‘ધરતી’નું ધન: વિકાસના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન પદે,ગુજરાતના મુખ્યમંત્રી પદે પ્રથમ મહિલા

(ધરતી’ના જુન ૨૦૧૪ના અંકના તંત્રીલેખ વિશે …)
કવર પર છે વડાપ્રધાન બનતા શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતનાં પહેલાં મુખ્યમંત્રી બનતાં  શ્રીમતી આનંદીબહેન પટેલની  શપથ લેતી વખતની પ્રેરક અને ઐતિહાસિક તસ્વીરો. અને હેડલાઈન છેઃ “ગર્વ છે ગુજરાતને.” અભિનંદન અને શુભેચ્છાઓ પાથવે છે ધરતી વિકાસ મંડળ.
પ્રિ. સોમાભાઈ પટેલના યાદગાર તંત્રીલેખમાંનાં કેટલાંક વિધાનોઃ
“… આજ સુધીની સર્વ ચૂંટણીઓમાં જાતિવાદી ગણિત ઉપર જ વિશેષ ભાર મુકાતો રહ્યો હતો. આ વખતની ચૂંટણીઓમાં દેશના મતદારોએ પહેલીવાર જાતિવાદી ગણિતથી ઉપર જઇને વિકાસ અને નવા ભારતનું નિર્માણ કરવા માટેનો મેન્ડેટ આપ્યો, એ રાષ્ટ્રહિતની દૃષ્ટિએ અત્યંત સારી બાબત છે.”
“… ‘અચ્છે દિન આયેંગે’ની જબરદસ્ત આશાઓ અને આકાંક્ષાઓ પણ જ્ન્માવી દીધી છે. ૬૩ વર્ષીય શ્રી મોદીએ હવે લોકોમાં જ્ન્માવેલી અનહદ આકાંક્ષાઓ અને સપનાંને સાકાર કરવાનો પડકાર ઝીલવો પડશે. ભાજપને હવે સ્પષ્ટ બહુમતી સાથે શાસન કરવાનું છે ત્યારે અગાઉની ગઠબંધન સરકારોની મજબૂરી જેવાં બહાનાં કે અન્ય કારણોથી જવાબદારી વહન કરવામાંથી છટકી શકાય તેમ નથી.”
સોમાભાઈ મોદી સરકાર સામેના મોટા પડકારો પણ રજૂ કરે છે.
અને સોમાભાઈના આ વિશ્વાસમય શબ્દો હૃદયમાં અંકિત કરોઃ
“વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની દેશના વિકાસ માટેની સ્પષ્ટ વિચારધારા અને તેને અમલી બનાવવાની નિશ્ચયાત્મક દૃષ્ટિ અને કાર્યક્ષમતા તેમને દેશની વર્તમાન સમસ્યાઓ હલ કરવામાં અને દેશને વિશ્વના ફલક પર આર્થિક અને રાજકીયક્ષેત્રે ગૌરવવંતુ સ્થાન અપાવવામાં સફળ થશે એવો સૌને વિશ્વાસ છે.”
અને શ્રીમતી આનંદીબહેન પટેલ માટેના સોમાભાઈના વિશ્વાસમય શબ્દોઃ
“શ્રીમતી આનંદીબહેને એમના (નરેન્દ્રભાઈના) ઉત્તરાધિકારી તરીકે પ્રથમ મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું સુકાન સંભાળ્યું છે એ પણ આપણને સૌને ગૌરવાન્વિત કરનારી ઘટના છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના અનુગામી તરીકે ગુજરાતના વિકાસ રથને એટલી જ ગતિથી આગળ વધારવાની જવાબદારી આનંદીબહેનના શિરે આવી છે. આનંદીબહેનની શક્તિઓ, એમની કાર્યક્ષમતા અને રાજકીય અનુભવ એમને અવશ્ય સફળતા અપાવશે.”
ત્ંત્રીલેખમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની પગથી મસ્તક સુધીની લાક્ષણિક તસ્વીર અને સ્મિત કરતાં શ્રીમતી આનંદીબહેન પટેલનો ફોટો છે.
આ કૃતિઓ પણ વધુ ગમીઃ
“ભગવાનને જ્ન્મ દેનાર ‘મા’ ભગવાનથી મહાન છે” (ડૉ. વલ્લભભાઈ વી. મયાણી). નરેન્દ્ર મોદીની માતૃભક્તિ યાદ આવી. ફિલ્મ “દાદીમા”નું મા વિશેનું મહેન્દ્ર કપૂરે ગાયેલું અમર ગીત પણ યાદ આવ્યું.
“મહિલાઓની સલામતી, સ્વતંત્રતા અને સમાનતા” (પ્રવીણ કે. લહેરી).
“બેટી બચાવ સમિતિ” (ગુણવંત પટેલ).
“સ્વાતિ” (નટવર પટેલ).
“સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સમાં ખોવાયેલું યુવાધન” (ડૉ. નિલેશ મારવણિયા).
“મન હોય તો માળવે જવાય (ભતરતભાઈ પટેલ).
“ઉપનિષદોનું પ્રશિક્ષણ” (શશીકાંત શાહ).
“શ્યામજી કૃષ્ણ વર્મા, સ્વામી વિવેકાનંદ અને ગુજરાત” (કિશોર મકવાણા). લેખ વાંચતાં સ્વામી વિવેકાનંદના મહાન ભક્ત શ્રી નરેન્દ્ર મોદી યાદ આવ્યા.
ધરતી વિકાસમંડળનાં પ્રમુખ શ્રી હંસાબહેનને વિનંતી કરું છું કે જુન ૨૦૧૪નો ‘ધરતી’નો અંક (અને એ પછીના અંકો) શ્રી નરેન્દ્ર મોદીના ટેબલ પર પહોંચે એ રીતે મોકલશો. શ્રીમતી આનંદીબહેન પટેલને તો ‘ધરતી’ મળતું જ હશે. બન્નેને ‘ધરતી’ના અંકોમાંથી સમાજ ઘડતર તથા
વિકાસ માટે માટે પ્રરણા મળતી રહેશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: