‘ધરતી’નું ધન: ‘ધરતી’ના ફેબ્રુઆરી ૨૦૧૪ના અંક અને એની એક કૃતિ વિશે

આ કોલમમાં અગાઉ મેં જણાવેલું કે મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખને ‘ધરતી’ માસિક અત્યંત પ્રિય હતું. એ વખતના ‘ધરતી’ના તંત્રી સ્વ. પ્રભાતકુમાર દેસાઈને જ્યારે જ્યારે એ મળતા ત્યારે એ રચનાત્મક સૂચનો કરતા. પ્રભાતકુમાર ધ્યાનથી સાંભળતા — અને પિતાજીને એ ‘ધરતી’ના માળી કહેતા.

અલબત્ત મને પણ ‘ધરતી’ અત્યંત પ્રિય છે — પિતાજી જેવો ‘ધરતી’નો માળી તો કદાચ હું ન બની શકું, પણ અવાર નવાર આ કોલમમાં રચનાત્મક સૂચનો કરવાનો પ્રયત્ન કરતો રહીશ.

ડૉ. માણેક પટેલ ‘સેતુ’નો “અમદાવાદમાં કળવણીનાં પગરવ” લેખ માહિતિસભર છે. એમને સજેશન કરું છુંઃ અમદાવાદમાં જેમણે કાર્ય કર્યું છું એવા મહાન કેળવણીકારો વિશે લખો તો લેખ રસમય અને પ્રેરણાદાયક થશે. કેટલાક મહાન કેળવણીકારોઃ સી. એન. પટેલ, પ્રો. સ્વામીનારાયણ, ધીરુભાઈ ઠાકર,  યશવંતરાય ગુલાબરાય નાયક, અનંતરાય રાવળ, સ્નેહરશ્મિ, પ્રો. દાવર, પી. સી, વૈદ્ય, આર. એન. સૂતરિયા, વગેરે.

ડૉ. સોમભાઈ સી. પટેલે “વાચક-પ્રતિભાવ”માં ‘ધરતી’ના તંત્રી પ્રિ. સોમાભાઈના  “ખેડૂતોએ જમીન વેચવી નહીં પણ સાચવી રાખવી” તંત્રીલેખ-માળા વિશે લખ્યું છેઃ “એક તેજસ્વી કલમ દેશમાં કેવું હવામાન સરજી શકે છે તેનું ઉદાહરણ તમારી લેખમાળા છે.”

ધરતી વિકાસ મંડળને સજેશન કરું છું કે પ્રિ. સોમાભાઈ પટેલના શ્રેષ્ઠ તંત્રીલેખોનો “તેજસ્વી કલમનાં તેજ” નામનો સંગ્રહ પ્રગટ કરે. આ પુસ્તક ‘ધરતી’ના નવા આજીવન સભ્યોને ભેટ તરીકે આપી શકાય.

હવે એક કૃતિ વિ’શેઃ

“ધરતી’ના ૧૪ વર્ષો સુધી તંત્રી રહેલા અને જેમને શ્રી માણકલાલ પટેલ સાથે ૪૦ વર્ષોનો સંબંધ હતો એ ડૉ. મફતલાલ પટેલનો અંજલિલેખ “નિષ્ઠા, સેવા, પ્રામાણિકતા જેઓનો જીવનમંત્ર હતો, એવા શ્રી માણેકલાલ પટેલની ચિરવિદાય” હૃદયસ્પર્શી છે.

મફ્તતલાલના લેખમાંથી જાણવા મળે છે કે માણેકલાલને વાચનનો ખૂબ જ રસ હતો. જ્ઞાનના પ્રચાર-પ્રસાર કરવાનું ઉમદા કાર્ય પણ એમણ કર્યું છે.

બાયપાસ સર્જરી પછી તેમનું હૃદય ૨૫ ટકા જ કામ કરતું હતું છતાં, ૮૫ વર્ષની ઉંમરે પણ માણેકલાલ વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત રહ્યા. ધરતી વિકાસ મંડળ તો એમના માટે મંદિર હતું, અને એ સક્રિય પૂજા કરતા.

મફતલાલે એમને આરામ કરવા  સૂચવ્યું ત્યારે એમણે કહ્યું, “મૃત્યુ તો દરેક માટે અનિવાર્ય છે. ગમે ત્યારે મૃત્યુ તો આવશે જ. પણ પથારીમાં પડ્યા પડ્યા મારે મરવું નથી પણ લોકસેવાનાં કાર્યો કરતાં કરતાં જ મરવાનું આવશે તો મને ગમશે.”

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: