“ગામડાનું બજાર” કાવ્યસર્જનની કેફિયત

“લયસ્તરો” પર આ લખનારનું એક કાવ્ય પોસ્ટ થયું છે અને એ છે મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) “ગામડાનું બજાર”. કાવ્ય ધવલે પોસ્ટ કર્યું છે અને એમનો એક જ વાક્યનો અસ્વાદ આ દીર્ઘકાવ્યનો સુંદર પરિચય કરાવે છે.
વર્ષો પહેલાં ભારતમાં હતો ત્યારે ‘ગુજરાત સમાચાર’ના દીપોત્સવી અંકમાં મીરાં દવેનું “જંક્ષન” નામનું દીર્ઘકાવ્ય વાંચેલું. એ હતું મુક્તકાવ્ય. એ કાવ્યે મને બજાર વિશેના આ કાવ્ય લખવાની પ્રેરણા આપેલી. “ગામડાનું બજાર” મુક્તકાવ્ય હું મીરાં દવેને અર્પણ કરું છું.
મારું ગામ બાવળા. (બાવળાથી ચાર માઈલ દૂર આવેલું કેરાળા પણ મારું ગામ. મૂળ અમદાવાદના મારા પૂર્વજો મોસાળ કેરાળામાં આવેલા.)
 મારું મોટા ભાગનું બાળપણ અને કિશોર અવસ્થા બવળામાં પસાર થયેલાં. મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખ બાવળામાં ઘણાં વર્ષો શિક્ષક હતા. મારા સાહિત્યસર્જનને એ હંમેશાં ઉત્તેજન આપતા. મારી અન્ય કેટલીક કૃતિઓની સાથે સાથે આ કાવ્યના કેટલાક ડ્રાફ્ટની પણ કલમ અને ખડિયાની સાહીથી એમણે સારા અક્ષરોમાં નકલો કરેલી.
કબૂલ કરું છું કે બાવળાનું  બજાર મારું મોડેલ હતું. બજાર વિશેના આ કાવ્યના સર્જન માટે શરૂઆતના ડ્રાફ્ટોનું શીર્ષક પણ મેં “બાવળાનું બજાર” રાખેલું. પણ કાવ્યમાં કેટલાંક કાલ્પનિક દૃશ્યો છે એટલે પછી એને શીર્ષક “ગામડાનું બજાર” આપેલું.
“લયસ્તરો”માં કાવ્યને મળેલા બધા જ પ્રતિભાવો પ્રેરક છે.
“ગામડાના બજારનું આ શબ્દચિત્ર શેખ સાહેબના રાજસ્થાનના ચિત્રાત્મક આલેખનને તાજું કરી ગયું.” પંચમ શુક્લનો આ પ્રતિભાવ પણ મને સદાય પ્રેરણા આપતો રહેશે.
“ગામડાનું બજાર” મુક્તકાવ્યની લીંકઃ
http://layastaro.com/?cat=643
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: