‘ધરતી’નું ધન: ધરતીપુત્રોને શીખઃ ‘ધરતી’ માસિકના ઓક્ટોબર ૨૦૧૩ના અંકનો તંત્રીલેખ

‘ધરતી’ના ઓગસ્ટ ૨૦૧૩ના અંકના તંત્રીલેખ, ‘યુવા પેઢી ખેતી શા માટે કરે?’ વિશે’ નટવરભાઈ એન. પટેલનો વિચારણિય પ્રતિભાવ ઓક્ટોબર અંકમાં પ્રગટ થયો છે. “પાટીદારોની ખેતી વિમુખતા વિશે આપે વિસ્તૃત છણાવટ કરી છે અને કરશો.” નટવરભાઈ લખે છે.

‘ધરતી’ના તંત્રી પ્રિ. સોમાભાઈ પટેલે ઓક્ટોબરના અંકના તંત્રીલેખમાં પાટીદાર સમાજના આ પ્રાણપ્રશ્ન વિશે ઊંડું ચિંતન કરી પ્રેક્ટીકલ ઉકેલ આપ્યા છે. લેખનું શીર્ષક છેઃ ‘ખેતી ખોટનો જ ધંધો હોય, એમાં ભાવિ વિકાસની શક્યતા ન જણાય તો અન્ય ધંધો કરો, પણ જમીન વેચીને નહિ જ.’

વતનની જમીનનો મહિમા ગાતા મૂળ અમદાવાદના અમર શાયર આદિલ મન્સૂરીનો જગપ્રસિદ્ધ શેર છેઃ

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ના મળે.

તમારી પાસે જમીન છે તો સાચવી રાખો. એ વેચતાં પહેલાં સોમાભાઈનો આ લેખ વારંવાર વાંચશો. અને તમે જમીન નહીં જ વેચો. વતનની સ્મૃતિ સદા માટે તમારા અને તમારા વંશજોના હૃદયમાં રહેશે.

ધરતી અન્નદાતા માતા છે, અને ખેતી કરતા કે કરાવનારા પાટીદારો ધરતીપુત્રો છે. અલબત્ત, અન્ય ખેતી કરનારા અને કરાવનારા પણ ધરતીપુત્રો જ છે.

‘ધરતી’નાં ચાર પાનાઓ પર પથરાયેલા અને દસ મુખ્ય મુદ્દાઓ રજૂ કરતો આ લેખ અસરકારક છે. સોમાભાઈના ગદ્યનો પ્રવાહ ધરતીને પાવન કરતી સરિતાની જેમ વહે છે. જમીન વેચવાની એમની અપીલ હૃદય સોંસરી ઊતરી જાય છે.

લેખના અંતમાં સોમાભાઈના હૃદયમાંથી આવતો પુકાર સાંભળોઃ

“યાદ રાખજો, તમે ધરતીપુત્ર છો. ધરતી તમારી માતા છે. ધરતીમાતાએ તમને ભૂખ અને ભયથી મુક્ત રાખી સ્વમાનભેર જીવાડ્યા છે માટે ગૌરવથી કહેજોઃ ‘હું ધરતીનો પુત્ર છું.’ ”

”ધરતી’ના તંત્રી પ્રિ. સોમાભાઈ પટેલનો હું ચાહક છું અને એમના લગભગ બધા જ ત્ંત્રીલેખો, વગેરે રસપૂર્વક વાંચું છું તથા ચિંતન પણ કરું છું.

એમના અમેરિકા-પ્રવાસના અનુભવો પરથી એમણે પુસ્તકો પ્રગટ કર્યાં છે જે ધરતી વિકાસ મંડળની ઓફિસમાંથી મળે છે. (જુઓ ઓક્ટોબર અંકમાં પૃષ્ઠ ૫૧).

સોમાભાઈના તંત્રીલેખોમાંથી પસંદ કરીને ” ‘ધરતી’ માસિકના શ્રેષ્ઠ તંત્રીલેખો” નામનો સંગ્રહ પ્રગટ કરવાનું ‘ધરતી’ માસિકની સલાહકાર સમિતિને હું સજેશન કરું છું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: