લા.ઠાનું એક અદભુત ગીત

વિવેકે લા.ઠા. (લાભશંકર ઠાકર)નું “લયસ્સ્તરો પર એક અદભુત ગીત પોસ્ટ કર્યું છે. વાંચીને મેં તરત જ નીચેનો પ્રતિભાવ “લયસ્તરો” પર પોસ્ટ કર્યોઃ

“વિવેકને આ ગીત પોસ્ટ કરવા માટે તથા દેવિકાબહેનને ગીત મોકલવા બદલ મબલખ અભિનંદન. અલબત્ત, બન્નેને સાચા હીરાની પરખ છે.
લા.ઠા.ના કાવ્યકર્મનો સર્જનનો મહિમા પણ હવે સમજાય છે.”

મારો જીવ સાહિત્યનો જીવ છે — એક નાનકડો સર્જક હોવાના નાતે મને વિશેષ ગમી પંક્તિ “શબ્દ વિના હું દીન.” અને યાદ આવ્યા લા.ઠા. ના ગોઠિયા આદિલ — એમણે કહેલું કે જો મારી પાસેથી ગુજરાતી ભાષા લઈ લેવામાં આવે તો મારો જીવ ચાલ્યો જાય!
ગીતમાં દ્વૈત અને અદ્વૈતનો રહસ્યમય સંગમ થયો છે. ચિંતન કરો આ પંક્તિઓ પરઃ
“મુખનું મહોરું હઠાવી મોહન,…” આકારમાંથી નિરાકારનો નિર્દેશ કરતી પંક્તિ!
અને ગીતના અંતમાં છે દ્વૈતની ઝલકઃ
“પલપલ તુજને આરાધું …”
આરાધના આકારની જ કવિ કરી રહ્યા લાગે છે!
અને ભાવકને ભાવવીભોર કરી દેતી આ પંક્તિઃ
“જીવું તુજ આધાર.”
યાદ આવ્યું “સૂરસંગમ” ફિલ્મમાં પડદા પર શાસ્ત્રીય સંગીતના મહાન પંડિત શિવશંકર શાસ્ત્રીજીના શ્રીમુખે ગવાતું ગીત “જાઉં તેરે ચરણકમલ પર વારી …” — એમાં એક પંક્તિ છેઃ “તુ હી મેરા એક આધાર”. યૂ ટ્યૂબ પર “સૂરસંગમ” ફિલ્મનું આ ગીત જરૂર સાંભળશો.
લા.ઠા.ના ગીતની લીંકઃ
http://layastaro.com/?p=13453
 
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)  
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: