‘ધરતી’નું ધન: મોહનલાલ પટેલની આત્મકથાની સમીક્ષાની સરાહનાઃ ‘ધરતી’ના ડિસેમ્બર ૨૦૧૩ના અંકની એક કૃતિ

આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર છે મોતીના દાણા જેવા અક્ષરોમાં લખાયેલો એક પત્ર. એ છે મારી વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કરવા અંગે મેં માગેલી સલાહ આપતો પત્ર. નિખાલસ અને વિગતવાર સલાહ છે એમાં.

એ પત્ર છે આપણા ખ્યાતનામ સાહિત્યકાર મોહનલાલ પટેલનો. મોહનલાલે એપ્રિલ ૧૮, ૧૯૯૫ના રોજ લખેલો એ પત્ર મેં સાચવી રાખ્યો છે.

મોહનલાલના પત્રના આ શબ્દો મને સાહિત્યસર્જનની પ્રેરણા આપે છેઃ

“તમારામાં એક ઉમદા સાહિત્યકારનો વાસ છે એ તો તમારા પત્રથી પ્રતીતિ થાય છે જ પણ એ અગાઉ તમારા નામથી તો હું પરિચિત હતો જ. મુરબ્બી હરિભાઈનું નામ ‘ધરતી’ના વાચકોને સુપરિચિત છે. એ તમારા પિતાશ્રી હોવાનું જાણીને વિશેષ આનંદ થયો.”

વર્ષો પહેલાં મેં મોહનલાલ પટેલની ‘સવિતા’ વાર્તા માસિકમાં પ્રગટ થયેલી ઈનામી વાર્તા “એમના  સોનેરી દિવસો” વાંચેલી અને હું મોહનલાલનો ચાહક બની ગયેલો. એ પછી મેં વાંચ્યો એમનો વાર્તાસંગ્રહ “હવા તુમ ધીરે બહો”, અને ઐતાહિસક નવલકથા “અંતીમ દીપ”. લઘુકથાના  આદ્યસર્જક ગણાતા મોહનલાલની કેટલીક લઘુવાર્તાઓ પણ વાંચી.

મોહનલાલ પટેલની તાજેતરમાં પ્રગટ થયેલીઆત્મકથા “ટાઈમ કૅપ્સ્યુલ”ની ‘ધરતી’ના ડિસેમ્બર ૨૦૧૩ના અંકમાં તંત્રી પ્રિ.સોમાભાઈ પટેલની સરાહનીય સમીક્ષા  વાંચી મોહનલાલ કરમચંદ ગાંધીની વિશ્વવિખ્યાત “આત્મકથા” યાદ આવી. મોહન (કૃષ્ણ)ને પ્રાર્થના કરું છું કે “ટાઈમ કૅપ્સ્યુલ” (તથા મોહનલાલનાં  અન્ય સર્જનો ) પણ વિશ્વવિખ્યાત બને.

સોમાભાઈ લખે છેઃ જીવનના નવમા દાયકાના ઉત્તરાર્ધ તરફ ગતિ કરી રહેલા મોહનભાઈની કલમ આજે પણ એ જ ગતિથી કાર્યરત રહી છે.”

મા સરસ્વતીને તથા પ્રભુને પ્રાર્થના કરું છું કે મોહનલાલ શતાયુ થાય, આરોગ્યમય તથા સુખ શાંતિ ભર્યું જીવન જીવે અને અનેક નવાં સર્જનો આપે.

સોમાભાઈનું આ ટાઈમલેસ (યાને અમર) આત્મકથાનું મહત્વદર્શન કરાવતું એક વાક્યઃ “ટાઈમ કૅપ્સ્યુલ” એ લેખકના જીવનની ઘટનાઓની માત્ર માહિતિ આપતી કૃતિ નથી, પણ પોતાના વ્યક્તિત્વ જીવનના અનુભવોને સર્વજનરસિક બનાવતી એક સર્જનાત્મક સાહિત્યકૃતિ છે.”

મોહનલાલે “દીર્ઘકાળ કડી સર્વ વિદ્યાલયના એક સંન્નિષ્ઠ આચાર્ય તરીકે વિતાવ્યો હતો,” અને “તેમની શિક્ષણયાત્રાની સાથે સાથે તેમની સાહિત્ય સર્જનયાત્રા” પણ ચાલતી હતી.

મોહનલાલ ઐતિહાસિક પાટણનગરીના પનોતા પુત્ર છે, અને ભવ્ય ભૂતકાળ ધરાવતી જન્મભૂમિનો ઈતિહાસ પુસ્તકમાં રસમય રીતે રજૂ કર્યો છે.

કિશોરવય માટે સોમાભાઈએ સરસ શબ્દ “કૈશોર્ય” યોજ્યો છે. આત્મકથાને સોમાભાઈ “સંતર્પક” કહે છે જેના અર્થ છેઃ તૃપ્ત કરનારું; પ્રસન્ન કરનારું; સંતૃપ્ત કરતું. અને “આયામ” શબ્દનો અર્થ છે વિસ્તાર.

અંતમાં સોમાભાઈ લખે છેઃ “શ્રી મોહનભાઈને આવી સુંદર સંતર્પક આત્મકથા આપવા બદલ અભિનંદન સાથે તેમની કલમ હજુ વધુ ને વધુ આયામો સિદ્ધ કરતી રહે એવી શુભકામના.”

થોડાં સજેશનોઃ

–સોમાભઈને વિનંતી કરું છું કે મોહનલાલની અનુમતિ લઈ પુસ્તકમાંથી કેટલુંક ‘ધરતી’મા પ્રગટ કરો. એને હું એપેટાઈઝર કહીશ.

–પુસ્તકના પ્રકાશક શ્રી મોહનલાલ પટેલ અમૃતપર્વ સમિતિને વિનંતી કરું છું કે મોહનલાલની આ  આત્મકથાનો તથા  એમનાં પસંદ કરેલાં અન્ય સર્જનોનો અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં અનુવાદ કરાવી પ્રગટ કરે. મોહનલાલ પર આવેલા અને એમણે લખેલા પત્રોના સંગ્રહનું સંપાદન કરાવી પ્રગટ કરી શકાય.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: