સ્મરણપટ પર સદાય રહેશે ગામ મારું બાવળા

 

સવારે પાંચ વાગ્યે શિયાળાની ગુલાબી ઠંડીમાં એક નાનો છોકરો કામળી ઓઢી બા સાથે રાધાવલ્લભ મંદિર તરફ જઈ રહ્યો છે.  મંદિરમાં મંગળાદર્શન થાય છે. મુખિયાજી વારે વારે પડદો પાડે છે, અને જ્યારે જ્યારે ઉઘાડે છે ત્યારે કૃષ્ણને નવા વાઘા પહેરાવ્યા હોય છે.  અને બા ભક્તો સાથે ભક્તિમય થઈ ભજનો ગાય છે.
 
આ લખનાર છે એ છોકરો. સ્વ. કંકુબા પાસેથી એને ભક્તિના સંસ્કાર મળ્યા છે.
અમદાવાદથી વીસ માઈલ દૂર મારા ગામ બાવળામાં અમારા ઘર સામે બાએ લીમડો ઉગાડ્યો હતો. એના નીચે ખાટલામાં જેવી મીઠ્ઠી ઊંઘ આવતી એવી ઊંઘ મને હજુ સુધી આવી નથી! 
મારા સ્વ. પિતાજી હરિભાઈ જ. પરીખ શિક્ષક હતા. બાળપણમાં એમણે મને મહાપુરુષોનાં જીવનચરિત્રોમાં રસ જગાડેલો. સ્વામી વિવેકાનંદ તરફ વિશેષ આકર્ષણ થયેલું જે હજુ પણ છે. એમણે મને વાંચન અને લેખનની લગની લગાડી.  છ સાત વર્ષનો હતો ત્યારે મુખમાંથી કવિતા જેવું કંઈક સરી પડેલું! પિતાજીએ મને આ વાત કહેલી. ગુજરાતી અને અંગ્રેજીમાં લેખન હજુ પણ ચાલુ છે.
ટાઈફોઈડની મારી લાંબી માંદગી વખતે પિતાજીએ મારી રાતદિવસ સુશ્રુષા કરેલી.  મારા મોટાભાઈ સ્વ. નટવરભાઈ એ વખતે ઈગ્લેન્ડમાં અભાસ કરતા હતા. મારી માંદગીના સમાચાર જાણી એમણે પાછા આવવાની તૈયારી કરી, પણ પછી મને સારું થવા માંડ્યું.
મારા સૌથી મોટાભાઈ  સ્વ.  મણિભાઈ એ વખતે બાવળાના પોસ્ટમાસ્તર હતા. ગામમાં સરકસ આવતું ત્યારે એમને પાસ મળતો. આગળની સીટમાં બેસીને સરકસ જોવાની મઝા આવતી.
મારાં સ્વ. સીતાબહેન પણ યાદ આવે છે. નાનો હતો ત્યારે હું ઘરમાં દોડતો રહેતો. મારા વાળ ઓળવા કાંસકો લઈને એ મારી પાછળ પાછળ ફરતાં.  
“બાવલા સમાચાર”  નામનું હસ્તલિખિત વર્તમાનપત્ર મિત્ર કાંતી પટેલ સાથે શરૂ કરેલું જેમાં કાવ્યો પણ લખતો. કાંતી પટેલના ઘરમાં અમે નાટકો પણ ભજવતા.
મારા અન્ય બાળગોઠિયાઃ સ્વ. કનુ ગજ્જર, સ્વ. રામકૃષ્ણ પટેલ, અને પડોશમાં રહેતા રમણ સોની. સુખી કુટુંબના રમણ સોનીના ઘેર ફોનોગ્રાફ હતું જેને અમે થાળીવાજુ કહેતા! “ગુણસુંદરી”, “અણમોલ ઘડી”, વગેરે ફિલ્મોનાં ગીતો સાંભળવાની મઝા આવતી.
 
હાઈસ્કૂલમાં એક છોકરાએ મને ગાળ ભાંડી. ગુસ્સે થઈને મેં એને મુક્કો માર્યો. એનાં ચસ્શ્માં તૂટી ગયાં! સદભાગ્યે એની આંખો બચી ગઈ. હેડમાસ્તર શાંતિભાઈ ભટ્ટ દોડી આવ્યા અને ઇજા થયેલી મારી આંગળીઓ પર આયોડીન લગાવ્યું, અને ગુસ્સે ન થવાની મને શાંતિથી શીખામણ  આપી. મને વાગેલું એની મારી આંગળીઓ વચ્ચે હજુ પણ આછી નિશાની છે.
હાઈસ્કૂલના ઉપલા ધોરણના સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં “ઇન્દુમતી સ્વયંવર” નામનો પાઠ આવતો. શિક્ષક સાસ્ત્રીજી ઈન્દુમતીના સૌંદર્યનું વર્ણન રોમાંચક રીતે કરતા. યૌવનના ઉંબરે પગ માંડતા આ લખનારના મનની સ્થિતિ આપ કલ્પી શકો છો!  
   
એ સમય હતો અઝાદીની લડતનો. સવારમાં વહેલા ઊઠી અનેરા આનંદ અને ઉત્સાહ સાથે પ્રભાતફેરીમાં જોડાઈ જતો.
મિત્રો મળતા ત્યારે આ પંક્તિઓ ગાઈ ચર્ચીલની ઠેકડી ઉડાવતાઃ
ચર્ચીલ બીચારો શું કરશે?
કાંકરિયામાં ડૂબી મરશે!
કાંકરિયું તો નાનું છે
મહીસાગર તો મોટો છે.    
 
અમદાવાદની એલ. ડી.  એન્જિનિયરીંગ કોલેજમાંથી બી.ઈ. સીવીલ કર્યા પછી મારાં લગ્ન સ્વ. આત્મારામ પટેલ (જે આખા ગામમાં ભગતજી તરીકે ઓળખાતા) અને સ્વ. જડીબાનાં પુત્રી હસુ સાથે થયેલાં.  
 
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: