Archive for સપ્ટેમ્બર, 2013

ભારત ભૂમિ

સપ્ટેમ્બર 19, 2013

છે
રામકૃષ્ણની
ભૂમિ
ભારત.

સરળ કાવ્યનો મહિમા !

સપ્ટેમ્બર 17, 2013

કાવ્ય

જે —

કોશિયો

સમજે !

નોંધઃ ગાંધીજી કહેતા કે કાવ્ય કોશિયાને પણ સમજાવું જોઈએ.

ક્લિષ્ટ કાવ્યનો નમૂનો

સપ્ટેમ્બર 16, 2013
તીર્થેશજીએ.layastaro.com વેબ સાઈટ પર સિતાંશુ યશશ્ચંદ્રનું “દીકરાને” કાવ્ય પોસ્ટ કર્યુ છે. મારો પ્રતિભાવઃ
“કાવ્ય સમજાયું નહીં! તીર્થેશજીના શબ્દોએ ખાસ મદદ ન કરી! ગાંધીજી કહેતા કે ગીત કોશિયાને પણ સમજાય એવું સરળ હોવું જોઈએ. આવાં ક્લિષ્ટ કાવ્યો વાંચનાર અને સમજનાર વર્ગ કેટલો?”
અલબત્ત, આપણા સાહિત્યમાં ક્લિષ્ટ કાવ્યો ઘણાં છે. અને હજુ લખાયે જાય છે. એ બધાંમાંથી પસંદ કરેલાં શ્રેષ્ઠ કાવ્યોનાં રહસ્ય ખોલતાં વિગતવાર રસદર્શન મારા જેવા ભાવકોને આનંદ આપી શકે. એ કાવ્યોના અઘરા કે અજાણ્યા શબ્દોના યોગ્ય અર્થ આપણા મહાકોશ ભગવદ્ગોમન્ડલ (www.bhagavadgomandal.com) માંથી આપી શકાય. હકીકતમાં layastaro.com પર પોસ્ટ થયેલાં કેટલાક કાવ્યોના પ્રતિભાવોમાં મેં ભગવદ્ગોમંડલમાંથી શબ્દાર્થ આપ્યા છે જેનાથી કાવ્ય સમજાય છે.
સિતાંશુ યશશ્ચંદ્રના “દીકરાને” કાવ્યની લીંકઃ
http://layastaro.com/?p=10504

સંરક્ષણ

સપ્ટેમ્બર 16, 2013

જપ

પૂજા

સંરક્ષણ

કરે.

નોંધઃ પૂજ્ય શ્રી ડોંગરે મહારાજના “શ્રીમદ ભાગવત રહસ્ય”નો ‘નવમ સ્કંધ’ વાંચતાં આ ચતુર્શબ્દ મુક્તક સ્ફૂર્યું. દુર્વાસા ઋષિ અંબરીષ રાજા પર ક્રોધાયમાન થયા હતા. પણ અંબરીષ રાજા પૂજા અને જપ કરતા હતા તેથી પ્રભુ એમનું રક્ષણ કરે છે. પ્રભુ પૂજા અને જપ કરનારની સાથે જ રહે છે. આ મુક્તક પૂજ્ય શ્રી ડોંગરે મહારાજને અર્પણ કરું છું.

કહે તે કરો … !

સપ્ટેમ્બર 16, 2013

રામકૃષ્ણ

કહે

તે

કરો !

નોંધઃ પૂજ્ય શ્રી ડોંગરે મહારાજ “શ્રીમદ ભગવત રહસ્યના ‘નવમ સ્કંધ’માં કહે છેઃ “રામ કરે તે કરો. કૃષ્ણ કહે તે કરો.” પણ રામ અને કૃષ્ણ બન્નેનો અવતાર ગણાતા શ્રી રામકૃષ્ણ પરમહંસનો ઉપદેશ એવો છે કે રામકૃષ્ણ કહે તે કરો એમ કહી શકાય. એમનો ઉદેદેશ સંસારીઓ માટે પણ છે, અને સાધુ થનારા કે સાધુ હોય એમના માટે પણ છે.
રસમય પુસ્તક THE GOSPEL OF SRI RAMAKRISHNA માં સંસારીઓ માટે ઘણો ઉપદેશ છે. પુસ્તક ઓન લાઈન વાંચોઃ www.ramakrishnaivekananda.info. એ વેબ સાઈટ પર કેટલાક ભાગ હિંદીમાં પણ છે.

સૂતેલાને શું મળે? જાગતો શું પામે?

સપ્ટેમ્બર 13, 2013

સૂતેલાને

સંસાર

જાગતાને

ભગવાન.

નોંધઃ પૂજ્ય શ્રી ડોંગરે મહારાજના “શ્રીમદ ભાગવત રહસ્ય”માં ‘નવમ સ્કંધ’ વાંચતા ઉપરનું ચતુર્શબ્દ મુકતક સ્ફૂર્યું. આ મુક્તક પૂજ્ય શ્રી ડોંગરે મહારાજને અર્પણ કરું છું.

સફળજન !

સપ્ટેમ્બર 12, 2013

“એપલ”નો
અર્થ
સફરજન,
સફળજન !

ગુર્જર નારી

સપ્ટેમ્બર 11, 2013

છે
ગુર્જર
નારી
કામણગારી !

બાર્બરા હાઉક (સપ્ટેમ્બર ૨૬, ૧૯૩૯ – સપ્ટેમ્બર ૬, ૨૦૧૩)

સપ્ટેમ્બર 10, 2013
“તમે અમારા છો. તમારે અહીં આવવું જોઈએ,” બાર્બરાએ મારાં પત્ની હસુ અને મને ભાવપૂર્વક કહ્યું. અમે બાર્બરાને મળવા ન્યૂ યોર્ક સ્ટેટમાં આવેલા મદીના નગરમાં ગયેલા.
જ્યારે જ્યારે અમે રોચેસ્ટર શહેરની મુલાકાત લેતા ત્યારે મદીનામાં બાર્બરાને મળવા અમારી મોટી દીકરી શર્મીલા અને જમાઈ અર્લ હાઉક સાથે જતા.  બાર્બરા અર્લનાં મા હતાં. બાર્બરાનો અમારા માટેનો પ્રેમ ભાવ અમને સદા યાદ રહેશે.
બાર્બરાની અમારી છેલ્લી મુલાકત વખતે એમણે એમની ઇચ્છા મને જણાવી કે અર્લ ધ્યાન કરવાનું શરૂ કરે. (ઉમેરું છું કે બાર્બરા શિક્ષક હતાં અને ગીતા વગેરે પુસ્તકો પણ એમણે વાંચેલાં.) પણ અર્લને ધ્યાન કરવાનું કહેતાં એ અચકાતાં હતાં! એમણે એ કામ મને સોંપ્યું.
અર્લ, ધ્યાન કરવું શરૂ કર્યું છે? જો ધ્યાન કરવું શરૂ કરશો તો બાર્બરાના આત્માને સંતોષ થશે. મને જણાવશો તો ધ્યાન શરૂ કરવાની કરવાની સરળ રીત ઇ-મેઇલથી જણાવવા પ્રયત્ન કરીશ.
હસુ અને હું  બાર્બરાના આત્માની શાંતિ માટે તથા એમના કુટુંબ, સગાંસંબંધી અને મિત્રોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ માટે પ્રાર્થના કરીએ છીએ.  મોડેસ્ટો, કેલિફોર્નિયામાં શ્રી રામકૃષ્ણ પરિવારના સત્સંગમાં પણ હું પ્રાર્થના કરીશ.

Barbara Houck (September 26, 1939 – September 6, 2013)

સપ્ટેમ્બર 10, 2013

“You belong to us. You should come here,” Barbara lovingly told my wife Hasu and me when we first met her several years ago in her home in Medina  in New York state.

Whenever we visited Rochester we went to meet Barbara in Medina with our elder daughter Sharmila and son-in-law Earle Houck. Barbara was the mother of Earle. We will always remember Barbara’s love and affection for us.

During our last visit she expressed her desire to me that Earl should start to do meditation. She was not sure that Earle would heed her suggestion so she asked me to pass the suggestion.

Earle, have you started to do meditation? If you do so, Barbara’s desire will be fulfilled. Please let me know and I would try to e-mail to you simple technique to start meditation.

My wife Hasu and I pray for the peace of the soul of Barbara and to give strength to the family, relatives, and  friends to bear this loss. I would also pray in Sri RamaKrishna Parivar (SRKP) Satsanga (spiritual gathering).