મારા ગામ બાવળા વિશે વધુ …

 

જાન્યુઆરી ૩, ૨૦૧૪ના ‘ગુજરાત ટાઈમ્સ’ (www.GujaratTimesUSA.com) ના ‘સપ્તક’માં મારો લેખ “સ્મરણપટ પર સદાય રહેશે ગામ મારું બાવળા” પ્રગટ થયો છે.  લેખ ૫૦૦થી વધુ શબ્દોનો લખવાનો નહોતો એટલે એમાં નીચેના શબ્દો આપી શકેલો નહીં. આ રહ્યા એ શબ્દોઃ
બાવળાની આ. કે. વિદ્યામંદિર હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે ‘ગાંધીજી અને રાષ્ટીય જાગૃતિ’ નામનો નિબંધ લખવાની હરીફાઈ યોજાઈ હતી. એક જ નિબંધ લખવાનો હતો એની મને ખબર નોહોતી. મેં બે નિબંધો, એક ‘ગાંધીજી’ વિષે, અને બીજો ‘રાષ્ટીય જાગૃતિ’ વિષે, લખીને આપ્યા! પછીથી મારી ભૂલની મને ખબર પડી. મેં ઇનામ મેળવવાની આશા છોડી દીધી.
ગામમાં યોજાનારા એક સમારંભમાં મુખ્ય મહેમાન નગીનદાસ પારેખના હસ્તે ઇનામ અપાવાનું હતું. મોટી મેદનીમાં હું લગભગ છેલ્લે બેઠો હતો. નિબંધ હરીફાઈના એક વિજેતા તરીકે મારું નામ બોલાયું! હું માની ન શક્યો, કંઈક ભૂલ થઈ લાગે છે એમ માનીને બેસી રહ્યો! મારું નામ ફરીથી બોલાયું. ધ્રુજતા પગે હું ઊભો થયો અને ઇનામ લઈ આવ્યો.
—–
મારા “ગામડાનું બજાર”કાવ્યની પંક્તિઓઃ
અહીં શહેરના જેવી સડક ક્યાં?
અહીં તો ઊડે છે ને ચડે છે આસમાને ધૂળના ગોટા!
આ ગામડાનું ગીત છે –
નવનિત છે
 આજ તો એના પર જ છે ગામનો
 આધાર
 ગામડાનું આ બજાર!
કબૂલાતઃ વર્ષો પહેલાં બાવળાના બજારમાંથી પ્રેરણા લઈ કાવ્ય લખાયેલું.
અલબત્ત, વતનની ધૂળ પણ મને વહાલી છે.
કાવ્યની લીંકઃ http://layastaro.com/?cat=643
—–
બાવળાના રાધાવલ્લભ મંદિરમાં મંગળાદર્શન વખતે ગવાતા એક ભજનની આ પંક્તિઓ હજુય મારા કાનમાં ગુંજે છેઃ
તારો નેડો લાગ્યો મુજને રાધા રણછોડ રે
રાધા રણછોડ રે ર્ંગીલા રણછોડ રે …
—-
સદાય યાદ રહેશે બોરીંગ પાસે પુનિત મહારાજે કરેલું આખ્યાન. માનવ મેદનીમાં બાજુનાં ગામડાંઓમાંથી પણ લોકો આવ્યા હતા. મોડી રાત સુધી આખ્યાન અને ભજનોનું અમૃત સહુએ મન ભરીને માણ્યું હતું.
—-
મિત્ર રમણ સોની અને મિત્રો સાથે પત્તાં પણ રમતો.
Advertisements

One Response to “મારા ગામ બાવળા વિશે વધુ …”

  1. pravina Avinash Says:

    થોડામાં ઘનું કહેવાની તમારી શક્તિ અદભૂત છે.

    http://www.pravinash.wordpress.com

    please visit

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: