ગિરીશ ઈનવેસ્ટીંગ ટ્રેડીંગઃ ૨ સીસ્કો સ્પ્રેડ

***એક્સીપેરેશન દિવસે, એટલે જાન્યુઆરી ૧૫, ૨૦૧૬ના રોજ શેર ૨૬ની નીચે હતો. એ દિવસે ૨૬નું પુટ વેચી દીધું અને ૨.૨૭ મળ્યા.
૨૮નું વેચેલું પુટ ઓપ્શન એસઈન થયું. કોસ્ટ બેઝીઝઃ ૨૮ – .૭૦ (સ્પ્રેડના મળેલા) – ૨.૨૭ (પુટ ઓપ્શન વેચવાના) = ૨૫.૦૩.
નવેમ્બર ૩૦, ૨૦૧૫ના રોજ ૯૫ શેર ૨૭.૩૫ના ભાવે ખરીદ્યા.
ડીવીડન્ડ મળ્યાં અને એ રીઈન્વેસ્ટ કર્યાં એટલે કુલ ૨૦૦+ શેર થયા.
જુલાઈ ૨૦૧૬ના કવર્ડ કોલના ૪૬ મળ્યા. ડીવીડન્ડઃ જાન્યુ ૨૦, ૧૬ (૧૦૦ શેર પર) ૨૧.૦૩, એપ્રિલ ૨૭, ૧૬ (૨૦૦+ શેર પર) ૫૨.૨૭.
૨૦૦ શેરની એવરેજ પ્રાઈસઃ (૨૫.૦૩ x ૧૦૦) + (૯૫ x ૨૭.૩૫) / ૨૦૦ = ૨૫૦૩ + ૨૫૯૮.૨૫ / ૨૦૦ = ૫૧૦૧.૨૫ / ૨૦૦ = ૨૫.૫૧.***

વિક્રમના નૂતન વર્ષના દિવસે, ગુરુવાર, નવેમ્બર ૧૨, ૧૯૧૫ના દિવસે સીસ્કોનો બુલીશ ક્રેડીટ પુટ સ્પ્રેડ કર્યોઃ

સીસ્કોનું જન્યુઆરી ૧૫, ૨૦૧૬ (એક્સ્પીરેશન ડેઈટ)નું ૨૮ (સ્ટ્રાઈક પ્રાઈસ)નું એક પુટ ઓપ્શન ૧.૧૬ ડોલરના ભાવે વેચ્યું તથા સીસ્કોનું જાન્યુઆરી ૧૫, ૨૦૧૬ (એક્સીપીરેશન ડેઈટ)નું ૨૬ (સ્ટ્રાઈક પ્રાઈસ)નું એક પુટ .૪૬ ડોલરના ભાવે ઓપ્શન ખરીદ્યું.

આ રીતે એક ઓપ્શનના સ્પ્રેડથી .૭૦ ડોલર મળ્યા. એક ઓપ્પ્શન ૧૦૦ શેરનું હોય છે એટલે ૭૦ ડોલર મળ્યા.

જાન્યુઆરી ૧૫, ૨૦૧૬ના રોજ ત્રણમાંથી એક પરિણામ આવેઃ

–સીસ્કો સ્ટોક ૨૮ કે ૨૮ ઉપર ક્લોઝ થાય તો ૨૮ના ભાવે ૧૦૦ શેર ખરીદવા ન પડે, અને ૨૬નું ખરીદેલું પુટના બધા પૈસા જાય. (ખરીદેલા પુટ ઓપ્શનની સ્ટ્રાઈક પ્રાઈસથી સ્ટોક નીચે જાય તો જ પુટના પૈસા મળે.) પણ ૭૦ મળ્યા એ જ નફો. ૨૮ના ભાવે ૧૦૦ શેર ખરીદવા પડ્યા હોત તો ૨૮૦૦ ડોલરનું રોકાણ થાત. એટલે ૨૮૦૦ ડોલર પર લગભગ છ અઠવાડિયાંમાં ૭૦ એટલે ૨.૫% મળ્યા ગણાય. વાર્ષિક ૨૧.૬% થયા.

–સીસ્કો ૨૮ની નીચે અને ૨૬ કે ૨૬ ઉપર ક્લોઝ થાય તો ૨૮ના ભાવે ૧૦૦ શેર ખરીદવા પડે. (અગાઉ જણાવ્યા મુજબ એક ઓપ્શનના ૧૦૦ શેર હોયછે.) અને ૨૬ના પુટના પૈસા જાય. નફો ૭૦ ડોલર્ રહે.

–સીસ્કો ૨૬ની નીચે ક્લોઝ થાય તો ૨૮ના ભાવે ૧૦૦ શેર ખરીદવા પડે પણ ૨૬નું પુટ ખરીદ્યું હોવાથી ૨૬ના ભાવથી બ્રોકર ૨૮ના ભાવે ખરીદેલા ૧૦૦ શેર વેચી દે. આ રીતે ૨ ડોલરની ખોટ જાય, પણ એક આ સ્પ્રેડના .૭૦ તો મળી ગયા છે એટલે ખોટ ૧.૩૦ની ગણાય. ૧૦૦ શેર પર ૧૩૦ ની ખોટ. ૨૮૦૦ ડોલર પર એ ૪.૬% થઈ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: