Archive for the ‘‘હસુગિ’ ની હાસ્યરચનાઓ’ Category

આજનો પ્રતિભાવઃ ધન્ય ધન્ય ગુજરાતણ !!

July 31, 2011

આજે લઈએ ‘હાસ્ય દરબાર” બ્લોગની મુલાકાત.

આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પરના આ વિભાગમાં જેમ રોજ  પ્રતિભાવ પધરાવાય છે એમ ‘હાસ્ય દરબાર’ બ્લોગ પર રોજ નવી જોક જાગે છે — અને આપને હસતાં હસતાં જગાડે છે! બ્લોગ ખોલો ને બે રંગલાઓ આપનું સ્વાગત કરશે.

www.botd.wordpress.com (બીઓટીડી એટલે બ્લોગ ઓફ ધી ડે) પર ‘હાસ્ય દરબાર’ મોટે ભાગે પ્રથમ દસમાં હોય છે. ગુજરાતીઓ હસી પણ જાણે છે જાણી આનંદ થાય છે.

બ્લોગના ટાઈટલ ‘હાસ્ય દરબાર’ની ઉપર આપેલા સૂત્ર ALL = ΣFOOL નો શો અર્થ?, મને કુતૂહલ થયું.  (કુતૂહલ થાય એ સારા લેખકનું એક લક્ષણ ગણાય છે!)

વર્ષો પહેલાં અમદાવાદની ગુજરાત કોલેજમાં સાયન્સમાં ભણતો હતો ત્યારે મેથેમેટીકસના કોર્સમાં જાણેલું કે Σ સીમ્બોલ એટલે સીગ્મા (sigma). એ સીમ્બોલ પછી આવતા આંકડાઓનું શું થાય છે એ પણ ભણેલો પણ ભૂલી ગયો છું. ભલું થજો ઈન્ટરનેટનું, www.dictionary.com વેબ સાઈટ પર sigma શબ્દ એન્ટર કર્યો અને આ અર્થો મળ્યાઃ

1. The 18th letter in the Greek alphabet…
2. Maths:  The symbol Σ, indicating summation of the numbers or quantities
indicated [after that symbol].

આપણા માટે બીજો અર્થ કામનો છે: Σ એટલે એ પછી આવતા આંકડાઓનો સરવાળો. ALL = ΣFOOL સૂત્ર માટે એ વ્યાખ્યાને વિશેષ રૂપે વિચારીએ તો એનો અર્થ થાય સૌ કોઈ મૂરખ છે! (ALL = ΣFULL, FULL, FULL, ….).

કહેવત યાદ આવે છેઃ આવો (અલબત્ત હસતાં હસતાં), ભાઈ હરખા, અપણે બેઉ સરખા! — આમ પણ કહી
શકાયઃ આવો બહેન હરખી, આપણે બેઉ સરખી!

‘હાસ્ય દરબાર’ બ્લોગ પર જુલાઈ ૨૮, ૨૦૧૧ના રોજ ભરત પંડ્યાએ પોસ્ટ કરેલી એક જોકઃ

એમાં મારા કેટલા? – 50 – 50 !

“એક નવા સવા પ્રેમીએ એની પ્રેમીકાને કહ્યું: ‘હે પ્રીયે,  હું તો તારા પ્રેમમાં કવિ બની ગયો છું! મારી બધી કવિતા તારી ઉપરથી જ લખું છું.’ તો પેલી ગુજરાતણ પ્રેમીકા કહેઃ ‘રોયલ્ટી મળે એમાંથી અડધી આપી દેજે!”

હવે મારાં પ્રિય ગુજરાતણની વાત કરું:

જ્યારે લખતો હોઉં ત્યારે મારી બાજુમાંથી પસાર થતી વખતે ત્રાંસી નજરે એ જોઈ લે છે કે હું શું લખું છું. કદાચ ખાત્રી કરતાં હશે કે હું પ્રેમપત્ર તો નથી લખતો ને! ખાત્રી કરી લીધા પછી પૂછે છેઃ “હજુ ગુજરાતીમાં લખો છો?” મનમાં જવાબ આવે છેઃ ‘તો શું લેટીનમાં લખું?’ બોલવાની હિંમત છે પણ મૌન રહેવાનું ઉચિત સમજુ છું!

“પૈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં!” ટકોર કરીને ઝડપથી એ ચાલ્યાં જાય છે.

‘હાશ, મને લખવાનું તો બંધ નથી કરાવ્યુને!’ મારું મન બોલી ઊઠે છે, અને હર્ષ અને શોક બન્ને લાગણીઓ અનુભવે છે. હર્ષ એ વાતનો કે હું લખી રહ્યો છું — અને શોક? મફતમાં લખું છું એનો જ તો! પણ ક્યારેક મારા શબ્દોનાં નાણાંમાં મૂલ્ય થશે અને મારાં પ્રિય ગુજરાતણ મોંમાં આંગળાં નાખશે એવાં સપનાં જોતો જોતો હું કોમ્પ્યુટરના કી બોર્ડ પર આ લખવા માંડુ છું! (અલબત્ત, એ ન માગે તો પણ મને મળતી રકમોમાંથી ૫૦% એમને મળશે — પેલી કહેવત યાદ અવે છેઃ ન માગે દોડતું આવે …!)

મારાં એ પ્રિય ગુજરાતણ કોણ છે એ તો આપ સમજી જ ગયા હશો — એ છે મારાં ધર્મપત્ની હસુ.

મારાં હાસ્ય-સર્જનો માટે મેં ઉપનામ રાખ્યું છેઃ ‘હસુગિ’. મારા બ્લોગ પર ” ‘હસુગિ’ની હાસ્યરચનાઓ”નો વિભાગ પણ છે. મુલાકાત જરૂર લેતા રહેશો.

‘હાસ્ય દરબાર’ની Link:
http://dhavalrajgeera.wordpress.com/

નોંધઃ શ્રી ગણેશ કર્યા છે જુલાઈ ૧૯, ૨૦૧૧થી “આજનો પ્રતિભાવ” વિભાગના  ww.girishparikh.wordpress.com બ્લોગ પર. “આજનો પ્રતિભાવ” કોલમ માટે રોજ બ્લોગરોના એક બ્લોગમાંના એક પોસ્ટ કે એના અંશ વિશે લખું છું. આપને જુલાઈ ૧૯ના રોજ અને એ પછી પોસ્ટ થયેલાં “આજનો પ્રતિભાવ” કોલમો વાંચવાની તથા પ્રતિભાવોના નિખાલસ પ્રતિભાવો આપવાની વિનંતી કરું છું. હાલ તો “આજનો પ્રતિભાવ” કોલમ ઓગસ્ટ ૧૯, ૨૦૧૧ સુધી લખવાની ધારણા છે. એ પછી શું કરવું એ વાચકોના પ્રતિભાવોને લક્ષમાં લઈ નક્કી કરીશ. આજ સુધીમાં વાચકોના ભાવભર્યા પ્રતિભાવો મળ્યા છે. ઓગસ્ટ ૧૯ના ‘આજનો પ્રતિભાવ’ કોલમમાં કેટલાક પ્રતિભાવો વિશે મારા પ્રતિભાવો આપવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૩૭

April 6, 2011
 
અવિનાશઃ એ લખે છેઃ (કાગળ વાંચે છે.) વહાલા અવિનાશ, બાપુજીએ ભાઈને તમારો પરિચય મેળવવા લખેલું. એ આવશે. પણ ભાઈ એવા વહેવારિક છે કે તમને જરૂર નાપસંદ કરશે! પણ મેં તો શહેરમાં છેલ્લે તમારું નાટક જોયેલું ત્યારથી મનોમન તમને વરી ચૂકી છું! તમને જોયા ત્યારે જુગજૂનો પરિચય જાણે ફરીથી જાગી ઊઠ્યો હોય એમ લાગ્યું! આ લોકો મને અહીંથી છૂટવા નહીં દે…પહેલી ગાડીમાં જ હું ત્યાં નાસી આવું છું! મને સ્વીકારશોને? લિખિતંગ તમારી જ્યોત્સ્ના.
[અવિનાશ પત્રને છાતીએ ચાંપી દે છે.] 
અવિનાશઃ મને આજે એટલો બધો આનંદ થાય છે… એટલો બધો આનંદ થાય છે… દોસ્તો… આપણા નાટકનું સ્ત્રી પાત્ર આવે છે. એને હું સમજાવી દઈશ. મારી વાત એ જરૂર માનશે.
અજીતઃ પણ તારી આ જિંદગી વિશે પણ આપણે એક નાટક તો જરૂર ભજવીશું…
પ્રવીરઃ સ્ત્રી પાત્ર વિનાનું નાટક!
[બારણું ખખડવાનો અવાજ આવે છે. આનંદમાં આવી જઈને અવિનાશ એકદમ બારણું ઉઘાડવા દોડે છે. એ બારણાની લગોલગ પહોંચી જાય છે ને ઉઘાડવાની તૈયારી કરે છે ત્યાં...
પડદો ધીરે ધીરે પડે છે.]
                            (આ નાટક સમાપ્ત.)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૩૬

April 5, 2011
અજીતઃ એ જ તમારી મોટામાં મોટી સિધ્ધિ છે ને અવિનાશ.
પ્રવીરઃ અમે અમારા એક સાથીદારની સિધ્ધિ માટે ગૌરવ અનુભવીએ છીએ.
ચંપકઃ શેઠ, આ કવર ટપાલી ઘરમાં નાખી ગયેલો.
[અવિનાશ કવર લે છે.]
અવિનાશઃ કોનો કાગળ હશે? અક્ષરના મરોડ તો એટલા નાજુક છે!
[અવિનાશ કવર ખોલે છે.]
ઓહ! એનો કાગળ! હું કહેતો હતો ને દોસ્તો, એ મને કદી ન છોડે! આખી દુનિયા ભલેને એની સામે થાય…
અજીતઃ શું લખે છે?
પ્રવીરઃ ભાભીની વાત અમને નહીં કહો અવિનાશભાઈ?
                (વધુ હવે પછી …)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૩૫

April 4, 2011
ચંપકઃ શેઠજી, તમે નિરાશ થઈ ગયા હતા ને?
અજીતઃ (ધીમેથી) અવિનાશનો એ ભાઈ જ લાગે છે!
પ્રવીરઃ ચંપકલાલ!
અવિનાશઃ જા ચંપક, નાસ્તો લઈ આવ તો… તો ચાલો નાસ્તો કરીએ… ગળ્યું મોં કરીને જ આપણી દોસ્તીના શ્રી ગણેશ કરીએ.
[ચંપક થોડી વારે નાસ્તો લાવે છે. બધા થોડો થોડો નાસ્તો કરે છે. છેલ્લે ચા પીવે છે.] 
અવિનાશઃ ચંપક, ચામાં ખાંડ જ નાખવી ભૂલી ગયો તું તો!
અજીતઃ અમે ચામાં ખાંડ કમતી લઈએ છીએ!
અવિનાશઃ પણ આ તો સાવ મોળી છે! જા, ખાંડ લઈ આવ.
ચંપકઃ (ધીમેથી) ખાંડ થઈ રહી છે!
અવિનાશઃ ઓહ! મારા જીવનમાં પણ મીઠાશ નથી!
પ્રવીરઃ નો લાઈફ વીધાઉટ વાઈફ!
અજીતઃ ડોન્ટ માઈન્ડ, મીષ્ટર અવિનાશ.
અવિનાશઃ આ જીવનમાં રંગ નથી! પણ નચિંત રહેજો દોસ્તો. રંગભૂમિ પર તો રંગ ને રસના મહેરામણ ઊમટશે!
                      (વધુ હવે પછી …)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.
       
સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૩૪

April 3, 2011
પ્રવીરઃ અમારી તારા પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે અવિનાશ.
અવિનાશઃ માત્ર સહાનુભૂતિ નહીં, મને સહકાર આપો. તો હું જગત સામે મારો સાચો વેશ ધારણ કરીને ઊભો રહી શકીશ. મને જગત દંભી કે વેદિયો નહીં કહે પણ એક નિખાલસ નાટ્યકાર કહેશે.
અજીતઃ આપણે ખભેખભા મિલાવીને કામ કરીશું.
અવિનાશઃ હું એને પત્ર લખીશ… દોસ્તો, એ મને જજુ પણ ચાહતી હશે એની મને ખાત્રી છે. અજીત, પ્રવીર, તમે ગભરાશો નહીં. આપણે એને સ્ત્રી પાત્ર આપીશું. એને હું સમજાવીશ. એ મારો સાથ કદી નહીં છોડે એની મને ખાત્રી છે!
[ચંપક દોડતો આઅવે છે.]
ચંપકઃ શેઠજી, શુકન બહુ સારા થાય છે. મારી જમણી આંખ ફરકે છે!
અવિનાશઃ એમાં આમ દોડતો કેમ આવ્યો?
                   (વધુ હવે પછી …)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૩૩

April 2, 2011
પ્રવીરઃ પણ સુરભીના બાપને એ સંગીત સમજાયું જ નહીં! જ્ઞાતિભેદની દીવાલ!
અજીતઃ ને મેં એમની વાત ન માની! અને મારે અને સુરભીએ ઘર છોડવું પડ્યું!
પ્રવીરઃ ને નાટક દ્વારા ગુજારો કરવાનું અમે નક્કી કર્યું.
અજીતઃ પણ વિવાહિતા સુરભીએ હવે નાટકમાં કામ કરવાની નાખુશી બતાવી. પ્રવીરે પણ બીજી કોઈ છોકરી સાથે અભિનય કરવાની ના પાડી. ને સ્ત્રી પાત્ર વિનાનું નાટક મેળવવા અમે તમારી પાસે આવ્યા. અવિનાશ, આ અમારા જીવનની વાત છે.
અવિનાશઃ તું કેટલો નસીબદાર છે પ્રવીર. શું એ પણ એના બાપ ને ભાઈ સામે નહીં થઈ શકે?
અજીતઃ સાચો પ્રેમ શું ન કરી શકે?
                 (વધુ હવે પછી …)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૩૨

April 1, 2011
 
અવિનાશઃ જરૂર એમની ચિઠ્ઠી… શું લખે છે? ઝટ વાંચ તો.
ચંપકઃ શેઠજી, નાહી નાખો! સમાચાર અશુભ છે.
[અવિનાશ ચિઠ્ઠી ઝૂંટવી લે છે.]
અવિનાશઃ (વાંચે છે) અમારો વિચાર નથી! (ચિઠ્ઠીમાંથી મોં બહાર કાઢી) મા બાપ વિનાનો આ અવિનાશ આપમેળે આટલો આગળ વધ્યો ને એની સમાજમાં આ હાલત! કેવો છે આ સમાજ!
[ચંપક અંદર જાય છે.]
અજીતઃ એ સમાજ સામે તો અમને પણ અણગમો છે. પણ અવિનાશ, તારી પાસે તો સાધન પણ છેઃ કલમનું.
પ્રવીરઃ ને અમારી પાસે સમાજની કડવી ટીકાઓ સામે ધરવાનું કોઈ હથિયાર પણ નથી!
અજીતઃ અવિનાશ… મારે એક બહેન છે.
પ્રવીરઃ સુરભી… કેટલું સુંદર નામ!
અજીતઃ હા, એણે નાટકોમાં અભિનય કરીને નામના મેળવી. છેલ્લા નાટકમાં એણે મારા આ મિત્ર સાથે કામ કર્યું.
પ્રવીરઃ ને જીવનસંગીતમાં પ્રીતની ઝાલર બજી!
અજીતઃ એ બજી, ને સરખે સરખાં એ બેઉના જીવનનું એ સંયુક્ત સંગીત મને ગમ્યું.
                      (વધુ હવે પછી …)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૩૧

March 31, 2011
 
પ્રવીરઃ અવિનાશ, આ પ્રસંગ પરથી જ એક નાટક લખીને અમને આપોને.
અવિનાશઃ એમ જ કરીશ દોસ્તો. પણ હવે તો તમે જાણી જ લીધું. એ નાટક રંગભૂમિ પર સફળતાપૂર્વક ભજવાતું હશે, પ્રેક્ષકોની આંખો હાસ્યથી ચમકતી હશે ત્યારે એનો સર્જક આ અવિનાશ ઘરના છાના ખૂણે વિરહનાં આંસુ વહાવતો હશે.
[બહારથી અવાજ આવે છે.]
અવાજઃ અવિનાશભાઈ અહીં રહે છે કે?
અવિનાશઃ જા તો ચંપક.
[ચંપક થોડી વારે એક ચિઠ્ઠી લઈને આવે છે.]
ચંપકઃ આ ચિઠ્ઠી લઈને નોકરને કોઈએ મોકલ્યો છે.
અવિનાશઃ વાંચ તો ચિઠ્ઠી.
ચંપકઃ રાજમાન રાજેશ્રી અવિનાશલાલ…
              (વધુ હવે પછી …) 
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૩૦

March 30, 2011
ચંપકઃ તોય મેં તો તમને બચાવવા અજાણતાં જ બન્યું એટલું કર્યું!
અવિનાશઃ શાબાશ ચંપક! તને હું કાયમ માટે રાખી લઈશ.
ચંપકઃ કારણ કે કદાચ પેલા લોકો હવે દીકરી નહિં પરણાવે!
અવિનાશઃ તેં સીચ્યુએશન સુધારવા મહેનત કરી પણ નસીબ જ ન હોય ત્યાં…!
અજીતઃ (ધીરેથી) ચંપક એમનો ભાઈ જ લાગે છે!
પ્રવીરઃ ચંપકલાલ!
અવિનાશઃ શું કહો છો દોસ્તો?
અજીતઃ એ જ કે અહીં પણ આજે એક નાટક ભવાઈ ગયું!
ચંપકઃ પણ સ્ત્રી પાત્ર વિનાનું!
              (વધુ હવે પછી …)
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

સ્ત્રી પાત્ર વિનાનું નાટક !: ૨૯

March 29, 2011
અવિનાશઃ જુઠ્ઠું કહે છે! ગામમાં…
પ્રવીરઃ પણ ગામડું એણે કદી જોયું જ નથી!
અજીતઃ ને આ ભવમાં હવે એ જોવા નહીં પામે!
અવિનાશઃ હેં?
અજીતઃ તમે કોની વાત કરો છો અવિનાશ?
અવિનાશઃ તો તમે?
અજીતઃ અમે તમારી પાસે નાટક લેવા આવ્યા છીએ!
પ્રવીરઃ સ્ત્રી પાત્ર વિનાનું નાટક!
અવિનાશઃ ભારે ગોટાળો થઈ ગયો! તો પેલા…
ચંપકઃ એ તમને જોવા જ આવ્યા હોવા જોઈએ શેઠજી.
અવિનાશઃ આવા ગોટાળા તો મેં રંગભૂમિ પર જ સર્જ્યા હતા. આજે મારે ઘેર…
                 (વધુ હવે પછી …)
 
આ નાટક ભજવવું છે?  www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતા એકાંકી નાટક ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ને ભજવવાની લેખકની લેખીત પરવાનગી લેવા girish116@yahoo.com સરનામે સબ્જેક્ટ લાઈનમાં “અમારે ભજવવું છે ‘સ્ત્રી પાત્ર વિનાનું નાટક !’ ” કે ”We would like to perform ‘Stree patra vinanu natak !’ ” લખીને (ગુજરાતી કે અંગ્રેજીમાં પત્ર લખીને) લેખકનો સંપર્ક કરશો.  
આ નાટક ભજવવાનો કે ભજવાવવાનો આપને ખરેખર રસ હોય તો એના બાકીના બધા જ ભાગ તથા લેખકની લેખિત પરવાનગી મેળવવા અંગેની માહિતિ આપના પર મોકલી આપવામાં આવશે.
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

Follow

Get every new post delivered to your Inbox.