ગુજરાતીમાં સર્જન કરનારા કયા સાહિત્યકારો નોબેલ પ્રાઈઝ જીતી શકે ?

Girish Parikh                                      January 13, 2016
Author & Journalist
2813 Cancun Drive
Modesto  CA  95355

Phone: (209) 303 6938

Media Release
For Immediate release
વિનંતીઃ આ મીડિયા રીલીઝ આપ પોસ્ટ અને અથવા પ્રીન્ટ કરશો તથા આપના લીસ્ટ પર મોકલશો.
ગુજરાતીમાં સર્જન કરનારા કયા સાહિત્યકારો નોબેલ પ્રાઈઝ જીતી શકે ?

આમંત્રણઃ નોબેલ પ્રાઈઝ જીતે એવા ગુજરાતીમાં સર્જન કરતા ૧૦ જીવંત સાહિત્યકારોનાં તથા નોબેલ જીતી શક્યા હોત એવા ૧૦ દિગવંત ગુજરાતીમાં સર્જન કરનારા સાહિત્યકારોનાં નામો આપો

મા સરસ્વતી, માબોલી (માતૃભાષા), તથા મા ગુર્જરીની કૃપાથી “ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે?” પુસ્તક લખી રહ્યો છું. ૨૦૧૬માં છપાયેલાં કુલ ૧૧૨ પાનાનું પુસ્તક તૈયાર કરવાની ધારણા છે.

www.GirishParikh.wordpress.com બ્લોગ પર “નોબેલ પ્રાઈઝ” કેટેગોરીમાં પુસ્તકનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે.

સ્વાભાવિક છે કે આ પ્રશ્ન થાયઃ ગુજરાતીમાં સર્જન કરતા સાહિકારને શું નોબેલ પ્રાઈઝ મળી શકે? જેમ જેમ હું પુસ્તક પર કામ કરું છું એમ એમ મને લાગ્યા કરે છે કે ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ જરૂર મળી શકે. અશક્ય લાગતી આ વાત શક્ય થશે એવી મને શ્રદ્ધા છે.

પુસ્તકનાં ૪૦ પાનામાં આ મૂકવાનો વિચાર છેઃ

–ગુજરાતીમાં સર્જન કરતા ૧૦ જીવંત સાહિત્યકારો જે નોબેલ પ્રાઈઝ જીતી શકે.
ડાબી બાજુના પાના પર સાહિત્યકારની બ્લેક એન્ડ વાઈટ તસ્વીર અને જમણી બાજુના પાના પર મુખ્યત્વે એ શાથી નોબેલ પ્રાઈઝ જીતી શકે એ વિશે રસમય માહિતિ.

–ગુજરાતીમાં સર્જન કરનારા ૧૦ દિગવંત સાહિત્યકારો જે નોબેલ પ્રાઈઝ જીતી શક્યા હોત.
ડાબી બાજુના પાના પર સાહિત્યકારની બ્લેક એન્ડ વાઈટ તસ્વીર અને જમણી બાજુના પાના પર મુખ્યત્વે એ શાથી નોબેલ પ્રાઈઝ જીતી શક્યા હોત એ વિશે રસમય માહિતિ.

ગુજરાતીમાં સર્જન કરતા નોબેલ પ્રાઈઝ જીતી શકે એવા ૧૦ જીવંત સાહિત્યકારો તથા નોબેલ પ્રાઈઝ જીતી શક્યા હોત એવા ગુજરાતીમાં સર્જન કરનારા ૧૦ દિગવંત સાહિત્યકારોનાં નામો મોકલવા આમંત્રણ આપું છું.
જે નામો મોકલે એમણે મને મહાગુજરાત જન્મદિન, રવિવાર, મે ૧, ૨૦૧૬ સુધીમાં ભારતના રાતના ૧૨ વાગ્યા સુધીમાં મને gparikh05@gmail.com પર મોકલવાં જોઈશે. નામો મોકલનારે દરેક નામ શાથી પસંદ કર્યું છે એ ટૂંકાણમાં જણાવવું જોઈશે, તથા પોતાનું નામ, રહેઠાણનું સરનામું તથા ફોન નંબર મોકલવાં જોઈશે.
પુસ્તકમાં કયાં નામો લેવાં એનો નિર્ણય પુસ્તકના લેખક ગિરીશ પરીખ કરશે અને એ નિર્ણય આખરી ગણાશે….
1553 words written ….

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: