ફેરફૂદરડી

(It is ‘foo’. It looks like ‘koo’.)

ટમીબહેની આવને આપણે
      ફરીએ ફેરફૂદરડી,
તારી વહાલી બહેન બોલાવે
      ફરવા ફેરફૂદરડી.
ટમીબહેની આવે નહીં તો
      ચાલને ભાઈ ભરત,
બહેન તારી આ પોકારે છે
       આવને ભાઈ તરત.
ફેરફૂદરડી ફરતાં તો બા
     ભાઈને ચડે ફેર,
તું આવે તો આપણે બેઉ
     ફરીએ ફૂદરડી ઘેર.
બા આવે ના કેટલાં બધાં
     કરવાનાં એને કામ,
ચાલો બાપુજી આપણે ફરીએ
      ફેરફૂદરડી આમ.
સાંભળી બાપુ ખૂબ ચિડાયા
       બોલ્યા તરત જ આમઃ
“ફેરફૂદરડી ફરવાનું ના —
        મોટેરાંનું કામ!”
ચશ્માં ચડાવી બાપુજીએ તો
        લીધું પુસ્તક હાથ,
ખોલીને પુસ્તક વાંચવા લાગ્યા —
        હું તો ગઈ ઢીંગલી સાથ.
ચાલો ફરીએ ફેરફૂદરડી
       પ્યારાં ઓ ઢીંગલીબાઈ!
ફરવા લાગ્યાં ફેરફૂદરડી
        હું ને ઢીંગલીબાઈ!
ખુરસીમાંથી ત્યાં તો બાપુજી
        ઊભા થયા ખુશ થઈ,
“ચોપડી કેટલી સુંદર છે આ!”
        ગોળ ફર્યા એમ કહી!
એક બાજુ હું ફરું ફૂદરડી
         ઢીંગલીબાઈ સાથ,
બીજી બાજુ ફરે ગોળ બાપુજી
         લઈને ચોપડી હાથ.
પૂછ્યું બાએ તો બાપુજીને:
         “કરવા માંડ્યું કયું કામ?
ફેરફૂદરડી ફરવા લાગ્યા
          મોટા થઈને તમે આમ?”
હસી પડીને બોલ્યા બાપુઃ
         “વાંચવાનું મારું કામ,
ચોપડી સુંદર હાથમાં આવી —
          જેનું ‘ફેરફૂદરડી’ છે નામ!
ફરવા લાગો ફેરફૂદરડી
         ઘરમાં આજ તમામ!
આપું સહુને ‘ફેરફૂદરડી’
          ચોપડી આજ ઇનામ!”
(લેખકના અપ્રગટ બાળગીતોના સંગ્રહ ‘ફેરફૂદરડી’ નું પ્રથમ કાવ્ય).
(ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા લેખક અને પત્રકાર છે.)
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2010 by Girish Parikh.
 ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: