તીર્થેશજીએ www.LayaStaro.com વેબ સાઈટ પર મકરંદ દવેનું અદભૂત સોનેટ “વિદાય ટાણે” પોસ્ટ કર્યું છે.
મકરંદ દવે મારા પ્રિય સર્જકોમાંના એક છે.
તીર્થેશજીનું ટૂંકુ રસદર્શન અને માર્ગદર્શન પણ અર્થપુર્ણ અને અદભુત છે. કવિતામાં વિરામચીન્હોનો મહિમા એમણે દર્શાવ્યો છે.
કાવ્યનું પઠન કરતાં અદ્વૈત વેદાંતનું એકત્વ યાદ આવ્યું.
કવિએ પ્રાણને દરિદ્ર કહ્યો એ ઠીક ન લાગ્યું! ખેર …
આવા અદભુત કાવ્યને હજુ સુધી એક જ પ્રતિભાવ મળ્યો એ શું દર્શાવે છે? પણ મારા પ્રિય કવિ વિવેકનો પ્રતિભાવ ક્મળની સુવાસ જેવો છે. વિવેક્ના પ્રતિભાવ પરથી ચતુર્શબ્દ મુક્તક સ્ફૂર્યું છે જે અનૂક્ળતાએ પોસ્ટ કરીશ.
કાવ્યોને સમજવા તથા વધુ માણવા અપરિચિત કે ઓછા પરિચિત શબ્દોના અર્થ જાણવા જોઈએ. જો કે સંદર્ભ પરથી શબ્દના અર્થનું અનુમાન થઈ શકે, પણ સાચા અને યોગ્ય અર્થ જાણવાથી કાવ્ય પઠન વિશેષ આનંદ આપે.
શબ્દાર્થ જાણવા આપણો મહાકોશ www.bhagavadgomandal.com અદભુત છે. એમાંથી શબ્દોના અર્થઃ
“અલક્ષ્ય” શબ્દના નવ અર્થ આપ્યા છે. એમાંથી નીચના અર્થ કાવ્યમાં આવતા શબ્દ માટે યોગ્ય લાગે છેઃ બ્રહ્મ, કેમકે તે જોઈ શકતા નથી. દેખાય નહિ એવું; અદૃશ્ય. નિશાની વિનાનું; ચિહ્ન વગરનું. સમજી ન શકાય એવું; ખ્યાલમાં ન આવે એવું; અગોચર. જેની વ્યાખ્યા આપી ન શકાય એવો પદાર્થ.
ગેહ = ગુફા; ઘર; મકાન; નિવાસસ્થાન; સંસાર.
નેહ = પ્રેમ; પ્યાર; વહાલ; સ્નેહ.
મિતાઈ = મિત્રતા; દોસ્તી.
“વિદાય ટાણે” સોનેટની લીકઃ http://layastaro.com/?p=10551 .
Advertisements
પ્રતિસાદ આપો