“ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે?” પુસ્તકના સર્જનની કેફિયતઃ ૧

ઓગસ્ટ ૨૪, ૨૦૧૦ના રોજ આ લખ્યુંઃ

શિકાગો લેન્ડમાં યોજાયેલા એક કવિ સંમેલનમાં શ્રી સિતાંશુ યશશ્ચંદ્રે આ મતલબનું કહેલું: ગુજરાતીઓમાં દમ નથી નહીં તો ઉમાશંકર જોશીને નોબેલ પ્રાઈઝ મળ્યું હોત!

એમના એ કથને પણ મને નીચેનું લખાણ લખવા પ્રેરણા આપી છે.

ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળી શકે?

શ્રી ગણેશ કરું છું આ લેખમળાના આજે (ઓગસ્ટ ૨૪, ૨૦૧૦; મંગળવાર, રક્ષાબંધન દિન) આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર.

ગુજરાતમાં, અને ભારતનાં અન્ય રાજ્યોમાં અને દુનિયાના અન્ય દેશોમાં — જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં — મે ૧, ૨૦૧૦થી એક વર્ષ સુધી ‘સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણી થઈ. ગુજરાત રાજ્યે ‘વાંચે ગુજરાત’નો કાર્યક્રમ પણ કર્યો.

આ સોનેરી સમય છે એક બીજી યોજનાના શ્રી ગણેશ કરવાનો અને એ છે ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ મળે એનો.

ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ મળી શકે? મારો આત્મા કહે છે કે જરૂર મળી શકે. આ લેખમાળામાં મારા વિચારો રજૂ કરીશ. …

નોબેલ પ્રાઈઝ કોઈ ગુજરાતી કવિને પણ મળી શકે. તમે પણ એ કવિ હોઈ શકો ! ‘ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળી શકે?’ એ લેખમાળા વાંચવાનું ન ચૂકશો, અને તમારા પ્રતીભાવ પણ જરૂર આપો. Let’s brain storm how a Gujarati poet or author can win the Nobel Prize.

તા.ક. ૧: આજે (ઓગસ્ટ ૨૪, ૨૦૧૦) નર્મદ જન્મદિન પણ છે.
તા.ક. ૨ : ગઝલ પણ સાહિત્યનું જ એક અંગ છે અને ગઝલકારને પણ નોબેલ પ્રાઈઝ મળી શકે.
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.) 
3124 words of the Nobel Prize book written.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: