મારાં બાઃ કંકુબા: ૨

મારું મોસાળ કઠલાલ. મારા પિતાજી લગ્ન કરવા કઠલાલ ગયેલા ત્યારે બનેલો આ પ્રસંગઃ બે બહેનોમાંથી મોટી બહેન સાથે એમનાં લગ્ન કરવાનું નક્કી થયેલું. સામાન્ય રીતે મોટી પુત્રીનાં લગ્ન પછી નાની પુત્રીનાં લગ્ન થતાં હોય છે.

પણ મોટી બહેન હતાં શ્યામ અને નાની બહેન કંકુ હતાં ઊજળા વર્ણનાં. નાની બહેન કંકુ લગ્ન કરવા તૈયાર થતાં પિતાજીએ એમની સાથે લગ્ન કર્યાં! ઉમેરું છું કે પિતાજી શ્યામ હતા.

મારા બન્ને સ્વ. મોટા ભાઈઓ ઊજળા વર્ણના હતા. હું શ્યામ છું અને મારાથી મોટાં સ્વ. સીતાબહેન શ્યામ હતાં.
બાને કોઈ નામ પૂછે તો તરત જ કહેતાંઃ “કંકુ ભગવાન.” ભગવાનદાસ મારા દાદાનું નામ હતું. પોતાના નામ પછી એ મારા પિતાજીનું નામ નહોતાં બોલતાં — પતિનું નામ લેવાથી એમનું આયુષ્ય ઓછું થાય છે એવી એ વખતે માન્યતા હતી.
બાનાં વિચાર, વાણી અને વર્તન એક હતાં! મનમાં હોય એ એ બોલતાં. ક્યારેક કોઈને ખોટું પણ લાગતું!
સાદું, સરળ અને ભક્તિમય જીવન હતું એમનું.
બા ઘંટીથી ઘઉં દળતાં અને કહેતાં, “કંકુ દળે ને લોટ પડે!”
મારા ગુજરાતી બ્લોગ www.GirishParikh.wordpress.com નું સૂત્ર (સ્લોગન) છે “શબ્દોના કંકુ ને ચોખા.” એમાં બાનું નામ છે — મા અને માબોલી (માતૃભાષા)નું ગૌરવ છે એ સૂત્રમાં. મારા પ્રિય ગઝલકાર મનોજ ખડેરિયાના એક શેરની પંક્તિમાંથી મને એ શબ્દો મળ્યા છે.
બા ખાસ ભણ્યાં નહોતાં. પોતાનું નામ પણ માંડ લખી શકતાં. એમનામાં હૈયાસૂઝ હતી.
બા રસોઈ સરસ બનાવતાં. મહેમાનોની સરભરા એ હૃદયપૂર્વક કરતાં.
પિતાજી લેખક પણ હતા. વર્ષોથી એ રોજનીશી (ડાયરી) લખતા. ખૂબજ સંશોધન કરીને એમણે  કુટુંબનો વિસ્તારપૂર્વક ઈતિહાસ પણ લખ્યો છે. આ બધી સામગ્રી દસ્તાવેજી છે. અલબત્ત, બા વિશે એમાં ઘણું છે.
(વધુ હવે પછી …)
(All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published and/or posted elsewhere are: Copyright by Girish Parikh. All Rights Reserved. E-mail: gparikh05@gmail.com.) 
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: