‘ધરતી’નું ધન: સમણું સાકાર કરવાનું રહસ્યઃ વિઝન અને મિશન

 
(‘ધરતી’ના એપ્રિલ ૨૦૧૪ના અંક અને એની
એક કૃતિ વિશે…) 
 
‘ધરતી’માં પ્રગટ થતા  નરોત્તમ વાળંદના લેખો, અન્ય કૃતિઓ સહિત, હું રસપૂર્વક વાંચું છું. એપ્રિલના અંકમાં એમનો “મહેસાણા-પાટણ  જિલ્લ્લાની લોકક્થાઓ” વાંચતાં મેં ૧૯૫૧માં આપેલી એેસએસસી પરીક્ષાના ગુજરાતી પેપરમાં “પાળિયાની આત્મકથા” નિબંધમાં લખેલી નીચેની પંક્તિઓ મને યાદ આવીઃ
 
હું છું રે પાળિયો હું છું રે પાળિયો
ગાવાં ગરવાં ગીત મારે હો જી
શૂરોના શૌર્યને હું તો સુણાવું
છોને ઘસાય મારી કાયા હો જી.
 
હવે ડૉ. પ્રો. રામુભાઈ એસ. પટેલના “વિઝન અને મિશન હોય તો શમણું સાકાર થાય” લેખ વિશેઃ
 
વિઝન અને મિશન લક્ષમાં રાખી પુરુષાર્થ કરી સમણું સાકાર કરનારાના લેખક આ દાખલા આપે છેઃ વ્યાપારવીર સ્વ. ધીરુભાઈ અંબાણી, એવરેસ્ટ વિજેતા ઍડમન્ડ હિલેરી, અભિનય સમ્રાટ અમિતાભ બચ્ચન, રાષ્ટપતિ અબ્દુલ કલામ આઝાદ, ટૅલિફોન શોધક ઍલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ, સોફ્ટવેર-સમ્રાટ બિલ ગેટ્સ તથા ઉદ્યોગવીર અને જનતાના ચરણે નેનો કાર ધરનાર રતન ટાટા.
અલબત્ત, આવા તો અનેક દાખલા આપી શકાય. એમાં એક  છે “ગાંધી” ફિલ્મના સર્જક રીચર્ડ  ઍટનબરો. કેટલીક સ્ત્રીઓએ પણ વિઝન અને મિશન લક્ષમાં  રાખી સમણાં સાકાર કર્યાં છે. 
મારું પણ એક વિઝન અને મિશન છે જેના વિશે અહીં થોડુંક લખવાની રજા લઉં છું.
 
એક અમેરિકન મિત્ર સાથે ૧૯૮૦ના દસકાની શરૂઆતમાં શિકાગોના એક થિયેટરમાં રીચર્ડ ઍટનબરોની “ગાંધી” ફિલ્મ જોઈ ત્યારથી એ કક્ષાની અંગ્રેજી અને હિંદીમાં ફિલ્મ “વિવેકાનંદ” બનાવરાવવાનું મારું જીવનસ્વપ્ન છે. ફિલ્મ માટે મેં ૨૦૦ પાનાની અંગ્રેજીમાં પટકથા પણ લખી છે. યોગ્ય ફિલ્મકારની શોધમાં છું.
 
ડૉ. પ્રો. રામુભાઈ એસ. પટેલના લેખે મને પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા આપી છે.    
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: