‘ધરતી’નું ધન: કુદરતના સર્જનને સમજીએ અને માણીએઃ ‘ધરતી’ના નવેમ્બર ૨૦૧૩ના અંકનો એક લેખ

મણિભાઈ ઈ. પટેલ (મમ્મી)નો લેખ “કુદરતના સર્જનને સમજો અને માણો” સમજીને કુદરતને માણવાની મઝા લઈએ.
લેખક “મમ્મી” તરીકે ઓળખાતા લાગે લાગે છે કે “મમ્મી” એમનું ઉપનામ છે. એ વિશે જાણવા મળશે તો આનંદ થશે.
લેખનાં બે પાનામાં એક જ પેરેગ્રાફમાં લેખનું ગદ્ય વહે છે! — પણ એ વાચનક્ષમ (readable) બન્યું છે.
કુદરતની પ્રકૃતિનું સર્જન “સમગ્ર બ્રહ્માંડ અને વિશ્વભરમાં રહેતા જીવમાત્રના કલ્યાણ માટેનું અદભુત સર્જન છે.” પર્યાવરણને બગાડવાના માનવીના કાર્ય તરફ લેખક લાલ બત્તી ધરે છે.
લેખક “કુદરતની કમાલ”વિશે વાત કરે છે ત્યારે એક ગીતની નીચેની પંક્તિઓ યાદ આવે છેઃ
ઉપર ગગન વિશાલ નીચે ગહરા પાતાલ બિચમેં ધરતી વાહ મેરે માલિક તુને કિયા કમાલ !
માતાના ગર્ભમાં બાળકનો વિકાસ પણ કુદરતની કમાલ છે. કુદરતે કરેલી આપણી શરીર રચના પણ અદભુત છે.
કુદરતને માણવાના “સાત્વિક આનંદ”નું વર્ણન દાખલાઓ આપીને લેખક કાવ્યમય ગદ્યમાં કરે છે. કુદરતથી વિમુખ થવાથી થતા અનર્થ તરફ પણ લેખક ધ્યાન દોરે છે.
કુદરતના ખોળે કેવો આનંદ મળે? મારો અનુભવઃ મારા ગામ બાવળામાં અમારા ઘર સામે બાએ લીંબડો ઉગાડ્યો હતો. એના નીચે ખાટલામાં જેવી મીઠ્ઠી ઊંઘ આવતી એવી ઊંઘ મને હજુ સુધી આવી નથી!
લેખનું ચિંતન કરતાં ભારતમાં જન્મેલા અને પરદેશમાં વસનારાઓના (આ લખનાર પણ એમાંના એક છે) સુખ દુઃખનો વિચાર આવ્યો. કુદરતે જ્યાં જ્ન્મ આપ્યો છે અને જ્યાં ઉછેર થયો છે ત્યાંથી પરદેશગમન કરી વસવાટ કરવું એ એક સાહસ છે! મને યાદ છે કે ૧૯૬૭માં અમેરિકા આવવા માટે પાસપોર્ટની અરજીમાં મારા મોટાભાઈ સ્વ. નટવરભાઈની સહી લેવા ગયો ત્યારે એમણે મને પહેલો જ પ્રશ્ન પૂછ્યોઃ “ત્યાં જઈને માંદો પડશે તો શું કરશે?” હું એમની લાગણી સમજી શક્યો અને કહ્યું, “એ જોખમ લેવા હું તૈયાર છું.” અને એમણે અરજીમાં ખુશીથી સહી કરી આપી.
ઉમેરું છું કે.કુદરતની કૃપાથી અને જાતમહેનતથી મોટા ભાગના ભારતીઓ પરદેશમાં સફળ થયા છે —  પણ એમનાથી જ્ન્મભૂમિ ભુલાતી નથી.
લેખક સૂચન (સજેશન) કરે છેઃ “તમારી પાસે જો આર્થિક વ્યવસ્થા  હોય તો જમીન લઈ તેમાં નાનકડું સાદું મકાન, થોડાંક વૃક્ષો જેવું બનાવી થોડોક સમય ત્યાં જવાનું રાખશો તો મજા આવશે.”
અમેરિકામાં કોઈ કોઈ ધાર્મિક સ્ંસ્થાઓ શહેરથી દૂર “રીટ્રીટ” માટે સગવડ કરે છે જ્યાં જઈને થોડા દિવસ કુદરતના ખોળે રહી શકાય.      
ધરતી વિકાસ મંડળને  એક નમ્ર સૂચન (સજેશન) કરું છુંઃ ૨૦૧૪ની સાલથી દર વર્ષે ઓગસ્ટ ૧૫ના રોજ, ‘ધરતી’ માસિકના જ્ન્મદિને, ધરતી કાર્યાલયમાં ” ‘ધરતી’ મિલન ” નામનો જાહેર સમારંભ કરવાના શ્રી ગણેશ કરશો. આ સંમેલનમાં પ્રિ.  સોમાભાઈ પટેલ તથા ‘ધરતી’ના પૂર્વતંત્રીઓ જે જીવંત હોય એમનું સન્માન કરશો, અને સ્વર્ગસ્થ પૂર્વતંત્રીઓને અંજલિ આપશો. અલબત્ત, સંમેલનમાં ‘ધરતી’ માસિકની સલાહકાર સમિતિ, તંત્રીઓ, લેખકો,  વાચકો, જાહેરાત આપનાર, વગેરે સાથે વિચરોની આપ-લે પણ થવી જોઈએ.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: