‘ધરતી’નું ધન’: આકાશને આંબતી દીકરીઓ!: “ધરતી” માસિકના સપ્ટેમ્બર ૨૦૧૩ના અંકની એક કૃતિ વિશે

બે છે “નર” શબ્દની માત્રા,
“નારી”ની છે ચતુર્માત્રા.
તુલસીભાઈ પટેલે એમના “દીકરીઓને પાંખો આપો, એ અકાશને આંબશે” લેખની શરૂઆત  રાષ્ટ્રીય કવિ મૈથિલીશરણ ગુપ્તના હિન્દી કાવ્યની પંક્તિઓથી કરી છે જેના પરથી ઉપરની ગુજરાતી પંક્તિઓ સ્ફૂરી.
નર કરતાં ચઢિયાતી નારીના “પુરુષ સમોવડી” બનવાના પ્રયત્નો યોગ્ય નથી. એવા પ્રયત્નોથી તો નારી પુરુષને મોડેલ બનાવે છે. સ્ત્રીમાં કદાચ લઘુતાગ્રંથી (inferiority complex) હોવાને કારણે આમ બન્યું છે? સમાજ ગમે તે કહે, સ્ત્રીએ પોતાની જાતને હલકી માનવાની જરૂર નથી.
મારી દૃષ્ટિએ સ્ત્રીએ “સ્ત્રી સમોવડી” થવાની જરૂર છે!
અલબત્ત, “પુરુષ અને સ્ત્રી વચે અનેક પ્રકારના તફાવત છે.”પુરુષ અને સ્ત્રી વચ્ચેના તફાવતની લેખકે દૃષ્ટિપૂર્વક વિગતવાર રજૂઆત કરી છે. ઉપરાંત નારીની વિષિષ્ટતાઓ અને પુરુષનાં લક્ષણો  સુપેરે સમાજાવ્યાં છે.
આપણો સમાજ દીકરીઓને દીકરા કરતાં હલકી ગણે છે.  દીકરીની વિષિષ્ટતાઓ સમજ્યા પછી એને થતો અન્યાય દૂર થશે એમ માનું છું. એ માટે આ લેખ ઘેર ઘેર વંચવો જોઇએ.
દીકરીની વિશેષતાઓઃ બુદ્ધિશક્તિ અને શિક્ષણ;  સંવેદનશીલતા;  સહનશીલતા; ગ્રહણશક્તિ અને સમજશક્તિ; પ્રેમ અને મમતા; પ્રામાણિકતા, કર્તવ્યપાલન અને કામમાં ચોક્સાઈ.
લેખકે સ્ત્રીના આ સદગુણોનું દર્શન સચોટ અને રસમય રીતે કરાવ્યું છે.
લાગણીઓનો પ્રવાહ વહે છે લેખકની કલમામાંથી અને ગદ્ય કાવ્યમય બને છે. ઉદાહરણઃ “નારી એ મમતાની મૂર્તિ છે,  સ્નેહની સરિતા છે, પ્રેમની પ્રતિમા છે, દયાનો દરિયો છે, સમર્પણનો સાગર છે. દેવલોકની દેવી છે! … દીકરી હેતની હેલી છે, વહાલનો દરિયો છે. શું શું નથી દીકરી !”
અને લેખકના હૃદયમાંથી આવતો પુકાર સાંભળોઃ
“દીકરી માતા સ્વરૂપ છે.માતા છે તો આપણે છીએ. માટે એની ભ્રૂણ હત્યા ન કરો, દીકરીને અવતરવા દો, એને તક આપો, એને પાંખો આપો.  એ આકાશને આંબશે.”
ભારતમાં મહાન સ્ત્રીઓએ અવતાર લીધા છે.  દાખલા તરીકે ધરતીપુત્રી સીતા, રાધા,  દમયંતી, સાવિત્રી, અનસૂયા, મીરાંબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મી બાઈ, ગંગાસતી, વગેરે. આ યુગમાં શ્રી રામકૃષ્ણનાં પત્ની શ્રી શારદામણીદેવી.
સ્વામી વિવેકાનંદના જણાવવા મુજબ સ્ત્રીઓ ઋષિઓ પણ હતી.
તુલસીભાઈ પટેલનો લેખ નારીની પુનિત યાત્રાને આધુનિક યુગમાં લાવે છે.
અંતમાં નારીની વંદના કરતું મારું ગીત જે વર્ષો પહેલાં ‘ધરતી’માં પ્રગટ થયેલુંઃ
નારી તું છે જ્યોત જગતની
અજવાળે તું ગૃહમંદિર
 નારી તારી જ્યોતિપુંજથી
           ઉજ્વળ છે જીવનમંદિર
 તું છે તો સંસાર મથનમાં
અંશ મળે છે અમરતનો
 તું છે તો આ જીવન છે ને
             છે સંસાર જગતભરનો
નારી તું છે જ્યોત જગતની
           અજવાળે તું ગૃહમંદિર
 નારી તારી જ્યોતિપુંજથી
           ઉજ્વળ છે જીવનમંદિર.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: