“આ તે કેવા કેદી !” વાર્તાનો પ્લોટ

ગુજરાતી પુસ્તકોનું વેચાણ કઈ રીતે મોટ્ટા પાયા પર કરી શકાય એ અંગે મારા મગજમાં સતત વિચરો આવ્યા કરે છે. મા લક્ષ્મીજી તથા મા સરસ્વતીની કૃપાથી નીચેની વાર્તાનો પ્લોટ સ્ફૂર્યોઃ   એક જેલના કેદીઓને અનોખી રીતે સજા કરવાનો વિચાર પુસ્તકપ્રેમી જેલરને સ્ફૂર્યો. એને એક સર્જકે કહેલું કે ગુજરાતીઓને પુસ્તક વેચવું એ માથું વેચવા બરાબર છે!  કેદીઓને આ રીતે સજા કરવાનો એને વિચાર આવ્યોઃ દરેક કેદીઓને એ પુસ્તકો આપશે જે એમણે એ દિવસે જ બહાર જઈને વેચી દેવાનાં. દરેક કેદીને એને આપેલાં પુસ્તકોના વેચાણમાથી થોડું વળતર આપવાનું જેથી એને સજા ભોગવવા છતાં ઉત્સાહ રહે. સૌથી મોટો ગુનો કરનાર કેદીને કવિતાનાં પુસ્તકો વેચવા આપવાનાં! નાના ગુના કરનારને ઝટ વેચાય એવાં પુસ્તકો આપવાનાં.
જેલરે એના બોસને આ વાત કરી. બોસને લાગ્યું કે જેલરનું મગજ ખસી ગયું છે! જેલર પ્રામાણિક અને કુશળ હતો એટલે બોસને એના માટે માન તો હતું જ, પણ આ વિચાર એમને વાહિયાત લાગ્યો! બોસને બહુ સમજાવવા છતાં એ ન જ માન્યા ત્યારે જેલરે રાજીનામું આપવાની વાત કરી. છેવટે બોસે હા પાડી પણ એક શરતે કે જેલર કેદીઓની સાથે જ રહેશે અને જરા પણ વિખુટા નહીં પડવા દે. જો એક પણ કેદી ભાગી જશે તો આ પ્ર્યોગનો અંત આવશે અને જેલરને સજા પણ થશે. જેલરે શરત કબૂલ કરી.
જેલરે કેદીઓને પ્રેરક સંબોધન કર્યું. પોતે સ્વીકારેલી શરતો વિશે પણ કહ્ય્ં.
પ્રયોગ શરૂ થયો અને થોડા દિવસો સરસ રીતે ચાલ્યો. પણ એક દિવસ એક કેદી જેલરની નજર ચુકાવી ભાગી ગયો! કેટલાક કેદીઓએ પુસ્તકો વાંચ્યાં પણ હતાં અને એમના વિચારોમાં પરિવર્તન થયું હતું. પેલા ભાગી ગયેલા કેદીને પકડી લાવવા જવા દેવા માટે એક કેદીએ રજા માગી. રજા આપવી કે નહીં એ દ્વિધામાં જેલર પડી ગયો. એકના બદલે બે કેદીઓને ગુમાવવાનો વારો તો નહીં આવે ને!
કેદીએ વચન આપ્યું કે એ જરૂર પાછો આવશે — ભાગી ગયેલા કેદીને પકડવાનો પૂરો પ્રયાસ કર્યા પછી.
અને એ ભાગી ગયેલા કેદીને એક મંદિરમાં જુએ છે. ત્યાં એ ભગવાનની મૂર્તિને પ્રાર્થના કરતો હોય છે! એને પકડવા આવનાર કેદીને એ કહે છે કે એ પાછો આવવાનો હતો — એને ભગવાનની મૂર્તિના મુખની જગાએ જેલરનું મુખ દેખાયું હતું!
બન્ને કેદીઓ જેલર પાસે આવે છે, અને ભાગી ગયેલો કેદી જેલરના પગે પડી માફી માગે છે, અને મૂર્તિના મુખની જગાએ જેલરનું મુખ દેખાયું હતું એ કહે છે.
જેલરનો પ્રયોગ સફળ થાય છે.
કેદીઓને જેલમાંથી વહેલા છોડવામાં આવે છે
.
ભાગી ગયેલા કેદીને પકડવા જનાર અનેલ્ ભાગી ગયેલો કેદી જેલ્માથી છૂટ્યા પછી ખૂબ નાના પાયા પર પુસ્તક પ્રકાશન કંપની શરૂ કરવાનું નક્કી કરે છે, અને એના શ્રી ગણેશ જેલરના શુભ હસ્તે કરાવે છે. બન્ને ભાગીદારો પુસ્તકોને દુકાનની છાજલીઓ પર તો રાખે જ છે, પણ જાતે ઘેર ઘેર જઈને લાખ્ખોની સંખ્યામાં વેચે છે. પ્રામાણિકપણે સર્જકોને પણ સારી રોયલ્ટી આપે છે.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: