Archive for the ‘૧૦૮ શ્રેષ્ઠ બાળ ગીતો’ Category
મારા જીવનમાં પરિવર્તન લાવનાર કાવ્ય
December 20, 2010આજે ૧૦૮મું બાળગીત પોસ્ટ કર્યું છે.
July 19, 2010વીંટીના રૂપિયાની વાત, વગેરે… (૫)
July 10, 2010વીંટીના રૂપિયાની વાત, વગેરે… (૪)
July 9, 2010
વીંટીના રૂપિયાની વાત, વગેરે… (૩)
July 8, 2010
વીંટીના રૂપિયાની વાત, વગેરે… (૨)
July 7, 2010
વીંટીના રૂપિયાની વાત, વગેરે… (૧)
July 6, 2010
શેં ભુલાય એ બાળગીત-યાત્રાનાં વર્ષો !
July 3, 2010
મારા બળગીત સંગ્રહ ‘ટમટમતા તારલા’ની કથા
June 30, 2010અમેરિકા આવ્યા પછી એક વખત ભારતની મુલાકાત લીધેલી ત્યારે અમદાવાદમાં ‘ધરતી’ માસિકના કાર્યાલયમાં એક મીટીંગમાં શ્રી રતિલાલ સાં. નાયક મળેલા. એમણે જણાવ્યું કે એમને ‘ટમટમતા તારલા’ પુસ્તક ગમેલું.
પછીથી શ્રી રતિલાલ સાં. નાયકના ઘેર ગયો ત્યારે એમણે મારા હાથમાં રંગીન ચિત્રોવાળું બાળગીતોનું પુસ્તક મૂક્યું જેનું સંપાદન એમણે કર્યું હતું. એમણે કહ્યું કે એમના પુસ્તકમાં ‘ટમટમતા તારલા’માંથી ગીત લેવાની ઇચ્છા હતી. “ગીત કેમ ના લીધું?” મેં એમને પૂછ્યું. ”તમારી પરવાનગી વિના ગીત કેમ લેવાય? તમારું સરનામું મારી પાસે નહોતું,” એમણે કહ્યું.
‘ટમટમતા તારલા’ મેં કેવી રીતે છપાવેલી એની રોમાંચક કથા મેં ‘વીંટીના રૂપિયાની વાત’ નામની મારી સ્મરણકથામાં લખી છે. એ કથા વાંચવા તૈયાર રહેજો !