Archive for મે, 2013

પરમસુખ ! (ચતુર્શબ્દ મુતક)

મે 21, 2013

ઇંદ્રિય
સુખ,
ઇંદ્રિયાતીત
પરમસુખ !

Advertisements

પ્રભુની ભેટ (ચતુર્શબ્દ મુક્તક)

મે 20, 2013

છે
જીવન
ભેટ
પ્રભુની.

સદાય આપણા ! (ચતુર્શબ્દ મુક્તક)

મે 19, 2013

શ્રીરામકૃષ્ણ
છે
સદાય
આપણા !

નોંધઃ હાલ હું Sri Sarada Devi The Holy Mother: Her Teachings and Conversations (Translated by Swami Nikhilananda, Edited by Swami Adiswarananda) પુસ્તકમાંથી રોજ થોડું વાંચુ છું. શ્રી શારદામા કહે છે,” He [Sri RamaKrishna] is our own eternally!” (પૃષ્ઠ ૧૩૨).

ઇચ્છાઓની યાદી … (ચતુર્શબ્દ મુક્તક)

મે 18, 2013

મમ
ઇચ્છાઓની
યાદી
લાંબી … !

ઇચ્છાઓ (ચતુર્શબ્દ મુક્તક)

મે 17, 2013

મનમાં
કોણ
મૂકે
ઇચ્છાઓ ?

માયાપટ (૨૭)

મે 16, 2013

“તારો બીજો બૂટ ક્યાં ગયો?” એક બાળકને મોહિનીએ પૂછ્યું. “તું નક્કી ટેકરી પર ભૂલી ગયો હશે. કેવો બેદરકાર છે, તારા બાપ જેવો ન થઈશ!” મોહિનીએ મોટા અવાજે હાથ ઊંચો કરીને ધમકાવ્યો.

“મોહિની, હું દોડતો દોડતો જઈને બૂટ લઈ આવું, પણ એને મારીશ મા,” અને નારદ દોડવા માંડ્યા. એ થોડે દૂર ગયા હશે ત્યાં તો ગભરાવી મૂકે એવા મેઘના તડાકા અને આંખો આંજી નાખે એવા વીજળીના ઝબકારા સાથે વરસાદ તૂટી પડ્યો. થોડી જ પળોમાં નારદનાં કપડાં પાણીથી લથબથ થઈ ગયાં. એમણે પીઠ ફેરવી અને મોહિની અને બાળકોને બૂમ પાડી, અને એમના તરફ એ દોડવા લાગ્યા. આવા ધોધમાર વરસાદમાં બધાંએ સાથે જ રહેવું જોઈએ એ નિર્ણય એમણે તરત જ કરી લીધો.

(વધુ હવે પછી …)

માયાપટ (૨૬)

મે 15, 2013

નારદ પરિવાર બધું સમેટી લે એ પહેલાં જ વરસાદ શરૂ થઈ ગયો. વાદળો પાછળથી સૂર્ય સંતાકૂકડી રમતો હોય એમ થોડો સમય દેખાયો. સોનેરી સૂર્યકિરણોએ ઝરમર ઝરમર વરસતા વરસાદનાં શ્વેત જળબિંદુઓને આલિંગન આપ્યું અને પૂર્વના આસમાનમાં મનોહર મેઘધનુષ્યનો જન્મ થયો.

“કેટલું આકર્ષક દૃશ્ય!” નારદ પોકારી ઊઠ્યા.

“જલદી કરો નારદ, વરસાદ તૂટી પડે એ પહેલાં ઘેર પહોંચી જઈએ,” મોહિનીએ ચેતવણી ઉચ્ચારી.

એમણે બધું ઝડપથી સમેટી લીધું અને ઘર તરફ ઉતાવળે જવા લાગ્યાં.

(વધુ હવે પછી …)

માયાપટ (૨૫)

મે 14, 2013

જ્યારે આ રીતે નારદ અને મોહિની વાર્તાલાપ કરી રહ્યાં હતાં ત્યારે એમના એક બાળકે નારદનો હાથ ખેંચ્યો અને ટેકરી પરથી દેખાતા વિશાળ આકાશની પશ્ર્ચિમ ક્ષિતિજ પરથી ઝડપથી ઉપર આવતા કાળા વાદળ તરફ આંગળી કરી ધ્યાન દોર્યું.

એ વખતે વસંત ઋતુ હતી અને જગતના એ પ્રદેશમાં એ સમયે જળ ભરેલાં શ્યામ કટોરા જેવાં વાદળ આકાશમાં દેખાવાં એ અસામાન્ય ગણાય. નારદે મોહિની તથા બાળકોને બૂમ પાડીને ઉતાવળ કરવા કહ્યું. હવે મોડું થઈ રહ્યું હતું, અને વરસાદ ગમે તે ક્ષણે તૂટી પડે અમ હતું.

તરત જ આકાશનો પટ કાળાં ભમ્મર વાદોળોથી ભરાઈ ગયો. બાળકો ઉત્તેજિત થઈ ગયાં — દરેક બાળકની જેમ એમને પણ વરસાદમાં રમવાનું ખૂબ ગમતું હતું.

(વધુ હવે પછી …)

માયાપટ (૨૪)

મે 13, 2013

એ ‘કામે’ તો આપણી તકલીફો વધારી મૂકી છે… !” નારદથી ફરી બોલાઈ ગયું.

“કેવી વાત કરો છો નારદ?” મોહિની બોલી. “બાળકો તો આપણા પ્રેમનાં જીવંત પ્રતીકો છે. એ પ્રતીકો માટે… તમારાં એ મૂર્ખ બાળકોને માટે તો મેં રાત દિવસ કાળી મજૂરી કરી છે!” મોહિનીએ ઉમેર્યું.

“હું ઇચ્છું છું કે આપણે કૃષ્ણની જેમ હસી શકીએ,” નારદે પ્રાર્થના કરી.

“પણ તમે જ કહ્યું હતું કે મારું સ્મિત આખા વિશ્વમાં સૌથી મોહક છે. આપણે આપણું જીવન સારી રીતે જીવ્યાં છીએ. તમને કોઈ વાતનો વસવસો છે?”

“અરે ના, પણ મોહિની, કૃષ્ણનું પેલું સ્મિત! હું ખરેખર ઇચ્છું છું કે હું એમની જેમ હસી શકું.”

“રહેવા દો નારદ, તમે કોઈ ભગવાન નથી. તમે એક માનવ છો.”

(વધુ હવે પછી …)

માયાપટ (૨૩)

મે 12, 2013

ઊંડો નિસાસો નાખીને નારદે કહ્યું: “જ્યારે આપણે સંસારના દાવાનળમાં જલીએ છીએ ત્યારે કૃષ્ણની મૂર્તિ હસે છે!”

“પણ તમે જ કહેતા હતા કે તમને મારા સહવાસમાં સ્વર્ગસુખ મળે છે. અમૃત કરતાં પણ વધુ આનંદદાયક છે આપણો પ્રેમ એમ તમે જ કહ્યું હતું.” મોહિનીએ યાદ કરાવ્યું.

“હા મોહિની, પણ આપણો સંસાર — આ વસ્તાર વાળા સંસારનું ગાડુ ગબડાવવા મારે કેટલી મહેનત કરવી પડે છે!”

“ને ઘર ચલાવવા મેં પણ રાતદિવસ મહેનત કરી છે. તમે તો દિવસે મહેનત કરી છે, પણ મેં તો રાતે પણ કામ કર્યાં છે!”

“કામ … !” નારદથી બોલાઈ ગયું. એના અર્થનો ખયાલ આવતાં મોહિનીના હોઠ પતિપત્નીના આ વાદવિવાદ વચ્ચે પણ સહેજ મરક્યા.

(વધુ હવે પછી …)