મોડેસ્ટો કેલિફોર્નિયા
Archive for the ‘વિવેકના શેરોનો આનંદ’ Category
વિરાટની યાત્રાએ વિવેકના શબ્દોના શ્વાસ !
January 3, 2012મોડેસ્ટો કેલિફોર્નિયા
વિવેકની વાણી — (જોડકણું/મુક્તક)
December 6, 2011વિવેકની વાણી
કેવી છે શાણી
મન ભરી માણી
સહુએ વખાણી !
“વિવેકના શેરોનો આનંદ” પુસ્તક વિશેઃ 4
November 24, 2011દિલને થાય હાશ એવું ઘર મળે… ! (‘વિવેકના શેરોનો આનંદ’: 50 of 50)
November 23, 2011|
જ્યાં દિલ ને થાય હાશ, એવું કાશ! ઘર મળે,
શું થાય જો આ શોધ નો છેડો કબર મળે ?!
ઘર… ધરતીનો છેડો…
ઘરનું વાતાવરણ જો શાંતિમય હોય તો ઘરમાં પગ મૂકતાં જ મન “હાશ” બોલી ઊઠે.
કાશ, શાંતિભર્યું પોતાનું ઘર કોને ન ગમે? આ લખનારને શાંતિભર્યા પોતાના શિકાગોના ઘરમાં ૩૧ વર્ષોથી રહેવાનો અનુભવ છે જે કદી નહીં ભુલાય. એ ઘરના વાતાવરણને પવિત્ર અને શાંતિમય રાખવાનો જશ મારાં ધર્મપત્ની હસુને મળે છે.
શિકાગોના અમારા ઘરમાં આવનાર સૌ કોઈને શાંતિનો અનુભવ થતો અને ઘણા એ કહેતા પણ ખરા.
૨૦૦૮માં હસુ અને હું શિકાગોનું અમારું ટાઉનહાઉ વેચીને અમારી નાની દીકરી શેતલ ભગત, સુરતના અમારા જમાઈ ડો. વિપુલ ભગત, પૌત્રી માયા (જન્મતારીખઃ ઓગસ્ટ ૧૨, ૨૦૦૭) સાથે રહેવા મોડેસ્ટો, કેલિફોર્નિયામાં આવ્યાં. સપ્ટેમ્બર ૩૦, ૨૦૦૯ના રોજ અમારા પૌત્ર જયનો જ્ન્મ થયો.
મોડેસ્ટોના આ ઘરને પણ હું “ભગવાનનું ઘર” (God’s home) કહું છું.
માનવી હંમેશાં સુખ શાંતિની શોધમાં હોય છે. ઘર પણ એ એવા જ પ્રકારનું શોધે છે જ્યાં એને સુખ શાંતિ મળે.
“હાશ” થાય એવું ઘર ન મળે તો? એ તલાશની મંજીલ છે કબર!
અને “હાશ” થાય એવું ઘર મળે તો પણ અંતિમ મંજીલ તો કબર જ છે ને!
માનશો? ઘરમાં પણ ઘર હોઈ શકે. આદિલનો આ શેર યાદ આવે છે જેના વિશે “આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં લખ્યું છે.
નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં કે શ્વાસ મુક્તિના લઈ શકું છું ગઝલનાં ઘરમાં.
ગઝલના ઘર માટે આ લખનારે શબ્દ પ્રયોજ્યો છેઃ “ગઝલાલય”. એમાં આદિલને પ્યારો “લય” પણ આવી જાય છે. અલબત્ત, આલય એટલે નિવાસસ્થાન.
અને “ભગવ્દ્ગોમંડલ” (www.bhagavadgomandal.com) “આલય” શબ્દના આ અર્થો પણ આપે છેઃ “મોત સુધી; મરણ લગી”.
આદિલના નીચેના શેર વિશે પણ “આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં લખ્યું છેઃ
મૃત્યુની આદિલ કરો તૈયારીઓ
જીવવાનું પણ મનોબળ આવશે.
જિંદગીનો છેડો કબર?!
વિવેકના આ શેરો પણ ખૂબ જ ગમ્યાઃ
વિકસી ને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખ માં જીવન વગર મળે.
તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.
સર્જાતા જતા પુસ્તક “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન” માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો. (આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.) The original words of Girish Parikh in this post: Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
|
સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી? (‘વિવેકના શેરોનો આનંદ’: 49)
November 22, 2011ક્ષ્રર કાગજ પે અક્ષર પામું… ! (‘વિવેકના શેરોનો આનંદ’: 48)
November 21, 2011ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે…. ! (‘વિવેકના શેરોનો આનંદ’: 47)
November 20, 2011પ્રેમ છે સાચો… ! (‘વિવેકના શેરોનો આનંદ’: 46)
November 19, 2011ગઝલના ફેફસાંમાં શું છે ? (‘વિવેકના શેરોનો આનંદ’: 45)
November 18, 2011|
હવાની આવ-જા હો એમ પાનાં ઊંચા-નીચા થાય,
ગઝલના ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?
વાહ! કેટલું સુરેખ શબ્દચિત્ર આ શેરમાં જીવંત થયું છે!
હવામાં ગઝલના પુસ્તકનાં કે ગઝલ સામયિકનાં (હા, ગઝલને સમર્પીત સામયિકો પણ છે) કે અન્ય સામયિક જેમાં ગઝલ પ્રગટ થઈ છે એ પાનાં ઊંચા-નીચાં થાય છે.
આ દૃશ્ય જોઈને કવિ બારી બંધ કરી દેતા નથી કે જેથી પવન ન આવે. એમની કલ્પનામાં એક અદભુત દૃશ્ય ઊભરે છે અને એ સાકાર થાય છે આ શેરમાં.
પાના પરની ગઝલ કવિને જીવંત લાગે છે. અને કવિ પ્રશ્ન પૂછે છેઃ એમાં “મારા શબ્દો કે શ્વાસો છે ?”
અહેસાસ ફરીથી આ શેરમાં થાય છે કે ગઝલ કવિનો સૌથી પ્રિય કાવ્યપ્રકાર છે — શબ્દોના એ આશક છે અને શબ્દો જ એમના શ્વાસ છે.
(સર્જાતા જતા પુસ્તક “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન “માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો. (આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.) The original words of Girish Parikh in this post: Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
|
ચોરસ ઓરડામાં બંધ… ! (‘વિવેકના શેરોનો આનંદ’: 44)
November 17, 2011હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.
વિવેકના આ શેરનું વાંચન-પઠન-ચિંતન કરતાં વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહેલી ‘કુવાના દેડકાની કથા’ યાદ આવી. સ્વામીજીએ સ્વમુખેથી અંગ્રેજીમાં બોલેલા શબ્દોને સ્વભાષામાં ઉતારવા પ્રયત્ન કરું છું:
એક દેડકો કુવામાં રહેતો હતો. ત્યાં એ ઘણા વખતથી રહેતો હતો. ત્યાં જ એ જન્મ્યો હતો અને ત્યાંજ એનો ઉછેર થયો હતો, અને છતાં એ નાનકડો દેડકો હતો.
દેડકાએ આંખો ગુમાવી હતી કે નહીં એ આપણને કહેવા માટે એ વખતે, અલબત્ત, ઈવોલ્યુશન-પંડિતો ત્યાં નહોતા. પણ આપણી વાર્તાને ખાતર આપણે એ માનવું જ રહ્યું કે એને આંખો હતી, અને એ દરરોજ કુવામાંના પાણીમાંથી જંતુઓ અને બસીલાઈ (bacilli) એવા જુસ્સાથી દૂર કરતો હતો કે આપણા હાલના બેક્ટેરીઓઓજીસ્ટોને પણ એ માટે ગર્વ થાય. આ રીતે થતું રહ્યું અને એ નાનકડો દેડકો જાડો થતો ગયો.
પછી એક દિવસ દરિયામાં રહેતો બીજો દેડકો ત્યાં આવ્યો અને કુવામાં પડી ગયો.
“તું ક્યાંથી આવ્યો છે?” કુવાના દેડકાએ પૂછ્યું.
“હું દરિયામાંથી આવ્યો છું.” દરિયાના દેડકાએ કહ્યું.
“દરિયો! કેટલો મોટો છે? મારા કુવા જેટલો મોટો છે?” અને એણે કુવામાં કુદકો માર્યો.
“મારા દોસ્ત,” દરિયાનો દેડકો બોલ્યો, “દરિયાને તું તારા નાનકડા કુવા સાથે કેવી રીતે સરખાવી શકે?”
કુવાના દેડકાએ મોટો કુદકો માર્યો અને પૂછ્યું, “તારો દરિયો આવડો છે?”
“કેવી અક્કલ વિનાની વાત કરે છે! દરિયાની સરખામણી કંઇ કુવા સાથે થઈ શકે?”
“ઠીક ત્યારે,” કુવાનો દેડકો બોલ્યો, “મારા કુવાથી કશું મોટું હોઈ ન શકે; આનાથી કશું જ મોટું ન હોઈ શકે; આ દેડકો જુઠ્ઠો છે, માટે એને અહીંથી બહાર કાઢો.”
આ જ તકલીફ છે. … હું મારા નાનકડા કુવામાં બેઠો છું અને વિચારું છું કે મારો નાનકડો કુવો આખું જગત છે.
ચાલો, આપણા નાનકડા રહેઠાણની દીવાલો ઓળંગીએ.
નોંધઃ ‘કુવાના દેડકાની કથા’ (“Why We Disagree”) The Complete Works of Swami Vivekananda ના Volume 1 માં ઓન લાઇન વાંચોઃ www.ramakrishnavivekananda.info .
રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમે The Ceomplete Works of Swami Vivekannda ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ નામે (દસ ભાગમાં) પ્રગટ કર્યા છે. આ લીંક પરથી માહિતિ મેળવોઃ http://www.rkmrajkot.org/publication.php .
(સર્જાતા જતા પુસ્તક “વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન” માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.