મન્ના ડેને અલ વિદા

મન્ના ડેનાં ફિલ્મી ગીતો મને ખૂબ જ પ્રિય છે. “તું પ્યાર કા સાગર હૈ…” અને “લાગા ચુનરીમેં દાગ .. ” તો ભજનો જ છે.

મન્ના ડેને પ્રત્યક્ષ ગાતા સૌ પ્રથમ મુંબઈમાં ખારમાં આવેલા રામકૂષ્ણ આશ્રમમાં સાંભળેલા.

અમેરિકા આવ્યા પછી એમની બે વખત ટૂંકી મુલાકાત થઈ અને બન્ને વખત પ્રત્યક્ષ ગાતા સાંભળ્યા પણ ખરા.

અમેરિકામાં એમની પહેલી મુલાકાત થઈ શિકાગોમાં એમના કોન્સર્ટ વખતે. એ વખતે ગુજરાતના લીંબડી શહેરમાં મોટું પૂર આવેલું. પૂર પીડીતોને કંઈક રાહત મળે એ માટે શિકાગોની વિવેકાનંદ વેદાંત સોસાઈટી તરફથી સ્વામી ભાષ્યાનંદજીની અનુમતિ લઈ હું ફંડ ભેગું કરી રહ્યો હતો. ફંડ માટે અપીલ લખીને મેં મન્ના ડેને કોન્સર્ટ દરમિયાન કે પછી એ વાંચવા વિનંતી કરી.એમણે એ અપીલ એમના મેનેજરને આપી અને એમણે એ વાંચી.

મન્ના ડેને અમેરિકામાં બીજી વખત પ્રત્યક્ષ સાંભળ્યા શિકાગોના સબર્બમા આવેલા એક મંદિરની બહારના ઢોળાવ પરથી. મંદિરની બહાર ખુશનમા વાતાવરણમાં કાર્યક્રમ હતો. લતા માંગેશકરે તો શ્રોતાઓની માગણીને માન આપી એક બે ધાર્મિક પંક્તિઓ જ ગાઈ, પણ મન્ના ડેએ ઘણાં ગીતો ગાઈને શ્રોતાઓને ભાવવિભોર કર્યા.

કાર્યક્ર્મ પછી હું લતા માંગેશકર તથા મન્ના ડેને મળ્યો અને બન્નેના હસ્તક્ષર લીધા.

પ્રભુ મન્ના ડેના આત્માને શાંતિ આપે એ માટે પ્રભુને પ્રાર્થના કરું છું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: