મારાં બાઃ કંકુબા: ૫

પિતાજીના લગ્ન વિશે મેં જે સાંભળેલું એના આધારે અગાઉ લખ્યું છે.
આ લખું છું ત્યારે મારા ટેબલ પર છે પિતાજીએ લખેલો “કુટુંબનો ઈતિહાસ.” એમાંથી બા વિશેઃ
–સાંભળ્યા પ્રમાણે બાનો જન્મ સંવત ૧૯૫૫ મહા વદ ૧૪ મહાશિવરાત્રિના દિવસે થયો હતો. ઈ.સ. ૧૮૯૯.
–પિતાજીએ ઉપરનું લખાણ લખ્યું ત્યારે બાની ઉંમર ૬૩ વર્ષની હતી. પિતાજીએ લખ્યું છે કે બા વહેલાં ઊઠતાં અને યુવાન સ્ત્રીઓની હરોળમાં કામ કરતાં.
પિતાજી એમની રોજનીશી (ડાયરી)ને દિનચર્યા કહેતા. આ લખું છું ત્યારે મારા ટેબલ પર એમની “દિનચર્યા” છે. એમાંથી બા વિશે એમના શબ્દોઃ
“ધર્મપત્ની ‘બા’ને માટે તો શું કહેવું. પળે પળે ઘર, કુટુંબ (ખાસ કરીને પુત્રો, પુત્રી, વધુઓ) પ્રત્યે નિખાલસતા. ઉદ્યોગ. સરળતા. પાવિત્ર્ય. એકપતિવ્રત. ઉદારતા. કરકસર. મળતાવડાપણું વગેરે ગુણોને લઈને મારું જીવનનાવ હવે તો કિનારે પહોંચવા આવ્યું.”
ભારતની અમે મુલાકાતો લીધી ત્યારે પિતાજી અને જડીબા તો હયાત નહોતાં પણ બા હતાં. અમારી બીજી મુલાકાત વખતે બા બીમાર હતાં. એમને મેં ડોગરે મહારાજનું ભાગવત સંભળાવવું શરૂ કરેલું અને લગભગ અર્ધું વાંચ્યા પછી અમારે અમેરિકા આવવાનું થયેલું.અહીં આવતાં પહેલાં બાને રામનામનું રટણ કરતા રહેવાનો આગ્રહ કરેલો. “કૃષ્ણ” નામ  કરતાં “રામ” નામ સહેલું પડશે એમ પણ મેં એમને સમજાવેલું.

અહીં આવ્યા પછી એક સવારે ભારતથી ફોન આવ્યોઃ બા હવે નથી! ડૂમો ભરાતાં જલદી રડી પણ ન શક્યો.

બાની સ્મૃતિમાં ભારતથી લાવેલા ડોંગરે મહારાજના ભાગવતનાં બાકીનાં પાનાં બાનું સ્મરણ કરતાં કરતાં વાંચ્યાં.
જન્મ આપનાર અને પ્રેમથી પુત્રો અને પુત્રીઓને ઉછેરનાર જનનીની જોડ જડે એમ નથી.
આ દેહને જન્મ આપનાર અને મને પ્રેમથી ઉછેરનાર મારાં બા કંકુબા વિશે લખું છું ત્યારે આ દેહમાં પ્રાણ પૂરનાર મારાં માતા શ્રી શારદામણી દેવીનું પણ સ્મરણ કરું છું.
માનું એક સ્વરૂપ છે શ્રી શારદામણી દેવી. એ છે શ્રી રામકૃષ્ણ પરમહંસનાં પત્ની.
માની કૃપાથી લખાયેલું મારું એક ચતુર્શબ્દ મુક્તકઃ “જગજ્જનની કદી ન છોડે”:
સ્વજનો છોડે
જગ તરછોડે
જગજ્જનની
કદી ન છોડે.
કંકુબા તથા જડીબાના આત્માને જગજ્જનની શાંતિ આપો એ પ્રાર્થના કરું છું.
મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખ વિશે પણ મેં સંસ્મરણો લખ્યાં છે તથા આ બ્લોગ પર પોસ્ટ કર્યાં છે. લીંકઃ
https://girishparikh.wordpress.com/2010/09/28/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B%E0%AA%83-%E0%AB%A7/
 (આ લેખમાળા સમાપ્ત)
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.) 
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: