મારાં બાઃ કંકુબા: ૪

નટવરભાઈની સીવીલ એન્જિનિયર તરીકેની સર્વીસ દિલ્હિમાં હતી ત્યારે બા, પિતાજી અને હું દિલ્હી ગયેલા. ત્યાં જવાહરલાલ નેહરુના એક જાહેર કાર્યક્રમમાં અમે ગયેલા. લોકપ્રિય નેહરુના એ કાર્યક્રમમાં ખૂબ ભીડ હતી અને એમાં બા ખોવાઈ ગયેલાં! અમે કલાકેક શોધ કર્યા પછી એ હેમખેમ મળ્યાં ત્યારે અમને શાંતિ થઈ.
નટવરભાઈએ પિતાજી, બા અને મને ઉત્તર હિંદનાં જાત્રાધામોની યાત્રા કરાવેલી. દક્ષિણ હિંદમાં નાશીકની પણ યાત્રા કરાવેલી. યાત્રા દર્મિયાન અને એ પછીના બાના મુખ પરના આનંદ અને સંતોષનું શબ્દોમાં વર્ણન થઈ શકે એમ નથી.
ફેબ્રુઆરી ૧૯૬૭માં હું અમેરિકા આવ્યો. મીલવાઉકી, વીસ્કોન્સીનમાં કોમ્પ્યુટર પ્રોગ્રામીગનો કોર્સ પૂરો કરી વ્યવસાય માટે હું શિકાગોમાં આવ્યો અને ૧૯૬૯માં પત્ની હસુ તથા પુત્રી શર્મિલા ભારતથી અમેરિકા આવ્યાં.
૧૯૭૪માં અમારી નાની પુત્રી શેતલનો જન્મ થયો ત્યારે અમે શિકાગોમાં ઘર ખરીદ્યું. બાવળામાં મારાં બા અને હસુનાં બા સ્વ. પૂજ્ય જડીબાએ એ જાણ્યું ત્યારે બન્ને સાથે મળીને રડેલાં. એમને લાગ્યું કે અમે હવે પાછા ભારત નહીં આવીએ!
આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર મારું Programmer productivity: Achieving an Urgent Priority પુસ્તક છે. એ મેં  મારાં સ્વ. માતા પિતાને અર્પણ કર્યું છે અને પુસ્તકમાં Acknowledgements (આભારદર્શન)માં લખ્યું છેઃ
“I cannot repay the debt to my late parents Haribhai J. Parikh and Kankuben to whom this book is dedicated. I was influenced by my father who was a high school teacher and an author. He encouraged me to write.”
મારાં સ્વ. માતા પિતા હરિભાઈ જ. પરીખ અને કંકુબહેન, જેમને આ પુસ્તક અર્પણ કર્યું છે, એમનું  ઋણ તો હું ચૂકવી શકું એમ નથી. મારા પિતા હાઈસ્કૂલના શિક્ષક અને લેખક હતા અને એમણે મને લખવાની પ્રેરણા આપેલી. 
(વધુ હવે પછી …)
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: