક્રિય રહેતાં ભારતીય મા બાપ અમેરિકામાં પણ સુખી છે” એ પ્રકરણમાં એ વાતની રસમય સંવાદ દ્વારા રજૂઆત થઈ છે. રહસ્ય છેઃ “જીવનમાં રસ હોવો જોઈએ અને તે માટે કશુંક કરવાની તમન્ના હોવી જોઈએ.”
–અમેરિકામાં વસતાં ભારતીય મૂળનાં યુવક યુવતીઓની દશા કેવી હોય છે એ “ત્રિશકું જેવી દશા છે અમારી” પ્રકરણમાં છતું થાય છે. એમાંનાં મોટા ભાગનાં ભૌતિક સુખ ભોગવે છે પણ એ નથી રહેતાં ભારતનાં કે નથી થઈ શકતાં અમેરિકન સમાજનાં!
—-“શિકાગોના વૃદ્ધાશ્રમમાં રહેતા શાંતિદાદાની વાત” પ્રકરણમાં સોમાભાઈ લખે છેઃ “વતન છોડીને પરદેશ ગયા પછી દીકરાને ત્યાંથી પણ પરાયાં થઈ ત્યાના વૃદ્ધાશ્રામોના આશ્રયે પાછલી વય પસાર કરી રહેલાં કંઈ કેટલાંય મા-બાપની કરુણ કથાઓ કોઈનેય જાણ ન થાય એમ એમના જીવનના અંત સાથે વિલીન થઈ જતી હોય છે.”
સોમાભાઈએ આહ અમેરિકા ! વાહ અમેરિકા ! પુસ્તકનું સર્જન કરીને મહાન સમાજ સેવા કરી છે.
આહ અમેરિકા ! વાહ અમેરિકા !
સોફ્ટ કવર. ૧૭૫ પૃષ્ઠ.
મુખ્ય વિક્રેતાઃ
ધરતી વિકાસ મંડળ, અમવાદ
ફોનઃ (૦૭૯) ૨૭૪૭૯૮૦૪
(ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા ગુજરાતી તથા અંગ્રેજીમાં લખતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે.)
Girish Parikh
Author & Journalist
2813 Cancun Drive
Modesto  California  95355
USA
Phone: (209) 303 6938 (mobile)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: