ગુજરાતીમાં સર્જન કરતા જીવંત સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ વિજેતા બનાવવાની બ્લૂ પ્રીન્ટ

આવતાં વર્ષોંમાં કોઈ ગુજરાતીમાં સર્જન કરતા જીવંત સહિત્યકારને નોબેલ પ્રાઈઝ વિજેતા બનાવવા માટેની આ રહી બ્લૂ પ્રીન્ટ:

૧. એનપીડબલ્યુજી (NPWG — Nobel Prize for a Writer in Gujarati) માટે જોરદાર ઝુંબેશ. આ ઝુંબેશ એનઆરજી (NRG — Non Resident Gujaratis), ખાસ કરીને અમેરિકામાં વસતા ગુજરાતીઓ, અસરકારક રીતે કરી શકશે. એનપીડબલ્યુજી કમીટી પણ બનાવવી જોઈએ.

૨. ગુજરાતીમાં સર્જન કરતા જીવંત સાહિત્યકારોને ઉચ્ચ કક્ષાનું લખતા કરવા અને લખતા રાખવા માટે યોગ્ય વાતાવરણ પણ સર્જાવું જોઈએ. આ કામ મુખ્યત્વે પ્રકાશકો અને વાચકો કરી શકે. ઉચ્ચ કક્ષાનું સાહિત્ય લોકપ્રિય પણ થઈ શકે.

૩. ગુજરાતીમાં સર્જન કરતા જીવંત સહિત્યકારોનાં શ્રેષ્ઠ પુસ્તકોના વિશ્વસાહિત્યની કક્ષાના અંગ્રેજીમાં અનુવાદો કે રૂપાંતરો તથા એ ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકોનો વિશ્વભરમાં પ્રસાર અને પ્રચાર. ગુજરાતીઓના ધનનો નાનેરો ભાગ પણ આ ક્ષેત્રે ગજબનું કામ કરી શકે.

૪. એનપીડબલ્યુજી માટે વગદાર વ્યક્તિઓનો સંપર્ક. આ કામ એનઆરજી સારી રીતે કરી શકશે. ગુજરાતીઓની વ્યાવહારિક કુનેહ ધાર્યાં પરિણામ લાવવામાં મદદરૂપ થઈ શકે.

૫. ઇન્ટરનેટ અને હાઇટેકનો અસરકારક ઉપયોગ.

૬. ગુજરાતી શીખો ઝુંબેશ. આ ઝુંબેશનો સ્લોગન (સૂત્ર): Learn the language of Gandhi (ગાંધીની ભાષા શીખો). પાશ્ર્વાત્ય વિદ્વાનો, વિવેચકો, તથા આમવર્ગને ગુજરાતી શીખવાનું ઇજન. ગાંધીજીની આત્મકથા મૂળ ગુજરાતીમાં વાંચવાનું તથા અન્ય મહાન ગુજરાતી સાહિત્ય વાંચવાનું આકર્ષણ આપી શકાય. ‘You read the Autobiography of Mahatma Gandhi, and other great Gujarati works in English. Now learn Gujarati and enjoy those and many other works in the original language’ આવાં વાક્યો ગુજરાતી ન જાણતા અનેક વાચકોને આકર્ષી શકે. આ રીતે ગુજરાતીઓની નવી પેઢીઓને પણ ગુજરાતી ભાષાનું આકર્ષણ થશે.

૭. ગુજરાતી જોડણી સુધારની પ્રવૃત્તિઓમાં શક્તિ વાપરતી વ્યક્તિઓ પણ એમના જોશને એનપીડબ્લ્યુજી ઝુંબેશમાં વાળી શકે. આ રીતે એ ગુજરાતી ભાષાની સાચી સેવા કરી શકશે. (અંગ્રેજી ભાષામાં પણ ઘણી અરાજકતા પ્રવર્તે છે. મને પ્રશ્ન એ થાય છે કે એ સુધારવામાં કહેવાતા ગુજરાતી જોડણી સુધારનારા કેમ કંઈ લક્ષ આપતા નથી? સંસ્કૃતમાંથી જન્મેલી ગુજરાતી ભાષાની જોડણીમાં ફેરફાર કરવાની શી જરૂર છે?)

(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)

4537 words of the Nobel book written.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: