“અનંત લક્ષ્મી” નવલકથા: સર્જાતો જતો પ્લોટ …

શ્રી ગણેશ કરું છું આજે રવિવાર, ૩/૬/૨૦૧૬ (અમેરિકામાં મહિનો પહેલો લખાય છે), મહાશિવરાત્રિના દિવસે, આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પર નવી કેટેગોરી “અનંત લક્ષ્મી”ના. આ વિભાગમાં મારી પ્રથમ નવલકથા “અનંત લક્ષ્મી”ના પ્લોટ, વગેરે વિશે  ૨૦૧૬માં લખીશ.
સર્જાતો જતો પ્લોટ …
નવલકથાનું નામઃ “અનંત લક્ષ્મી”.
-પિતાજીના મૃત્યુના આઘાતથી તથા સ્ટોક માર્કેટના એમના અણગમાને લીધે પહેલાં અનંત માર્કેટમાં રોકાણ બંધ કરવાનું કરવાનું વિચારે છે.

-પણ … એના બ્રોકર પાસેથી અનંતે કરેલા વીસ લાખ રૂપિયાના નફાની વાત કેટલાક રોકાણકારો જાણી જાય છે. એમાંના કેટલાક અનંતના મિત્રો પણ છે. એ અનંતનું રહસ્ય જાણવા એની પાસે આવે છે અને રોકાણ કવાનું ચાલુ રાખવાનું સમજાવે છે.

–અનંત સમજાવે છે કે He was lucky! સંત જેવા સ્વ. પિતાજીના આત્માએ પણ એને બચાવવા એમના ઈષ્ટ શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી હોય!

–મિત્રોના આગ્રહથી અનંત રોકાણ કરવાનું ચાલુ રાખે છે. પિતાજીના શબ્દો એને યાદ આવે છે કે મહેનતની મહેકવાળું ધન સુખશાંતિ આપે. અનંત રોકાણના ધંધામાં મહેનત કરવાનું નિર્ણય કરે છે.

–પિતાજીની તસ્વીર આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી એ રોકાણ-કર્મ શરૂ કરે છે.

–થોડાં વર્ષો ખૂબ સંશોધન કરી અને રોકાણોના ટેસ્ટ કરી એ એવી પદ્ધતી તૈયાર કરે છે કે જે ઓછામાં ઓછા જોખને વધુમાં વધુ નેટ નફો આપે.

–એ પદ્ધતિ વાપરીને એ અઢળક નાણાં મેળવે છે.

–પિતાજીનું અદભુત સ્મારક પણ કરે છે!

–યોગ્ય મહેનતાણું લઈને અનેકને એ પદ્ધતિ શીખવે છે પણ ખરો.

–પિતાજી એને સ્વપ્નમાં દર્શન આપીને આશીર્વાદ આપે છે. પિતાજી સ્વીકારે છે કે સ્ટોકમાર્કેટમાં રોકાણ કરવાનો પણ ધંધો છે પણ એમાં સફળ થવા કોઈ પણ ધંધામાં જોઈએ છે એમ શિસ્ત અને મહેનત જરૂરી છે.

–એક પત્રકાર અનંતનો ઈન્ટરવ્યૂ લે છે અને એની સફળતાનું રહ્સ્ય પૂછે છે. અનંત એના સ્વ. પિતાજીએ એને ભેટ આપેલું એક પુસ્તક બતાવે છે. એ છેઃ શ્રીમદ ભગવદ ગીતા.

–અનંતને હવે પૈસાનો મોહ નથી. એ અને એની પત્ની પોતાના અને કુટુંબ પૂરતા પૈસા રાખી બકીના સદકાર્યોમાં વાપરવા માડે છે.

–અને “અનંત લક્ષ્મી” છે એમની.

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail:gparikh05@gmail.com.)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: