‘સામાન્ય વેશ્યાને,’ ‘પહેલાં એ લોકો’

‘સામાન્ય વેશ્યાને’
ધવલે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર પોતે કરેલો વૉલ્ટ વ્હિટમેનના મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) નો અનુવાદ ‘સામાન્ય વેશ્યાને’ પોસ્ટ કર્યો છે. મારો પ્રતિભાવઃ
 
“પૂર્ણતા સુધી પહોંચવાનો બધાનો અધિકાર છે, અને એ જ બધાની વ્યક્તિગત જવાબદારી પણ છે –”
સ્વામી વિવેકાનંદનો પણ આવો જ ઉપદેશ છે.
અનુવાદ અને આસ્વાદ મનભરીને માણ્યાં.
એક વાત કદાચ બહુ ઓછા જાણતા હશેઃ સ્વામી વિવેકાનંદ વૉલ્ટ વ્હિટમેનને “અમેરિકન સન્યાસી” કહેતા.
 
વૉલ્ટ વ્હિટમેનના મુક્તકાવ્ય ‘સામાન્ય વેશ્યાને’ ની લીંકઃ http://layastaro.com/?cat=690
 
‘પહેલાં એ લોકો’
 
ધવલે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર પોતે કરેલો માર્ટિન નાઈમુલરના મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) નો અનુવાદ ‘પહેલાં એ લોકો’ પોસ્ટ કર્યો છે. મારા પ્રતિભાવઃ
 
– – અન્યાયનો સામનો કરવાનો ઉપદેશ તો શ્રી કૃષ્ણે ગીતામાં આપ્યો જ છે. પણ કેટલાક નાના અન્યાય હોય છે અને કેટલાક મોટા હોય છે. દાખલા તરીકે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી પાછા આવ્યા ત્યારે રાજકોટમાં કોઈ અંગ્રેજ સરકારના અમલદારે એમનું અપમાન કર્યું હતું, અને ગાંધીજી એના પર કામ ચલાવવા માગતા હતા, પણ કોઈ હીતેચ્છુએ સલાહ આપી કે એના કરતાં અંગેજ સરકારને જ ભારતમાંથી હટાવો, અને પછી ગાંધીજીએ પછી શું કર્યું એ આપણે જાણીએ છીએ.
અલબત્ત, હિટલરના અન્યાયનો સામનો કરવાનું કામ મોટું હતું, અને એ કાર્ય પોતપોતાની રીતે કરનાર સૌ કોઈને હ્રદયના ધન્યવાદ.
 
– – મૂળ કાવ્યની ધવલની ગુજરાતીમાં સુંદર રજૂઆતને માણવા ‘જ્યારે’ ‘ત્યારે’ ની જંજાળમાં પડવાની મને જરૂર લાગતી નથી!
 
એક બીજી વાતઃ ગુજરાતી કાવ્યોને અંગ્રેજીમાં અવતાર આપવા અંગે મેં ઘણું વિચાર્યું છે. થોડાંક ગુજરાતી કાવ્યોનાં રૂપાંતર/અનુવાદ પણ કર્યાં છે. ‘લયસ્તરો’ને નમ્ર વિનંતી કરું છું કે જ્યારે શક્ય હોય ત્યારે (’જ્યારે’ ત્યારે’ વાપરું છું!) ગુજરાતી કાવ્યોના અંગ્રેજીમાં રૂપાંતર કે અનુવાદ (અને આસ્વાદ) પણ આપે. આ રીતે નવી પેઢીઓ પણ ગુજરાતી કાવ્યોમાં રસ લેતી થશે.
કોઈ કોઈ કોમેન્ટમાં મેં લખેલું કે નોબેલ પ્રાઈઝ જીતી શકે એવા ગુજરાતી કવિઓ છે. આંતરરાષ્ટ્રિય અપીલ વાળાં એમનાં કાવ્યોના અંગ્રેજીમાં ઉત્તમ રૂપાંતર કે અનુવાદ થવાં જોઈએ. મને આ કાર્ય માટે ‘લયસ્તરો’ વેબ સાઈટ યોગ્ય લાગે છે. ભાવકોના વિચારો જાણવા આતુર છું.
 
માર્ટિન નાઈમુલરના મુક્તકાવ્ય ‘પહેલાં એ લોકો’ની લીંકઃ http://layastaro.com/?cat=663
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: www.girishparikh.wordpress.com. E-mail: girish116@yahoo.com
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો. 
Advertisements

One Response to “‘સામાન્ય વેશ્યાને,’ ‘પહેલાં એ લોકો’”

  1. કનક કામીનીથી નથી કોણ મોહ્યું ? « Girishparikh's Blog Says:

    […] જરૂર મોકલતા રહેશો.)The original words of Girish Parikh in this post: Copyright (c) 2010 by Girish Parikh. Blog: http://www.girishparikh.wordpress.com. E-mail: […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: